ચલ,ચલ હવે અે પક્ષ તો પહેલા પણ ભ્રષ્ટ હતો અને આજે પણ છે ..મનન બોલ્યો ..
જોરદાર ડિબેટ ચાલતી હતી બન્ને વચ્ચે .. તને શુ ખબર તુ હજી ૨૫ વષઁ નો છે ..આ પક્ષ તો હજી હમણા હમણાં રાજ માં આવ્યો છે .." કૌશિક પોતાની વાત રજૂ કરતાં બોલ્યો..
મનન અને કૌશિક ખાસ મિત્રો .. દિલ થી સરખુ વિચારતા પણ દિમાગ થોડા અલગ હતા ..
અને સ્વાભાવિક છે . દરેકનું દિમાગ સરખું ના હોય ..
જો હોત તો ચૂંટણીઓ જેવી રમખાણ ની જરૂર જ ના પડતી .. આજ નાં નેતા ઓ એ ચૂંટણી ની વ્યાખ્યા બદલી કાઢી છે .. નેતાઓ ચૂંટણી લડવામાં એટલા ખોવાય જાય છે કે ના તો તેમને બોલવાનુ ભાન કે ના તો કંઈ કામ કરવાની અક્કલ ..
સત્તા પર થી દૂર થઈને તે સત્તા પર જવા માટે પોતાની જાત ને કેટલી નીચતા સૂધી લઇ જઇ શકાય તે શીખવુ હોય તો તે કદાચ આજ ના નેતા પાસેથી જ શીખી શકાય ..
મનન અને કૌશિક ગુજરાત માં અને આખા દેશ માં ચાલતી સ્પર્ધાત્મક કહેવાતી એવી કે જે બે કલાક ના પેપર માં આપણું ભવિષ્ય આપણને નક્કી કરી આપે.. અને જો લીક થાય તો આપણું ભવિષ્ય લીક કરી આપે.. એવી સ્પર્ધાત્મક પરીક્ષા ની તૈયારી કરતા હતા.. લાઈબ્રેરી માં સાથે બેસવાનું.. વાંચવાનું.. દરેક મુદ્દા પર ચર્ચા કરવાની પણ વિશેષ તો એ હતું કે તે બન્ને અલગ-અલગ પક્ષ નું સમર્થન કરતા હતા એટલે કોઇ પણ નવી જાહેરાત થાય એટલે ડિબેટ થાય જ.. પણ તેમણે એ ડિબેટ ને ક્યારેય પોતાની અંગત મિત્રતા માં દખલગિરી નથી કરવા દીધી..
એમનું રોજ નું routine સવારે જમી ને ભેગું થવાનું,બપોરે લાયબ્રેરી માં જઈને વાંચવાનું, સાંજે મસ્તી કરી, ચા પીને છુટા પડવાનું અને કયારેક તો રાતના 12 વાગી જાય ત્યાં સુધી લાયબ્રેરી માં તેમનું વાંચન ચાલતું હોય..
પરીક્ષા ની તૈયારી કરતા કરતા તેમનું નોલેજ એટલું વધી ગયું હતું કે તે બન્ને હવે પપ્પુ તો નહોતા જ રહ્યા.. આ બન્ને ની મિત્રતા એટલી ગાઢ થાય ગયી હતી કે રાજકારણ કે જાતિવાદ તો શું ગલતફેમી પણ તેમણે છુટા ના પડી શકે.. હવે આમ જ તેમણે મહેનત કરતા કરતા.. Struggle કરતા કરતા ત્રણ થી પાંચ વર્ષ વીતી ગયા.. પણ દર વખતે થોડા થોડા માર્ક્સ માટે બન્ને નું નસીબ કામ કરતુ નહીં..
એક દિવસ ની વાત બન્ને વાંચીને ઘરે જતા હતા.. મનન ને એક વિચાર આવ્યો.. કે જો દરેક પક્ષ પોતાનું નહીં માત્ર દેશ નું હિટ વિચારીને નિર્ણય લે તો નથી લાગતું કે કોઇ કોઈને વિરોધ કરે.. એટલું વિચારી ને મનન બોલ્યો.. " ચાલ, કૌશિક એક એક ચા થઈ જાય.. " કૌશિક બોલ્યો "ઓકે "
આટલી વાત કહીને બન્ને ટેબલ પર બેઠા અને ચા ની ચુસ્કી મારતા મારતા મનન બોલ્યો.. કૌશિક તને શું લાગે.. આપણા દેશ નું રાજકારણ કેવું છે?? પહેલા તો કૌશિક હસ્યો અને પછી બોલ્યો.. " તેમાં ક્યારેય ના પડાય એવુ "
મનન સહજતા થી પુછયુ..' કેમ?
કૌશિક કહે, રાજકારણ વિશે આજ સુધી સાંભળ્યું છે દરેક માણસ એમ જ કહે છે કે આમાં ક્યારેય ના પડાય.. આ એક એવો ઉકરડો છે જ્યાં આપણા પગ તો ખરાબ થાય જ સાથે સાથે આપણું થીંકીંગ પણ બદલાય...
મનન બોલ્યો તને એવુ નથી લાગતું કે રાજકારણ નો અર્થ આપણે બદલી શકીએ.. ત્યાં જ કૌશિક બોલ્યો.,' જો તું એવુ કહેવા માંગતો હોય કે આપણે આ રાજકારણ માં પડીયે તો હું નથી પડવા માંગતો ઓકે આ રાજકારણ માં.. મનન બોલ્યો., " આપણે ક્યાં રાજકારણ કરવાનું છે? આપણે તો રાજનીતિ કરવાની છે.. જે લોકો કોઈને કોઇ કારણ થી રાજ કરે છે.. એ પછી સત્તા હાથ પર લેવાનું કારણ હોય કે પોતાના પરિવાર ને સત્તા આપવાનું કે ભ્રસ્ટાચાર કરીને પોતાની તિજોરી ભરવાનું.. આવા બધા અંગત કારણો થી je રાજ કરે છે.. તે " રાજકારણ ".. અને જે નીતિ થી રાજ કરવા માંગે છે તે " રાજનીતિ "..
જો આ દેશ નો 50 કે 60 વર્ષ નો અંગુઠાછાપ પર લોકો વિશ્વાસ કરીને એને કોઇ સત્તા આપતા હોય તો.. શું ભણેલા યુવાન પર આ લોકો વિશ્વાસ નહીં કરે?
જેને બોલવાનું કે વાત કરવાનું ભાન નથી તેના પર વિશ્વાસ કરતા હોય તો.. તારા મારા જેવા આજ ના શિક્ષિત યુવાન પર વિશ્વાસ નહીં કરે??
લોકોને વિશ્વાસ હોય કે અંગુઠાછાપ સારી રીતે management કરી શકશે.. તો શું આપણા જેવા ગ્રેજયુંએટ અને 5 વર્ષ થી only reading કરતા હોય.. શું તે દેશ ની દિશા ના બદલી શકે? શું એ દેશ ની સેવા ના કરી શકે? શું એ દેશ નું હિત na વિચારી શકે?
આપણા દેશ માં હજી પણ એવા લોકો તો છે જ.. " જે દેશ નું વિચારીને મત આપી શકે.. "
જો તારા મારાં જેવા દરેક યુવાન રાજકારણ ને ઉકરડો માનીને તેનાથી દૂર થતા રહેશે તો આ ઉકરડા નું ખરાબ પાણી આપણને ડુબાડતા રાહ નહીં જોવે.. હું વિચારું છું કે હવે હું પણ ચૂંટણી લડુ..
હા.. હા તો હું તારા માટે હંમેશા ready ભાઈ.. તું શરૂઆત કર મારાં ભાઈ.. મેં તને પહેલા પણ કીધું કે મારે રાજનીતિ કરવી છે.. રાજકારણ નહીં.. હું ઈચ્છું છું કે સામેના પક્ષે મારાં વિરુદ્ધ તું જ ઉભો રહે.. કારણ કે મને વિશ્વાસ છે.. કદાચ હું હારીશ તો પણ તું આપણા વિસ્તાર ને તો સારી દિશા એ જ લઇ જઈશ. અને તું હારે તો મને હંમેશા સલાહ તો આપીશ જ ને.. બધાય કહે છે કે રાજકારણ ભલભલા ની મિત્રતા તોડી નાંખે છે.. પણ હું વિચારું છું કે આપણી મિત્રતા રાજકારણ ની વ્યાખ્યા બદલી કાઢશે..
છેવટે કૌશિક માન્યો અને કહ્યું પણ પ્રચાર માટે જે ખર્ચો થશે એ પૈસા ક્યાથી લાવીશું? મનન બોલ્યો, આપણે ખોટા ખોટા દેખાવડા નથી કરવાના.. અને જે કઈ પણ થોડો ઘણો ખર્ચો થશે તો મારાં પપ્પા ના ભેગા કરેલા પૈસા કયારે કામ આવશે? અને આપણે ક્યાં ખરાબ જગ્યાએ વાપરવાના છે.. દેશહિત માટે ની શરૂઆત જ કરવાની છેને.. અને કંઈક સલાહ લેવી હશે તો મારાં સબંધી માં છે નેતા તેમની પાસે થી લઈશુ..
શું કરે છે બન્ને મિત્રો?
જેમણે રાજકારણ ની ડિબેટ માં પોતાની મિત્રતા તો ના તોડી પણ રાજકારણ ની વ્યાખ્યા બદલવા તૈયાર થઈ ગયા..
પાર્ટ 2 coming soon..
લેખક :- સાર્થક પારેખ (sp)