જીવન નું ઘડતર - શિક્ષણ ગણતર Risit Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

જીવન નું ઘડતર - શિક્ષણ ગણતર

સમી સાંજ માં સ્કુલ બસ માંથી ઊતરી નિમેષ પોતાની સોસાયટી તરફ હસતો - ખેલતો ઠુમકા લગાવતો આગળ વધી રહ્યો હતો, ત્યાં સોસાયટી માંથી એક સાઈકલ રીક્ષા વાળાને બહાર નીકળતા જોઇ રહ્યો હતો. તેની નજર અચાનક તે સાઈકલ રીક્ષા ની ટ્રોલી માં પસ્તીના ઢગલા તરફ ગઈ અને જોર થી બોલી ઉઠ્યો, "એ એ... એ... ભાઈ ઊભા રહો... !" અચાનક આ શબ્દો સાંભળી તે ઊભો રહી ગયો. નિમેષ નજીક જઈ એ ઢગલા માંથી એક ચિત્રપોથી હાથમાં લઈને બોલ્યો 'આ તો મારી છે ! આ ચિત્રો માટે તો મને સાહેબે શાબાશી આપી હતી અને વાર્ષિક સમારોહમાં ઇનામ પણ મળ્યું હતું' પણ ! હે ભાઈ ! તમને આ કોણે આપી ? અને ક્યાં લઈ જાઓ છો ? આ બધી જ પસ્તી તો આ સોસાયટી ના છેવાડાના ઘરમાં રહેતા ભાઈએ મને પસ્તી માં આપી દીધી છે જેના મે રૂપિયા ચૂકવ્યા છે આ વાત કરતા કરતા એ પસ્તીવાળો મૂછમાને મૂછમાં હસતો રહ્યો અને તેના મનમાં ઉઠેલા વિચારો 'ખરેખર આ બાળક માટે આ પુસ્તકની કિંમત દુનિયાની બધી જ મિલકત કરતા સૌથી વધારે છે‌, પણ વર્ષ દરમિયાન મળેલા શાળાકાર્ય ના keep it up ની કિંમત  વર્ષ બદલાતા પસ્તી ભાર જેટલી રહી જાય છે પરંતુ બાળપણ વિતાવી જુવાનીના દિવસોમાં પોતાના બાળકોની આવી મનોદશા સમજવા આજના મોર્ડન મા-બાપ કદાચ સમર્થ નથી. આમ વિચારતા વિચારતા તે ચિત્રપોથી ભાવુક બાળકના હાથમાં આપી તે પસ્તીવાળો આગળ વધી ગયો. તે પસ્તીવાળો કોઈ સામાન્ય વ્યક્તિ નહીં પણ ગ્રેજ્યુએશનનો અભ્યાસ પૂર્ણ કરી નોકરીની શોધમાં શહેરમાં આવેલો એક યુવાન જેને યોગ્ય નોકરી ન મળતા તે આજે આ પસ્તી નો વ્યાપાર કરી રહ્યો છે. આ ઘટના કદાચ કોઈ ના જીવન ની સત્ય હકીકત હોઈ શકે, પણ સત્ય આ વાતમાં અળગું રહી શકતું નથી જે જીવન વિકાસ માટે સૌથી જરૂરી છે. જીવન ના અનુભવો જ્યારે કાગળ પર કોતરાયા પછી કોઈ ના દિલ સુધી પહોંચવામાં વાર નથી લાગતી... જરૂર છે માત્ર જીવનમાં સુઘટીત ઘટનાઓ ને શબ્દો રુપી શણગાર કરવાની. અનુભવ ના ઓળકાર લીધા પછી જ ભુખ ની ખરી પરિભાષા સમજાય છે, શાળા માં મળેલા keep it up... ની ખરી કિંમત સોના ને જેમ પકવ્યા પછી ઘરેણાં બનાવવા એરણ પર કેટલીક થપાટો ખાવી પડે, ત્યારે તેમા તૈયાર થાય છે એક નવી ભાત ત્યાર બાદ મજબૂતાઇ ની પરીક્ષા પાસ કરવા કેટલાય મશીનો થી ખેંચાઈ ને તૈયાર થાય... ફરીથી પાછી નવી કસૌટી તૈયાર જ હોય... ! વેપાર ની ચોપાટ પર પોતાને એવી રીતે રજૂઆત કરવી પડે છે જેથી કોઈ ની નજર ને ગમી જાય... પાછું આટલે પુરું ન થતુ ન હોય તેમ ભાવ તાલ ની વચ્ચે અટવાતો પેકિંગ થઈ કોઈ ના ઘર ની તિજોરી ની શોભા બને. ખરેખર તો તેનું ઘડતર કોઈ ના ગળા ની શોભા માટે થાય છે પણ તિજોરી માં કેદ થઈ મિલકત ની ગણતરી ના ચોપડે નોંધાઈ ને બંધ થઈ જાય છે.... આવુ જ કંઇક જીંદગી નું છે... હજારો સપનાઓ સાથે માતા-પિતા પાટીપેણ પકડાવે છે... શિક્ષણ રૂપી સોનાર એનું ઘડતર કરે છે... પરંતુ આ આ દુનિયાની ચોપાટે ખુદ ને સાબિત કરવામાં ખુદ ને કેટલીય બંધનો રૂપી તિજોરી ઓ માં પોતાનું બંધ કરી ને જીવન નો ખરો મર્મ છુપાઈ જાય છે... ખરી મજા જીંદગી ની ખુદ ને સાબિત કરવામાં લુંટાઈ જાય છે... ને જ્યારે પાછું જુએ ત્યારે માત્ર ઇતિહાસ નજરે દેખાય છે.... જે માત્ર પુસ્તકોમાં છપાયેલા રહી જાય છે....

લેખન. રિસિત પટેલ