હોસ્ટેલ લાઈફ - Hostel Life Urvashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

હોસ્ટેલ લાઈફ - Hostel Life

મારા એ મિત્રો જે  લાંબા સમયથી મારા મિત્ર હતા. 
હોસ્ટેલમાં મારા રુમમેટ હતા. 
હોસ્ટેલ... એક નાનું ઘર અને રુમમેટ એટલે આપણો પરિવાર. 
હોસ્ટેલમાં રહેવું એટલે એક પ્રકારની આઝાદી, કોઈ રોકવા વાળુ નહીં કોઈ ટોકવા વાળવું નહીં. 
પણ આ આઝાદી મને આકરી લાગી.... 
પહેલી વાર ઘરથી દૂર રહેવા જતા હતા. 
પરિવારથી દૂર અહીં બધુંજ જાતે કરવાનું. 
પોતાની જાતને સંભાળતા શીખવાનું અને અભ્યાસમાં પણ ઘ્યાન રાખવાનું. 
પણ ખુશી હતી કે જુના મિત્રો સાથે જ છે. કાંઈ ડર ન હતો.
ગયા ત્યાં પહેલો દિવસ, સન્નાટો.. ધરની યાદ ખુબ આવતી હતી. દુઃખ દૂર કરવા રમતો રમી.ઘરથી ઊંઘ કોઈને ના આવી. 
દિવસો વિતવા લાગ્યા. થોડુંક થોડુંક ફાવવા લાગ્યું. 
પછી થઈ એક જંગ. 
હતી હું સીધી સાદી. સાદાઈથી જીવવું મને ગમે. મોજશોખ કરવાનો મને શોખ ન હતો. 
મારા જુના મિત્રો મને બદલવા માંગતા હતા. 
તેઓ કહે તેમ કપડા પહેરો. 
તેઓ ને જે ઠીક લાગે તેની સાથે મિત્રતા કરો 
"મારી ચા.... મારા ચા મારું જીવન... "
ચાતો ના સારી કહેવાય ખરાબ ટેવ પડી જાય ના પિવાય..... ચા છોડી દે.... એવી એમની સલાહ મેં માની.... 
મેં ચા છોડી પણ ખરી..... ચા ન પીતા ભણવામાં ધ્યાન ન જાય. આખો દિવસ માથું ચડે. ગાંડાની જેમ હું ફરતી. 
મને ગલુડિયા બોઉ ગમે તો રમાડવા ન દે. 
ગંદા હોય એમ કહી મો બગાડે. 
" મારી પાસે હેન્ડવોસ હતો ? હવે "
ક્યાં જવું... કોની સાથે દોસ્તી કરવી... અે તેઓ નક્કી કરે. 
જીવનમાં મારા માતા પિતા એ મને નહિ ટોક્યા એટલું તેઓએ ટોકી મને. 
મદદ માંગીએ તો ન કરે. જાતે કરો જાતે શીખવું પડશે એવા જવાબ મળે. 
એમના કામ મીઠું મીઠું બોલીને કરાવી લે. 
મને થયું કે કદાચ હું ખોટી હોઈશ. મારામાં જ કંઈક ખામી હશે હું બધુંજ સહન કરવા લાગી. હું એમને ગમે એવું કરવા લાગી. મહદંશે હું અંદર ને અંદર એમનાંથી ડરવા લાગી. 
મને એમના સાથે રહેવું ઝેર જેવું લાગવા લાગ્યું. 
હું મનમાં ને મનમાં મુરજાવા લાગી. 
મારું ધ્યાન અભ્યાસમાં નોતું જતું 

એક દિવસ મારી મમ્મી મને મળવા હોસ્ટેલ પર આવી એમનો મમ્મી સાથેનો મિસ બિહેવિયર મે જોયો ને ત્યારથી જ સહન નહીં કરું તે મે નક્કી કર્યુ. હું જે છું તે જ રહીશ તે મે નક્કી કર્યુ. મારે બદલાવવા ની જરૂર નથી તે મે મહેસુસ કર્યું. 

પણ આજે....આજે હું એમની આભારી છું

હા એ સમયે ખુબ અધરું હતુ પણ આજે હું મારું દરેક નિર્ણય મારા મન પ્રમાણે લઉં છું. 
મારા દરેક કામ મારી જાતે કરું છું. કોઈની આશા રાખતી નથી. 
 મિત્રતા તોલીમોલીને ના કરાય, મિત્રતા ફાયદો નુકસાન જોઈને ના કરાય. 
આજે પણ હું દરેક સાથે મિત્રતા કરું છું ને 
જેને જરૂર હોય તેને મદદ કરું છું. 
મને જે ગમે તે જ પહેરું છું 
મને જે ગમે તે જ કરું છું 
હું મારા માટે જીવું એટલે મને પરવડે અે જ કરું છું 
હું જેવી છું એવી જ છું. 
કોઇ ના માટે બદલાવવું કે જગ ને દેખાડો કરવો એ આપડાથી નહીં થાય. 

આજે મારા ધણા મિત્રો છે પણ હું કોઇ પર પણ વિશ્વાસ નથી કરી શકતી. 
હું કોઇની આશા નથી રાખતી. 
હું મને ગમે તે જ કરું છું. 
મને ફાવે તે જ કરું છું. 
હું જે છું તે જ રહું છું અને રહીશ. 
મને જે પસંદ પડે તે જ પહેરું છું. દેખાડો કરવા જીવવું મને નહીં ફાવે.