સૂરજ આથમી રહ્યો હતો અને મોડી સાંજ થઈ ગઈ હતી. પંખીઓ પોતાના માળા તરફ જઈ રહ્યા હતા. ધીમો પવન વહી રહ્યો હતો ઝાડ-પાન ધીમે ધીમે ડોલી રહ્યા હતા. આમ પણ ગામડાઓમાં સાંજ થોડી વહેલી પડે છે. અંધકારે પોતાનું સામ્રાજ્ય ફેલાવાનું શરૂ કરી દીધું હતું.
કૃતિ ઝડપથી ઘર તરફ પગ ઉપાડી રહી હતી. તેને આજે ઘરે આવતા થોડું વધારે મોડું થયું હતું. તે શહેરમાં એક ક્લિનિકમાં નર્શ હતી. ગામ તરફ જતો એક માત્ર રસ્તો હમણાં સુમસામ ભાસતો હતો. ગામ આમપણ નાનું જ હતું દિવસે માંડ થોડા વાહનો આવતા તે પણ ગામના લોકો જ મૉટે ભાગે. સાંજ પડ્યે સૌ પોતાના ઘેર ભેગા થઈ જતા. તેનું કારણ હતી એક અફવા.
એ અફવા મુજબ આજથી 30-35 વર્ષ પહેલાં જ્યારે ગામ સાવ નાનું અમથું હતું ત્યારે ગામથી દૂર મેન રસ્તા પર આજની જેમ જ બસ પકડવા જવું પડતું હતું. ત્યારે ગામને મેન રસ્તાથી જોડતો રસ્તો સાવ કાચો અને ધુળીયો હતો. એક દિવસ એક પતિ પત્ની અને તેમનું 5 વર્ષનું બાળક શહેર કોઈ કામ અર્થે ગયા હતા તેમને આવતા લગભગ રાત પડવા આવી હતી. તે ગામ તરફ જતા રસ્તે ઝડપથી આગળ વધી રહ્યા હતા ત્યાં અચાનક તેમનો રસ્તો કેટલાક ડાકુઓએ રોકી લીધો. તેમને ધમકાવી તેમનો કિંમતી સામાન છીનવી લીધો અને તેમને જવા કહ્યું તેઓ ભગવાનનો આભાર માની ચાલવા લાગ્યા. અચાનક તે સ્ત્રીને તે ડાકુઓએ ખેંચી લીધી અને પતિના પેટમાં ચાકુ હુલાવી દીધું અને પત્નીને વરફરતી તે હસખોર શેતાનોએ પોતાની હવસનો શિકાર બનાવી તેને પણ મોતને ઘાટ ઉતારી દીધી. આ ઘટના દરમિયાન તેમનું નાનું બાળક ક્યાંક ચાલી ગયું હતું. બીજે દિવસે ગામમાં આ વાતની ખબર પડી ત્યારે સૌ દુઃખી થઈ ગયા. તે પતિ પત્ની સાથે તેમનું એક બાળક પણ હતું એમ જાણતા તેની શોધખોળ હાથ ધરાઈ અંતે છેક સાંજના સમયે તે બાળક પણ ખેતરોમાંથી મૃત મળી આવ્યું. આ કરુણ ઘટનામાં મૃત્યુ પામેલા નિર્દોષ દમપતિ અને તેમના બાળકની આત્મા ત્યાં રાત્રે એકલ-દોકલ લોકોને ડરાવે છે.
આ આખી ઘટના કૃતિને તેની માએ કહી હતી તેથી તેને થોડો દર લાગી રહ્યો હતો. તે જલ્દીથી ઘરે પહોંચી જવા માંગતી હતી. તેના ફોનની રિંગ વાગી આમ તો વોલ્યુમ સ્લો હતો પણ આવા સુમસામ રસ્તે કૃતિના ફોનની રિંગ વાતાવરણમાં ગુંજી ઉઠી. કૃતિએ ફટાફટ મોબાઈલ પર્સમાંથી બહાર કાઢી ઉઠવ્યો નામ વાંચ્યા વગર. સામે હેલો સાંભળવા રાહ જોવા લાગી પરંતુ સામેથી કોઈ અવાજ ન સંભળાયો તેથી કૃતિ હેલો કોણ કહ્યું. સામેથી કોઈ રિસ્પોન્સ ના મળતા કૃતિએ ફોનમાં નંબર જોવા લાગી નમ્બર અજાણ્યો હતો તેથી કૃતિ ફોન કટ કરી ફલેશ લાઈટ ચાલુ કરી ચાલવા લાગી. એટલામાં પવન જે અત્યાર સુધી ધીમે વહી રહ્યો હતો એ જોરથી વહેવા લાગ્યો જેના લીધે ઝાડના પાન ડોલવા લાગ્યા અને આ અંધારી રાતમાં બિહામણો અવાજ ઉતપન્ન થયો. કૃતિ થથરી ગઈ. અચાનક તેની પાછળ ખભા પર થન્ડો હાથ મુકાયો. કૃતિનું હૃદય એક ધબકારો ચુકી ગયું. તે પાછળ ફરી જોવા માટે કે કોણ છે. પાછળ ફરી તો જોયું કોઈ ન હતું તેને થયું થંડી હવાની લહેરખી હશે. એમ વિચારી આગળ ફરવા જતી હતી ત્યાં કોઈ સ્ત્રીનો કરુણ રુદન કૃતિના કાને સંભળાયો. તે ઝાડીઓમાંથી આવી રહ્યો હતો. કૃતિ વ્યવસાયે નર્સ હતી અને તે સ્વભાવે દયાળુ હતી પરંતુ તે વિચારવા લાગી કે આ સમયે ત્યાં કોણ હોઈ શકે? તેણે ત્યાં જવું ખતરનાક હોઈ અહીંથી બમ પાડી, ' કોણ છે? ' ત્યાંથી કોઈ પ્રત્યુત્તર ન મળતા કૃતિ હિંમત એકઠી કરી જોરથી બૂમ પાડી કહ્યું, ' કોણ છે? ' સામેથી બસ રુદનનો અવાજ આવી રહ્યો હતો. કૃતિ હવે ત્યાં વધુ રોકવા ન હતી ઇચ્છતી તેથી તે ઝડપથી ચાલવા લાગી. થોડે દુર જતા કૃતિને સતત એવો આભાસ થઈ રહ્યો હતો કે કોઈ તેની પાછળ તેની ઝડપે આવી રહ્યું છે. કૃતિને પાછળથી કોઈન નાના બાળકનો હસવાનો અવાજ સંભળાયો. કૃતિ હવે સમજી ચુકી હતી કે આ પેલું દંપતિ અને તેમનું બાળક છે. કૃતિ આ વખતે પાછળ જોવા વગર હસવાનો અવાજ ન સંભળાતો હોય એ રીતે ચાલવા લાગી. કૃતિ હવે અડધાથી વધારે રસ્તો કાપી ચુકી હતી. રસ્તે એક પીપળાનું ઝાડ આવતું હતું ત્યાં કૃતિ કઈક સફેદ દેખાયું. કૃતિ ધ્યાનથી જોવા લાગી તો ત્યાં એક સફેદ કપડાવાળો પુરુષ ત્યાં લટકી રહ્યો હતો તેના પેટમાંથી લોહી નીતરી રહ્યું હતું. નજીકથી પસાર થતી વખતે તે પુરુષ કૃતિના પાસે ઘડામ દઈને પડ્યો. કૃતિ ખૂબ ઘબરાઈ ગઈ તે હવે જોરથી દોડવા લાગી. હવે પાછળ તેને નાના બાળકનો હસવાનો અવાજ અને સ્ત્રીનો રડવાનો અવાજ આવી રહ્યો હતો તેની પરવાહ કર્યા વગર કૃતિ મનમાં ઈશ્વરનું નામ લઈ દોડતી રહી. દોડતા દોડતા તે અચાનક પડી ગઈ અને તેનો મોબાઇલ તેના હાથમાંથી પડી ગયો. મોબાઈલ પડવાથી તેની બેટરી છૂટી પડી ગઈ અને અંધકાર છવાઈ ગયો. કૃતિ હવે અત્યંત રડમસ થઈ ગઈ હતી. તે આમતેમ હાથ ફેરવી મોબાઈલ શોધવા લાગી મોબાઇલ અને બેટરી જડતા તેને ફિટ કરી સ્વિચ ઓન કર્યો. ફોન ઓન કરી ફ્લેશ ચાલુ કરી કૃતિ પાછી દોડવા લાગી. હવે ગામ બહુ દૂર ન હતું. થોડે આગળ પહોંચી એક નાનું સરખું મંદિર કૃતિ ફટાફટ પગથિયાં ચડી અંદર ચાલી ગઈ ત્યાં પણ કોઈ ન હતું. પૂજારી પણ સાંજે પોતાના ઘરે જતા રહે છે. તેથી કૃતિ ભગવાનને પ્રાર્થના કરી. હવે અહીંથી થોડા કદમ પછી ગામના ઘરો શરૂ થતાં હતાં. કૃતિને હાશ થઈ કે તે આખરે પહોંચી ગઈ.
આ અનુભવ કૃતિને જીવનભર યાદ રહેવાનો હતો. કૃતિ ફરી ક્યારેય અહીંથી રાત્રે ન આવવાનો નિર્ણય લીધો. તેણે તેના ઘરે આ વિશે કઈ ના કહ્યું.
..............
સમાપ્ત.
@@@@@
લિ. સાયમાં
.............
નોંધ: આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે.
...
મિત્રો મારી નોવેલ 'દહેશત' તમે માતૃભારતી પર વાંચી શકો છો. આ વાર્તા જો તમને ગમી હોઈ તો રેંટિંગ ચોક્કસ આપજો.
...
ઇન્સ્ટાગ્રામ @sayma_0705