રાખડીનો સંબંધ Anil Vaghela Astik Halari દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રાખડીનો સંબંધ



" આ હર્ષ ને શુ થયું છે? કેમ આજ બાર મહિનાના તહેવારે પણ એના ચહેરા પર આનંદ નથી? "

" એનું દુઃખ તો આપણે સૌ જાણીએ છીએ અને એમાંય આજ નો દિવસ.....
" ખબર નહિ, પણ છેલ્લા ઘણા દિવસથી તે સાવ અલગ જ વર્તન કરે છે...!!"
" છેલ્લા એક અઠવાડિયાથી તો એ રોજ દિવસ માં દસ વાર ઓફિસેથી ઘરે ફોન  કરીને  એકજ સવાલ પૂછે છે; 
" મમ્મી, કોઈ ટપાલી કે કુરિયર વાળો આવ્યો હતો? કઈ કાગળ કે કવર આપી ગયો છે?"
અને જો હું ના કહું તો કહે...
" મમ્મી તને ખબર નહિ હોય એ કદાચ જીવણકાકા ને આપીને ગયો હશે તું એમને પૂછ, એમણે ક્યાંક મૂક્યું હશે!

           રાજકોટ ના એક હાઈ પ્રોફાઈલ એરિયાના એક આલીશાન બંગલાના દીવાનખંડમાં  હર્ષના મમ્મી અને એના ફઈબા વાતો કરી રહ્યા છે;
           હર્ષ એક સુખી કુટુંબ નો સીધોસાદો અને હોશિયાર છોકરો છે; હાલ એણે એના પપ્પાના બિઝનેસ નો બધો ભાર પોતાના ખભે લીધા પછી એ બિઝનેસને એક અલગ જ મંઝીલ પર પહોંચાડવામાં પણ સફળ રહ્યો છે.
          આજ વહેલી સવારથી જ એ ફ્રેશ થઈ રોજની જેમ જ રેડી થઈ ગયો છે, આજે કઈક અજીબ વર્તન કરી રહ્યો છે. થોડી થોડી વારે એ બાર આવે છે જીવણકાકા ને પૂછે છે: " કાકા, કોઈ આવ્યું, કવર કે ટપાલ આપી ગયું?" જવાબ નકારમાં મળતા એ ફરી રૂમમાં ચાલ્યો જાય છે ફરી પાછો એ બહાર આવી છેક ગાર્ડન માં જઇ ને શેરીઓ માં ડોકિયું કરે છે ક્યાંય ટપાલી કે કુરિયર વાળો આવતો દેખાય છે? 
            હર્ષ પોતાના રૂમમાં જતા જતા કાકાને ચા માટે કહ્યું; ને રૂમમાં જતો રહ્યો...
             આજ તે બધા છાપા ભેગા કરીને એક પછી એક વાંચી રહ્યો છે, અને ચા પર ચા પી રહ્યો છે આજના બધા છાપા લગભગ એણે ત્રણ ત્રણ વખત વાંચ્યાં હશે અને ચા તો દસમી...
             એ જ્યારે ટેનશન માં કે ઉદાસ હોય ત્યારે આવુ અજીબ વર્તન કરે છે.
            જીવણકાકા આ વખતે જ્યારે હર્ષના રૂમમાં ચા આપવા ગયા તો એમણે જોયું કે....
            હર્ષ પોતાના લેપટોપમાં ફેસબુક ખોલીને બેઠો હતો! 
            હા ફેસબુક, કે જેના પર આજનું યુવાધન ઓળઘોળ છે, માત્ર યુવાધન જ નહીં પણ આખી દુનિયાની લગભગ ત્રીજા ભાગની વસ્તી ..!! જ્યાં લોકો પોતાના ઈમોશન્સ દિલ ખોલીને રજૂ કરે છે. કોઈ છોકરી કે છોકરો પોતાનના મનની વાત એના ફેમિલી ને જણાવે કે ના જણાવે પણ ફેસબુક પર વગર સંકોચે પોસ્ટ કરી દે..
             હર્ષ પણ તો યંગ હતો, એ ખરું કે એ એક સક્સેસ બિઝનેસમેન છે. પણ એ પહેલાં તે એક ચડતા લોહીનો યુવાન ને ? એટલે જ  ...
            તે ફેસબુક પર ઓનલાઈન હતો તેમાં તે કોઈ છોકરીનું પ્રોફાઈલ જોઈ રહ્યો હતો, તેના ફોટાઓ જોઈ ને એના ચેહરા પર એક મીઠું સ્મિત ઝળકી ઉઠ્યું, હર્ષ એ ફોટાઓ ને ઝૂમ કરી જાણે એની હારે વાતો કરી રહ્યો એને ચીડવતો હોય એવું લાગ્યું; તે અચાનક ત્યાંથી બહાર નીકળી તેના પ્રોફાઈલ માં ગયો ત્યાંથી એ પોતાની મુકેલી પોસ્ટ્સ જોવા લાગ્યો, તે એમાં આગળ ને આગળ જતો જ ગયો જાણે  એ કઈ શોધી રહ્યો હોય!! 
             પાછળ જતાં જતાં એક પોસ્ટ આવી ત્યાં અચાનક એની આંગળી થંભી ગઈ, આજથી બરોબર એક વર્ષ પહેલા એણે એ પોસ્ટ કરી હતી, આજ ફરી પાછી એ પોસ્ટ વાંચીને એની આંખો ભીની થઇ ગઇ.
            એ દિવસે રક્ષાબંધન હતી. બધા લોકો ખુશીથી આ તહેવાર ઉજવી ને પોતાની ફીલિંગ્સ ફેસબુક કે ઇન્સ્ટાગ્રામ જેવી સોસીયલ સાઈટ પર શેર કરી રહ્યા હતા, હર્ષે પણ એજ કર્યું હતું. 
            રાજકોટ ના જ એક પ્રતિષ્ઠિત કવિ  " શ્રી મુકેશ માહી " સાહેબ ની એક રચના પોતાના ઉદાસ ચેહરા વાળા ફોટા સાથે ફેસબુક પર પોસ્ટ કરી હતી એ રચના હતી...

આજ ફરી આવી છે રક્ષાબંધન
ને હાથ મારો ખાલી ન હોત.
એક નાનકડી ઢીંગલી જેવી
કાશ'મારે પણ એક બેનડી હોત......!!!
.
કાલી કાલી ભાષા એ બોલતી
વળી વાતે વાતે મને ચીડાવતી.
ને માહિ" જો હુ રીસાવ તો
માથે હાથ ફેરવી મનાવતી હોત.
એક નાનકડી ઢીંગલી જેવી
કાશ'મારે પણ એક બેનડી હોત....!!!
.
ફરીયાદ ઈશ્વરને નઈ સમજાય
એને આ વેદના જાણી નથી.
હૈયા ને આજ રડવું છે 
પણ આખો મા પાણી નથી.
સુતરના તારથી રાખડી બાધંતી હોત.
એક નાનકડી ઢીંગલી જેવી
કાશ'મારે પણ એક બેનડી હોત..!

"...મુકેશ માહિ..."

          હર્ષની આ પોસ્ટ પર એના ઘણા મિત્રોની લાઇક્સ અને કમેન્ટ્સ આસવાસનમાં મળેલી. 
          હર્ષ ના મિત્રો દ્વારા કરવામાં આવેલી કમેન્ટ્સ અને લાઈક ને કારણે હર્ષની એ પોસ્ટ ફિરદૌસની ટાઈમ લાઈન માં આવી,
          ફિરદૌસ એક મધ્યમ વર્ગની વેલ એજ્યુકેટેડ છોકરી હતી. એ સુંદર, સુશીલ અને સંસ્કારી હતી. એણે હર્ષની પોસ્ટ વાંચી એનું લાગણીશીલ હૃદય દ્રવી ઉઠ્યું, એમાં લાગણીઓનું ઘોડાપુર ઉમટયું, એણે તરત જ મનમાં કઈક નક્કી કરી લીધું; એને હર્ષના પ્રોફાઈલ માં જઈ મેસેજ બોક્સ પર ક્લિક કર્યું. અને કંઈક ટાઈપ કરવા ટચ કર્યું પણ આંગળીઓ થંભી ગઈ, મનમાં એક ક્ષણ તો વિચાર આવ્યો નાત જાતનો, " એ હિન્દૂ હું મુસલમાન...."  પછી બીજી જ ક્ષણે એ વિચારને લાત મારી ને ફંગોળી દીધો અને વિચારી લીધું કે આ સંબંધ દુનિયાની હર પાક ચીજ થી વધુ પવિત્ર છે એને કોઈ નાત જાતના વાળા કે બંધન કઈ ના હોય...
અને એને મેસેજ ટાઈપ કર્યો.
          હર્ષના મેસેન્જર માં મેસેજ આવ્યો.
   "હાઈ...""
  "હેલો..!!"
          હર્ષે રીપ્લાય આપીને પ્રોફાઈલ ચેક કર્યું તો કોઈ ફિરદૌસ નામની છોકરીનું અજાણ્યું પ્રોફાઈલ હતું. એટલે બીજો મસેજ કર્યો
   " ઇન્ટ્રો પ્લીઝ..." 
   " હું ફિરદૌસ છું, જામનગરની છું.  તમારી પોસ્ટ વાંચી... હું તમારી ફીલિંગ્સ સમજુ છું, બહેન ના હોવાનું દર્દ શુ હોય એ કલ્પના માત્ર થી જ શરીર કંપી ઉઠે, કારણ કે હું મારા ત્રણ ભાઈઓ ના હાથમાં અપાર પ્રેમ અને લાડકોડથી ઉછરી છું... હું થોડીવાર પણ જો મારા ભાઈઓથી દૂર હોઉં તો એ બેબાકળા બની જાય છે એમને મારી બહુ જ ચિંતા થાય. અને મેં એમનું દર્દ પણ અનુભવ્યું છે."
      સામેથી જવાબ આવ્યો...
      " હા, ઈશ્વરે મને બધું જ આપ્યું છે, અપાર પૈસો, પરિવાર નું સુખ,  બધુ જ પણ નથી આપી તો બસ એક બહેન..."
       એટલું કહી ને હર્ષ અટકી ગયો, એનાથી આગળ ના બોલાયું.
          " કેમ, હું છું ને ...!!"
         સામેથી રીપ્લાય આવ્યો પણ મેસેજ વાંચતા જ હર્ષ આશ્ચર્યચકિત થઈ ગયો.
          ફિરદૌસે જાણે મનોમન નક્કી કરી લીધું હતું કે વર્ષોથી સુના પડેલા એક ભાઈ ના કાંડા ને સૂતર ના રંગબેરંગી તાંતણેથી કાયમને માટે રંગી દેવું છે. મનમાં જાણે ગાંઠ વાળી લીધી હતી. "
        " સોરી! હું કઈ સમજ્યો નઈ? "
        " શુ એવું જરૂરી હોય કે બહેન સગી જ હોવી જોઈએ અથવા તો લોહીના સંબંધ હોઈ એ જ સાચા ભાઈ બહેન ? "
         " ના, એવું તો ના હોય, આતો ભાઈ બહેન નો પવિત્ર સંબંધ છે એમાં ના તો નાત જાત ના વાળા હોય ના ઉંચનીચ ના. એમાંતો બસ સમર્પણની ભાવના હોય અને એક બીજા માટેનો અનહદ નિઃસ્વાર્થ પ્રેમ અને લાગણી. "
        " હા તો પછી બસ, હું ભલે અજાણી છું, હું ભલે મુસલમાન છું પણ જો ખુદા મને એક હિન્દૂ ભાઈ ની બહેન બનાવી એના સુના હાથ પર રાખડી બાંધવાની પાક તક આપી રહ્યા હોય તો મારે એ ચૂકવી ન જોઈએ. "
         હર્ષ હવે બધું સમજી ગયો હતો. પણ એને સમજાતું નહોતું કે એ શું જવાબ આપે, એ ફિરદૌસ નો આભાર માને કે ઈશ્વર નો!!
        હર્ષની ખુશીનો કોઈ પાર ન હતો, એની આંખોમાં ખુશી ના આંસુ હતા. એને બહેન ન હોવાનું જેટલું દુઃખ હતું એ બધું જાણે કુદરતે એકજ વાર માં હણી નાખ્યું હતું. જાણે આજે એને બધું જ મળી ગયું હતું. 
        એમની વાત તો ઘણી લાંબી ચાલેલી, એકબીજા વિશે જાણ્યું પરિવાર વિશે જાણ્યું. પણ જતા જતા છેલ્લે ફિરદૌસ ના એક રીપ્લાય એ એને રડાવી જ દીધો...
         " ભાઈ, મને વધુ તો નથી ખબર કે આપણે ક્યારેય મળશું કે એકબીજાને ઘરે આવશું જાશું પણ જ્યાં સુધી મારા શરીર માં જીવ હશે ત્યાં સુધી હું તમને રાખડી જરૂર મોકલીશ. આપણા પાક સંબંધ ને હું તહે દિલથી નિભાવિશ... "

        એ વાત ને આજે એક વર્ષ થઈ ગયું છે, હર્ષ છેલ્લા એક અઠવાડિયાથી ફિરદૌસની રાખડીની રાહ જોતો હતો. એ રોજ ઓફીસથી ઘરે ફોન કરીને આ રાખડીના જ કવર કે ટપાલ વિશે પૂછતો.
        હર્ષ પાસે ફિરદૌસ નો ફોન નંબર તો હતો પણ ક્યારેય ફોન કર્યો નહોતો એટલે એ સંકોચ અનુભવતો હતો. એ બન્ને ભાઈ બહેન હમેશા વોટ્સએપ અને ફેસબુક મેસેન્જર માં વાત કરીને ખબર અંતર પૂછી લેતા. 
         ઘણી વખત એવું બનતું કે ફિરદૌસ નો ફોન કે મેસેજ એક દોઢ મહિના સુધી ના આવતા, એ કઈક કામમાં હોઈ કે પરીક્ષા ની તૈયારીઓ કરતી હોય માટે , પણ આવતા જરૂર. આ વખતે પણ એવુંજ કઈક બન્યું હશે. પણ આવશે જરૂર, એને આશા હતી. અને કદાચ ફોન નઈ આવે તો રાખડી તો મોકલાવશે જ.. એને વિશ્વાસ હતો.

          હર્ષ હજીએ તાકી તાકી ને એની પોસ્ટ એને એ ફિરદૌસ ના ફોટા જોઈ રહ્યો હતો. એની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા. 
         જીવણકાકા લગભગ ત્રીજી વખત હર્ષના રૂમમાં ચા આપવા આવ્યા પણ હર્ષ ને આ એકજ સ્થિતિ માં જોઈ ને પાછા ચાલ્યા જતા પણ આ વખતે હર્ષને રડતા જોઈ એમનાથી ના રહેવાયું એને હર્ષને બોલાવ્યો અને ....
         જીવણકાકા નો અવાજ સાંભળી અચાનક હર્ષ ભાનમાં આવ્યો, એણે એનો ફોન લઈ કોન્ટેક્ટ લિસ્ટ માંથી ફિરદૌસ નામે સેવ કરેલા નંબર પર ફોન કર્યો. પહેલી વાર માં કોલ રિસીવ ના થતા એણે ફરી પાછો કોલ કર્યો આ વખતે ફોન ઉપડ્યો, સામેથી જાડો એકદમ પહાડી અવાજ સંભળાયો....
         " હેલો .... !! "
         અવાજ જાડો ને પહાડી હતો પણ અત્યારે અવાજમાં દર્દ અને નરમાશ હોય એવું લાગતું હતું
         " હેલો .. ફિરદૌસ દીદી છે... ?"
        હર્ષે હિંમત કરીને પૂછી જ લીધું...
          " જી વો ..... "
             એટલું બોલાયા પછી સામેનો અવાજ અટકી ગયો .. થોળીવાર પછી ફરી સામેની વ્યક્તિએ પૂછ્યું
           " આપ કોન ? "
           " જી હું હર્ષ વાત કરું છું, રાજકોટથી. મારે કોઈ બહેન નથી, ફિરદૌસ દીદી એ મને ભાઈ માન્યો છે અને મને દર રક્ષાબંધન પર રાખડી મોકલાવવાનું વચન આપ્યું છે. આજે રક્ષાબંધન છે, હું છેલ્લા અઠવાડિયાથઈ રાહ જોઉં છું પણ ના બેનની રાખડી આવી કે ના એમના સમાચાર અમે ફોન પર ઓછા મળીયે એટલે હું ફોન નહોતો કરતો પણ આજ મારી ધીરજ ખૂટી ગઈ એટલે ફોન કરી દીધો. શુ હું ફિરદૌસ દીદી સાથે વાત કરી શકું ??
           " હા એમણે તમારી વાત કર હતી, પણ અફસોસ કે એ ના હવે તમને રાખડી મોકલાવશે કે ના તમારી જોડે વાત કરશે "
           સામેની વ્યક્તિ નો અવાજ સાંભળીને હર્ષને અચરજ થયું. એ તાળુકી ઉઠ્યો.
             " ઓ હેલો...  કેમ આવું બોલો છો? અને તમે કોણ છો? "
            " હું ફિરદૌસ નો મોટો ભાઈ અફઝલ છું"
            " ઓહહ તો બહેન વિશે કેમ આવું બોલો છો "
          હર્ષ વચ્ચે બોલી ઉઠ્યો.. 
            " ભાઈ, જીવથી વ્હાલી બહેન વિશે આવું અપશુકનિયાળ બોલવું થોડું કોઈ ને ગમે? આતો ખુદાની કરની સામે કોનું ચાલે છે? નામ તેનો નાશ નક્કી છે...."
            " આપ કેહવા શુ માંગો છો ? "
            હર્ષ ફરી વચ્ચે બોલી ઉઠ્યો, હર્ષના ધબકારા વધી ગયા હતા, ચૌફેર સુનકાર પ્રસરી ગયો હતો.
            " ભાઈ, કેહતા જીવ તો નથી ચાલતો પણ..... " 
            " પણ..... પણ શું ? ભાઈ કહો ને પ્લીઝ.... "
            " અષાઢીબીજ પછી ના ધોધમાર વરસાદ ના કારણે આખા જામનગર માં રોગચાળો ફાટી નીકળ્યો અને એ રોગચાળા એ ફિરદૌસ ને પણ ભરડામાં લીધી, શરૂઆત માં જાડાઉલ્ટી થયા, ધીરે ધીરે શરીરમાંથી લોહી અને પાણી ઉડી ગયું. લગભગ દસેક દિવસ હોસ્પિટલમાં જિંદગી સામે જંગ લડ્યા પછી અંતે ફિરદૌસ એ..... "
            અફઝલભાઈ રડી પડ્યા, એમનાથી આગળ ના બોલાયું.
          હર્ષ કઈ બોલી ના શક્યો, એ રડી પણ ના શક્યો, એ સ્તબ્ધ થઈ ગયો એની દુનિયા જાણે ઉજ્જડ બની ગઈ હતી કોઈ હરેલા ભરેલા નગર માં ત્સુનામી પછી નો સુનકાર પ્રસરી ગયો હતો હર્ષના જીવનમાં. એ મૂંઢ થઈ ગયો એને કશાનું ભાન ન હતું.
          હાથમાંથી ફોન સરકીને નીચે ફર્શ પર પડ્યો. ફોનના બધા પાર્ટ્સ ફર્શ પર અલગ અલગ નજરે વિખરાયેલા નજરે પડતા હતા.
          પણ એ ફોન ના પાર્ટ્સ હતા કે કુદરત ને રાસ ના આવેલા હર્ષને મળેલી પલભરની ખુશીઓના દસ્તાવેજોના કુદરતે કરેલા ટુકડા........??


( આ વાર્તા સત્ય ઘટના પર આધારિત છે, )        - અનિલ વાઘેલા ( આસ્તિક હાલારી )