રહસ્ય : એ રસ્તા નું ભાગ 2 DrKaushal Nayak દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રહસ્ય : એ રસ્તા નું ભાગ 2

આખું ગામ જ્યારે ઉત્સવ માં હતું ત્યારે.

અમારા ગામ ના સરપંચ ને રસ્તા પર કોઈ ની ચીખ સંભળાઇ , એમને લાગ્યું કે કોઈ બાળક ફટાકડા થી ઇજાગ્રસ્ત થયું છે એમ સમજી ને એ બાજુ જોવા ગયા, પણ એ જ્યારે ત્યાં પહોચ્યા ત્યારે ત્યાં કોઈ જ ન હતું, ન જાણે શું થયું પણ અમારા સરપંચ પાછા જ ના આવ્યા.

થોડી વાર થતાં એમના પત્ની ત્યાં એમને શોધતા શોધતા અમારી પાસે આવ્યા, અમે કહ્યું કે એ તો પેલા રસ્તા ની બાજુ ગયા છે, એમના પત્ની એ બાજુ ગયા પણ ઘણો સમય થઈ ગયો, એ પણ પાછા ના આવ્યા.તેઓ ની ભાળ ના મળતા એમની શોધ ખોળ શરૂ થઈ,ત્યાં અમને ખબર પડી કે એ રસ્તા ના જંગલ વાળા ભાગ માં જ્યાં એક વિશાળ ઘટાદાર વૃક્ષ છે, અને એ વૃક્ષ ની નીચે એમના અમુક સામાન જેમ કે ચંપલ અને પગ ની પાયલ વગેરે પ્રાપ્ત થયું.અમે ત્યાં ઘણી શોધ ખોળ કરી પણ એ મળ્યા નહીં.

લોકો ને એમ લાગ્યું કે એ નદીના પાણી માં વહી ગયા.આખું ગામ એમના શોક માં ડૂબી ગયું,બીજા દિવસે એમની યાદ માં સભા હતી ત્યારે ફરીથી એ જ વૃક્ષ પર થી કોઈ ની જોર જોર થી ચીખ સંભળાઇ.અમારા માં થી કેટલાક ચાર પાંચ લોકો એ બાજુ ભાગ્યા, થોડીક વાર માં ચીખો શાંત થઈ ગઈ પણ એ લોકો પાછા ના આવી શકયા,અમે લોકો સમજી શકતા ના હતા કે આ શું થઈ રહ્યું છે,એક બે દિવસ બાદ ગામ માથી કોઈ વ્યક્તિ એ જણાવ્યુ કે એ નદી માં કોઈ સ્ત્રી એ આત્મહત્યા કરી હતી પણ એની લાશ કોઈ ને પ્રાપ્ત થઈ ન હતી, બધા સમજી ગયા કે એ જ સ્ત્રી ચૂડેલ છે અને ગામ ના લોકો નો એક પછી એક શિકાર કરી રહી છે,પછી તો વૃક્ષ જ નહીં એ આખા ગોળ રસ્તા પર જે પણ જાય તે ગાયબ થવા લાગ્યા,ત્યારે ગામ ના એક તાંત્રિકે આખા ગામ ની ગોળ ફરતે એક ઘેરો બનાવ્યો જેથી કે એ ચૂડેલ નો કાળો સાયો અમારા ગામ માં પ્રવેશી ના શકે,ત્યાર થી માંડી આજ સુધી અમે ગામ ના બહાર એ ઘેરા ની બહાર પગ રાખી શકતા નથી,અમારા બધા ના ખેતરો બહાર છે,રોજી રોટી બહાર છે પણ જે રસ્તો પાર કરે છે એ જીવ ખોવે છે,એટ્લે અમે જીવ બચાવવા આખા ગામ માં જે કઈ વધ્યું છે એના થી ગુજરાન ચલાવ્યું છે,કેટલાય લોકો ભૂખ થી અને બીમારી થી મૃત્યુ પામી ચૂક્યા છે આખા ગામ માં ગણ્યા ગાંઠયા લોકો રહયા છે જે મરવા ની અણી પર છે,અમારું આખું ગામ બરબાદ થઈ ચૂક્યું છે હવે તો બસ મોત નો ઇંતેજાર છે.

અભિષેક અને એના મિત્રો વિચાર માં પડી ગયા,એમને જોયેલા આજ સુધી ના બધા કિસ્સાઓમાં આ સૌથી વિચિત્ર કિસ્સો હતો.

અભિષેક : અરવિંદજી .....અમે તમને આ ચૂડેલ થી મુક્તિ અપાવીશું ...ખાલી અમને એ વૃક્ષ સુધી લઈ જાઓ.

અરવિંદજી નું મુખ પહોળું થઈ ગયું.

અભિષેક : મિત્ર કાં તો તમે મૂર્ખ છો કાં તો મુસાફરી ના કારણે થાકી ચૂક્યા છો, તમે નથી જાણતા તમે શું બોલો છો.એ કોઈ માનવ નહીં ...ચૂડેલ છે, રાક્ષસ થી પણ બદતર છે, તમે આ ગામ માં આવીને પોતાને જોખમ તો મૂકી જ ચૂક્યા છો.

અભિષેકે એની સર્વ કહાની જણાવી કે કેવી રીતે એ આવા અજીબો ગરીબ કિસ્સા કહાનીઓ ના ભેદ ઉકેલે છે.

અભિષેક : જુઓ અરવિંદજી અમે ગામ માં તો પ્રવેશી જ ચૂક્યા છીએ ,એટ્લે બહાર જવા માટે તો રસ્તો તો ઓળંગવો જ પડશે એટ્લે એ ચૂડેલ નો સામનો તો કરવો પડશે.

ખાલી તમે એક કામ કરો કાલે સવારે ગામ માં જેટલા પણ લોકો વધ્યા છે એમને એકઠા કરો.

અરવિંદ : જેવી તમારી ઈચ્છા.

બીજા દિવસ સવારે અરવિંદ ઘરે ઘરે જઈને બધા ને એકઠા કર્યા.

બધા ગામ વાળા ની હાજરી માં અભિષેકે એ ચૂડેલ પાસે જવાની વાત જણાવી ...અભિષેકની સચ્ચાઈ જાણ્યા બાદ બધા ગામ જનો માં ઉમ્મીદ ની કિરણ ફૂટી ... એ લોકો ને અભિષેક પર વિશ્વાસ બેઠો.અને એની આ પહેલ માં સાથ આપવા વચન આપ્યું...એમ પણ મોત ક્યારેક તો આવશે જ એમ વિચારી એ અભિષેક સાથે જોડાઈ ગયા.

અડધી રાત થઈ. બધા ગામ વાળા ઓ જેનું ઘર એ વૃક્ષ ની સૌથી પાસે હતું એમાં પુરાઈ ગયા.

અભિષેકે વિષ્ણુ ને કહ્યું કે “તું ગામ ના લોકો ની સાથે રહેજે,હું અને આનંદ એ બાજુ જઈએ છે.”

અભિષેક અને આનંદે એ હાથ માં મશાલ લીધી અને એક હાથ માં મોટો ધોકો અને એક મોટો થેલો,

અને નદી પાસે ના વૃક્ષ વાળા ભાગ ની વિરુધ્ધ દિશા થી ચાલવાનું શરૂ કર્યું,ધોકો ખખડાવતા બંને ચાલવા લાગ્યા.

ચારે બાજુ અંધકાર અને સન્નાટો....રાત ના જીવડા ટર .....ટર ... બોલી રહયા હતા.અને જંગલ માથી જાત જાત ના પશુઓ નો અવાજ આવી રહ્યો હતો.આનંદ ના મન માં થોડો ડર હતો.પણ અભિષેક તો પરિસ્થિતી ને ભરપૂર માણી રહ્યો હતો.થોડુક ચાલતા ચાલતા એમને એવું લાગ્યું કે કોઈ એમના પાછળ પાછળ આવી રહ્યું છે.અભિષેકે તુરંત પાછળ વાળીને ને જોયું તો દૂર દૂર સુધી કોઈ નહીં ફક્ત સૂમસામ રસ્તો.એમને ફરીથી થોડું ચાલવાનું શરૂ કર્યું ..વળી થોડાક આગળ ચાલ્યા ત્યાં એમને .... કોઈ છોકરી ની ઝાંજરી નો અવાજ આવવા લાગ્યો....ખન ....ખન....ખન..

એ બંને ઊભા રહી ગયા,થોડીક વાર માં એ અવાજ ખન ....ખન... જાણે નજીક આવતો હોય એવું જણાયું.

આનંદ થોડો થોડો ડરવા લાગ્યો.અભિષેકે એ એને હાથ પકડી ને શાંત રહેવા જણાવ્યુ.

પછી એ ઝાંજરી ઝડપ થી ખનકવા લાગી......ખન.....ખન....ખન.....ખન.....ખન....

અને કોઈ સ્ત્રી જાણે દોડીને એમની તરફ આવી રહી હોય એવું લાગ્યું.અભિષેક એ મશાલ ઊંચી કરી પણ દૂર દૂર સુધી કોઈ દેખાતું નહતું ..

એ અવાજ એક દમ નજીક આવી ગયો અને અભિષેક ને જોર થી ધક્કો લગાવ્યો અને અવાજ દૂર જતો રહ્યો,અભિષેક દૂર જઈ ને પછડાયો.

આનંદ ભાગીને અભિષેક પાસે ગયો અને એને ઊભો કર્યો. અભિષેકે આનંદ ને ઈશારો કર્યો અને બંને એ વૃક્ષ ની તરફ ભાગ્યા અને એની નીચે પહોચી ગયા.

ઝાંજરી નો અવાજ ફરી થી વૃક્ષ ની ફરતે આવવા લાગ્યો, અને અવાજ વૃક્ષ ના ગોળ ગોળ ફરવા લાગ્યો.જોત જોતામાં આનંદ નો પગ ખેંચાયો અને કોઈ એ એને ઢસડી ને લઈ જઈને નદી માં પટકયો.

અભિષેકે બૂમ લગાવી “ આનંદ .....”

આનંદ “બચાવો......બચાવો” .....એવી બૂમો લાગવતો હતો.

આનંદ નો અવાજ આવતો બંદ થઈ ગયો.

અભિષેકે થોડું હિમ્મત થી કામ લીધું.

અભિષેક ને અહસાસ થયો કે એ ચૂડેલ એના પાછળ ઊભી છે.

એને ધીમે થી પાછળ વળી ને જોયું.ત્યાં ચૂડેલ નું વિકરાળ રૂપ જોઈને અભિષેક ની આંખો પહોળી થઈ ગઈ ....અને પરસેવો છૂટી ગયો.એને આજીવન આટલો ભયંકર ચેહરો જોયો નહતો.

સફેદ દૂધિયો એનો ચહેરો, લોહી થી લથપથ લાલ આંખો,વિકરાળ વાળ , ફાટેલા કપડાં ,લાંબા જંગલી નખ,માંસ થી ખરડાયેલા એના દાંત.અને કાન ના પડદા ફાડી નાખે એવું તીક્ષ્ણ હાસ્ય.

એ ચૂડેલે અભિષેક ની ગરદન પકડી ને એને ઊંચકી લીધો , અભિષેકે એને આખા જીવન માં આટલી શક્તિશાળી અને ભયંકર ચૂડેલ જોઈ નહતી.

એ ચૂડેલ હસતાં હસતાં પહાડી અને કર્કશ અવાજ માં બોલી... “ તારી....આટલી હિમ્મત ...મૂર્ખ માણસ ...મારા સાથે લડવા આવ્યો હતો.હું તને છિન્ન બિન્ન કરી ને તારા માંસ નું ભક્ષણ કરીશ.”

ત્યાં વિષ્ણુ એ પેલી બાજુ એ ઘરે થી મોકા નો લાભ ઊઠાવી એક મોટો બૉટલ બોમ્બ કાઢ્યો અને વૃક્ષ ની બાજુ માં પછાડ્યો.

બોમ્બ ના ધડાકા થી એ ચૂડેલ અંજાઈ ગઈ અને અભિષેક ને છોડી દીધો.વિષ્ણુ ના ઇશારા થી અરવિંદ અને બધા ગામ જનો મશાલો લઈને ચૂડેલ તરફ ભાગ્યા.

વિષ્ણુ એ ઉપરા ઉપરી બોમ્બ ના ધડાકા શરૂ કર્યા ...અડધી રાત્રે દિવાળી જેવો માહોલ થઈ ગયો.એટલામાં અભિષેકે આખા વૃક્ષ ની ફરતે તેલ છાંટી દીધું.અને મશાલ ઊઠાવી.અને વૃક્ષને આગ ચાંપવા ગયો.

ચૂડેલ ની નજર એના પર પડી એ પવન વેગે અભિષેક ને રોકવા ઊડી ને આવી અને અભિષેક ને ઉછાળી નદી માં ફેંક્યો, પણ એટલામાં અભિષેકે મશાલ વૃક્ષ પર ફેંકી દીધી અને વૃક્ષ ભડભડ બળવા લાગ્યું.

વૃક્ષ બળતા જાણે એ ચૂડેલ પોતે બળતી હોય એમ ચીખવા લાગી,અને આમ તેમ પછડાવા લાગી.અને થોડીક ક્ષણો માં એ ચૂડેલ બળીને નષ્ટ થઈ ગઈ.એ ચૂડેલ નો જીવ એ વૃક્ષ માં ભરાયેલો હતો એ અભિષેક જાણી ગયો હતો.

વિષ્ણુ નદી તરફ ભાગ્યો પણ નદી એકદમ શાંત હતી.અભિષેક કે આનંદ બંને દેખાતા ન હતા.

વિષ્ણુ ના આંખ માંથી આંસુ નીકળી પડ્યા એને જોર થી બૂમ પાડી “ અભિષેક .....”

થોડી વાર માં નદી ના બીજી બાજુ થી અવાજ આવ્યો .... “વિષ્ણુ ...કોઈ નાવડું મોકલ ...આખી નદી તરીને આવવાની તાકાત નથી હવે”.

વિષ્ણુ એ નદી ની પેલી બાજુ જોયું તો અભિષેક અને આનંદ એક બીજા ના ખભે હાથ રાખીને ઊભા હતા.

બધા એમને જોઈને ઉત્સાહિત થઈ ગયા.

બીજા દિવસ સવારે ....અભિષેક, આનંદ અને વિષ્ણુ ગામ માંથી વિદાય લેવા માટે તૈયાર થયા.

અરવિંદ : તમારો આ ઉપકાર આ ગામ સદાય સ્મરણ રાખશે...તમે અનેક લોકો ની રક્ષા કરી છે અને એ દુષ્ટ ચૂડેલ નો બહાદુરી થી પોતાનો જીવ જોખમ માં મૂકી ને અંત કર્યો , ભગવાન તમને સદાય સલામત રાખે.

અભિષેક : અમે જે કર્યું એ અમારી ફરજ હતી,અમે સદાય લોકો ને આવી ભૂત પ્રેત ની બાધાઓ માથી મુક્ત કરતાં રહીશું.અને હા નદીમાં તમારા સૌ સગાઓના દિવ્ય અસ્થિઓ છે,જે એ દુષ્ટ ચૂડેલ ના શિકાર બન્યા.એમને વિધિસર પુજા થી મોક્ષ આપજો.

અરવિંદ : અવશ્ય..... પરંતુ તમે અમને તમારી સેવા કરવાનો અવસર આપો અને થોડા દિવસ અહી રોકાવ.

અભિષેક : નહીં ....પેહલા તમે સૌ ગ્રામજનો મળીને પોતાના ગામ ને પુનઃ સમૃધ્ધ કરવામાં જોડાઈ જાઓ અને મેહનત થી એને પેહલા જેવુ કરો ત્યારબાદ હું જ્યારે પણ વેપાર કરવા અહી થી નિકળીશ ત્યારે અવશ્ય આપ લોકો નું આતિથ્ય સ્વીકારીશ.

હવે અમને આજ્ઞા આપો.....

ગામ લોકો એ ત્રણેય ને પ્રેમ ભરી વિદાય આપી.

ત્રણેય મિત્રો એ પોતાની યાત્રા માં આગળ વધી ગયા અને ગામ લોકો એમના ગામ ના ઉધ્ધાર માં લાગી ગયા.