LOVE........ Is it exists? - ભાગ ૬ Dhaval Joshi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

LOVE........ Is it exists? - ભાગ ૬




નમસ્કાર દોસ્તો ફરી એકવાર હાજીર છું આપણી સમક્ષ એજ આપણી શિવા અને રાધેની પ્રેમ કહાની લઈને. માફ કરજો દોસ્તો થોડી પારિવારિક તકલીફના કારણે લખી નહોતો શક્યો પણ હવે ચાલુ કર્યું છે તો આશા કરું છું કે તમે બધા સહયોગ આપશો.
ગયા ભાગમાં તમે જોયું શિવા અને રાધેની પહેલી મુલાકાત, હવે આગળ વધીએ તો ચાલો શરૂઆત કરીએ...




શિવા એ દિવસે એમ જ વિચારતો રહ્યો કે આ છોકરી મારી સાથે કામ કરે તો કેટલું સારું, પણ કહેવાય છે ને કે ભગવાન ક્યારેક તો કોઈનું સાંભળે છે. રોજની જેમ જ શિવા સવારે તૈયાર થઈને ઓફિસ જાય છે અને પોતાના કામમાં વ્યસ્ત થઈ જાય છે. થોડા સમય પછી શિવાને એના મેનેજર એમની કેબીનમાં બોલાવે છે તો શિવા ત્યાં જાય છે અને શું જુએ છે, કે રાધે એમની કેબીનમાં જ બેઠી હોય છે. આ જોઈને શિવા એકદમ ખુશ થઈ જાય છે અને ભગવાનને Thank you પણ કહી દે છે. શિવાના મેનેજર શિવાને કહે છે કે આ છે રાધે અને એ તમારી સાથે તમારી નીચે કામ કરશે અને તમારે જ એને તાલીમ આપવાની છે. શિવાએ આટલું જ સાંભળીને તો ખુશ ખુશ થઈ ગયો. એને જે જોઈતું હતું એ મળી ગયું.




ધીરે ધીરે દિવસો પસાર થતા જાય છે, શિવા એને તાલીમ આપે છે અને ધીરે ધીરે રાધે બધું જ શીખતી જાય છે. બીજી બાજુ શિવા એના કામમાં જ વ્યસ્ત રહેતો હોય છે ખબર નહીં કેમ પણ એ પોતાની ભાવનાઓ ને છુપાવતો હોય છે એ બને એટલું રાધેથી દૂર રહેવાનો પ્રયત્ન કરતો હોય છે. પણ સામે રાધે શિવાથી પુરી રીતે Impress થઈ ગઈ હોય છે પણ એ કઈ બોલી નથી શકતી. ધીરે ધીરે બીજા થોડા દિવસો પસાર થઈ જાય છે પણ બને વચ્ચે બસ કામની જ વાતો થતી હોય છે. પછી એક દિવસ રાધે કેક લાવે છે એના મમ્મી પપ્પાની લગ્નની વર્ષગાંઠ પર. બધા જ ખાય છે પણ શિવા નથી ખાતો, એ દિવસ આખો પસાર થઈ જાય છે. એ પછી એક દિવસ રાધે ખીર લાવે છે પણ આ વખતે Specially શિવા માટે પણ એ દિવસે પણ શિવા ખાલી ચાખે જ છે વધારે ખાતો નથી અને આ વાતનું રાધેને બહુ જ ખોટું લાગે છે પણ એ કઈ જ કહેતી નથી અને બસ આ રીતે ચાલુ થાય છે આ પ્રેમકથા.




મહિનો વીતી જાય છે શિવાનું એ જ રોજનું બસ કામ અને શિવા. એ દિવસ રાધેનો જન્મદિવસ હોય છે અને એ Dinner પર શિવાને અને એની મિત્ર સુલોચના અને એના ભાઈને બસ આટલા વ્યક્તિને આમંત્રિત કરે છે, જમવાનું બહાર હોટલમાં હોય છે તો બધા ત્યાં જાય છે. ત્યાં આગળ થોડી ઑફિસની વાતો અને થોડી સામાન્ય વાતો થાય છે અને બધા જમતા જાય છે. શિવા રાધે માટે એક ગિફ્ટ પણ લાવ્યો હોય છે અને એ આપે છે. રાધે ગિફ્ટ જોઈને ખૂબ ખુશ થઈ જાય છે. રાતે ઘરે જઈને શિવા રાધેને મેસેજ કરે છે અને ગિફ્ટ વિશે પૂછે છે અને એ દિવસથી શિવા અને રાધેની વાતચીત ચાલુ થાય છે.


ધીરે ધીરે ઓફિસની વાતોથી શરૂઆત થાય છે અને પછી તો રોજ whatsapp પર એમની વાતો ચાલુ થઈ જાય છે. ધીરે ધીરે વાતો એટલી બધી વધી જાય છે કે એ લોકોને સમયનો પણ ખ્યાલ નથી રહેતો. રોજ રાતે મોડા સુધી એ બને એકબીજા સાથે વાતો કરે છે, ક્યારેક ઑફિસની તો ક્યારેક કોઈ Topic પર અને બધી જ વાતો ખાલી સામાન્ય જ થતી હતી. પણ પછી શિવાને લાગે છે કે રાધે એને પસંદ કરે છે એ તો એને પસંદ કરતો જ હોય છે. શિવા કોઈના કોઈ બહાને પછી રાધે સાથે વાતો કરતો અને એના મનની વાત જાણવાનો પ્રયત્ન કરતો રહેતો.



માર્ચ મહિનો ચાલુ હતો રાબેતા મુજબ જ બધુ ચાલતું હતું અને એક દિવસે રાધેને ઓફિસમાં કંઇક સમસ્યા થઈ જાય છે જેના કારણે ત્યાંનો એક કર્મચારી એની સાથે થોડા ઊંચા અવાજે બોલી નાખે છે જેના લીધે રાધેને એ વાતનું ઘણું દુઃખ લાગે છે. પણ શિવા એને સમજાવે છે એ વાત પર કે આવું બધું ચાલતું રહે ઓફિસમાં તો એનાથી પરેશાન નઈ થવાનું અને આ વાત શિવાની રાધેને ખૂબ સારી લાગે છે. એની સંભાળ રાખવાની નાની નાની વાતોમાં એને સમજાવવાની. ધીમે ધીમે આવી રીતે જ શિવા રાધેને બધી વાતે સમજાવતો રહે છે અને રાધેને બધી વાતે Support પણ કરતો રહે છે. ધીરે ધીરે આ રીતે એકબીજાનો સાથ અને વાતો ચાલતી રહે છે અને એક દિવસે....






*****************ધન્યવાદ*****************