LOVE........ Is it exists? - ભાગ ૪ Dhaval Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • દાદા ભિષ્મ

    પૌરાણિક દ્રષ્ટાંત કથા –                      પિતામહ ભીષ્મની...

  • અધુરો પ્રેમ

    જિગ્નાસુ ખુબ જ સરળ અને શાંત છોકરી.... પરીવાર મા વડિલ અને નાન...

  • વહુના આંસુ

    સવીતા રસોડામાં રસોઈ કરતી હોય છે,  ત્યાં જ છાંયા બહેન જોરથી ચ...

  • ભાગવત રહસ્ય - 164

    ભાગવત રહસ્ય-૧૬૪   પિતાજી નામદેવને કહે છે- કે “સવારે વહેલા જા...

  • ભિષ્મ પિતામહ

    पितामह भीष्म अने मकरसंक्राती   રાત્રી નો બીજો પહોર છે... આરત...

શ્રેણી
શેયર કરો

LOVE........ Is it exists? - ભાગ ૪

નમસ્કાર દોસ્તો ફરી એકવાર હજાર છું તમારી સમક્ષ એજ આપણી શિવા અને રાધે ની પ્રેમ કહાની લઈને. ભાગ ૩ માં તમને ખાસ કોઈ મજા નહીં આવી હોય પણ સમયની કમી ના કારણે વધારે ના લખી શક્યો, પણ આ ભાગમાં તમને વધારે વાંચવા મળશે.



શિવા પાછો જતો રહે છે પૂણે, અને હવે બસ માત્ર એ અને એનું કામ બીજી કોઈપણ મગજમારી નહોતો ઇચ્છતો.. જેથી કરીને હવે એ પોતાના કામ પર વધારે ધ્યાન આપવા લાગ્યો. ફરી એકવાર એ ખોવાઈ ગયો એના કામમાં. એની બસ હવે એક જ ઈચ્છા હતી કે ગમે તેમ કરીને બસ હવે પૈસા કમાવવા. પણ કદાચ નામ અને શોહરત સાથે લાગે કે જેમ ૩૬ નો આંકડો હતો એનો. તો પણ એ મન લગાવીને બસ કામમાં વ્યસ્ત રહેતો, રાત દીવસ બસ કામ અને કામ જ, એને જોઈને એવું જરા પણ નહોતું લાગતું કે શિવાની જિંદગીમાં કોઈ દિવસ ખુશી આવી શકશે. શિવા દિવસે ને દિવસે અંદર ને અંદર રોજ એકલાપણું મહેસુસ કરવા લાગ્યો જાણે બધા હોવા છતાં પણ કોઈ નહોતું એની પાસે એની વાત સાંભળવા માટે એના હૃદય ના હાલ જાણવા માટે. એણે સંગીતને એનો સાથી બનાવી લીધું.


શિવાની આર્થિક સ્થિતિ કઈ સારી નહોતી પહેલે થી જ. શિવા ના પપ્પા એ ૫ ભાઈબહેનોને કેવીરીતે ભણવ્યા એ વાતથી બધા જ ભાઈબહેન વાકેફ હતા. શિવાના મોટાભાઈ ૧૨માં ધોરણ પછી ભણ્યા જ નહીં અને એની બધી બહેનો ગ્રેજુએટ બસ, અને શિવા ખાલી વધારે ભણ્યો કેમ કે એના પપ્પા એ ઇચ્છતા હતા. પણ બધા ની પાસે ટેલેન્ટ બહુ જ સરસ હતું એ કોઈપણ જગ્યાએ પાછા નહોતા પડતાં ક્યારે પણ. શિવાની ત્રણે બહેનો ના લગ્ન સારા એવા ઘર માં થઈ ગયા હતા અને મોટાભાઈએ પણ એની પસંદ ની છોકરી સાથે લગ્ન કરી લીધા હતા બધા જ એમની એમની જિંદગીમાં સેટ થઈ ગયા હતા. પણ શિવા હજુ પણ એકલો જ હતો બધાના હોવાથી પણ.





શિવા એના પપ્પાની આર્થિક સ્તિથિને કારણે એ પુણે થી માર્ચ ૨૦૧૭ માં પાછો આવી જાય છે. આવીને એ અમદાવાદમા જ એક કંપનીમાં નોકરી લાગી જાય છે. શિવાએ આ બધુ કર્યું માત્ર એના પપ્પા માટે પણ કોઈને ક્યાં ખબર હતી કે શિવા ની આ લાગણી ને ખોટી સમજસે બધા. શિવા અને એના મમ્મી પપ્પા અને ભાઈ-ભાભી બધા સાથે રહેતા હતા. પણ શિવા નું આ રીતે બધી જગ્યાએ થી નોકરી છોડીને આવી જવું એ કદાચ એના ભાઈભાભીને પસંદ નહોતું. એવું નહોતું કે શિવાને ઘરેજ બેસી રહેવાનો આનંદ આવતો હતો પણ એ સમય ને મારે મજબૂર હતો જે વાત કદાચ એના પપ્પા સિવાય કોઈ સમજી શકે એમ નહોતું. ઘરે બેસી રહે છે કામકાજ વગર પણ એના ભાઈને એવું લાગે છે કે શિવાને ઘરની જવાબદારીઓ નું ભાન નથી. એટલે જ એ બધી જગ્યાએથી નોકરી છોડી દે છે. અને આ વાત આખરે એક દિવસ બહાર આવીજ જાય છે અને એના પપ્પા અને મોટાભાઇ ની વચ્ચે બહુ મોટો ઝઘડો થાય છે અને  શિવા એના મમ્મી પપ્પા સાથે ઘરની બહાર નીકળી જાય છે. એ દિવસથી શિવા નક્કી કરી લે છે કે હવે બધાને કઇંક કરીને બતાવીસ બસ હવે ચાલુ થઇ જાય છે શિવાનો નવો સફર. શિવા એના મમ્મી-પપ્પાને લઈને અમદાવાદ છોડી દે છે અને બીજી જગ્યાએ રહેવા જતો રહે છે. હવે શિવા એની જાતે જ બધુ કરવા માંગતો હતો. એટલે એ બીજી જગ્યાએ ભાડેથી મકાન રાખે છે જ્યાં એ અને એના મમ્મી પપ્પા રહેતા હોય છે અને એની સાથે શિવાને સારી જગ્યાએ નોકરી પણ મળી જાય છે. 





હવે શિવા ના પપ્પા પણ એનો સાથ આપતા હોય છે. શિવાના પપ્પાએ ફરી એકવાર એના માટે છોકરીઓ જોવાનું ચાલુ કરી દે છે. અને આ વખતે એના પપ્પા બહુ મહેનત કરે છે એ માટે, પણ છેવટે તો એમને હાર જ મળે છે. કોઈને શિવાની નોકરીમાં વાંધો હોય છે તો કોઈને એ વાતનો કે ઘરનું ઘર નથી. તો પણ એના પપ્પા હાર નથી માનતા એ એમના પ્રયત્નો ચાલુ રાખે છે. હવે શિવા ખૂબ જ મન લગાવીને કામ કરી રહ્યો હોય છે એનું કામ જોઈને એનો પગાર પણ વધી જાય છે ૩ મહિનાની અંદર તો એનું કામ એટલું સરસ અને પરફેક્ટ હોય છે એ કામની અંદર કોઈ જગ્યાએ કચાસ નહોતો રાખતો. એનું કારણ હતું એના પપ્પાના સંસ્કાર. એના પપ્પા એને હમેશા એ જ શીખવતા હતા કે બેટા કોઈ જગ્યાએ કામ કરો તો પૂરા મન અને આત્મવિશ્વાસથી કરો પછી જુઓ તમારા કામ ની કદર કેવી રીતે થાય છે, અને કઈક બન્યું પણ એવું જાન્યુઆરી ૨૦૧૮ ની અંદર શિવાને બઢતી પણ મળે છે અને સાથે સાથે પગારમાં પણ વધારો મળે છે. જે શિવા માટે ખૂબ જરૂરી હતું, એની એ ઈચ્છા કે કઈક કરીને બતાવીસ પોતાના દમ પર એ સાકર થતું દેખાઈ રહ્યું હતું. હવે શિવા એકલો નહોતો એના પપ્પા દરવખતની જેમ એની સાથે હતા. ધીરે ધીરે સમય વહેતો જાય છે અને કહેવાય છે ને કે સમય કોઇની રાહ નથી જોતો. શિવાના દિમાગમાં બસ હવે એક જ વાત ચાલતી હતી ગમે તેમ કરીને પૈસા કમાવવા. એ એક મશીનની જેમ કામ કરવા લાગ્યો જાણે એ કંપનીવાળાએ શિવાને ખરીદી લીધો હોય એમ બધુ જ કામ શિવા પાસે કરાવવા લાગ્યા, પણ સામે એ લોકો શિવાને પગાર અને હોદ્દો પણ આપી રહ્યા હતા એટલે શિવાને કામ ની ચિંતા નહોતી ક્યારે પણ. એ સવારે ૮:૩૦ તો ઓફિસ પહોંચી જતો પણ પછી ના એના ના બપોરે જમવાના ઠેકાણા રહેતા ના સાંજે ઘરે જવાના. બસ કામ કામ અને કામ જ દેખાતું હતું એને. અને આમ જ ચાલતું રહ્યું હોત જો એ છોકરી એની લાઇફમાં ના આવી હોત. હા એ છોકરી બીજું કોઈ નહીં પણ રાધે હતી ૭ જાન્યુઆરી...................



***********ક્રમશ: