રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૮ BINAL PATEL દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૮

રંગીન દુનિયાનું મેઘધનુષ્ય-૮

આખરે જેકી,વિકી અને હૅલનનું સાથે બેસીને ચર્ચા કરવાનો સમય આવી ગયો અને જેકીએ બધી જ વાત માંડીને કરી પછી બધા રાતના અંધકારમાં આશાના કિરણને શોધતા પોઢી ગયા. હવે આગળ,

વિકીને પહેલેથી જ સવારે ઉગતા સૂરજ સાથે ખુશ થઈને અને તાજગી અનુભવીને જાગવાની આદત એટલે સૌથી પહેલા સૂરજના એ કિરણોની પહેલી ઝલક આંખ પર પડી પછી રોજના નિત્યક્રમ પ્રમાણે ખુલ્લી હવામાં આંટો મારવા ગાર્ડનમાં ચાલવા લાગ્યો અને પોતાની જ જાત સાથે વાતો કરતો હોય એમ,
કેટલી તાજગી છે ને આ હવામાં, રાતના અંધારને ચીરીને આ સૂરજના કિરણો નવા સપનાઓ સાથે રોજ આવે છે અને મનને શાંતિની અનુભૂતિ કરાવે છે. કેટલું સહેલું છે ને કુદરત સાથે મેળાપ કરવો! વીતેલી રાતની એ ખોફનાક ક્ષણો અને અત્યારે સોનેરી સવારે ઉગેલો સૂરજ કેટલી બધી તાજગી ભરી દે છે ને! નવી તંદુરસ્તી-તાજગી અને નવા વિચારોથી સવાર આજે કાંઈક હકારત્મક સંદેશો આપે છે.(આંખ બંધ કરી ઊંડો શ્વાસ લઇ નવી તાજગી અનુભવી રહેલો વિકી બાહો ફેલાવી ઉભો છે અને આકાશ તરફ નજરો કરીને જાણે અંતરમનને પ્રફુલ્લિત કરી રહ્યો છે)

'ગુડ મોર્નિંગ વિકી.', જેકી અને હૅલન સાથે જ આવ્યા.

'ગુડ મોર્નિંગ.... જાગી ગયા તમે બંને ? તને કેવી છે હવે જેકી?? માથું ભારે લાગે છે હજી?', વિકીએ આવતા સાથે જ પૂછી લીધું.

'ના ના.. સારું લાગે છે. થોડો આરામ કરીશ એટલે ઓલ રાઈટ થઇ જઈશ. 'હૅલન માં' તમને નીંદર તો આવી' તી ને??', જેકીએ પૂછ્યું.

'હા. આવી'તી .. પરંતુ આગળ શું કરીશું હવે એ વિષે વિચારીને ઊંઘમાં જ ઝબકી જતી હતી. જિંદગીએ બહુ બધું એમ જ પૂછ્યા વગર અને અણધારી રીતે લઇ લીધું છે હવે તમને બન્નેને કોઈ પણ સંજોગોમાં ખોઈ નહિ શકું એટલી તાકાત નથી રહી આ આધેડ જીવમાં.', હેલને થોડી ચિંતાતુર સ્વરે કહ્યું.

'જિંદગીમાં નવો દિવસ નવી સવાર એક નવી આશા લઈને જ આવે છે 'હૅલન માં'. એ આશાનું કિરણ કઈ દિશાથી ક્યાં દસ્તક દેશે એ શોધવાની જવાબદારી આપણી હોય છે. જયારે જિંદગીમાં બધા જ દરવાજા બંધ થઇ જાય એવું લાગે ત્યારે જોઈ લેવું કે ક્યાયક કોઈક બારી તો ખુલ્લી જ હશે. બસ આપણે એ બારીને શોધવાની છે. નિરાશ થઈને રાતની વાતોને કે ઘટનાને વાગોળવાથી તો દુઃખ સિવાય કઈ નહિ મળે. સમજી શકું છું કે અત્યારે આપણા બધાની હાલત શું છે! માનસિક અને શારીરિક બધી રીતે આપણે થોડા હાલી ગયા છીએ પરંતુ હિમ્મત રાખીને આખી પરિસ્થિતિને આપણે ભેગા મળીને થાળે પાડવાની છે.', વિકી બંને ને સંબોધીને બોલ્યો.

'દોસ્ત, વાત તો તારી ૧૦૦૦% સાચી છે, પરંતુ આવી પરિસ્થિતિમાં શબ્દોથી કામ ચાલે એમ નથી. મને તારી જેમ ધીરજથી કામ લેતા નથી આવડતું એ તું જાણે જ છે. કોઈ પણ અણધારી તકલીફમાં હું મારા જાત પરથી કાબુ ઘુમાવી દઉં છું અને પછી કાંઈક એવું કરી બેસું છું જે મને ભવિષ્યમાં વધારે તકલીફમાં મૂકે છે. પેલા વ્યક્તિ સાથે મેં જીભાજોડી ના કરી હોત, બળ નહિ પરંતુ કળથી કામ લીધું હોત તો આ બધું ના થયું હોત. મારી એક ભૂલ આજે મારા પોતાના જ લોકોના જીવનમાં તકલીફ સર્જી રહી છે એ વાતનું દુઃખ મને સતત સતાવ્યા કરે છે.', જેકી પસ્તાવા સાથે બોલ્યો.

'જેકીડા,,,,,,,,, બધું જ બાજુમાં મૂકીએ. મને તો બહુ ભૂખ લાગી છે, હૅલન કાંઈક સરસ ચાહ, કૉફી ,નાસ્તો કરીએ પહેલા?',

'હા વિકી, બહુ દિવસે મને અંદરથી આનંદ અનુભવાઈ રહ્યો છે. પરિવારની કમી નથી લાગી રહી. એટલે આજે હું બધા માટે કાંઈક સરસ બનાવીશ. જેકી તું બટાકા પૌઆ જ ખાઈશ કે ભજીયા વિકી માટે બને છે એ ખાઈશ?? અરે! હા, વિકી, આ તારોં દોસ્ત હરહંમેશ આવે એટલે બટાકા પૌઆ જ ખાય નાસ્તામાં એટલે જરાક પૂછવું સારું ને! ,' હૅલન આંખ મારીને જેકીને ખીજવી કિચનમાં ગઈ.

વિકી અને જેકી ગાર્ડનમાં કૉફી ટેબલ પર બેસીને વાતોએ વળગે છે.

'જેક્સ(જેકી), હજી તને બટાકા પૌઆ એટલા જ પ્રિય છે?'

'હા, હજી એ જ બધું મારુ પ્રિય છે જે પહેલા હતું બસ આ વિદેશમાં આવ્યા પછી બધું પહેલા જેવું રહ્યું નથી દોસ્ત. જિંદગી આખે-આખી બદલાઈ ગઈ છે. સ્વદેશ અને પરદેશ વચ્ચેનો મતલબ ખબર પાડવા લાગી છે. 'હૅલન માં' મળ્યા, પછી સમય સંજોગો સંગ તું પણ મળ્યો એટલે વતનની યાદ વધારે સતાવી લાગી. જિંદગીએ ફરી ખેલ શરૂ કર્યો. પછી તો શું થયું એ બધું તને ખબર જ છે.', જેકી ઊંડાણમાં વિચારતા બોલ્યો.

'દોસ્ત, આ જ તો જિંદગી છે યાર. તું જેકી, જયકાંત જાની.... દોસ્ત તારા નામનો ડંકો વાગતો'તો અમદાવાદમાં અને અહીંયા આવીને તું આમ નિરાશ કેમ થઇ ગયો છે? તકલીફ તો અમદાવાદમાં પણ હતી, જીવન ત્યાં પણ ડામાડોળ જ હતું, પરંતુ રસ્તો મળી રહેતો'તો ને? તો પછી?? અહીંયા પણ મળી રહેશે. તું આમ હિમ્મત હારીને બેસી જઈશ તો કેમ ચાલશે?? ચાલ હવે, થોડું હસી લે, મને ભૂખ પણ લાગી છે આપણે 'હેલન' ને મદદ કરાવતાં આવીયે.', વિકી થોડી હિંમત આપીને વાતને બદલતા હસી મજાક કરતા બોલ્યો.

'બોયઝ, બ્રેકફાસ્ટ ઇસ રેડી... નો નીડ ફોર એની હેલ્પ.....', હૅલન ટ્રેમાં બ્રેકફાસ્ટ લઈને આવતા ખુશીથી બોલી.

'ઓહ... યસ... થેન્ક યુ ,થેન્ક યુ.. થોડી વાર વધારે થઇ હોત તો હું જ અંદર આવી જાત. હાહાહાહાહા ....', વિકી બોલ્યો.

'આ બટાકા પૌઆ, અને ગરમ-ગરમ ચાહ, કૉફી અને ભજીયા.. અને સાથે ઇંગલિશ બ્રેડબટર સાથે મારી બ્લેક ટી.', હૅલન ટ્રે ટેબલ પર મુક્ત બોલી.

'વિકી, હૅલન રસોઈ આપણી મમ્મી જેવી જ બનાવે છે. આજે તું પણ એ જ કહીશ.', જેકી બોલ્યો.

બધાએ પોત-પોતાના મનગમતું બ્રેકફાસ્ટ લઇ લીધું અને વાતોએ વળગ્યા. અચાનક જ ફોનની રિંગ વાગી. વિકીએ ફોન ઉપડયો અને હાથમાંથી ચાહનો કપ પડી ગયો સાથે ગભરામણથી પસીને રેબઝેબ થઇ ગયો.

*ઓહ.. હવે વિકીને કોણે ફોન કર્યો હશે?
*અચાનક વિકિના જીવનમાં કઈ અણધારી આફત આવી?
* ફરી જિંદગી ક્યાં રંગ દેખાડશે?

આપણા અભિપ્રાય સાથે.


-બિનલ પટેલ