હું એક નોકરી કરતી સ્ત્રી છું. મારે એક દીકરો પણ છે. ઘર,નોકરી અને દીકરાની જવાબદારી નિભાવતા થાકી જતી. એક દિવસ મારા પતિ એ મને એક બાઈ રાખવાની સલાહ આપી. મને પણ લાગ્યું કે બાઈ રાખવાથી મને પણ થોડી રાહત રહેશે.આથી અમે બાઈ શોધવાનું ચાલુ કરું.અમને એક બાઈ મળી પણ ગઈ. નામ જમનાબા. ઘર કામ સાથે સાથે મારા નાના બાબા નું પણ ધ્યાન રાખતા.તેમનું સાફ અને ચીવટ વાળું કામ જોઇને મને ઘણી નિરાંત રેતી. ઉપર થી મારો બાબો પણ બવ ખુશ રેતો. જમના બા તેને પોતાના દીકરા ની જેમ સાચવતા. તેને તો જાણે જમના બા ની આદત પડી ગઈ. મારા કરતા પણ તે તેને વધારે સારી રીતે સાચવતા. ધીરે ધીરે મને પણ તેમની ને તેમના કામ ની આદત પડી ગયેલી. તે જાણે ઘરનાં સભ્ય જેવા બની ગયેલા. જાણે મારા ઘરનો જ એક હિસ્સો. તેમને મારા ઘરને પોતાનુ જ ઘર બનાવી લીધેલું. તેમનું પરિવાર માં કોઈ હતું નઈં તો એ અમને જ એમનો પરિવાર માનતા. હું પણ વારે તહેવાર એમને જોઈતી વસ્તુ આપાવતી. જોકે એમને સામેથી ક્યારેય કઈ જ માંગ્યું નહોતું. આમ જોવા જઈએ તો અમારે પણ નજીક નું એવું કોઈ સગું હતું નઈ. તો મને પણ જાણે એમના રૂપ માં માં મળી ગયા. એક વાર મારા પતિ ના દૂર ના કાકી અમારા ઘરે રેવા આવ્યા. એમને એમના ખરાબ સ્વભાવ ના લીધે એમના સાંતન ઘરે રાખવા તૈયાર નતા. તો મારા પતિ એમને અમારા ઘરે લઇ આવ્યા. પણ કે છે ને કે કાગડો એનો સ્વભાવ ના બદલે. મારા ઘરે આવીને એમને એમનું પોત પ્રકાશ વાનું ચાલુ કરું. અમારી ગેર હાજરી માં જમના બા ને કંઈક ને કંઈક સાંભળવા નું ચાલુ કરું. છતાં જમના બા કંઇ જ ના બોલતા. પછી ધીરે ધીરે એમને મારા ને મારા પતિ ના કાન ભમ્ભેર વાનું ચાલુ કરું.છતાં પણ હું એમનો સ્વભાવ જોઇને ચુપ રેતી. પણ એકવાર તો એમને હદ કરી નાખી. અમારી ગેર હાજરી માં જમના બા ને ઘરેથી કાઢીમુકયા. સાંજે ઘરે આવીતો જમના બા નતા. ઘર પણ વેર વિખેર.કાકી ને તો કામ કરવું ગમતું જ નઈં જરાય. મારા દીકરાના પણ રડી રીડીને બુરા હાલ હતા.પછી તો જાણે મહાભારત રચ્ચાનું. એમને આમ અજાણયા ને ઘર સોપી દેવું એમને એટલું માન દેવું ગમતું નઈં. આ બાબતે ઝગડો થયો. મારાથી પણ સહન ના થયું. કઈ દીધું ગમે તો રહો નઈં તો ચાલ્યા જાવ. અને જમના બા ને શોધવા નીકળી પડી. ઘણું ફર્યા પછી ગાર્ડન ની એક બેન્ચ પાસે બેઠેલા જમના બા ને જોયા. હું તેમની પાસે ગઈ. હળવેથી માથે હાથ ફેરવો, એમને ચહેરો ઊંચો કરી મારી સામે જોયું. એમની આંખો માં આંસુ હતા. જે ઘરને એમને પોતાનું માની ને સેવા કરી એ ઘરમાથી એમને વગર વાકે આમ કાઢી મુકશે એવી તો એમને કલ્પના પણ ક્યાંથી હોય. હું એમને મારી સાથે ઘરે લઇ આવી. મારો દીકરો તો એમને જોતાજ ગળે વાળાગી પડ્યો. મારા પતિ એ પણ એમના કાકી ને ચોખા શબ્દો માં કઈ દીધું કે જમના બા અમારી સાથે જ રહેશે. એમને જ્યાં જવું હોય ત્યાં જય શકે છે. કાકી ઘર છોડી ને જતા રહ્યા. અને જમના બા પાછા ઘરના સભ્ય અરે સભ્ય જ નઈ પણ ઘરના આધાર હોય એમ ઘરને સાચવી લીધું. ઘણી વાર વિચારું છુ કે માત્ર લોહીનો સંબંધ હોવાથી જ સંબંધ નથી બંધાતા. લાગણી નો સંબંધ પણ હોવો જોઈએ.