love at first sight.. - 1 books and stories free download online pdf in Gujarati

લવ એટ્ ફર્સ્ટ સાઈટ.... - 1


1980 ની એક સવારે લગભગ સાડા દસ વાગ્યા હતા.દેવપૂર ગામ ની મુખ્ય બજાર માં માણસ ખૂટતું  નહતું.કોઈ સાઇકલ લઈ ને ,કોઈ પગે ,કોઈ ઘોડાગાડી માં ,કોઈ કપડાં ની ખરીદી કરતુ હતું ,કોઈ કરિયાણા ની દુકાન પર ,કોઈ બે – પાંચ પૈસા માટે ધમાલ કરતા હતા,નાના બાળકો રમકડાં માટે જીદ કરતા હતા,કોઈ પાન ના ગલ્લા પર બેઠા ફડાકા મારતા હતા,
“ભાઈ કાલે તો આ પાડોશી ગામ નો ઉકો મને કે 'કે આ શેઢો તું દબાવે છે એટલે મારે ફરી જમીન માપણી કરવાની છે તારે શું કરવાનું છે બોલ...?”
“મે પણ ચોખું કહી દીધું તારે જે કરવું હોય તે કર પણ જો મારી જમીન એક તસુ પણ ઘટી તો તને દુનિયા માંથી ઘટાડતા વાર નઇ લાગે, એટલે સમજી વિચારીને જે કરવું હોય તે કરજે” પાન ની પિચકારી મારતા તેને પતાવ્યું.
વાત ને સમર્થન આપતા બીજો બોલ્યો, “હા ભાઈ, એમજ હોવું જોઈએ નઇ તો કાલે તો માથે ચડી જાય”
ત્યાં વળી ત્રીજો આવતા આવતા જ બોલ્યો, “બવ કરી ભાઈ.”
“કોણે ?”સ્વાભાવિક રીતે સવાલ કર્યો.
“ચૂંટણી એ, બીજું કોણ હોઈ”જવાબ આપ્યો
“તુંય ગમા ડરાવે છે,પણ શું કર્યું ચૂંટણી એ?”સામે સવાલ કર્યો.
“કાલે આ આપડા મંગળું ભા અને સામેના ઉમેદવાર એટલે બાજુ ના ગામ ના હકુ ભા, બંનેએ રેલી કાઢેલી”
“પણ રેલી શું કામ કાઢી?”ક્યારનોય ચૂપ બેઠેલા પાન વાળા એ ટપકું મૂક્યું.
બધા એ તેની સામે ત્રાસી નજર નાખી અને જે વાત સંભળાવતો હતો તે ગમા ને ગુસ્સો આવ્યોને તે બોલ્યો , “મેંદા, બે ઘડી શાંતિ નથી રાખી શકતો મારો આખો વાત કરવાનો દોર તોડી નાખ્યો,અને તને રેલીમાં નથી ખબર પડતી અભણ.”
મેંદા ની આખ પણ લાલ થઇ, “એટલે તું કેવા શું માંગે છે.”
બાજુમાં બેઠેલા બીજા એ મામલો સંભાળતા તે વાત ને ત્યાં જ પતાવી , “કઈ નઈ જવા દો ને મેંદાભાઈ .”
“છકા આ તો તું કહે છે એટલે નઈ તો...”બોલી એક ત્રાસી નજર ગમા પર ફેરવી.
નજર ઓળખતા ગમો પણ રહી  શક્યો, “નઈ તો શું કરી લેવા નો તું?”
ત્યાં તેની બાજુ માં રહેલા ઉદાએ ગમા ને વાર્યો, “જવા દે ને ભાઈ અને તમે પણ મેંદાભાઈ શું અંદરો અંદર બાધો છો,વાત માં કઈ નઈ ને વધારો છો,અને ભાઈ ગમા શું કેતો હતો તું?”આમ તેણે વાત ફેરવી.
ગમા એ પણ વાત વધારવા માં કઈ લાભ ના જોયો એટલે ઉદા ના કહ્યા પ્રમાણે તેણે ચૂંટણી ની વાત આગળ વધારી , “ હા, તો તેઓ બંને રેલીમાં સામસામા આવી ગયા અને બંને ના પ્રેરકો અને સદસ્યો શાંતિ થી ચાલ્યા ગયા પણ ત્યાં જ પેલો કનક ગાંડો રખડતો હતો અને તેણે હકુભા પર પથ્થર નો ઘા કરી માથું ફોડી નાખ્યું અને હકુ ભા ના લોકો ને થયું કે ઘા મંગળુ ભા ના માણસે કર્યો ને અને ત્યાંથી પથ્થરો ના ઘા કરવા લાગ્યા અને વાત વધી ગઈ ને વાત ત્યાં સુધી પહોંચી ગઈ કે બંને બાજુ થી તલવારો ખેંચાય ગઈ અને વચ્ચે રહી રામ બાપુ એ જો સમાધાન ના કરાવ્યુ હોત તો આજ ખરેખરી થઈ હોત.”આમ ગમા એ વાત પૂરી કરી.
અત્યાર સુધી શાંતિ થી સાંભળતા પેલા ત્રણેય માંથી ઉદો બોલ્યો, “ભારે કરી ત્યારે તો.”
પાછળ તરતજ છકો બોલ્યો, “એતો સારું રામ બાપુ ગામ માં હતા જો કઈક ગયા હોત તો તો ગજબ થઇ જાત.”
“હા તે પણ સાચું,રામ બાપુ એ મોટી આફત ટાળી.”
 આ વાત ચાલુજ હતી ત્યાં કોઈક એકવીસ - બાવીસ વરસ નો લાગતો યુવાન ત્યાંથી પસજોવામા,જોવામાં કોઈ સારા ઘર નો લાગતો હતો કદ કાઠી થી પૂરો ,વાળ વધારેલા ઝીણી ઝીણી દાઢી નીકળેલી હતી ,હાથ  માં સામાન હતો ,સફેદ રંગ નો શર્ટ અને ઘાટા વાદળી રંગ નું પેન્ટ પેહરેલું હતું,બેદરકારી ભરેલી ચાલ , મોં પર નું તેજ , મોહક હાસ્ય , આંખો માં દેખાતી દયા, શર્ટ ની અડધી  બાંય ચડાવેલી હોવાથી સામાન ના વજન ને લીધે હાથ ની નસો ચોખી દેખાતી હતી ,આ યુવાન ને આ લોકો એ પેહલી વાર જ જોયો હતો અને તેને જોતા જ રહ્યાં.યુવાન બજાર વટાવી ચાલુ થતાં ચોગાન માં આગળ વધ્યો.
“ગમા આ કોણ?”યુવાનને નિહાળતા ઉદા એ પૂછ્યું.
“કોને ખબર મે'તો પે'લી વાર જ જોયો”યુવાન ને જોતા જ જવાબ વાળ્યો.
“તે નઈ બધા એ પેલી વાર જ જોયો છે.”મેંદો થોડું કટાક્ષ માં બોલ્યો.ગમો તે કળી ગયો પણ તે  ચૂપ રહ્યો.
“ગમે તે કહો સાહેબ પણ જુવાન છે પાંચ હાથ પૂરો”યુવાન ના વખાણ કરતા ઉદો બોલ્યો.
“હા, હો તેમાં કઈ ના ઘટે હો, ભારે દેખાવડો”વધારે વખાણ કરતા છકો બોલ્યો.
અહી ચર્ચા ચાલુ હતી ને પેલો યુવાન આગળ વધતો હતો ત્યાં એક નાનકડી પાંચેક વરસ ની છોકરી ભાગતા ભાગતા આ યુવાન ના પગ આગળ પડી ગઈ અને હાથ કા રહેલ રમકડું પણ પડી ગયું એટલે આ યુવાન પોતાનો સામાન સ્ટ્રીટ લાઇટ ના પોલ ફરતે બનાવેલ બેસવાના  ઓટા પર મૂક્યો અને પેલી છોકરીને બેઠી કરીને તેને છાની રાખી પડી ગયેલું રમકડું  તેના હાથ માં મૂક્યું એટલે તે છોકરી પાછી રમતી રમતી ચાલી ગઈ અને આ યુવાન પણ આગળ વધ્યો.
અહીંયા પાન ના ગલ્લા પર હજુ એજ માથાકૂટ ચાલતી હતી,કે આ છે કોણ અને તેનો પણ જલદી નિર્ણય આવી ગયો.કારણ કે પેલો યુવાન બરાબર બજાર ની સામેના ઘર ના દરવાજા પાસે ગયો અને ઉભો રહ્યો એટલે એક વૃદ્ધ વ્યક્તિ એ દરવાજો ઉઘડ્યો અને તે વૃદ્ધ ને જોતા પેલો યુવાન તેના પગ માં પડ્યો અને ગળે વળગી ગયો આ જોઈ અહીંયા પાછી ચર્ચા ચાલુ થઈ,
“મને તો આ ઝવેર શેઠ નો પૌત્ર લાગે છે”ગમા એ અનુમાન લગાવ્યું.
“હા લાગે  છે તો એમજ”ઉદા એ સમર્થન આપ્યું.
“એના બાપા જેવો જ લાગે છે નઈ?ગમા એ આગળ ચલાવ્યું.
આ વાત ચાલતી હતી ત્યાં તેર – ચૌદ વરસ ના ત્રણ છોકરા ઓ ત્યાંથી દોડતા નીકળ્યા અને બોલતા જતા હતા તે આ લોકો એ થોડું સાંભળ્યું,
“અલ્યા તને ના પાડી હતી એ જડ નું નામ લેવાની,હવે...”તેમાંથી એક ભાગતા ભાગતા બોલ્યો.
“હવે કઈ નઈ , ભાગો....”એમ બીજા એ જવાબ વાળ્યો અને ભાગ્યા.
આટલું તેઓ બેઠા હતા તેના કાને પડયું પણ તેઓ ને કશું સમજાયું નઈ,પણ થોડી જ વાર થઈ ત્યાં કનક ગાંડો હાથ માં મોટો પથ્થરો લઈ ભાગતો નીકળ્યો.કોઈક નું ફાટેલું હાફ પેન્ટ પેરેલું, ફાટેલો શર્ટ ,માથા ના વાળ માં ધૂળ હતી ,કઈક અથડાવા ને લીધે ઘૂંટણ માંથી લોહી નીકળતું હતું ,પગમાં  કોઈ  ના ફેકી દીધેલા ચપ્પલ  પેરેલા હતા અને કઈક બબડતો પેલા છોકરાની પાછળ જતો હતો એમ લાગ્યું.આ જોઈ તેઓ બધું જ સમજી ગયા.
“કઠણાઈ છે બિચારા ની” થોડી દયા બતાવતા મેંદો બોલ્યો.
“પૂરેપૂરી,કેવો હતો ને કેવો થઇ ગયો” છકા એ પણ સહાનુભૂતિ દર્શાવી.
“અને આ નપાવટ,ગામ ના છોકરા સમજતા જ નથી આવા ને તો એક બરાબર રિમાન્ડ લેવાય ત્યારેજ સમજે”છોકરા ઓ પર ગુસ્સે થતાં ગમો બોલ્યો.
“કૂતરાની પૂંછડી વાંકી જ રે ભાઈ ,એટલે તેને સમજાવવા નકામું છે, એટેલે હવે ઉભા થાવ બપોર થવા આવ્યા ચાલો”એમ કહી ઉદો ઉભો થયો.
“હા ભાઈ ચાલો વાતો માં ને વાતોમાં સમય નું ભાન જ ન રહ્યું”એમ બોલી મેંદા એ પણ ગલ્લો બંધ કરવા લાગ્યો.
આમ બધા છૂટાં પડ્યાં,બજાર માં પણ ભીડ ઓછી થઇ હતી અને બધા દુકાન વાળા દુકાન બંધ કરી પોત પોતાના ઘર તરફ જવા લાગ્યા હતા. વાડી એ ગયેલા પણ ઘર તરફ પાછા વળતાં હતાં. આમ,સવાર માં ધમધમતી બજાર અત્યારે સૂમસામ થઇ ગઇ હતી .અત્યારે તો બસ બજાર  માં કૂતરા રખડતા હતા ,રેઢિયાર ગાયો પણ એક જગ્યા એ બેસી વાગોળતી હતી.બધુજ શાંત હતું પણ એક દુકાન માંથી કોઈક કોઈ ને ધમકાવતું હતું.આખી બજાર માં તેનો અવાજ સંભળાતો હતો અને તે જ અવાજ હમણાં જ ગામમાં નવા આવનાર યુવાન જે બજાર  સામે ના સામેના ઘરમાં જ ગયેલો તે ઘરની ઉપર ની પરસાળ માં ઉભો આ સાંભળતો હતો પણ અવાજ ક્યાંથી આવે છે તે સમજી નહોતો શકતો,થોડીવાર તેણે ચારેબાજુ નજર કરી પણ કોઈ ના દેખાયું ફરી તેણે ઝીણી નજર ફેરવી ત્યાં તેની નજરે એક ,' પિસ્તાલીસ પચાસ ની ઉંમર વાળા,તેઓ એ પોતાની મોટી કાયા ને એક ટૂંકી કફની વડે ઢાંકેલી હતી, આંખો મોટી પણ ગાલ બહાર નીકળેલા હોવાથી આંખ ઊંડી લાગતી, માથા ના વચલા ભાગ માં ટાલ હતી પણ તેલ નાખેલું હોવાથી તડકા માં ચળકતી હતી , કુંભકર્ણ જેવા શરીર વાળા શેઠ જ્યારે તેના નોકર પર ગુસ્સો કરતા ત્યારે તેની મોટી ફાંદ ઊંચી નીચી થતી ,મોઢા પર પાતળી દોર જેવી મૂછ લટકતી હતી જે બોલવાની સાથે જ ફરકતી હતી'.તેવા એક શેઠ તેની નજરે પડ્યા જે પોતાના નોકર ને ઘણું સંભળાવી  દુકાન માંથી બહાર નીકળી પોતાના ઘરે જઈ રહ્યા હતા અને  જતા જતા તેના નોકર ને ભલામણ કરતા હત જે પેલો યુવાન સાંભળી શકતો હતો, “અલ્યા એય ટીલા હવે જે ભૂલ કરી આવ્યો છે તેને સુધાર જા પેલા રામજી ના ઘરે જઈ મીઠું આપી આવજે અને ખાંડ પાછી લેતો આવજે ,અને હા આ વખતે કોઈ ભૂલ ન કરતો નઈ તો....સમજી ગયો.”આટલું બોલી તે બાજુ માં રહેલી ડેલી માં ચાલ્યા ગયા.તે ગયા એટલે તરતજ ટીલા નોકરે આકાશ તરફ જોઈ બબડતો હતો તે આ યુવાન સમજી ના શકયો પણ તેના હાવભાવ અને ચેહરા પરથી સ્પષ્ટ જાણી શકાતું હતું કે તે ભગવાન પાસે ફરિયાદ કરી રહ્યો હતો, “ભગવાન તમે ક્યાં મને અહી સલવાડ્યો ભાભો એક ઘડી શાંતિ નઈ લેવા દેતો.” આટલું બોલી તે પોતાના નસીબ ને કોસતો દુકાન બંધ કરી બહાર નીકળી ગયો.
પેલો યુવાન હજુ ત્યાજ ઊભો હતો અને બહાર થતી હલચલ અને ગામ ની બજારો માં નજર ફેરવતો હતો,તેણે આટલું સુંદર અને વ્યવસ્થિત ગામ પેલા જોયેલું નઈ,ગામ બધાજ પ્રકાર ની સુવિધા ઉપલબ્ધ ગામ માં એક નાની શાળા ,એક ટપાલ ઘર,એક નાનકડું દવાખાનું,અને આ બધા ની વચ્ચે ગામવાળા ના નાના ફળિયા ધરવતા વિલાયતી નળિયાં વાળા મકાન સુંદરતામાં વધારો કરતા હતા.પેલો યુવાન આ સુંદરતા જોઈ રહ્યો હતો ત્યાં પાછળ થી વૃદ્ધ ઝવેરદાદા નો લથડતો અવાજ આવ્યો. 





           
             
              
             

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED