LOVE........ Is it exists? Dhaval Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

LOVE........ Is it exists?

7 જાન્યુઆરી 2016 ની એ સવાર, આમ તો કઈ ખાસ હતું નહીં એ સવાર માં પણ એક અધૂરી પ્રેમ કથાની શરૂઆત થવાની હતી.
હા દોસ્તો આ કહાની છે એક પ્રેમ કથા પણ અધૂરી અને એક અલગ જ પ્રેમકથા કે કદાચ તમે સાંભળી પણ ના હોય. શિવા અને રાધેય ની એક અધૂરી પ્રેમ કથા જેમાં ઘણો પ્રેમ પણ છે અને બીજા સંબંધો ની જેમ ઝઘડો પણ અને ખૂબ Different. તો આવો ચાલુ કરીયે એક અધૂરી પ્રેમ કથાનો સફર.


***************************************










શિવા એક સામાન્ય ઘરમાંથી હતો એકદમ શાંત સ્વભાવ અને વધારે ના બોલવાવાળો જોકે બોલવામાંં કુશળ. એકવાર બોલવાનું ચાલુ કરે તો પછી સામેવાળો વ્યક્તિ બસ એને એમ જ મન થાય કે આને સાંભળ્યા કરું. એની વાણી એકદમ મીઠી અને મધુર હતી જલ્દી કોઈ એનાથી ખફા થઈ નહોતું શકતુ. સારી એવી હાઈટ અને દેખાવાડે ખૂબ સુંદર. 
આમ તો શિવા એક રોમેન્ટિક બોય પણ હતો સ્કુલ ની અંદર "love guru" "કાનો" જેવા અનેક નામોથી પ્રચલિત હતો. સ્કુલની અંદર પણ શિવા ની ઘણી ગર્લફ્રેંડ રહી ચુકી હતી.પણ શિવા કોઈને Hurt કરવા નહોતો માંગતો. એટલે જ કદાચ એને કોઈની સાથે પ્રેમ ના થયો યા તો એમ કહી શકાય કે કોઈ એના Dream Girl ના Structure માં ફિટ ના થયું. હા પણ છોકરીઓ એ જાણતી હતી કે શિવા માટે એ લોકો કઈ જ નથી એમને કદાચ ખબર નહોતી કે આ કાનો તો રાધા ની જ રાહ જોતો હતો. એ હંમેશા એવી છોકરી ની શોધ માં હતો જે એને સમજી શકે પણ એની શોધ શોધ જ રહી. પણ કહેવત છે ને કે ભગવાન ના ઘરે દેર છે અંધેર નહીં આખરે શિવા ની શોધ પુરી થયી રાધેય ના રૂપમાં. પણ એ પહેલાં આપણે જોઈએ શિવાને.


 એ અમદાવાદમાં એના ભાઈ અને ભાભી સાથે રહેતો હતો.શિવા ની જિંદગી એક ઉબડખાબડ રસ્તા ની માફક હતી. જીવનમાં એણે ઘણા ઉતાર ચડાવ જોયા હતા. કદાચિત એના માટે જીવન જીવવાની જ નહીં પણ એને એક સુખી અને ખુશી થી જીવવાનું નામ હતું એનું જીવન. શિવા ભલે બધું જ એના પપ્પા ના કહેવા પ્રમાણે કરતો પણ જ્યારે પણ એને લાગ્યું કે દિલ નું સાંભળવું છે તો બસ પછી એ કોઈનું પણ સાંભળતો નહીં બસ એના દિલ નું કરતો. પણ આવી ઉબડખાબડ જિંદગી માં પણ એને એની શોધ માટે સમાધાન ના કર્યું એ શોધતો રહ્યો એની જીવનસાથી ને એના પ્રેમ ને. શિવા સ્વભાવે ખૂબ ભોળો હતો એ ખૂબ જલ્દી જ કોઈના પર ભરોસો કરી લેતો અને એટલે જ કદાચ એનું મિત્રવર્તુળ ખૂબ મોટું હતું પણ એને ઘણીવાર ખૂબ દગા પણ મળ્યા છે.



આજકાલ સોશ્યિલ મીડિયા વધારે વપરાય છે ત્યારે પણ વપરાતું હતું પણ ઓછા પ્રમાણમાં. શિવા ને ફેસબૂક વાપરવાની ખૂબ મજા આવતી પણ એ ખાલી એના પર નવા મિત્રો જ બનાવતો અને એમાં શિવા ને ફેસબુક પર 1એક દિવસે એક મિત્ર મલી જેનું નામ હતું સ્નેહા. સ્નેહા મુંબઈ માં રહેતી હતી એના મામા ના ઘરે એના ઘરમાં એની મોટી બહેન સિવાય કોઈ નહોતું. ધીરે ધીરે સ્નેહા સાથે ચેટીંગ થવા લાગ્યું બંને મિત્રો ...નહીં પણ સારા એવા મિત્રો થઈ ગયા હતા. બંને એકબીજાના સુખદુઃખ કહેતા બંને એકબીજા સાથે એવી રીતે વાતો કરતા જાણે ખૂબ પહેલાથી જ બંને એકબીજાને ઓળખે છે. અને થોડા સમય પછી બંનેએ એમના પ્રેમ નો એકરાર કર્યો.બંનેએ ભેગા મલીને નક્કી કર્યું કે એકબીજાને મળવું પણ સાહેબ કુદરતનો કમાલ પણ અલગ જ હોય છે. શિવાને ભારત બહાર જવાની એક ઑફર મળી હતી. પણ આ વાત એણે સ્નેહાને ના કરી. કેમ કે શિવા હતો જ એવો એ કોઈને પણ Hurt કરવા નહોતો માંગતો. સ્નેહા સાથે ઘણો સમય પસાર થયો પણ શિવા ના મન માં શાંતિ નહોતી એ તો હજુ એના મનના મૃગજળ પાછળ દોડતો જ હતો. એક દિવસ શિવા આખરે ભારત બહાર જતો રહ્યો પણ સાથે સાથે એને ભારત તો છોડી દીધું પણ સ્નેહા ને પણ તે ખોઈ બેસ્યો. હવે શિવા એની લાઈફમાં ખૂબ એકલો પડી ગયો હતો પણ ત્યાં એને એક બીજા કપલ સાથે મલ્યો તો થોડા અંશે એની એકલતા દુર તો થઈ પણ પોતાના અને પારકા વચ્ચેનો ફરક જરૂર જાણી લીધો. પણ એને એ એકલતા નો પ્રભાવ એને એના કામ પર કોઈ દિવસ નથી પડવા દીધો. એ હવે બસ કામમાં જ પોતાનું ધ્યાન કેન્દ્રિત કરતો હતો. એ કદાચ એનું સપનું એની શોધ બધું જ એક બાજુ પર મૂકી દીધું હતું કદાચ એની હવે ખોજ કરવાની ક્ષમતા ખોઈ બેઠો હતો. એ બસ હવે એના કામથી જ ખુશ રહેવા લાગ્યો હતો.કદાચિત એનો એ નિર્ણય સાચો પણ હતો ક્યાર સુધી કોઈ એવી વ્યક્તિને શોધતા રહેવું કે જેની આપણને ખબર જ નથી કે આ દુનિયામાં છે પણ કે નહીં.



દોસ્તો તમે સુ કહેશો શિવાને એની ખોજ ચાલુ રાખવી જોઈએ કે નહીં અને શિવા કયારે પણ ભારત પાછો આવશે કે નહીં કોમેન્ટ કરીને જરૂર જાણવસો અને આ સ્ટૉરી માટેનો તમારો અભિપ્રાય જરૂર આપજો કે તમને આ સ્ટોરી કેવી લાગી.

-----*****ધન્યવાદ*****-----