pragati na prearak vakyo shu chhe ? books and stories free download online pdf in Gujarati

પ્રગતિ ના પ્રેરક વાક્યો શું છે ?

કેટલીક વાર આપણી સાથે એવું બનતું હોય છે કે આપણે ખૂબ જ મહેનત કરીએ છે પણ આપણે જોઈ તેટલું પરિણામ મેળવી શકતા નથી. આ પાછળનું એક જ કારણ છે કે આપણે તે મહેનત કરવા તરફ માત્ર ને માત્ર ઝંપલાવ્યુ હોય છે આપણા મન થી કે પછી દિલ ની ઈચ્છા થી આપણે તે કામ કરેલું હોતું નથી. જ્યારે  આપણી પાસે આપણા મના ની એક અટલ ઈચ્છા હોય છે ત્યારે આપણે કોઈ પણ કામ ઓછા પરિશ્રમ થી સાકાર કરી શકીએ છીએ જે એક સનાતન સત્ય જ છે.જો આપણે આ પ્રેરક બળ મેળવવું હોય તો સૈાથી સરો ઉપાય છે સુવિચારો એટલે કે quotes. કોઈ પણ સુવિચાર નો લેખક પોતાના સુવિચાર માં પોતાના અનુભવો તથા પોતાના વિચારો નાખી સુવિચાર ને ખૂબ જ ઉપયોગી બનાવે છે.
          આ સમાજ તથા આ સમય માં સૌથી વધારે પ્રગતિ એ જ મનુષ્ય કરી શકે છે કે જે પોતાના અનુભવો થી તો શીખતો જ રહે પણ સાથે સાથે તે બીજાના અનુભવો શીખે.બીજાના અનુભવો પરથી શીખનાર ની પ્રગતિ બીજાની સાપેક્ષે વધુ થાય છે તે દેખીતી વાત છે. આજ કાલ નો સમય એક બીજાને પાછળ પડી આગળ નીકળવાનો છે. આ માટે જે માણસ માત્ર અને માત્ર પોતાના જ અનુભવો પૂરતો સક્ષમ છે તેની પ્રગતિ ખૂબ જ ધીમી છે પરંતુ જેનામાં ક્ષમતા બીજાના અનુભવો મેળવવાની છે તે જ પોતાની success ઓછા પરિશ્રમ તથા ઓછા પ્રયત્નો થી સાધી શકે છે.
            બીજાના અનુભવો શીખવા માટે સુવિચારો તો જરૂરી જ છે પરંતુ તેની સાથે એક કામ ખૂબ જરૂરી છે અને તે છે નોન ફિક્શન પુસ્તકો વાંચવાનું.કારણકે તે પુસ્તકો માં લેખક પોતાની બધી ભૂલો તથા પ્રગતિ ના દરવાજાઓ જણાવે છે .જો આપણે જે ક્ષેત્રે આગળ વધવું છે તે ક્ષેત્ર ના કેટલાક પુસ્તકો આપણે વાંચી લઈએ તો આપણા માટે પ્રગતિ મેળવવાનું ખૂબ સર થઈ પડે છે . જો કોઈ ભૂલ ભુલાઈ નો રસ્તો આપણને ખબર હોય તો પછી તેમાં ઘૂસતાં ની સાથે જ આપણે સાચો રસ્તો મેળવી લઈએ છે તેમ કોઈ top ઉપર ઉભેલી વ્યક્તિ ના દરેક પગલાં જો આપણે જાણીએ તો આપણને success મેળવતા વાર નથી લાગતી.
             આવુજ કંઇક કામ સુવિચારો કરે છે .તે મનુષ્ય ને પ્રગતિ નો પંથ બતાવે છે. તે અંધારી રાત્રિ માં દીવાદાંડી નુ કર્યા કરે છે. આ વિશ્વમાં માં જે લોકો પોતાની પ્રગતિ સાધી છે તે લોકો બીજાની પ્રગતિ ની પણ ઈચ્છા રાખતા હોય છે પરંતુ તેવા ખૂબ ઓછા હોય છે અને તેમની જ પ્રગતિ સાચી પ્રગતિ કહેવાય છે બીજાની નહિ.તેવા લોકો બીજા માટે પુસ્તક લખી સમાજ ને તેમનો સંદેશો આપે છે.અને કે તે સંદેશનું પાલન કરે છે તેઓ માટે પ્રગતિ નો રસ્તો સામે હોય છે.
         આ રસ્તા ઓ માં કેટલાક અઘરાં રસ્તા હોય છે તો કેટલાક ખૂબ જ સહેલા રસ્તાઓ હોય છે . અઘરાં રસ્તા ની વાત તો નથી કરવી પરંતુ સહેલા રસ્તા ની વાત કરીએ. તમારા મુતબિત સૈાથી સહેલો રસ્તો કયો હોય શકે ? જો તમે કોઈ વિદ્યાર્થી છે તો તમે વિચારશો કે સહેલો રસ્તો એ છે કે તમે તમારું પુસ્તક ગોખી નાખો કે પછી એવું થાય કે તમે માત્ર એક જ chapter વાંચો અને તમને આખી પાઠ્ય પુસ્તક મોઢે થઈ જાય .જો તમ કોઈ વ્યાપારી છે તો તમારા માટે સહેલો રસ્તો તમે એ પસંદ કરો કે માત્ર એકજ વસ્તુ વેચવાની અને તમને તેના બમણાં પૈસા મળે કે તેથી પણ વધારે મળે પણ તે શક્ય નથી . 
         જોવા જઈએ તો આ રસ્તાઓ માત્ર કામચોરી તરફ લઈ જાય છે.જે અયોગ્ય છે પરંતુ વાત તો સહેલા રસ્તા ની છે તો તે સહેલો રસ્તો છે કયો ? 
      તે રસ્તો છે પ્રગતિ ના વાક્યો સદી ભાષા માં કહેવાય તો સુવિચારો કે જે ઊર્જા થી ભરપુર હોય. વૈજ્ઞાનિક ભાષા માં તો એવું કંઇ જ ન હોય કારણ કે કોઈ વાક્ય કે જેમાં અઢળક ઊર્જા કે શક્તિ હોય તે તો અશક્ય છે પરંતુ સુવિચારો નુ વિજ્ઞાન જ જુદું છે.
       Quote એ છે કે જે સાંભળી ને રણ માં ખોરાક શોધતો કોઈ માણસ માત્ર એક વાક્ય વાંચી પોતાની ભૂખ તરસ છોડી ભાગી ને રણ પાર કરી દે. પ્રેરક વાક્યો એટલે બીજું શું ? કે જે મનુષ્ય ને એટલી બધી ઊર્જા આપે ? 
         આવા કેટલાક વાક્યો માં એટલી શક્તિ હોય છે કે વ્યાપારી દિવસ રાત જોયા વિના કામ કરી રાતોરાત પોતાને અમીર બનાવી દે છે. તેવા વાક્યો માં એટલી શક્તિ હોય છે કે કોઈ વિદ્યાર્થી પરિક્ષા ના આગળ ના દિવસે પોતાનો અખો કોર્સ પૂરો કરી દે પછી ભલે તે ક્યારે પણ શાળા માં ભણ્યો ના હોય .
        પ્રગતિ સ્થાપવાનો બીજો સરળ રસ્તો શું જ્યારે માત્ર થોડાક શબ્દો જ વાંચી ને કામ કરવા માટે ની શક્તિ મળતી હોય અને કામ પણ આપણા પરિશ્રમ નુ હોય.
       તમને થશે કે આવા માત્ર કેટલાક શબ્દો ધરાવતા વાક્યો મળે ક્યાં ? આવા વાક્યો નો સ્ત્રોત તમે અહી થી મેળવી શકશો કે જે વાક્યો ને વાંચી કોઈ તમારી પ્રગતિ રોકી ન શકે.
          તમને હવે પછીના ભાગો માં કેટલાક સુવિચારો તથા motivational quote મળશે કે જે તમને પોતાના કર્યો કરવા માટે ઊર્જા આપતા રહેશે. તમે તેવા વાક્યો વાંચી શકશો તથા તેનો વિસ્તાર પણ સમજી શકશો.તમે english quotes તમારી માતૃભાષા માં તેનો અર્થ પણ સમજી શકશો.

બીજા રસપ્રદ વિકલ્પો