છેલ્લા ભાગ માં જોયું તે પ્રમાણે..
થોડા દિવસો વીત્યા ચૂંટણી આવી .. તે બન્ને ના સબંધ દરેક સાથે એટલા સારા હતા કે આખુ શહેર તે બન્ને ને સારી નજર થી જોતું હતું અને કહેવાય ને કે બંને કૉલેજ સમય થી જ લોકો ની નજર માં સારા કામો કરીને ઉભરી આવ્યા હતા અને પાંચ વર્ષ થી પરીક્ષા માટે મેહનત કરતા હતા એટલે લોકો ને વિશ્વાસ તો હતો કે કંઈક કામ તો કરશે બન્ને.. તેના લીધે તે બન્નેને ચૂંટણી માટે ટિકિટ પણ મળી ગઈ..
પ્રચાર માં તે બન્ને બસ આટલુ જ કેહતા..
હું ના તો જીતવા આવ્યો છું..
ના તો આરામ થી જીવવા..
મારાં દેશ ને નવો રસ્તો આપવા..
મારું શિક્ષણ કામે લગાડવા આવ્યો છું..
ના તો હું તમારા પર ઉપકાર કરીશ..
ના તો હું તમારી ખુશામત..
દેશહિત અને આ માટી માટે..
જે સેવા કરવી પડશે..
એ મારું હિત વિચાર્યા વગર કરીશ..
જાતિવાદ અને પ્રાંતવાદ થી જીત્યા...
બહુ લોકો આજે..
પણ સમાનતા વાદ થી.. આ દેશ નો નાગરિક..
જીવશે તમારી સમાનતા માટે..
ના તો હું તમારા પર મારો દબદબો બનાવવા..
પણ, આ દેશ નો દબદબો દુનિયા પર રહે...
તે માટે આપણાથી બનતું..
આપણા દેશ માટે કરીશુ..
માન્યું તમે પણ મને એ રીતે જ જોશો..
જે રીતે આજના દરેક નેતા ને જોવો છો..
પણ વિશ્વાસ આપવું છું તમને..
હું બીજી કોઇ વ્યાખ્યા ભલે ના બદલી શકું..
પણ રાજકારણ ની વ્યાખ્યા જરૂર બદલી આપીશ..
ને ખોટા વાયદા કે ના ખોટા પ્રલોભનો..
આપણા વિસ્તાર નો ઉતરોતર વિકાસ
એજ મારું જીવનનું ધ્યેય રહેશે..
કેવું લાગે ને?
વાયદા વગર નું પ્રચાર?
કરજમાફી વગર નો પ્રચાર..? એકબીજાને નીચા દેખાડ્યા વગર નો પ્રચાર?
હસવું તો આવતું જ હશે..
કારણ કે આવી કલ્પના જ કરી શકાય..
પણ સાચું ક્વ ને તો આવી શરૂઆત આજનો શિક્ષિત યુવાન જ કરી શકશે..
કારણ કે આજની generation ભલે થોડી ઉતાવળી હોય.. થોડી shortcut હોય પણ.. તે એટલી જ પ્રામાણિક પણ છે.. એને કોઈને ગોળ ગોળ ફેરવવાનું નથી ગમતું.. ' જે છે એ છે...' આવું કેહવા વાળી છે આજની પેઢી..
અને આવી શરૂઆત યુવાન કરી શકશે કારણ કે જુના નેતાઓ તો એજ પુનરાવર્તન કરશે..
આગળ વાત કરું.. બન્ને ચૂંટણી લડ્યા.. અને કૌશિક થોડા વધારે મત થી જીત્યો અને જીત્યા બાદ પેહલો જ તે એના પ્રતિસ્પર્ધી એવા મિત્ર ને મળવા ગયો અને તરત કહ્યું " ભાઈ દેશહિત નો વિચાર તે કર્યો અને દેશ ની સેવા કરવા માટે મને બેસાડ્યો અને દેશ ની સેવા કરવા માટે મને બેસાડ્યો"..
મનન બોલ્યો 'સેવા તું કરે કે હું પણ મને એટલો તો વિશ્વાસ છે ના તો તું સત્તા નો મોહ રાખીશ પણ હમેશા દેશ નું હિતુ વિચારીશ.. '
કૌશિક બોલ્યો " રાજનીતિ તે મને શીખવી છે.. આગળ પણ તારી પાસે થી જ શીખીશ..
જીત્યા બાદ પણ બન્ને મિત્રો લાયબ્રેરી માં સાથે એક કલાક તો ગાળતા જ કારણ કે તે માનતા જો આપણે શીખતાં રહીશુ તો આપણે બીજાને કંઈક કહીશુ.. અને આવી રીતે જ તેમણે રાજકારણ ના પાંચ વર્ષ માં પોતાના વિસ્તાર ની સુરત અને રાજકારણ ની વ્યાખ્યા બન્ને બદલી કાઢી પણ છે તો આખરે રાજકારણ તે બન્ને ની મિત્રતા તોડવા માટે અલગ અલગ નેતાઓ ના પ્રલોભનો પણ તેમને મળ્યા.. પણ તે કોઈના થી ના છેતરાયા અને સફળતા પૂર્વક નીતિ થી રાજ કરીને રાજકારણ ને રાજનીતિ બનાવી..અને તે દિવસે તેમને લાગ્યું કે આપણા પાંચ વર્ષ નું વાંચન એળે નથી ગયું.. દેશ ને કામ તો આવ્યું..
સાહેબ, આપણને દેખાય છે આજે whatsapp માં, ઇન્સ્ટાગ્રામ માં અને fb માં દરેક જગ્યા એ દેશભક્તિ ઉભરાય છે.. અને ઉભરાવવી જ જોઈએ.. સલામ છે તે દરેક ને જે દેશ માટે આજે પણ કંઈક કરી બતાવા માટે હંમેશા તત્પર રહે છે.. પણ તે દરેક ને કહેવું છે.. તમને શું લાગે છે.. આપણી દેશભક્તિ માત્ર સોશ્યિલ મીડિયા સુધી જ સીમિત રાખવી છે.. આપણા દરેક નું મૂળ સરકાર જ છે.. જો એમાં જ ઠેકાણા નહિ હશે તો આપણી દેશભક્તિ મોબાઈલ સુધી જ સીમિત રહેશે.. જો આજ નો દરેક યુવાન રાજકારણ ને ખરાબ કહીને દૂર થતો રહેશે તો આ રાજકારણી ઓ તમને ચૂસી લેશે.. આજકાલ " ઘણા લોકો કહે છે.. આપણને તો રાજકારણ માં રસ જ નથી.. " અરે કેમ નથી.. ભાઈ રસ લેવો પડશે..જે આપણી દિશા અને આપણા દેશ ની દિશા નક્કી કરે છે.." તો સુ એમનેમ જ આપણે કોઈને પણ આપણો દેશ સોંપી દઇશુ??
એક મહાપુરુષ એ બવ સરસ વાત કીધી છે..
" જયારે યુવાન ની યુવાની, દેશભક્તિ અને શિક્ષણ દેશ ના કામ માટે લાગશે ત્યારે કોઈની તાકાત નથી કે તે દેશ ના વિકાસ ને રોકી શકે..
મારી કોઇ ત્રેવડ તો નથી કશું કેવાની પણ આખરે એટલું તો કહીશ જ કે જો તમે દેશ માટે ઊભા નથી તો જે દેશ માટે ઊભા છે.. તેમના માટે કઈ પણ દલીલ કરવાનો કોઇ હક નથી..
આપણું ભારત જેવું છે.. તેવું એને સ્વીકારી એમાં પોતાનાથી થાય એટલો ( 0.01 ) તેના વિકાસ માં ફાળો આપવો એ રાષ્ટ્રપ્રેમ માં જ શાણપણ છે..
બીજા દેશો સામે પોતાના દેશ ને તુચ્છ ગણવો એ ગાંડપણ છે..
કારણ કે ભારત માત્ર દેશ નહિ.. માતા છે.. એની શક્તિ ની ભક્તિ થાય નહીં કે ટીકા.. ?
હું વર્ષમાં બે વખત જ આવું છું..
હું દેશભક્તિ છું..
પણ ગર્વ છે મને.. હું ત્યારે પણ યાદ આવું છું જયારે..
જયારે સરહદ પર દેશ નો સપૂત શહીદ થાય છે..
પણ ગર્વ છે મને.. હું ત્યારે પણ બે કલાક માટે યાદ આવું છું જયારે..
જયારે કોઈ દેશભક્તિ થી ઉભરાતી ફિલ્મ જોવે છે..
પણ ગર્વ છે મને.. હું ત્યારે પણ ઉભરાવ છું..
જયારે દેશ નો કોઈ સારો નેતા દેશભક્તિ ની વાતો કરે છે..
પણ અફસોસ છે મને..હું ત્યારે નથી જાગતી..
જયારે કોઈ શિક્ષિત અધિકારી રિશ્વત લે છે.
પણ અફસોસ છે મને.. હું ત્યારે નથી જાગતી..
જયારે કોઈ મારાં દેશ ની દીકરી પર ખરાબ નજર કરે છે..
પણ અફસોસ છે મને.. હું ત્યારે નથી જાગતી..
જયારે સ્વચ્છ ભારત ના નામે કોઈ માત્ર દેખાવડો કરે છે..
અફસોસ તો મને બવ વાતો નો છે..
કારણ કે હું દેશભક્તિ છું..
બવ ગર્વ છે મને કે..
હું વર્ષ માં માત્ર બે વખત જાગું છું...
કારણ કે હું દેશભક્તિ છું .. જય હિન્દ ??
લેખક :- સાર્થક પારેખ ( sp )