પ્રેમ - untold love rose દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પ્રેમ - untold love

ssc ની એક્ષામ પછી માંડ રાહત થઇ હતી. વેકેશન તો કેમ જતું રહ્યું ખબર જ ના પડી.પણ પછી જ સાચું ટેન્શન ચાલુ થયુ. હવે આગળ ભણવા કઈ લાઈન લેવી?. એ માથાનો દુખાવો બની ગયું. ભણવામાં બિન્દાસ એટલે આગળ શું કરવું એ ક્યારેય વિચારેલું નહિ. આખરે બધાએ ભેગા મળી ને એવું નક્કી કર્યું કે સાયન્સ માં વધારે સ્કોપ છે તો સાયન્સ લેવું. પણ એના માટે મારે બીજા સિટી માં જવું પડે.

આખારે બોર્ડિંગ સ્કૂલ માં મારું એડમિશન થઇ ગયું. રેવાનું પણ ત્યાંની હોસ્ટેલ માં જ.

એ મારો સ્કૂલ નો પહેલો દિવસ હતો. ઉઠવામાં હું પેલેથીજ થોડી અળસુ. પાછું રેડી થતા પણ એટલી વાર લાગે. એટલે પહેલા જ દિવસે લેટ થઇ ગઈ. ઉતાવળ માં જેમતેમ કરીને સ્કૂલ પહોંચી પણ દરવાજો બંધ થઇ ગયો હતો. અને જ્યાં સુધી સવારની પ્રાથના પુરી ના થાય ત્યાં સુધી દરવાજો ના ખોલવો એવો સ્કૂલ નો નિયમ હતો.
થોડો ગુસ્સો અને થોડી નારાઝ પગથિયાં ઉપર બેઠી.

એવામાં જ એક છોકરો દોડતો દોડતો આવ્યો. મારી જેમ એ પણ લેટ થયેલો. પણ દરવાજો બંધ જોતા એને પણ ગુસ્સો આવ્યો. એ કદાચ જૂનો સ્ટુડન્ટ હશે આથી એને ખ્યાલ હસે આ નિયમ નો.

કોઈ તો છે મારાં જેવું,એમ વિચારી મેં એની સામે જોયું..
કદાચ પેલી વાર કોઈ છોકરા ને કદાચ એટલો ધ્યાન થી જોયો હસે. 5.8 ફીટ ઊંચો, મજબૂત બાધાનો , ગોરો ગોરો વાન. રૂપાળો ચહેરો, કોઈને પણ પહેલી નઝરે ગમી જાય એવો. મને છોકરાઓ જોડે વાત કરવી બહુ ગમતી નહી. પણ આને જોઈને ખબર નઈ શુ થઇ ગયું મને. બસ એના પરથી નઝર હટવાનું નામ નહોતી લેતી.

હજી એની સાથે કંઇ વાત કરું કે એને કંઇ પુછુ એ પેલા જ પ્રાર્થના પુરી થવાનો બેલ વાગ્યો. આથી બેય ઉતાવળ થી અંદર જતા રહ્યા. ક્લાસ11 B માં વારો ક્લાસ હતો. હું અંદર ગઈ,જોયું તો માત્ર એક જ બેન્ચ ખાલી હતી. હું ત્યાં જઈને બેસી ગઈ. biology ના મેડમ નો ફર્સ્ટ પિરીઅડ હતો. મેડમે આવીને હાજરી પુરી હજી ભણાવાનું સ્ટાર્ટ જ  કર્યું ત્યાં કોઈનો અવાજ આવ્યો
"may i come in"?..
હજી તો શરૂઆત જ કરીતી ત્યાં કોઈએ ડિસ્ટર્બ કર્યાં એ મેડમ ને ના ગમ્યું પણ એને કંઇ કેવું ગમ્યું નઈં એટલે ડોકું હલાવી હા પાડી બેસવા કહ્યું.  એ અંદર આવ્યો,મારી બાજુમાં જગ્યા ખાલી જોઈ આવીને બેસી ગયો. એને તો જાણે કંઇ ફરક જ ના પડતો હોય.
પરંતું એને બાજુ માં જોઈને મને જરૂર કંઇ થઇ ગયું હતુ. બસ એક અલગ જ અહેસાસ, અલગ જ લાગણી.

સ્કૂલ પુરી કરી હોસ્ટેલ ગઈ. આમ તો નવી હતી પણ તોય જોડે રહેતી છોકરીઓ જોડે એટલી ઓળખાણ થઇ ગઇ હતી. અને દોસ્તી પણ થઇ ગઇ હતી. મેં મારી એક ફ્રેન્ડ ને એના વિષે પૂછ્યું તો ખબર પડી કે એનું નામ માહિર છે અને એ ક્લાસ ટોપર છે. ભણવા સિવાય પણ એ બધા ફિલ્ડ માં એક્સપર્ટ છે. આમ બધી જ રીતે સારો અને હોશિયાર છે બસ એનો સ્વભાવ થોડો અતળો છે.કોઈ જોડે કામ સિવાય બવ વાતો પણ નથી કરતો.

કારણ ગમે તે હોય પણ મને એ બવ ગમવા લાગ્યો.એના પછી તો એને જોવાના કે એની સાથે વાત કરવાના બહાના જ શોધતી. ક્યારેક કોઈ કારાણવાસ એનો ચહેરો ના જોયો હોય તો મને ચૈન ના પડતું.
આ વાત હું સ્વીકારી નતી શકતી પણ મને એનાથી પ્રેમ થઇ ગયોતો.મારી પહેલી નઝર નો પહેલો પ્રેમ.

આમ ને આમ11મુ પૂરું થવા આવ્યું. અને વેકેશન પડવાનું હોવાથી બધા ખુબ જ ખુશ હતા. હું પણ ખુશ હતી કે મારા ફેમિલી સાથે એટલો સમય રેવા મળશે પણ દુઃખ પણ હતું કે વેકેશન માં માહિર ને નઈ જોઈ શકું.મન માં તો એમ થતું હતુ કે વેકેશન જલ્દી થી પૂરું થઇ જાય ને જલ્દી થી માહિર નો ચહેરો જોવા મળે.
જેમ જેમ વૅકેશન નો દિવસ નજીક આવતો જતો તો તેમ તેમ મારુ મન ઉદાસ થતું જતુ હતુ. શું કરું કાંઈ જ સમજાતું નહોતું.

તે સ્કૂલ નો છેલો દિવસ હતો. હોમ વકૅ ની નોટ બુક મેડમે બધાને પરત કરવાની કીધી મને. એમાંથી એક બુક માંથી એક ફોટો નીચે પડી ગયો. મેં એ ફોટો ઉઠાવીને જોયું તો એ માહિર નો ફોટો હતો. હું તો એ જોઈને ખુબ જ ખુશ થઈ ગઈ. કોઈને ખબર ના પડે     એવી    રીતે એ ફોટો મેં મારી બુક માં મૂકી દીધો.
વેકેશન માં જ્યારે પણ યાદ આવે એ ફોટો જોઇ લેતી.  વેકેશન માં એટલું તો નક્કી થઇ ગયું તું કે એના વગર  જીવી નઈં શકું. આથી મેં નક્કી કરી લીધું કે હવે તો જઈને હું એને મારા મન ની વાત કંઇ જ દઈશ.

વેકેશન પુરુ થતા બધા પાછા સ્કૂલ માં આવી ગયા. બારમુ ધોરણ હોવાથી બધા અભ્યાસ પ્રત્યે વધારે ધ્યાન આપવા લાગ્યા. શરૂઆત માં તો મેં બવ કોશિશ કરી માહિર ને મારા દિલ ની વાત કરવાની. પણ એના વર્તન પરથી લાગ્યું કે એને અત્યારે એના અભ્યાસ સિવાય કોઈ વાત માં રસ નથી.

મને પણ એ વાત યોગ્ય લાગી કે આ બધું ભૂલી ને અત્યારે માત્ર અભ્યાસ ઉપર ધ્યાન આપવું જોઈએ. આમ તો જોકે મને અભ્યાસ માં કોઈ રુચિ નઈ ખાસ,પણ એ ખ્યાલ હતો કે માહિર જોડે જિંદગી જીવવી હશે તો પેલા એની બરાબર થવું પડશે.
બસ પછી તો શું?

માહિર ને પામવા માટે અભ્યાસ માં અવ્વલ આવવું એજ મારું લક્ષ્ય બની ગયું. હું અભ્યાસ માં એટલી તો ખોવાય ગઈ કે એ પણ ભૂલી ગઈ કે હું જે પણ કરું છું એ માત્ર ને માત્ર માહિર માટે જ કરુ છું.

લાસ્ટ બોર્ડ એક્ષામ પેલા સ્કૂલ માં જ એક ફાઇનલ એક્ષામ લેવાણી. અને બધાની અપેક્ષા બહાર નુ રીસલ્ટ આવ્યું. હું ક્લાસ ફર્સ્ટ હતી.માહિર સેકન્ડ હતો. મારી તો ખુશી ની કોઈ સીમા નહોતી.

હવે માત્ર પંદર દિવસ જ બાકી હતા ફાઇનલ એક્ષામ ને.બધા પુર જોસ થી તૈયારી માં લાગી ગયેલા. પરંતુ આ સમય માં મેં એક વાત નોટ કરી કે માહિર વધારે ઉદાસ થઇ ગયો હતો. એ કોઈ સાથે કઈ વાત જ ના કરતો. અભ્યાસ માં પણ એનું ધ્યાન હોતું નહિ.

મને એની ચિંતા થઇ. આખારે બવ બધું વિચારા પછી મેં નક્કી કર્યું કે જેના માટે થઈને મેં આટલું બધું કર્યું છતાં જો એ ખુશ ના હોય તો શું કામ નું બધું?

આખરે એક દિવસ મોકો જોઈને મેં પૂછી જ લીધું એને.. પેલા તો એ કોઈ વાત કરવા જ તૈયાર નહોતો મારી સાથે.જાણે કેમ મારાથી નફરત કરતો હોય. પણ પછી બવ પૂછ્યું ત્યારે સખત ગુસ્સા થી એને મને કીધું કે ક્લાસ ટોપર બનવું એ એનું સપનું હતું. જે મારા કારણે હવે પૂરું નઈ થાય. કારણ કે હવે બધાને એવું જ લાગતું હતું  કે   મારી મહેનત અને મારી ધગસ ના લીધે હું જ ફર્સ્ટ આવીશ.

મને તો એ સાંભળી ને જોરદાર ઝાટકો લાગ્યો. જેને ખુશ કરવા,જેને પામવા હું આ બધું કરી રહી હતી, એ મારા લીધે જ એટલો દુઃખી હતો.

મેં એજ ક્ષણે માહિર ને જણાવી દીધું કે હું તારો ફર્સ્ટ રેંક નઈ છિનવું.
આ સાંભળી માહિર તો શોક થઇ ગયો.એને પૂછ્યું પણ કેમ? અને મારાથી ના રેવાનું એટલે મેં પણ કઈ દીધું -માહિર I LOVE YOU.. એટલું કહીને હું રડી પડી. પછી મેં એને શરૂઆત થી લઈને બધી જ વાત કરી. અભ્યાસ માં આટલી આગળ આવી એ પણ એના જ કારણે,એ પણ જણાવ્યું.
માહિર ની તો આ સાંભળીને બોલતી જ બંધ થઇ ગઈ. એની આંખ માંથી આંસુ નીકળવા લાગ્યા. એતો માંની જ નહોતો શકતો કે કોઈ એને કંઇ પણ કીધા વગર, કંઇ પણ માગ્યા વગર એટલો પ્રેમ કરતુ હશે..

એતો બસ મને ભેટી ને રડવા  જ માંડ્યો. હું પણ એના અગોસ માં સમાઈ ગઈ. આજ અમને બંને ને અમારો પ્રેમ મળી ગયો તો. બંને ખુબ ખુશ હતા. પછી તો બંને એ નક્કી કર્યું કે એક્ષામ માં બંને ટોપ કરશું. સાથે સાથે આજીવન સાથે રેવાનું વચન આપ્યું.

એ દિવસ મારા માટે ખુબ ખુશી નો દિવસ હતો. જ્યારે હોસ્ટેલ પહોંચી તો બધી ફ્રેંડ્સ બહાર પાર્ટી કરવા નો પ્લાન બનાવતી હતી. જ્યારે મેં એમને પૂછ્યું તો ખબર પડી કે એ 14 ફેબ્રુઆરી નો દિવસ હતો. મતલબ કે valentine's day, પ્રેમિઓનો દિવસ, પ્રેમ નો દિવસ......