અચાનક ધડાકો સાંભળીને અમે બધા ફટાફટ રૂમ માં ઘુસી ગયા અને બેડ પર જઈને સુઈ ગયા ત્યાં મનીયા ના ફોન માં કોઈક નો કૉલ આવતો હતો અમને તો નવાઈ લાગી કે રાતે 2 વાગે કોનો ફોન હશે મનિયાએ જોયું તો ભુપી નો કૉલ હતો મનીયાએ કૉલ રિસીવ કર્યો પછી ઉભા થઇ ને બારણું ઊધાડ્યું સામે કોઈક ઉભું હતું તે વ્યક્તિ અંદર દાખલ થઈ મેં નીરખીને જોયું તો તે ભુપી હતો પછી હું,અમન અને ગૌરવ પણ ઉભા થયા અને તેમની નજીક ગયા. પછી અમને ખબર પડી કે એ બૉમ્બ ભુપી એ ફોડ્યો હતો ફરી પાછા અમે લોબી માં આવ્યા કોઈ બીજું છે નાઈ એની ખાતરી કરીને નક્કી કર્યું કે બધા બૉમ્બ એકી સાથે મૂકી દઈએ જેટલા ફૂટે એટલા એટલે પછી ટેન્શન નઈ. એટલે નક્કી કર્યા પ્રમાણે બૉમ્બ રાખીને મનિયાએ દીવાસળી સળગાવી અને વાટ સળગાવી એકીસાથે ત્રણ બૉમ્બ એવા ત્રણ ઝૂમખાં બનાવીને રાખેલા નવ બૉમ્બ માં મનિયાએ આગ લગાડી દીધી અને અમે અમારા રૂમ માં અને ભુપી એના રૂમ માં ઝડપથી ઘુસી ગયા બેડ પર સુઈ ગયા અને બૉમ્બ ફૂટવાની રાહ જોતા કાન આડા હાથ રાખી દીધા. પાંચ થી છ સેકન્ડ સુધી રાહ જોયા બાદ અમારી મહેનત જીત માં બદલાઈ ગઈ ધડામ-ધડામ કરતા એક પછી એક એમ પાંચ ધડાકા અમારા કાનમાં સંભળાયા અમારા ચહેરા પર જીતની સ્માઇલ હતી તો પણ ચાર બૉમ્બ ના ફૂટવાનો અફસોસ તો હતો જ. સિરિયલ બૉમ્બ બ્લાસ્ટના મધુર (અમારા માટે મધુર બીજા બધા માટે તો કર્કશ)ધડાકાઓનો અવાજ સાંભળીને ઠાકુરભાઈ લોબી માં યુદ્ધના ધોરણે પહોંચી ગયા જેના અવાજ ની અમે નોંધ લીધી લોબીમાં લાઈટ ના હોવાથી તેઓ પાછા નીચે ગયા અને ટોર્ચ લઈને આવ્યા પણ હવે પસ્તાવા સિવાય તેમને કાંઈ મળવાનું ન હતું. બીજા દિવસે અમે નક્કી કર્યું કે હવે થોડાક દિવસ સુધી આ બૉમ્બ ની વાત કોઈ એ કરવી નઈ બધોજ મામલો શાંત થઈ જાય પછી નિરાંતે વાત કરવી. @@@@@@@@@@@@@@ હવે બીજી બાજુ કોલજ માં પણ આ વાત વીજળી વેગે ફેલાઈ ગઈ કે કોલેજની હોસ્ટેલમાં પણ બૉમ્બ ના ધડાકા સાંભળવા મળ્યા છે.અને એવી પણ વાતો થવા લાગી કે કોલેજમાં પણ હોસ્ટેલ વાળાઓએ જ બૉમ્બ બ્લાસ્ટ કર્યા છે. આવી વાતો સાંભળીને તો અમને પરસેવા છૂટવા લાગ્યા કે જો પકડાઈ જાસૂ તો લેવા-દેવા વગરના કોલેજમાં થયેલ બ્લાસ્ટ માં પણ આપણું નામ આવી જશે.પણ અમે નક્કી કર્યા મુજબ બૉમ્બ બ્લાસ્ટ વિશે અમારું મોં બંધ જ રાખ્યું હતું. સાત થી આઠ દિવસોમાંજ કોલેજના પ્રોફેસરોએ કથિત આતંકવાદીઓને પકડી પાડ્યા અને જાહેરમાં માફી મંગાવીને કેસ ડિસમિસ કરી દીધો. હોસ્ટેલ માં પણ ચેકીંગ આવ્યું હતું પણ અમે બોક્સ ને તો પહેલેથીજ ઠેકાણે પાડી ધીધુ હતું તેથી હવે પકડવાનો ડર નહોતો. @@@@@@@@@@@@ આમ ધીમે ધીમે કરતા અમારી ગાડી ચોથા સેમેસ્ટરના સ્ટેશને પહોંચી ગઈ હતી. હવે તો 50 મિનિટ ના લેકચર્સ પણ 50 કલાક જેવા લાગતા હતા.અને અમારી ટીમે આ 50 મિનિટ ના લેક્ચર્સ ને ટુકવવાનું નક્કી કર્યું.હવે નવા સેમ. માં ફેકલ્ટી પણ નવી નવી આવવા લાગી. અમારી કોલેજ નો ટાઈમ સવારે 8:00 વાગ્યાનો હતો એટલે સૌ-પ્રથમ ટાઈમ ટેબલ માં જોવાનું જો નવી ફેકલ્ટી નો લેકચર હોય તો 10 થઈ 15 મિનિટ મોડું જવાનું અને લેક્ચર પૂરો થવાની 10 મિનિટ ની વાર હોય ત્યારે અટેન્ડન્સ ના નારા લગાવવાના એટલે આમ જોવા જઈએ તો લેક્ચર 25 થી 30 મિનિટનો જ થઈ જતો. અને લેક્ચર પૂરો થઈ જાય પછી જોવાનું કે એના પછીનો લેક. કોનો છે જો કોઈ જૂની અથવા ખતરનાક ફેકલ્ટી નો લેક. હોય તો શાંતિથી બેસવાનું નહીંતર ..........
ક્રમશ: