He bhagwan madad karo books and stories free download online pdf in Gujarati

હે! ભગવાન મદદ કરો


હે! ભગવાન મદદ કરો
            

                    એક ખૂબ  છોકરો તેની મમ્મી સાથે ચાલતા ચાલતા રાત્રે લગભગ નવ વાગ્યે  ઘરે  પરત ફરી રહ્યા હતા .તે છોકરા નું નામ જતીન અને મમ્મી નું નામ ગીતા હતું તેઓ રાત ની ચાંદીની માં ચાલતા ચાલતા કુલ્ફી ખાવા નીકળ્યા હતા અને બરાબર ફાટક પાસે આવી ને ઊભા રહે છે.કારણ કે રેલવે  ફાટક એ બરાબર ગામ ની વચ્ચે છે અને ફાટક તેઓનું ઘર આવેલું છે. અને  તે ફાટક બંધ હતો. તથા ત્યા કોઈ હતું પણ નહીં અંધારુ ખૂબ હતુ અને ઠંડી પડી રહી હતી ત્યારે જતીન કહે છે કે મમ્મી ફાટક આજે ખોલતા કેમ નથી  ઓરડી માં જેમ પ્રકાશિત દિવો ઉજાસ આપે છે તેમ ત્યા એક કાકા હાથ માં દીવો લઇ ને જતીન પાસે આવે છે અને કહે છે બેટા થોડી વાર રાહ જોવી પડશે કારણ કે વીજળી ગુલ થઇ ગઇ છે અને રીપેરીંગ કામ ચાલુ છે અને આ રેલવે સ્ટેશન પર ટિપ્પણી મળી છે કે હમણાંજ થોડે દૂર એકસપ્રેસ ટ્રેન નું અકસ્માત થયુ છે અને તે આ ફાટક ઉપર થી પસાર થવાની  છે કે નથી તે ખબર નથી કેમ કે વીજળી નથી અને વચ્ચે થી વાત કટ થઈ  ગઈ છે અને હું બરાબર કહી શકતો નથી. અને એકસપ્રેસ ટ્રેન નો દરરોજ નો ટાઈમ થયો છે.  

            હા કિશન કાકા અમે અહી ઊભા રહીએ છીએ આ કાકા એ ખુબ મહેનતથી આ રેલ્વે ફાટક ને સંભાળે છે અને આજ સુધી માં આ ફાટક ઉપર કોઈ પણ વખતે આ કાકા ની કાળજી એ કોઈ અકસ્માત થવા દીધો  નથી અને દરવખતે કાકા કોઈ ને કોઈ જાન બચાવે છે. અને જતીન અને તેના  મમ્મી ઊભા રહે છે. અને ત્યારે અચાનક એક નાનો છોકરો ને જતીન જોઈ છે અને તે રેલ્વે લાઈન ઉપર જ હોતો અને તે ખૂબ દુર હતો અને 


        જતીન એ કિશન કાકા ને બુમ પાડે છે અને તેઓ બંને બાળક તરફ ભાગે છે .અને પાછળથી તેના મમ્મી ઊભા બુમ બરાડા પાડે છે અને જતીન તે છોકરા નો હાથ પકડે  છે અને કાકા ને છોકરો સોપે છે . અને ત્યારે તેનો પગ ફસાઈ જાય ત્યારે અેક ટ્રેન નો આવાજ આવે છે .કાકા ડરી ગયા અને કહે છે કે બેટા જલદીથી પગ કાઢવા ની કોશિશ કર પ્લીઝ બેટા નહી તો શું થશે આજે!! અને જતીન ના મમ્મી બોમો પાડે છે અને આજુ બાજુ ના લોકો ને મદદ માટે બોલાવે છે  અને જતીન સુધી પહોંચી જાય છે અને કાકા તેના મમ્મી ને તે બાળક સોપે છે. અને લોકો ત્યા જમા તો થાય છે પણ  ટ્રેન ખૂબ નજીક આવી રહી  હોય તેમ આવાજ આવવા લાગ્યો અને બઘા ડરી જાય છે અને બુમ બરાડા પાડે છે અને તેમાં એક મહિલા આવે છે અને કહે છે બેટા આ મારુ બાળક છે અને હું સાંજ ની શોઘુ છું અને હું પાસે જ રહુ છે એટલે રમતા રમતા તે અહી આવી ગયો. અને કહે છે બેટા તુ ખૂબ બહાદુર છે, ત્યારે જતીન ના મમ્મી બોલે છે બેટા જલદી કર પ્લીઝ, અરે કોઈ જતીન ની મદદ કરો. ત્યારે જતીન બઘા ને દૂર મોકલે છે અને ત્યારે તેની નજર ફાટક ઉપર પડે છે અને ફાટક માં  વચ્ચે થી લાઈન તૂટી ગઈ છે અને તરત તે કાકા ને અને તેના મમ્મી ને કહે છે .અને બંને ગભરાઈ  જાય છે અને બોલે છે બેટા હવે શું થશે એક બાજુ તારો પગ અને આ બાજુ આ લાઇન તૂટી ગઈ છે અને જો આજે અકસ્માત સર્જાયો તો શું થશે, આ  ટ્રેન અહી થી પસાર થતા જ લાઈન પર થી ઊતરી જશે અને લાખો લોકો ઘાયલ થઈ શકે છે અને ભયાનક અકસ્માત થઈ શકે છે, હે!  ભગવાન મદદ કર!!!!!! અમારી પર દયા કર,, અને  ટ્રેન નજીક આવી રહી હતી. તે સમયે જતીન જોર થી પગ ખેચી છે અને ભગવાન નુ નામ લેતા જ પગ નીકળી જાય છે. અને તે જમીન પર પટકાય છે અને ત્યારે તેને દિવો દેખાય છે અને ત્યારે તરત એક વિચાર આવે છે. અને પછી તરત કિશન કાકા અને જતીન બઘા ને લાઈન પર થી ઉતારે છે અને 
          પછી એક સાધન માં કપડાં ભેગા કરે છે. અને જતીન ની મમ્મી અને બીજા બહેનો તેઓ ની ઓઢણી કાઠી આપે છે અને પછી તેમાં આગ ચાંપી દીધી અને પછી તેના થી ટ્રેન ઈશારો કરે છે .અને તે સાઘન ને હાથ માં પકડે છે અને બંને હાથ ઊંચો કરી ને ઈશારો કરે છે. ગરમ હોવા છતાં જતીન અને કાકા પકડે છે. અને બઘા ભગવાન હાથ જોડીને નમન કરવા લાગ્યા અને બઘા લોકો ટ્રેન   ઊભી રહે અને હજારો લોકોની જાન બચી જાય તેજ વિચારે છે અને આગ ઘટી રહી હતી ત્યારે જતીન તેને પહેરેલ  સ્વેટર અને કાકા અે સાલ પણ આગ માં નાખી દીધી અને કાકા ગભરાઈ ને બોલે છે, ભગવાન મદદ કર!!!! અને અચાનક   ટ્રેન નજીક આવી ને ઊભી રહે છે અને લોકો હાશકારો અનુભવે છે અને જતીન અને કાકા જોર થી પકડેલ સાઘન ગરમ લાગવા થી છોડે છે અને ત્યારે તેઓ હાથ માં દાઝી જાય છે. 
              ટ્રેન ચલાવનાર  અને  ટ્રેન ના લોકો નીચે ઉતરી ને જોઈ છે અને ત્યારે જતીન અને કાકા ને ગર્વથી ધન્યવાદ આપ્યાં, ત્યારે  ટ્રેન ચલવનાર કહે છે કે વીજળી નથી એટલે આ આગ મને દુર થી દેખાય અને મે બ્રેક મારી અને અા અકસ્માત સર્જાયો નહી .આ બહાદુરી નું કિશન કાકા અને જતીન ને પુરસ્કાર એનાયત કરવામાં આવ્યું ." God is always great "


"ભગવાન હમેશાં મદદ કરે છે અને આપણા પ્રયત્ન હંમેશા મુસીબતો માંથી બહાર કાઢે છે "" Richa Modi "
બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED