love at first sight.. - 4 books and stories free download online pdf in Gujarati

લવ એટ્ ફર્સ્ટ સાઈટ.... - ચિત્રકાર - 4

આગળ જોયું તેમ મન આથમતા સુરજ ની સાથે દેવપુર ની સુંદરતા અને જનજીવન જોઈ નીચે ઉતરી ને થોડું લખ્યું અને પછી કાળું જમવા માટે બોલાવવા આવ્યો અને જમી ને સુઈ ગયો.
હવે આગળ,

2.ચિત્રકાર.

સવાર ના લગભગ આઠેક વાગ્યા હશે.મને પથારી માંથી બહાર નીકળી અને બજાર માં પડતી બારી માંથી બહાર જોયું.સૂરજ તો ક્યારનોય નીકળી ચૂક્યો હતો અને લોકો પોતપોતાના કામે ચડી ગયા હતા,તે જોઈ તે માથું ખંજવાળતા એક બગાસું ખાઈ તે રૂમ ની બહાર આવ્યો તે બહાર નીકળ્યો કે તેની સામે રહેલા હીંચકા પર કોઈ નો સામાન પડેલો હતો અને તેની બાજુ માં થોડા વિંટેલા મોટા કાગળ પડેલા હતા.તે તેની તરફ આગળ વધ્યો અને તે પેપર ને જોયા તો તેમાં એક થી એક ચડિયાતા ચિત્રો દોરેલાં હતા.મન બારીકાઇ થી ચિત્ર જોવા લાગ્યો અને વિચારવા લાગ્યો કે, “આ અહીંયા ક્યાંથી?, કોના હશે?”પોતાની જાત ને સવાલ કરી રહ્યો ત્યાં કોઈ ઉપર આવતું જણાયું.ઉપર આવનાર કાળું હતો જે ઉપર સાફ સફાઈ કરવા આવતો હતો.તેને જોઈ મને તેને સવાલ કર્યો,
“એય,એય કાળું,એ......ય.”ના સાંભળતા લંબાવ્યું.
“મને કો છો?” બેદરકારી થી જવાબ આપ્યો.
“તો અહીંયા કોઈ છે બીજું,બેરા. કોનો છે આ સામાન?”જરા ગુસ્સે થતાં સવાલ કર્યો.
“યશ ભાઈ નો.”
“કોણ યશ?”
“નીચે જ છે,જાઓ જઈ ને પૂછી આવો એમને,સવાર સવાર માં મારે નવરાઈ નથી.”તિરસ્કાર થી જવાબ આપી, બાજુ માં રહેલી સાવરણી લઈ રૂમ માં ચાલ્યો ગયો.
“તારી તે ભલી થાય!કઈ વાંધો નઈ બેટા, વાટ જો તારો ય વારો આવશે”કાળુ ને સંભળાય તેમ બોલી તે નીચે જવા આગળ વધ્યો.
નીચે ગયો ત્યારે ગંગા બા રસોડા માં કઈક કામ કરતા હતા અને યશ જેને મન નહોતો ઓળખતો તે અને ઝવેર દાદા બહાર ની પરસાળ માં બેઠા વાતો કરતા હતા.ઉપરથી ઉતરતા મન ને જોઈ ગંગા બા એ કીધું,
“ઊઠી ગયા એમ ને ભાઈ,બવ મોડા જાગો.હવે તૈયાર થા ચા નાસ્તો તૈયાર છે.”રસોડા માંથી બહાર નીકળતા કીધું.
“હા બા,હમણાજ આવ્યો.”કહી તે ફરી ઉપર ગયો.
ઝવેર દાદા અને યશ બંને બહાર બેઠા હતા અને યશ ને બધું પૂછતા હતા,
“કેમ ચાલે છે બેટા તારું ભણવાનું?”ચા નો કપ નીચે મૂકતા તેઓ એ પૂછ્યું.
“બસ,છેલ્લી પરિક્ષા આપી ને આવ્યો,પરિણામ આવે એટલે પૂરું.”
“અને આ ચિત્રો દોરે છે તેનું શું?”
“એતો શોખ છે અને શોખ કોઈ દિવસ ના છૂટે.” થોડું હસી જવાબ આપ્યો.
સવાલ જવાબ ચાલતા હતા ત્યાં પાછળ થી બે જણ આવતા હતા તેમાંથી એક બોલ્યો,
“લે,આલે તું ક્યારે આવ્યો યશ?” ત્રણ દાદર ચડતા પૂછ્યું.
અચાનક આવતા અવાજ થી યશે પાછળ જોયું,અને આવનાર ને ઓળખી જઈ બોલ્યો,
“અરે ઉદાભાઈ,છકાંભાઈ તમે.આવો આવો.”કહી તે ઉભો થઇ સામે રહેલી ખુરશી પર આવ્યો અને બંને ને બેસવા જગ્યા આપી.
“કેમ છે,ઝવેર દાદા મજા માં.”પોતાની જગ્યા લેતા છકાં એ પૂછ્યું.
“હા,હો.પણ તમે બંને લાંબા સમય પછી બંને ભૂલા પડ્યા.”ઝવેર દાદા એ સવાલ કર્યો.
“શું કરીએ દાદા,આ જુઓ ને હવે લણવાનું ટાણું ઓરું આવતું જાય છે ને રાત દી પાક ની ચાકરી કરવી પડે છે,અને તમે તો જાણો છો આ ભુંડ ને બીજા પશુ નો કેટલો ત્રાસ છે.”કહી પશુઓથી કંટાળેલા છકા એ જવાબ આપ્યો.
“શું કરીશું ભાઈ,એ એના પેટ ભરવા વલખાં મારે છે, ને આપડે આપડા પેટ ભરવા."
“હા,એ પણ સાચું.તું કે, ત્યારે યશ ક્યારે આવ્યો.”વાત ફેરવતા ઉદા એ આવતા પૂછેલા સવાલ નો જવાબ ના મળતા તેણે ફરી એજ સવાલ કર્યો.
“આજે સવારે જ .”
“સારું,સારું ભાઈ, રોકવાનો છો ને હમણાં?”ઉદા એ સ્વભાવિક પૂછાતા પ્રશ્નો  પૂછ્યો.
“હા,હમણાં અહીંજ છું.”હસી ને ટુંકો જવાબ વાળ્યો.
વાતચીત ચાલુ જ હતી ત્યાં અંદર થી મન આવ્યો ,ઉદા એ અને છકા એ આને જોયેલો હતો અને યશે ખાલી દાદા પાસેથી આના વિશે સાંભળેલું હતું,અને આજે જોય લીધો.યશ મન ને જોઈ ઓળખી ગયો પણ મન માટે આ ત્રણેય ચહેરા નવા હતા,એટલે તે ચૂપચાપ ત્યાં ને ત્યાં જ ઉભો રહ્યો.
“અરે જાગી ગયો મન,આવ બેટા બેસ” કહી બાજુ માં રહેલા હીંચકા પર બેસવા કહ્યું.
“હા”કહી તેણે સ્થાન લીધું.
તે બેઠો એટલે યશ અને ઉદો તેની સામે બેઠેલા હતાં અને છકો તેની બાજુ માં બેઠો.
“આ ભાઈ કોણ,દાદા?”ઉદા એ સવાલ કર્યો.
“આ સુમન નો છોકરો,મન.કેમ નથી ઓળખતા?”
“ક્યાંથી ઓળખે દાદા, સુમન કાકા તો અમે દસ બાર વરસના હતા ત્યાર ના શહેર ચાલ્યા ગયા,તો કેમ ઓળખીએ.”હસતા ઉદા એ કીધું.
“હા,એ પણ સાચું તારું.”એમ કહી તે પણ હસ્યા. “મન,આ ઉદો અને આ છકો બંને અહીંયા બાજુ માં જ રહે છે.”ઝવેર દાદા એ પેલા બંને નો પરિચય આપ્યો.
પરિચય મળવાથી મન તે બંને સામે થોડું હસ્યો.પછી તેઓ  પેલી ચુંટણી ની વાતો કરવા લાગ્યા જે આપડે પેલા ભાગ માં જોઈ. પણ મન તો યશ ને જ જોઈ રહ્યો હતો તેણે યશ ને માથા નાં વાળ થી પગ નાં નખ સુધી નિરખ્યો,' વાંકડિયા લાંબા વાળ,એક વેંત નું કપાળ,થોડી ઝીણી આંખો,નાક નો મરોડ ચહેરા ની સુંદરતા વધારતો,દાઢી અને મૂંછ એક થઇ ગયા હતા તે જોઈ લાગતું હતું કે આ યુવાન ને પોતાની મૂંછ અને દાઢી ખૂબ વહાલી હશે .તેની વાત કરવાની છટા, મોટા સામે બોલવાની રીત, અનોખી લાગી ગમે તે હોય તો પણ આ રીત -આ ઢબ પરથી તે સંસ્કારી ઘરનો લાગતો હતો, તે તેણે નક્કી કરી લીધું,વાદળી કલર નું કુર્તું અને સફેદ કલર નો પાયજામો પહેર્યો હતો.જોવા મા મજબૂત બાંધા નો લગતો હતો.' 
મન જ્યાં સુધી તેનું નિરીક્ષણ કરી રહ્યો ત્યાં ઉદો અને છકો જવા માટે ઉભા થયા અને મન ને અને યશ ને ઘરે આવવાનું આમંત્રણ આપીને ચાલતા થયા. તે ગયા એટલે ઝવેર દાદા ને કઇક યાદ આવ્યું હોય તે રીતે બોલ્યા,
“ અરે,હું તો ભૂલી જ ગયો,મન આ યશ, યશવર્ધન પરમાર.શહેરમાં ભણે છે અને જ્યાંરથી તેના પરિવાર થી અલગ થયો ત્યારથી અહીંયા જ રહે છે.અને....”ઝવેર દાદા આગળ ચલાવતા હતા ત્યાં એક વૃદ્ધ નો અવાજ આવ્યો,
“કેમ,ઝવેર આજ નથી આવવું ચોરે.”લાકડી ના ટેકે ચાલતા એક વૃદ્ધ દાદર પાસે ઉભા રહ્યા.
“ના,સોમાભાભા આવું  છું.આતો આજે આ છોકરા આવ્યા છે તો તેની સાથે થોડીવાર બેસી ગયો.”કહી બાજુ માં પડેલી લાકડી લઈ ઉભા થતાં હતાં ત્યાં ઉતાવળ ને લીધે તેઓ નો પગ લથડ્યો પણ આ જોઈ બંને બાજુ બેઠેલા મને અને યશે ઝવેર દાદા ને સંભાળી લીધા,અને બંનેના મોં માંથી એક સાથે શબ્દો નીકળી ગયા, “સંભાળી ને દાદા.”
“હવે તો સંભાળે સંભળે તેવું શરીર નથી પણ, ભગવાને મને સંભાળવા બે  લાકડી આપી દીધી પછી બીજું શું જુએ.” આ સાંભળી મને અને યશે એક બીજા સામે જોઈ થોડું હસી લીધું.
“ચાલો,છોકરાઓ તમે બેસો હું આવું.”કહી તે સોમાભાભા સાથે ચાલતા થયા.
તે ગયા એટલે મન અને યશ બંને બેઠા અને વાત આગળ ચલાવી.
“મન.. ,સારું નામ છે.ઘણીવાર દાદા ના મોઢે નામ સાંભળ્યું છે આજે જોઈ પણ લીધો. શું કરે છે તું?”ખુરશી પરથી ઉભા થઇ કડ સુધી પહોંચતી હૈયારખી (રેલીંગ) પર ટેકો દઈ તે મન ની સામે જોયા વગર બોલ્યો.
“ભણવાનું પતાવી ને અહીંયા આવ્યો અને હમણાં કઈ કરતો નથી,બસ લખવાનો શોખ છે. પરિણામ આવે પછી કઈક નક્કી કરીએ.”તે પણ ઉભો થઇ તેની પાસે આવી ઉભો રહ્યો અને સવાલ કર્યો, “તું શું કરે છો?”
“મારે પણ એવું જ છે,પરિણામ બાકી છે અને ચિત્રો મારું જીવન છે.”
“ઓહો,તો ઉપર પડેલા ચિત્રો તારા દોરેલા છે?”
“હા,મારા જ છે,તું સૂતો હતો એટલે અંદર નાં આવ્યો ને ત્યાજ બધું મૂકી દીધું.”મન ની સામે ફરતા જવાબ આપ્યો 
“એક અંગત સવાલ પૂછું?”મને,યશ પાસે મંજૂરી માંગી.
“હા પૂછ ને.”
“તારે,તારા પરિવાર થી અલગ પડવાનું કેમ થયું?”અચકાતા સવાલ કર્યો.
“હું મારા પરિવાર થી અલગ કેમ પડ્યો એમ ને?.”આખો થોડી વધારે ખોલી,મોઢા પર હાથ ફેરવી તે ખુરશી પર બેઠો.અને મન ને પણ બાજુ માં રહેલી ખુરશી પર બેસવાનું કહ્યું, “બેસ,બધી વાત કરું.આમ, તો હું કોઈને પણ આ વાત નથી કરતો પણ ખબર નઈ તને ના, નહિ કહી શકયો.”
મન બાજુ માં બેઠો અને યશે વાત ચાલુ કરી.
“આઠ વરસ નો હતો ત્યારે હુ મારા મમ્મી –પપ્પા અને દાદા સાથે અહીંયા આવ્યો.મૂળ ગામ તો જાળીયા પણ મારા પપ્પા શિક્ષક હતા અને તેની બદલી જાળીયા થી અહીંયા દેવપુર માં થઇ,પેલું સામે ઘર દેખાય છે, ત્યાં ભાડે રહેતા હતા” આંગળી વડે ઈશારો કરી ઘર બતાવ્યું. “થોડા મહિના ગયા અને અમે ગામ નો ભાગ બની ગયા.આમ,અમે રાજપૂત પણ કોઈ કહી ના શકે કે આ લોકો રાજપૂત હશે.અમે રજપુતાઈ બતાવતા પણ મર્યાદા સાચવી, ખુદ્દારી બતાવી,અમારી ઈમાનદારી અમારો પરિચય આપતી,અમારા નીતિ અને નિયમ  બીજા થી અલગ હતા.અમારું માન, અમારી ઈજ્જત અને મોભા થી મોટું અમારે માટે બીજું કઈ નહતું અને અત્યારે પણ નથી.અમારી મહેમાનગતિ અને ખાનદાની બંને બીજાથી અમને અલગ પાડતા.”મન તો યશ ને કશું બોલ્યા વગર જોતો જ હતો.
“તારા દાદા અને મારા દાદા બંને પાક્કા મિત્રો બની ગયેલા,બંને ઘર વચ્ચે ઘર જેવો સંબંધ બંધાઈ ગયો.બધુજ બરાબર ચાલતું હતું પણ ભગવાન ક્યારે શું કરે તે કોણ જાણે,એક દિવસ સવાર સવાર માં એક ટપાલી આવ્યો અને પપ્પા ના હાથ માં એક પત્ર મૂક્યો,પત્ર માં લખ્યું હતું કે તમારા ફલાણા થતાં કાકા નું અચાનક મૃત્યુ થઇ ગયું છે એટલે જેમ બને તેમ વહેલા ચાલ્યા આવો.પત્ર વાંચી ત્રણેય જવા નીકળ્યા. ત્યાં બધું કામ પતાવી પાછા આવતા હતા, હું અહીંયા દાદા પાસે જ હતો,અહીંયા ગામ ની બહાર જ જે નાળુ છે?સવાલ કર્યો.
“હા હું આવતો હતો ત્યારે જોયું.”
“ તે વખતે આવું પાકું નાળુ નહિ પણ,લાકડા નું નાળુ કરી ને આવવા જવા માટે રસ્તો બનાવેલો હતો.તે આવ્યા ત્યારે લગભગ સવાર પડવા આવેલું ચોમાસા નો વખત અને વરસાદ ની સાથે પવન બંને બંધ થવાનું નામ નહોતો લેતાં.તે વરસાદ માં તેઓ તે નાળા ઉપર પહોંચ્યા અને કોણ જાણે શું થયું અને ઘોડા ગાડી સાથે મારા મમ્મી પપ્પા અને દાદા સાથે ચાલક એમ ચારેય પડ્યા.વરસાદ ને લીધે પાણી નો પ્રવાહ પણ વધુ હતો અને તે પ્રવાહ મારા અને તેઓ નાં સપનાં ને વહાવી ગયું.”આટલું બોલી તે અટક્યો અને આંખ ના ખૂણા માં આવેલ પાણી નાં ટીપાં ને ટચલી આંગળી વડે લુછી ને મન સામે હસ્યો.
મન તેની વાત સાંભળી દુઃખી થયો.તેને આવો સવાલ કરવામાં મૂર્ખામી લાગી પણ હવે તે પુછાઇ ગયો હતો અને તેને સુધારવા મને યશ ની બાજુ માં આવી તેના ખભે હાથ મૂકી ને ભીના હૃદયે માફી માંગી,અને બોલ્યો, “ફિકર ના કર મિત્ર આજથી તારા સપનાં એ મારા અને મારા તે તારા બંને ભેળા મળી પૂરા કરીશું.” હસતા મુખ સાથે હાથ મેળવવા હાથ આગળ વધાર્યો.યશે હાથ મેળવ્યો અને ગળે મળ્યા.




બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED