લાવ એટ ફર્સ્ટ સાઈટ-2 sagar rathod દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • વરદાન કે અભિશાપ - ભાગ 40

    વરદાન કે અભિશાપ (ભાગ-૪૦)                 (રાતના અઢી વાગ્યે પ...

  • ઈર્ષા

      ईर्ष्यी घृणी न संतुष्टः क्रोधनो त्याशङ्कितः।  परभाग्योपजीव...

  • ફરે તે ફરફરે - 61

    ફરે તે ફરફરે - ૬૧   જુના જમાનાના લેખકો સવારનુ વર્ણન કરત...

  • રાય કરણ ઘેલો - ભાગ 10

    ૧૦ મહારાણીની પ્રેરણા   કાંધલે જે કહ્યું તે સાંભળીને કરણ...

  • ઇડરિયો ગઢ

    ઇડરિયો ગઢવર્ષોથી મનમાં તમન્ના હતી અને એક ગૂજરાતી ફિલ્મ પણ વા...

શ્રેણી
શેયર કરો

લાવ એટ ફર્સ્ટ સાઈટ-2

"પેલા ભાગ માં જોયું કે,મન જ્યારે ગામ નું નિરીક્ષણ કરતો હોય છે ત્યારે ઝવેર દાદા નો અવાજ આવ્યો."

2.નરભેરામ શેઠ ની ટપાલ.

“બેટા મન,જા હવે નીચે જઈ ને જમી લે અને પછી થોડો આરામ કર થાકી ગયો હશ.”આટલું બોલી તેઓ ત્યાં રહેલા હીંચકા પર બેઠા.
“હા દાદા .”આટલું કહી તે નીચે જવા આગળ વધ્યો.
“અને હા, મન તારા પપ્પા ને પત્ર લખી જણાવી દેજે કે પહોંચી ગયો એમ.”
“સારું લખી દઈશ.”આટલું કહી તે નીચે ગયો.
નીચે ગયો ત્યારે તેના દાદી ગંગા બા મન માટે જમવાનું પીરસતા હતા અને મન ને જોતા તે બોલી ઉઠ્યા,
“અરે મન,ચાલ બેસી જા થાળી તૈયાર છે."
“હાથ ધોઈ ને આવું.”
મન હાથ ધોવા માટે ગયો ત્યાં બહાર થી કોઈ નો અવાજ આવ્યો.
“ઘર માં કોઈ છે .”
અવાજ સાંભળી ગંગા બા બહાર ગયા એટલે ત્યાં ટપાલી પોતાના હાથ માં રહેલા પત્ર ને ગોઠવતો હતો એટલે ગંગા બા તેને જોઈ ને બોલ્યા, “હા બોલ ને ભાઈ?”
“માડી આ તમારો પત્ર છે.”આટલું કહી તે પાછો વળ્યો.
ગંગા બા પણ પાછા અંદર આવ્યા અને સામે આવતા મન ને જોઈ બોલ્યા, “ જો તો આ કોનો પત્ર છે?”
જમવા જતા મને પત્ર હાથ માં લીધો ત્યાં દરવાજા પર પાછો પેલો ટપાલી આવ્યો અને મન ને સંબોધી બોલ્યો, “ભાઈ જરા આ સરનામું બતાવી દેજો ને આજે પેલો દિવસ છે તો કોઈ નું ઘર નથી જોયું.” કહી તે સરનામું બોલ્યો,મન પણ ગામમાં નવો જ હતો એટલે તે પણ ના કહી શક્યો એટલે તેણે ગંગા બા ને પૂછ્યું, “બા,આ નરભેરામ મહેતા નું ઘર ક્યા?”
“આ જો બજાર ના ખૂણે જે દુકાન છે તેની બાજુ ની ડેલી શેઠ ની.”ગંગા બા એ આંગળી બતાવી જવાબ આપ્યો .
સરનામું મળી ગયું એટલે ટપાલી શેઠ ના ઘર તરફ જવા આગળ વધ્યો અને મન ઘર ની અંદર પાછો ફર્યો પણ થોડું ચાલ્યો ત્યાં બહારથી અવાજ આવ્યો,
“ઓય માં... મરી ગયો.”
અંદર જતો મન ઝડપથી પાછો બહાર આવ્યો અને જોયું તો પેલો ટપાલી દાદર ઉતરતા પડી ગયો હતો અને પગ મચકાયો હોય તેમ લાગતું હતું.મને જડપથી તે ટપાલી ને ઉભો કરી ઘર ની બહાર ના ભાગ માં રહેલા હીંચકા પર બેસાડ્યો.ત્યાં સુધી માં તો ઘર માંથી ગંગા બા અને ઝવેર દાદા પણ ઉપર થી નીચે આવી ગયા હતા. આવતા ની સાથે જ ઝવેર દાદા એ પૂછ્યું,
“શું થયું ભાઈ?”જરા ચિંતાતુર થઇ ને.
“કઈ નઈ દાદા જરા પગ મચકયો હોય તેમ લાગે છે.”ટપાલી ને પણ થોડી રાહત થઇ હોઇ એમ લાગ્યું.
મન નીચે જુકી પેલા નો પગ જોઈ રહ્યો હતો,પગ માં સોજો આવી ગયો હતો એટલે તેને ભાંગી ગયા નો વહેમ પડ્યો એટલે ઝડપથી ડોક્ટર ને બોલવા કહ્યું,
“બા ડોક્ટર ને બોલાવવા પડશે.”ગંગા બા સામે જોઈ ને કહ્યું.
“સારું બેટા હમણાં બોલવું.”કહી તે ડોક્ટર ને બોલાવવા દાદર ઊતર્યાં,દાદર ઊતરતાં જ ગમો ત્યાંથી નીકળ્યો અને આમ ઉતાવળે જતા ગંગા બા ને જોઈ તેને સવાલ કર્યો 
“અરે,ગંગા બા આમ ઉતાવળે ક્યાં જાવ છો.?”
“દવે સાહેબ ને બોલાવવા.”ગંગા બા એ ઉતાવળે જવાબ વાળ્યો.
“કેમ શું થયું?”ગમા એ ફરી સવાલ કર્યો.
“ભાઈ ગમા હું તને બધું કવ તું પેલા દવે સાહેબ ને બોલાવી લાવ જા.”ગંગા બા એ ગમા ને જ ડોક્ટર ને બોલાવવા મોકલ્યો.
“હા,બા હમને બોલાવી લાવું”કહી તે પણ ઝડપથી ત્યાંથી ગયો.
ગમો ડોક્ટર ને બોલાવવા ગયો એટલે બધા ડોક્ટર ની રાહ જોઈ ને બેઠા હતા એટલા માં કનક ત્યાંથી નીકળ્યો જે વેશ સવારે હતો તેજ વેશ અત્યારે પણ હતો અને હાથ માં એક લીમડા ની સોટી હતી જે તે પાછળ ઢસરડતો હતો તેને લીધે ધૂળ ઊડતી હતી અને તે તેની મજા લેતો હતો તે તેની મોજ માં હતો પણ આ બધા લોકો ને જોઈ તેણે સોટી નો ઘા કરી દીધો અને ગંગા બા સામે હસી ને તેની પાસે આવ્યો  અને હાથ વતી ભૂખ લાગી છે એવો ઇશારો કર્યો.
ગંગા બા તે સમજી ગયા છતાં તેઓ એ પૂછ્યું,
“કનક બેટા ભૂખ લાગી છે ?”
આ સાંભળતા જ કનક હકાર માં માથું હલાવવા લાગ્યો.તે જોઈ ગંગા બા અંદર ખાવાનું લેવા ગયા એટલે ઝવેર દાદા એ કનક ને ઈશારા સાથે એક સવાલ કર્યો,
“કેટલું ખાવું છે કનક, થોડું કે વધારે?” બોલવાની સાથે તેઓ એ હાથવતી ઈશારો કર્યો.
સામે કનકે પણ ઈશારા વતી કીધું કે મારે વધારે ખાવું છે.પણ ઝવેર દાદા ની નજીક માં બે નવા ચહેરા જોઈ તે જરા ખચકાયો ને નજર નીચી કરી ચૂપચાપ ઉભો રહી ગયો.થોડી વાર થઈ એટલે ગંગા બા ખાવા નું લઈ આવ્યા અને બાજુ માં રહેલી ખાલી પરસાળ માં કનક ને ખાવાનું આપ્યું એટલે કનકે ત્યાં જઈ ચૂપચાપ ખાવાનું ચાલુ કર્યું
ત્યાં ગમો ડોક્ટર ને લઇ આવી ગયો,એટલે ઝવેર દાદા એ દવે સાહેબ ને આવકાર્યા,
“આવો સાહેબ આવો.”
“શું થયું ઝવેર ભાભા?”આવતા જ દવે સાહેબે પૂછ્યું.
“મને કઈ નથી થયું સાહેબ,આ ભાઈ ને”ટપાલી તરફ ઈશારો કરી બોલ્યાં.
દવે સાહેબ ટપાલી તરફ આગળ વધ્યા એટલે મન ત્યાંથી સરી પાછળ આવ્યો અને તે કનક સામું જોઈ  રહ્યો. તેને આમ કનક ની સામું જોતા જોઈ ગમા એ તેને બોલાવ્યો,
“શું જોવે છો જુવાન?”
“કાઇ નઈ ભાઈ આ બિચારા ની દુર્દશા જોવ છું.” દયાભાવે કનક તરફ જોતા તેણે જવાબ વાળ્યો.
“ભાગ્ય ભાઈ, ભાગ્ય ની રમત છે, ક્યાં થી ક્યાં પોહચડી દે કોઈ ના જાણે, કોઈક ને નીચે થી ઉપર તો, કોઈક ને ઉપર થી ખેંચી નીચે પટકે આની સાથે પણ આવું જ થયું ભાઈ.”ગમો પણ કનક સામે જોઈ દયામણા સ્વરે બોલ્યો.
આ બંને ને કનક ક્યારેક ક્યારેક ત્રાંસી નજરે જોઈ ને ફરી ખાવા લાગતો
“શું થયું આની સાથે.”જિજ્ઞાસા પૂર્વક મને પૂછ્યું.
“વર્ષો પેલા ની વાત...”ગમો આટલું બોલી અટકી ગયો કેમ કે ડોક્ટર સાહેબ કશુંક બોલતા હતા,
“કઈ નથી થયું ભાઈ થોડો પગ મચકાયો છે પણ થોડા દિવસ માં મટી જશે ,આ દવા ટાઈમ સર લઈ લેજો અને આરામ કરજો .” કહી દવે સાહેબ ચાલતા થયા .
તે ગયા એટલે ઝવેર દાદા એ ગમા ને ફરી એક કામ ચીંધ્યું.
“ગમા બેટા જા હવે એક ગાડી વાળા ને બોલાવી લાવ.”
“હા ઝવેર દાદા હમને લઈ આવું.”એમ કહી જ્યાં તે આગળ વધ્યો ત્યાં સામેથી જ એક ગાડી વાળો આવતો હતો અને તે ઝવેર દાદા ના ઘર ની સામેજ ઉભો રહ્યો એટલે તેમાંથી એક 'ચહેરા પરથી વીસેક વરસ નો લાગતો સુદામા માં જેવા પાતળા શરીર વાળો,તેલ થી નીતરતા વાળ વાળો અને વળી બરોબર વચ્ચે પાથી પાડી બંને બાજુ વાળ વાળેલા, રંગે શ્યામ એટલે મોઢા માંથી નીકળતા સસલા જેવા બે મોટા ધોળા દાંત ચમકતા હતા,કાન માં પેરેલી કડી ને વારંવાર હાથવતી સરખી કરતો હતો,ખભે એક લાલ રંગ નો ગમછો નાખેલો, હાફ બાય નો સફેદ શર્ટ પરેલો અને નીચે હાફ ખાખી પેન્ટ પેરેલું' આવા એક માણસ ને ઊતરતાં મને જોયો અને તે આશ્વર્ય પામ્યો,પણ બાજુ માં ઉભેલો ગમો તેને ઓળખતો હોય તેમ લાગ્યું કારણ કે તેને જોતા તે તરજ બોલ્યો,
“અરે,આ તો આપડો કાળું,ખરા સમયે આવ્યો કાળીયા.”થોડો ખુશ થતાં તે બોલ્યો.
“કેમ શું થયું ગમા ભાઈ?” કાળું એ કડી ને અડતા અડતા સવાલ કર્યો .
મન,જે ગમા પાસેથી પેલા ટપાલી ને  ટેકો કરવા તેની પાસે ગયેલો તે આ અવાજ સાંભળી વધારે આશ્વર્ય પામ્યો,આવનાર નું રૂપ જેટલું કદરૂપું હતું તેના કરતાં આ અવાજ મન ને વધારે વિસ્મય પમાડતો લાગ્યો ,આવનાર નો અવાજ એકદમ પાતળો અને નાક માંથી નીકળતો હતો એટલે મન ને તેના નખરા ,તેનો અવાજ અને તેની રીતભાત સાવ અલગ જ લાગ્યા અને આવો વ્યક્તિ તેણે પેલી વાર જ જોયો હતો પણ અહીંયા રહેતા બધા તેને સારી રીતે ઓળખતા હોઇ તેવું લાગ્યું એટલે ગમા એ તેના સવાલ નો જવાબ વાળ્યો,
“કઈ નઈ કાળું આ ટપાલી ભાઈ જરા પડી ગયા ને ચાલી નથી શકતા તો તેના માટે ગાડી લેવા જતો હતો ને તું આવી ગયો એટલે ધકો મટ્યો.”
“ચાલો ગમાભાઈ, ટેકો કરો એટલે આ ભાઈ પોતાના રસ્તે પડે” મને ગમાં ને બોલાવ્યો.
“હા લે ભાઈ આવ્યો.”એમ કહી તે મદદ કરવા આગળ વધ્યો.આવનાર નું નામ તેના રંગ ને લીધે કાળું જ પાડી દીધું હતું તેનું સાચું નામ તો બટુક હતું.તે આગળ આવી ગંગા બા અને ઝવેર દાદા ને પગે લાગ્યો ,પેલા બંને એ ટપાલી ને ગાડી માં બેસાર્યો અને ઘર તરફ પાછા વળ્યા એટલે ટપાલી એ બધા નો આભાર માન્યો,
“તમારા બધા નો ખૂબ આભાર,ચાલો ત્યારે રામ રામ.”કહી તે નીકળી પડ્યો પણ થોડેક દૂર જઈ ઘોડાગાડી ઉભી રહી,આં જોઈ મન ત્યાં ગયો એટલે તેણે એક છેલ્લી રહી ગયેલી નરભેરામ શેઠ ની ટપાલ મન ના હાથ  મૂકી કીધું કે,”ભાઈ  આ છેલ્લી મદદ કરી દે આં ટપાલ શેઠ ને પહોંચાડી દેજે.”
મને ટપાલ હાથ  લઈ કીધું, “કઈ વાંધો નઈ પહોંચી જશે.”આમ બંને એકબીજા સામે હાથ જોડી છૂટાં પડ્યાં.
આ બધા માં ખાસો સમય વિતી ગયો એટલે મને ઝડપથી જમવાનું પતાવ્યું અને થોડી વાર આરામ માટે ઉપર ના માળે ગયો થોડી વાર આરામ કર્યો,થોડી વાર સૂતો ના સૂતો ત્યાં કઈક યાદ આવ્યું હોઇ તેમ તે ઝડપથી ઉભો થયો અને પોતાના થેલા માંથી નોટપેડ, પેન્સિલ,અને રબર અને થોડા ઘણા કોરા કાગળ લઈ તે રૂમ ની બહાર ની પરસાળ માં  રહેલ એક ખુરશી પર બેઠો અને આવ્યો ત્યારથી જે તેને અનુભવ થયો તે પોતાના નોટપેડ માં લખતો ગયો તે એક એક ક્ષણ પોતાના નોટપેડ માં લખતો હતો.લખવામાં ને લખવામાં સમય પસાર થઈ ગયો ખબરજ ના પડી પણ કોઈ ના મોટા અવાજે લખવામાં બાધા ઉભી કરી એટલે તેણે અવાજ ની દિશામાં નજર ફેરવી ,અને જોયું તો શેઠ ફરી પોતાના નોકર પર ગુસ્સે થયેલા લાગ્યા, દુકાનમાં  થતી ગડમથલ જોઈ તેને એક કામ યાદ આવી ગયું એટલે તે તરત જ ઉભો થયો અને પોતાના ઓરડા મા મૂકેલો પત્ર લઈ શેઠ ને દેવા માટે ઉતર્યો. મન નીચે ઉતર્યો ત્યારે  બેઠક માં ગંગાબા કાળું ની પૂછપરછ કરી રહ્યા હતા,
“તો કાળું,કેવી લાગી છોકરી.”
“શું કવ ગંગા બા,છોકરી તો સારી હતી પણ તેણે મારી સામુ જોયું કે તરત જ બેભાન થઇ પડી ગઈ બોલો.”
“હે....,શું વાત કરે છો?”
“હા બા સાચું....,જૂઠું શુ કામ બોલું.”
“પણ બેભાન કેમ થઈ?”
“મારી જેવો મુરતિયો સામે ઉભો હોય તો બેભાન જ થાય ને.”આટલું બોલી શરમાય  નીચે જોઈ મૂંછ માં હસવા લાગ્યો.
“લે,તું તો શરમાય ગયો .”ગંગા બા પણ હસતા હસતા બોલ્યાં.
આ વાત સાંભળી મન થી ના રેવાયું અને બોલી ગયો ,
 “ શું કીધું તે , પણ જે કીધું તે સાચું કીધું, તારા જેવા મુરતિયા  ને જોઈ ગમે તેવી છોકરી પણ બેભાન થઈ પડી જાય.”આટલું બોલી તે તેમની પાસે આવ્યો અને ગંગા બા ને કીધું કે, “બા,હું જરા આ ટપાલ શેઠ ને આપી ને આવું.”
“કાળું દઈ આવશે .” કાળું સામે જોતા.
“ના બા, હુ જ જાવ  નઈ તો રસ્તા માં કોઈ છોકરી જોશે તો પાછી તે પણ આ મુરતિયા ને જોઈ બેભાન થઇ જશે.”ત્રાંસી નજર કાળું પર નાખી થોડું વ્યંગ માં હસી તે બહાર નીકળ્યો.કાળું ને આમાં પોતાનું સન્માન ઘવાયું હોઇ તેવું લાગ્યું પણ તે ગળે ઘૂંટડો ઉતારી ગયો.
મન ટપાલ દેવા જઈ રહ્યો હતો ત્યાં તેણે દૂર થી જ શેઠ ને તેના નોકર પર ગુસ્સે થતાં જોયા અને સાંભળ્યું પણ ખરું,
“અરે,તારું ધ્યાન ક્યા છે બેરા,સમજ પડે છે કે નથી પડતી.હજુ સવારે મીઠા ની જગ્યા એ ખાંડ આપી આવ્યો અને અત્યારે પ્રેમજી  ના ઘરે ઘઉં ની જગ્યાએ જુવાર નો કટ્ટો નાખી આવ્યો. તારી માંનું મોઢું સામે આવે છે,નઈ તો ક્યારનોય હાલતો કરી દીધો હોત, નપાવટ.”શેઠ નો અવાજ સ્પષ્ટ સંભળાતો હતો પણ મન ને ત્યાં આવતા જોઈ તે બંધ થઈ ગયા અને ટીલો જે અત્યાર સુધી મૂંગા મોએ સાંભળતો હતો તે પોતાના કામે વળગી ગયો.મન દુકાન સુધી પહોંચી ગયો એટલે શેઠે મીઠો આવકરો આપ્યો,
“આવો આવો જુવાન,શું જોઈએ બોલો?”હસ્તામુખે પૂછ્યું.
“જોતું તો કઈ નથી,પણ આ તમારી ટપાલ આપવાની હતી.”ટપાલ બતાવતા જવાબ આપ્યો.
“પણ તમે ટપાલી તો નથી દેખાતા.”મન ને ઉપર થી નીચે સુધી જોઈ તે બોલ્યાં.
“ના ના , હું તો આ સામે ના ઘરે જ રહુ છું.”હાથવતી પોતાના ઘર તરફ ઈશારો કર્યો અને બપોરે થયેલ ઘટના વર્ણવી.
“ઓ..હો...,તો તું સુમન શેઠ નો દીકરો.”ઓળખી જતા બોલ્યાં.
“હા.”બોલી હકાર માં માથું હલાવ્યું.
“હું અને તારા પપ્પા બંને સાથે નિશાળ માં ભણતા અને પાક્કા ભાઈબંધ,પણ વેપારે અમને જુદા કર્યા તે પોતાના મામાં સાથે શહેર ચાલ્યો ગયો અને હું અહી અટવાય ગયો.પણ હજુ ભૂલ્યો નથી,હું એને અને એ,મને .હજુ બંને એકબીજા ને ટપાલ લખી ખબર અંતર પુછીએ,આં જોને આ પણ તેની જ ટપાલ છે,અને ક્યારેક  ફોન પર વાત થઈ જાય,તને તો નઈ ખબર હોઇ પણ અમે નાના હતા ત્યારે ખૂબ મજા મસ્તી કરી છે.સારું છોડ એ બધું અને એ કે,કે તારા મમ્મી અને તારી બહેન શું કરે છે?”
“બધા મજા માં છે અને બધાં ને યાદ કરે છે,પણ કામ ને લીધે નીકળાતું નથી અને ખુશી ને કોલેજ ચાલુ છે એટલે એ પણ નથી આવી શકતી પણ પપ્પા કહેતા હતા કે આ દિવાળી પર આવના છે અહી એમ.”
“સારું સારું, આવશે ત્યારે સૌ સાથે આનંદ કરીશું.” ખુશ થઇ બોલ્યાં.
“કાકા એક સવાલ કરું?”પરવાનગી લેતા.
“હા, પૂછ ને, એમાં વળી પૂછવાનું શું?”
“તમે આ તમારા નોકર પર હંમેશા ગુસ્સો કેમ કરો છો.”જરા અચકાતા પૂછ્યું.
શેઠે આજુબાજુ માં નજર કરી પણ ટીનો પ્રેમજી ના ઘરે પોતે કરેલી ભૂલ સુધારવા ગયેલો એટલે તેઓ એ આગળ ચલાવ્યું,
“શું કવ ભાઈ,એક નંબર નો કામચોર અને આળસુ માણસ છે,ગુસ્સો ન આવતો હોય તો પણ આવી જાય છે.”
“તો રજા આપી દો.”સલાહ આપતા.
“એ પણ નથી કરી શકું તેમ ભાઈ,રજા આપુ તો તેના માં બાપ નો ચહેરો સામે આવે છે,તેનો બાપ પણ અહીજ કામ કરતો પણ કોઈ દિવસ કોઈ કામ  માં બેદરકારી નથી બતાવી, જ્યારે જરૂર હોય  ત્યારે સૌ ની પેલો હજાર થઇ જાય પણ તે બિચારો બે વરસ પેલા જ મરી ગયો અને આની માં મારી પાસે આવી અને આજીજી કરી ગઈ એટલે ના છૂટકે મારે કામે રાખવો પડ્યો એટલે જ્યારે આ ભૂલ કરે ત્યારે આની મનો ગરીબડો ચહેરો અને આના બાપ ની ઈમાનદારી જોઈ ને ભૂલી જાવ છું.”શેઠે પોતાની વ્યથા વર્ણવી.
મન શેઠ વિશે જે વિચારતો હતો તેના કરતાં કઈક અલગજ ચહેરો તેની સામે હતો.મન, મનોમન શેઠ ને નમ્યો અને વાત ને ફેરવવા ફરી સવાલ કર્યો,.
“કાકા ગામ માં કઈ જોવા જેવું ખરું.?”
“અરે,શું વાત કરે, ગામ જોઈ તું તારું શહેર ભૂલી જઈશ એક વાર આખું ગામ ફરી તો લે.”
“એમ,તો તો કાલે વાત.”
“ચાલ બેટા ઘરે, ચા પાણી પી પછી તારે જવું હોય તો જા.”
“ના કાકા હું પછી નીરાંતે  આવીશ અત્યારે થોડી ઉતાવળ છે.”
“પણ પછી ક્યારે આવીશ? ચાલ ને થોડી વાર લાગશે.”આગ્રહ કરતા.
“પાકું કાકા પછી ટાઈમ લઈ આવીશ.”કહી ચાલવા લાગ્યો
“ભૂલી ના જતો હો,આવું પડશે.” થોડા મોટા આવજે મન સંભાળે તેમ કીધું.
“હા,પાકું.”હાથ ઊંચો કરી જવાબ વાળ્યો.
ત્યાંથી નીકળી ઘરતરફ આગળ વધ્યો ,લગભગ ચાર સાડા છ વાગ્યા હશે અને ફરી તેની સામે પેલો કનક ગાંડો આવ્યો બંને ની નજર એક થઇ એટલે મન તેની સામે જોઈ હસ્યો પણ કનક બપોરની જેમજ નીચી નજર કરી ડરતો ડરતો ચાલ્યો ગયો.મન થોડીવાર તેને જતા જોઈ રહ્યો અને ઘર તરફ આગળ વધ્યો અને  દિવસ આઠમવાનો સમય થઈ ગયો હતો એટલે તે ઘરે આવી સીધો અગાસી ઉપર ચડી ગયો.
અગાસી પર થી તેણે ગામ ને નિહાળ્યું,તે દ્રશ્ય અદભૂત અને મન નાં મનને લોભવનારું હતું.મન શું આ દ્રશ્ય બધા ના મન ને લોભાવે એવું હતું.તેની નજર ડૂબતા સૂરજ પર પડી,આખા દિવસ નો થાકેલો સૂરજ જાણે સુંદર,સ્વચ્છ તળાવ માં પોતાનો થાક ઉતરતો અને આખી રાત તેને કાંઠે ગાળી સવાર માં ફરી લોકો નાં જીવન માં નવું અજવાળું પાથરતો હશે એમ લાગ્યું. આથમતા સુરજ થી આખું આકાશ લાલ થઇ ગયું હતું અને તેને લીધે દ્રશ્ય વધારે સુંદર અને રળિયામણું બનતું હતું.પૂર્વ દિશા માં નજર કરી તો અડીખમ અને અડગ એવી ડુંગર માળા દેખાણી,સવાર માં  જ્યારે સૂરજ આ અતૂટ દીવાલ ને વીંધી દેવપુર ની ધરતી પર પોતાની પેલી કિરણ પાડશે તે ચિત્ર કેવું હશે,તેનો વિચાર કરતા તે ઉભો હતો પણ ટ્રેન ની વ્હિસ્ટલે તેના વિચારો પર પૂર્ણવિરામ મૂક્યું અને વ્હિસ્ટલ તેનું ધ્યાન તે તરફ ખેંચ્યું,ધુમાડા ને લીધે ટ્રેન ધૂંધળી દેખાતી હતી,પણ પાછળ ના ડબ્બા જોઈ શકાતા હતા.ટ્રેન માંથી સવારે શહેર માં કામે ગયેલા માણસો ઊતરતાં હતા.આખો દિવસ નિર્જન રહેતું રેલ્વે સ્ટેશન અત્યારે જીવંત બની જતું.ગામ માં આવતા માર્ગો પર નજર કરી તો ખેતરે ગયેલા લોકો ઘરે પાછા ફરતા હતા,કોઈ પગે ,કોઈ બળગાડામાં,કોઈ ના માથા પર બળતણ નો ભારો,કોઈ ના માથે નીરણ નો ભારો,કોઈ ના ખભે હળ હતું,કોઈ ના ખભે લાકડી હતી.આમ, સૌ ખુશ થતા, મોઢા પર મધુર હાસ્ય સાથે પોતપોતાના ઘરે જતા હતા.તેઓ ને કાલ શું થશે તેની ચિંતા નહોતી તેઓ તો બસ આજ માં જીવતા અને આનંદ કરતા,તેઓ ની આંખ માં નહોતી લાલચ  કે નહોતી ઈર્ષ્યા,નહોતો ભય કે નહોતો દ્વેષ બસ બધા ના ચહેરા પર એક અદ્ભુત ખુશી હતી.મંદિર માં મધુર ઝાલર સંભળાતી હતી અને છોકરા મંદિર ના ચોગાન માં રમતા હતા.ગામ માં આવતા ધોરીમાર્ગ પર નજર કરી તો દિવસ ની છેલ્લી બસ આવી હતી પણ ભાગ્યેજ આ ટાણે કોઈ જવા વાળું નીકળતું,એટલે  બે ત્રણ હોરન મારી ઉપડી જતી.
સઘળું બધું જ નિહાળી મન નીચે આવ્યો અને પોતાના નોટપેડ માં ટપકવવા લાગ્યો બધું જ વર્ણન કરી રહ્યો ત્યારે લગભગ સાંજ  આઠેક વાગી ચુક્યા હતા અને તે એમજ શાંતિ થી આખો બંધ કરી ને વિચાર કરતો બેઠી હતો,ત્યાં તેને કાને એક બેસુરૂ અને કર્કશ, નાક માંથી નીકળતો હતો તેવા અવાજે કોઈ ગાતું હતું, અવાજ પાસે આવતો જતો હતો,
“નયન ને બંધ રાખી ને મે જ્યારે”ગીત ના શબ્દો મન નાં કાને પડ્યા અને કોણ ગાય છે તે જોવા તે પાછળ ફર્યો તો તેની સામે તેજ કદરૂપો ચહેરો તેની સામે ઉભો હતો અને તેને જોઈ મને પૂછ્યું,
“મહાશય તમેજ આ ગીત ગાતાં હતાં?” મોઢા પર ખોટું હાસ્ય લાવી પૂછ્યું.
હંમેશ ની જેમ શરમાતા કાળું એ જવાબ આપ્યો,”હા,હુંજ હતો,કેમ સારું લાગ્યું ને,હું તો પેલી થી જ બાવ સારું ગાવ,સાંભળો હજુ એક ગાવ” કહી તેણે ફરી એક ગીત ગાવાનું શરૂ કર્યું,”પણ લીલું જોયું ને તમે યાદ આવ્યાં”ગીત ના શબ્દો હતા પણ મને પેલી વાર જ આવો બેસુરો અવાજ સાંભળ્યો હતો,અને આ અવાજ થી કંટાળી તે અચાનક ગુસ્સે થી બોલી ઉઠ્યો,
“બંધ થા ઓય,ક્યારનો માંડયો છે,અને કોણે કીધું કે તું સારું ગાય છે. તારા કરતાં તો કાગડા નો અવાજ વધારે સારો,એક નાકમાંથી ગાય છે અવાજ નાં ઠેકાણા નથી ને તું સારું ગાય છે , કંટોલા સારું ગાય છે. આજ પછી જો મારી સાંભળતા ગાયું છે તો મોઢું ખોલી સિંદોર પાઈ દઈશ હંમેશ માટે અવાજ બંધ થઈ જશે.સમજ્યો?”મને સાવ સાચા શબ્દો સંભળાવ્યા.
નીચું મોં કરી કાળું ગુસ્સો કરતો ચૂપચાપ ઉભો હતો.
જવાબ ના મળતા મને ફરી મોટા આવજે પૂછ્યું ,“સમજ્યો,તને કવ છું બેરા.?”
“હા,સમજ્યો.”કાળું એ પણ ગુસ્સા પર કાબૂ રાખી જવાબ આપ્યો
“શું કામ આપ અહીંયા આવ્યા હતા.?” થોડું કટાક્ષ માં પૂછ્યું.
“જમવા બોલાવે છે, નીચે”બેદરકારી થી જવાબ આપ્યો.
“ઠીક છે ચાલો ત્યારે.”કહી તે ઉભો થઇ નીચે જવા આગળ વધ્યો.
તે આગળ ગયો એટલે કાળું એ પાછળ થી મન માટે ઘણું કહી નાખ્યું અને મોઢું બગાડતા તેની પાછળ નીચે ઊતર્યો.
શાંતિ થી જમવાનું પત્યું,અને સવાર નો થાકેલો મન જમીને તરતજ ઉપર તેની રુમ માં જઈ સૂઈ ગયો.