Sangharsh books and stories free download online pdf in Gujarati

સંઘર્ષ - સંઘર્ષ જીવનના અંતિમ ક્ષણોમાં જીવવા માટે

અહીં હું મારા કાકા જેમણે 80 વર્ષે દેહ ત્યાગ કર્યો એના અંત સમય ની વાત રજૂ કરૂ છું.

મારા કાકા નો એક મહિના પહેલા મધુપ્રમેહ ખુબ ઓછો થઈ જતા હોસ્પિટલ મા દાખલ કરવા પડ્યા હતા. જ્યાં તેમનું મધુપ્રમેહ કાબુ માં આવી જતા સભાન અવસ્થામાં તો આવી ગયા પણ તેમના ફેફસા માં ઇન્ફેકશન ઘણું વધી ગયું હતું.
જેથી ડૉક્ટરે તેમના પુત્ર ને સલાહ અપીકે શ્વાસ નળીમાં છિદ્ર કરી ને ફેફસા નું ઇન્ફેકશન કાઢવું પડે તો તેમ ને રાહત મળશે.

હવે દ્વિધા એ હતી કે આ ઉંમરે શ્વાસ નળીમાં છિદ્ર કરવું કે પછી  કંઈ પણ કરાવ્યા વગર તેમને ઘરે લઈ જવા.
તેમની ત્રણ પુત્રી માંથી બે અમેરિકા રહે છે. જે તેમના પિતાના સમાચાર સાંભળતા જ અમેરિકા થી સુરત આવવા રવાના થઈ ગઈ હતી. હવે તેમના પુત્ર અને ત્રીજી બહેના પતિ એ નક્કી કર્યું કે શ્વાસ નળી માં છિદ્ર કરવુ.  જ્યારે શ્વાસ નળી માં છિદ્ર પાડવાનું નક્કી કર્યું તેમાં બે પુત્રિ ઓ જે અમેરિકા થી આવી હતી તે ઓપરેશન ની વિરુદ્ધ હતી. તેમનો અભિપ્રાય તેમના પિતા નું ઓપરેશન કરાવ્યા વગર  ઘરે લઈ જવાનો હતો. એમનો ઉદેશ તેમના પિતા ના જીવન ના છેલ્લા દિવસો પોતાના ઘરે કોઈ પણ ઓપરેશન ની યાતના વગર પસાર કરે એવો હતો. પણ તેમનો પુત્ર અને ત્રીજી બહેન વાળા જીજાજી નું માનવું હતું કે ઓપરેશન પછી કાકા પાછા હરતા ફરતા થઈ જશે એવી આશા હતી. એ આશા અંતે સાથે કાકા નું ઓપરેશન કરાવવા નું નક્કી થયું .

આ બે અલગ અલગ વિચારો ને કારણે તણાવ જેવી સ્થિતિ સર્જાઇ ગઈ હતી. પણ અંતે કાકા નું ઓપરેશન થયું  અને આ તણાવ ભરી સ્થિતિ માં એક સારા સમાચાર એ આવ્યા કે કાકા સભાન અવસ્થા માં આવ્યા, અને એક દિવસ માં પોતે આંખો અને હાથ ના ઈશારા થી વાતો પણ કરતા થયા . આ જોઈ ને અમને આશાનું એક કિરણ દેખાયું કે કાકા ભલે હલન ચલન નહિ કરી શકે પણ તેમના આત્મ બળ ના કારણે સારું અને લાંબુ જીવશે.

બે દિવસ પછી ડોક્ટરે ઓક્સિજન અને શ્વાસ નળી માં મુકેલી નળી કાઢી નાખશે એવી વાત કરી. આ વાત સભળતા જ બધા આનંદ માં આવી ગયા. બે દિવસ પછી ડોક્ટરે ઓક્સિજન કાઢ્યો ને વ્હીલ ચૈર પર બેસાડ્યા. થોડીજ વાર માં કાકા ની તબિયત અચાનક શરીરમાં ઓક્સિજન લેવલ  ઘટી જવાથી વધુ સિરિયસ થઈ ગઈ. તેમને તાત્કાલિક આઈસીયુ માં લઇ જઈ વેન્ટિલેટર ના સહારે ઈલાજ શરૂ કરવામાં આવ્યો.

હવે તેમની તબિયત પહેલા કરતા વધારે નાજુક થઈ ગઈ. હવે પાછા બધા દ્વિધા માં આવી ગયા કે હવે શું કરવું. તેમની પુત્રી ઓ જે અમેરિકા થી આવી હતી તેમણે પાછા કાકા ને આવી પરિસ્થિતિ માં ઘરે લઇ જવાની વાત જરા મજબૂતાઈ થી રજૂ કરી. અને એ વાત પર સર્વ સંમતિ બંધાઈ .
પણ ત્રીજી બહેન વાળા જીજાજી નો અભિપ્રાય અલગ હતો. તે એમ માનતા હતા કે જો કાકા ને ઘરે લઈ જઈશું તો ત્યાં તેમની સેવા કરવી વધારે મુશ્કેલ પડશે , માટે તે કાકા ની તબિયત માં થોડો સુધારો થાય ત્યાં સુધી હોસ્પિટલ માં જ રાખવા. આ બધા વિચાર વિમર્શ ના અંતે કાકા ને ઘરે લઈ જવાનું નક્કી થયું . ઘરે તેમના માટે  સહાયક અને ઓક્સિજન આપવાની બધી વ્યવસ્થા અગાવથી કરી દેવામાં આવી હતી.

આજે સત્તર દિવસ પછી કાકા પોતાના ઘરે આવ્યા. તે સાંજના સમયે કાકા એ બધા સાથે ઈશારા મા વાત કરી. આ સાથેજ અમે લોકો જુદા જુદા ડૉક્ટરોનો અભિપ્રાય લેતા હતા કે આગળ હવે શુ કરી શકાય. બધા ડોક્ટરો એકજ સલાહ આપતાં પરિસ્થિતિ માં કઈ સુધાર થશે નહીં. અને જો ઓક્સિજન માસ્ક કાઢી નાખશો તો વધારે લાંબુ જીવી નહીં શકે. આમ ને આમ ત્રણ દિવસ પસાર થય ગયા. ચોથા દિવસે રાત્રે અચાનક ઓક્સિજન સિલિન્ડર ના વાલ્વ માંથી ઓક્સિજન લીકેજ થઈ જતા કાકા ને ઓક્સિજન આપવાનું બંધ કરવું પડ્યું. એ રાત્રે અમેં બધા જાગતા રહ્યા. કાકા ઓક્સિજન વગર શ્વાસ લેવું ઘણું અઘરું પડતું હતું. તે સભાન અવસ્થા માં તો ન હતા પણ જે શ્વાસ લેવાની પ્રક્રિયા જાણે એવી હતી, તે કોઈ ક્ષણ શ્વાસ લેતા તો કોઈ ક્ષણ શ્વાસ છોડી દેતા. આખી રાત અમે લોકો પ્રત્યેક કલાકના અંતરે તેમના ધબકારા તપાસ્યા કરતા હતા. અમે લોકોએ માની લીધું હતું કે હવે કાકા નો અંતિમ સમય નજીક છે. આ સમયે હું વિચારતો હતો કે કાકા મરવા માટે સંઘર્ષ કરી રહ્યા છે કે જીવન માટે.

બીજા દિવસે અમારા આશ્ચર્ય વચ્ચે કાકા ભાનમાં આવ્યા અને બધા સાથે આંખના ઈશારા થી વાતો કરવા માંડ્યા.
સાત દિવસ પછી સહાયક ને રજા આપી દઈ એમનો પુત્ર જાતે કાકા ની સેવા કરવા માંડ્યો. પણ બે દિવસ બાદ એમણે પોતાના દેહ નો ત્યાગ કર્યો.

આ ધટના સામાન્ય લાગતી હશે પણ આ દિવસો નો અનુભવ કંઈ અલગ હતો .

આ પરિસ્થિતિ મા પરિવાર ના પ્રત્યેક સદસ્ય ના વિચારો અલગ હતા. કોઈ કાકાને ઓપરેશન વગર ઘરે લાઇ જવા માંગતા હતા અને કોઈ કાકાનું ઓપરેશન કરાવવુ એ માનતા હતા. અંતે તો બધા કાકા નું હિત ઈચ્છતા હતા. કોઇ એમનો મુશ્કેલ પણ જીવન આપવા માંગતુ હતુ તો કોઈ એમને સંતોષ કારક મૃત્યુ. માત્ર વિચારો અલગ હતા પણ ભાવના એક હતી ...

એક બાજુ ઓપરેશન વગર કાકા ને લઈ જતે તો પુત્ર ને પોતાનો આત્મા ડંખતે કે મેં મારા પિતા ને જીવતા રાખવા માટે કોઇ કોશિષ ન કરી. જ્યારે બીજી બાજુ તેમનું ઓપરેશન કરાવી મેં મારા પિતાને જીવતા રાખવા પૂરતો પ્રયત્ન કર્યો એવી હૈયા ધારણા રહે.
પણ સિક્કાની બીજી બાજુ વિચારી એ તો કાકા ને ઓપરેશન વગર ઘરે લઈ જતે તો તેમણે જે છેલ્લા કઠિન સમય કઢયો તે યાતના માંથી પસાર થવું નહિ પડતે.

આપણે પોતાને કાકા ના પુત્ર ની જગ્યા એ મૂકીને જરા વિચારવા જેવું છે કે આપણે કાકા માટે કયો નિર્ણય લઈ શકયે કે જેથી કાકા ને એટલું દુઃખ વેઠવું ન પડતે. મારા ખ્યાલ થી બે માંથી કોઈ એક પણ નિર્ણય લેવો સહેલો નથી.

મારે માટે એ સમજવું મુશ્કેલ હતુ કે કાકા એ જીવવા માટે સંઘર્ષ કર્યો કે  મૃત્યુ માટે. કાકા એ આ કટોકટી ના દિવસો માં ત્રણ વાર મોતને હાથતાળી આપી.

દરેકે જીવવા માટે તો સંઘર્ષ કરવોજ પડે છે પણ મૃત્યુ માટે પણ એટલો જ સઁઘર્ષ કરવો પડતો હોય છે એ જાણીને આશ્ચર્ય થયું .

મારા મતે મૃત્યુ બાદ સ્વર્ગ કે નર્ક જેવુ કશું હોતું નથી, આપણે જીવનમાં જ સ્વર્ગ અને નર્ક નો અનુભવ કરીએ છે. મૃત્યુ તો ક્ષણ છે પણ જીવન ની પ્રત્યેક ક્ષણ આ ક્ષણ ની રાહ જોતા વિતાવી એ કરતા એને જીવવી જરૂરી છે...


બીજા રસપ્રદ વિકલ્પો