ડ્રીમબૉય Komal Joshi Pearlcharm દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ડ્રીમબૉય

" કેટલાં સમય ડેટિંગ કરો છો ? ડેટિંગ ઍપ ડાઉનલોડ કરવા ની શું જરૂર હતી? શું એના માટે તને આટલો મોંઘો મોબાઈલ લઈ આપ્યો છે? તારા પપ્પા ને ખબર પડશે તો ? અંદાજો પણ છે શું થશે ? " પૂજા ની મમ્મી નું  ગુસ્સા થી  મગજ ફાટી રહ્યુ હતુ . પરંતુ પૂજા એકપણ પ્રશ્નનો જવાબ આપ્યા વગર માથું નીચું કરીને રડી રહી હતી.

     દીકરી ને રડતી જોઈ ને હંસાબહેન નું હૃદય  પીગળી રહ્યુ હતુ અને એમણે પૂજા  ને  છાતી સરસી લગાવી દીધી. માથા પર હાથ ફેરવ્યો અને કહ્યું ,  "  તારી ચિંતા છે  બેટા ! ખબર નહી આજકાલ ઇન્ટરનેટ પર કોઈપણ અકાઉન્ટ ખોલી દે છે અને શરૂ - શરૂમાં મીઠી -  મીઠી વાતો કરે છે.  પરંતુ એ લોકો સંબંધ ને લઇને સિરિયસ હોતા નથી ! કેટલીય  છોકરીઓ ની આવી રીતે જિંદગી બરબાદ થઈ  જાય છે , એમના ટાઈમ પાસ ને પ્રેમ સમજી ને! હું નથી ચાહતી  કે તું એમાંથી એક હોય! "

" ના ! મમ્મી !   દેવ  એવો નથી .અમે સાચે જ એકબીજા નાં પ્રેમ માં છીએ. " પૂજા રડતાં રડતાં બોલી.

" સારું ! પરમ દિવસે તારા પપ્પા કામ થી બહાર જવાના છે. તો એને ઘરે બોલાવ . જો મને યોગ્ય લાગશે તો હું તારા પપ્પા ને સમજાવા નો પ્રયત્ન કરીશ. " હંસાબહેને આશ્વાસન આપ્યું. 

      જેવા હંસાબહેન રુમ ની  બહાર ગયા,  કે તરત જ  પૂજા એ દેવ ને   મેસેજ કર્યો.
' હાય '

 ' હાય સ્વીટહાર્ટ 
ક્યાં હતી? કોઈ મેસેજ નહોતો'  , - દેવ

'દેવ મમ્મી ને  આપણા વિશે બધી જ ખબર પડી ગઈ છે. હું કૉલ કરુ?'
પૂજા એ મેસેજ કર્યો.

દેવ નો કૉલ આવ્યો .

"હેય! હની ! શું થયું ?" દેવે અધીરાઈ થી પૂછ્યું.

"હું તને મેસેજ કરવા જતી હતી એટલામાં મમ્મી આવી ગઈ અને એણે મારા હાથમાંથી ફોન  લઈને  જોયું . મેસેજ તો  ડીલીટ  હતા , તો પણ મમ્મી ને  આશંકા  થઈ ગઈ  . અને ડેટિંગ ઍપ  જોયો. બહુ જ ગુસ્સે હતી . પણ હવે તને મળવા માટે માની ગઈ છે. પરમ દિવસે તને મળવા બોલાવ્યો છે. " પૂજા એ થોડી ગભરાહટ સાથે કહ્યું.

" What ? I'm  not going to come."  દેવે મજાક કરતા કહ્યું.

" દેવ! હું ઑલરેડી ટેન્શન માં છું અને તને મજાક સુઝે છે ? મમ્મી તો ઓલરેડી તારા પર ડાઉટ કરે છે કે તું ખાલી ટાઇમપાસ કરતો હઈશ! 
તારે એમ નો  ડાઉટ સાચો પાડવો છે?"  પૂજા એ થોડું નારાજ થતાં કહ્યું.

"ઓ.કે.  સૉરી ! આન્ટી  ને કઈ સ્વીટ બહુ ભાવે છે એ લઈને આવીશ. " 

" અને મારા માટે ? " પૂજા એ પૂછ્યું.

" તું તો ઓલરેડી  ઈમ્પ્રેસ છે ! હવે આન્ટી ને ઈમ્પ્રેસ કરવાના છે! " દેવે હસતા હસતા કહ્યું. 

" મમ્મી બોલાવે છે , પછી વાત કરુ. બાય ! લવ યુ !  " અને પૂજા કીસ આપી.

" બાય! લવ યુ ! " કહી દેવે સામે કીસ આપી.

  અને એમનો મળવા નો દિવસ આવી ગયો. પૂજા સવાર થી જ ખૂબ જ નર્વસ હતી. સાંજે  પાંચ વાગ્યા સુધી માં તો એણે હજાર વાર તો ટાઈમ જોયો હશે. તૈયાર થઈ ને મેસેજ કર્યો, 
' ક્યાં છું?' 
' ઑન ધ વે . આન્ટી માટે સ્વીટ  લઉ છુ.' - દેવ

પૂજા નાં શ્વાસ તણી ગયા હતા.ધડકનો વધી ગઈ હતી. આજે એનો  ડ્રીમબૉય  એની જિંદગી માં હમેશા માટે એનો જ થઈ ને રહેશે.એણે એની પ્રિય સખી આરતી ને પણ  બોલવી લીધી હતી.

    સાડા પાંચ વાગી ગયા.હજી દેવ નહોતો આવ્યો. પૂજા એ ફરી મેસેજ કર્યો.પણ ફોન સ્વીચ ઑફ આવ્યો.પૂજા પહેલાં તો ગભરાઈ પણ પછી એણે વિચાર્યું કે કદાચ એને ચિડાવા એવું કર્યું હશે.પરંતુ એ ના આવ્યો. સાત વાગે તો બધા ની ધીરજ ખૂટી ગઈ. હંસાબહેને કહ્યું, 
"   મને તો ખબર જ હતી બસ મારે તને આ વાત નો અહેસાસ કરાવો હતો. "  અને ગુસ્સા માં  રસોડા માં જતા રહ્યા . 

     આરતી ને પણ એવું જ લાગ્યું.  એણે પૂજા ને કહ્યું , " મેં તો તને પહેલા જ કહ્યું હતું ;  ડ્રીમબૉય જેવું કશું હોતું જ નથી . એ કદાચ તારી  સાથે જ ટાઇમપાસ કરતો હશે.  આજે એણે સાબિત કરી દીધું . 

  પરંતુ પૂજાનું મન માનતું નહોતું.  એણે આરતી ને કહ્યું ,  "હું તકલીફ માં  છું , તો  તું મને હેલ્પ કરવાની જગ્યાએ  સલાહો  આપી  રહી છું?"  

" શું મદદ કરી શકું આમાં હું તને? તને એના નામ સિવાય બીજું કાંઈ ખબર છે એના વિશે?" આરતી પોતાની સહેલી ની નાદાની પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું. 

" ખબર તો નથી !  ડેટિંગ ઍપ જોવું કદાચ ઑનલાઇન હોય તો?" પૂજા એ મન માં આશા ભરતા કહ્યું. પરંતુ એ ઑનલાઇન નહોતો. વૉટ્સએપ, ઈન્સ્ટાગ્રામ બધું જ ચેક કરી લીધું , પણ બધા માં એ ઑફલાઈન હતો.હવે શું કરવું કાંઈ જ સમજાતું નહોતું. 

પછી એમણે એમની ચેટિંગ  ફરી થી વાંચી , કદાચ એના પર કોઈ લિંક મળી જાય અને એ લોકો એનો કોન્ટેક કરી શકે. વાત વાત માં એણે પોતાના ઘર નું લોકેશન આપ્યું હતું. આરતી એ પોતાની  એક ફ્રેન્ડ એ  એરિયા માં રહેતા જણાવ્યું . અને એને આ છોકરા વિશે વિગત કાઢવા  કીધું.     ફોટો  પણ ફોરવર્ડ કર્યો.

   બીજે દિવસે એની ફ્રેન્ડ નો ફોન આવ્યો. અને એણે આરતી  ને સઘળી વિગત કીધી. આરતી નાં ચહેરા પર થી પૂજા એટલું તો સમજી ગઈ કે  ખુશ થવા જેવી વાત નથી. ડર થી એનું શરીર જાણે ઠંડુ પડી રહ્યું હતું.પરંતુ હવે સત્ય તો જાણવું  જ હતું. 

આરતી એ એને જે સત્યતા થી વાકેફ કરાવી એના થી પૂજા નાં હોંશ ઉડી ગયા.  એ ચીસ પાડી ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. હંસાબહેન પણ દોડી ને રુમ માં આવી ગયા. અને આરતી ને  એના રડવા નું કારણ પૂછ્યું . 

" આન્ટી ! મારી ફ્રેન્ડે પાકી વિગત આપી છે કે ! " કહી આરતી અટકી ગઈ.એના હોઠ સુકાઈ ગયા.ગળા માં ડૂમો ભરાઈ ગયો.

" બોલ અટકી કેમ ગઈ ?" હંસાબહેને પૂછ્યું.

" કાલે જ… એનું...  દેવ…… નું  ટ્રેન માં થી પડવા થી મૃત્યુ થઈ ગયું.  " બોલી આરતી ચોધાર આંસુડે રડવા લાગી. 

પૂજા ને સંભાળવી મુશ્કેલ થઈ ગઈ હતી. પરંતુ કાઉન્સિલ થી ત્રણેક મહિના પછી એ થોડી ઠીક થઈ હતી. એક દિવસ જ્યારે આરતી તેને મળવા આવી ત્યારે એણે કહ્યું, 
" આરતી ! તું સાચું જ કહેતી હતી ડ્રીમબૉય  જેવું કશું હોતું  જ નથી. પરંતુ મેં તારી વાત ના માની. તું સાચી પડી અને હું ખોટી.   એ રાત્રે મોડા સુધી વાતો,  ચેટિંગ , હસી મજાક , એનુ  પ્રેમથી બોલવું , અમારું  એકબીજા થી  રુક્ષ થઈ જવું,   એકબીજા ને  મનાવવું …….એ બધું જ હવે ડ્રીમ બની ગયું . એ  ડ્રીમબૉય હવે પાછો ક્યારેય નહિ આવે .  મારો દેવ મને હવે ક્યારેય નહી મળે.  મળશે તો ફક્ત ડ્રીમ માં……