મૂર્તિ - શ્રદ્ધા ની સફર BANSRI PANDYA ..ANAMIKA.. દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

મૂર્તિ - શ્રદ્ધા ની સફર

મૂર્તિ


" ઉતારો  આરતી  શ્રી  કૃષ્ણ  ઘરે  આવ્યા. માતા જશોદાનાં  કુંવર કાન ઘરે આવ્યા "

ના નાદ સાથે  સુંદર સવાર  થઈ. સવાર નાં સોનેરી  કીરણો શ્રી કૃષ્ણ ની  મૂર્તિ પર  પડી રહ્યા હતાં. મૂર્તિ  એકદમ સાદી સરળ અને મીડીયમ હતી. ઘણી જૂની પણ થઈ ગઈ હતી. અમુક  રંગ  ઉખડી  ગયાં  હતાં. પણ  મૂર્તિ  ની  આભા  એટલી   સુંદર  કે   સ્વયં કાનુડો  જ સાક્ષાત  સામે  ન હોય.  અને તેમની પરમ ભક્ત  મીરાં  તેમની  આરતી  ગાઈ રહી હતી અને  મીરાં નું આમ તો  નામ  રમા  હતું પણ  તેની  કૃષ્ણ  ભક્તિ  જોઈ  આખું ગામ તેને મીરાબાઈ  જ નામથી અને મીરાં નામ થી  જ બોલાવતુ. મીરાં  એ  આરતી  ભગવાન ને  આપી પછી પોતે લીધી. અને  એક દીવો બહાર તુલસી  ક્યારે  મૂકવા  ગઈ. 


ગામ માં  બધાં વહેલાં ઉઠી જતાં. કોક ગાયો ચરાવવા નીકળ્યું હતું તો કોક બહાર આંગણાં માં બેસી દાતણ કરી  રહ્યું  હતું. કોક  ગાયો  દોહી  રહ્યું  હતું.  બધાં પોતપોતાની  દૈનિક  પ્રવૃત્તિ માં  મગ્ન હતાં. અને મીરાં પોતાની  ભક્તિ  માં.  આ  રતનપુર  ગામ નો  સવાર  નો  નજારો  હતો રોજ નો.  


પંખી કલરબ કરી રહ્યા હોય. બાળકો ને  માંડ માંડ તેની માતા ઉઠાડે અને  દાતણ કરવાં મોકલે. ઘર નાં વડીલ મંદીર   તરફ જતાં હોય. આ બધો ગામ લોકો નો નિત્યક્રમ હતો. ગામ નાનું પણ સુંદર હતું.  ગામ માં  ઘર અને  પાછળ નાં ભાગ માં  ખેતરો હતાં.  ગામ માં એક પ્રાથમિક  શાળા હતી. હાઈસ્કૂલ માટે બાળકો ને બે ગામ છોડી જવું પડતું. ગામ ની બહાર એક નદી વહેતી. અને ગામ નાં વચ્ચોવચ કૃષ્ણ ભગવાન નું મંદીર આવેલું હતું. 


મીરાં  ની  ઉંમર  આશરે  ૩૫  હશે. મીરાં નાં માતાપિતા આ જ ગામ નાં હતાં. મીરાં તેમની એક ની એક દીકરી.  તેનાં જનમ સાથે જ માતા મૃત્યુ પામી જેથી લોકો તેને અપશુકનિયાળ કહેતાં. અને સમય જતાં પિતા પણ. અને લગ્ન નાં બીજાં જ દીવસે પતિ પણ મૃત્યુ પામેલો. જેથી લોકો બહુ તેને બોલાવતાં નહી. પણ તે બહું મોટી  કૃષ્ણ ભક્ત હતી. સમય જતાં તેણે પોતાને ભક્તિ માં જ સમર્પિત કરી દીધું જીવન જેથી ગામ નાં લોકો તેને માન ની નજરે જોતાં હતાં. અને સમય જતાં તે રમા માંથી  મીરાં બની ગઈ. 

પણ ગામ નાં અમુક લોકો તેનાં સાથે હજીય એવો જ અપશુકનિયાળ જેવો વ્યવહાર કરતાં. તેને ગામ નાં મંદીર માં જવાની મનાઈ હતી. માટે તેણે ઘર માં જ  પોતાની માતા ની મંદીર ની મૂર્તિ સ્થાપિત કરી હતી. અને તેની જ સેવાપૂજા કરતી હતી. 


ક્યારેક નાના બાળક ની જેમ તે મૂર્તિ નું ધ્યાન રાખતી તો ક્યારેક  અવનવા ભોગ ધરાવતી. તે મૂર્તિ તેનાં માં બાપ ભાઈ બધુંજ તે હતી. ઘરમાં એકલવાયુ ન લાગતુ તેને. તેને મન થાય તો મૂર્તિ સાથે વાતો પણ કરી લેતી. 

ઘરનું ગુજરાન ચલાવવા માટીનાં વાસણ બનાંવતી અને થોડાંક વેચતી. અમુક ભલા લોકો લેતાં તેનાં પાસેથી તો તેનું ગુજરાન ચાલી જતું. 

" ચાલો મીરાંબાઈ હવે પૂજા થઈ ગઈ હોય તો પાણી  ભરી આવીએ "

" હા ભગીરથી ભાભી આવું "

ભગીરથી અને ભુવનસિંહ  તેનાં બાજુ માં રહેતાં. ભુવનસિંહ ને મીરાંની ભક્તિ નો પરચો મળ્યો તે દીવસ થી આજ સુધી તેને પુછીને જ કરતો બધુ. તેનો નાનો દીકરો ભાગવત મીરાં ને ત્યાં રમવા જતો. 

કહેવાય છે કે જ્યાં રામ હોય ત્યાં રાવણ પણ હોય છે જ. સફેદ છે તો કાળુ પણ છે. ગામ માં એક શેઠ રહેતો રતનસિંહ. તેનાં પાસે બહુ જમીન જાગીર હતી. પણ લાલચ પણ એટલી જ એને. આખું ગામ એને સલામ કરતું. કોઈ તેનાં ખિલાફ જવાની હિંમત ન કરતું.  તેને  મીરાં સાથે આડવેર હતું. મીરાં નું ઘર જ્યાં હતું તે જમીન એને જોઈતી હતી. પણ મીરાં ન હતી આપી રહી. મીરાં બહાદુર પણ હતી. શેઠ ની સામે નમતુ ન મૂકતી. ઘર આપવા તૈયાર ન હતી અને ધમકી થી ડરતી ન હતી. 


મીરાં અને ભગીરથી  પાણી ભરીને આવ્યાં અને જોયુ તો શેઠ રતનસિંહ  મીરાં નાં ઘરે તેની વાટ જોઈને જ બેઠા હતાં. 

" આવો આવો. સ્વાગત છે તમારુ અમારા ઘર માં " 

" આ મારું ઘર છે શેઠ તમારુ નહી ગમે તેટલું કરે પણ મહેમાન મહેમાન જ રહે છે. ઘર તેનું નથી થઈ જતું શેઠ "

"  મીરાં તુ મને આ જમીન આપી દે હું તને રહેવા બીજે વ્યવસ્થા કરી આપીશ "

" વાત મારી હોત તોય હું આપી દેત પણ મારા પ્રભુ નું જ્યાં મે મંદિર સ્થાપ્યુ છે એ ત્યાં જ રહેવા માંગે છે. હું એમનું સ્થાન ન બદલી શકું. માટે તમે નાહક ના પ્રયાસ ન કરો "

" શું ? આ મામુલી જૂની જર્જરિત મૂર્તિ ? તેને અહીં રહેવું છે ? હા..હા.... આ તો ફક્ત મૂર્તિ છે "

" આ મૂર્તિ નથી શેઠ મારો કાનો છે. " 

" ચાલ ત્યારે એક કામ કરીએ તુ મને તારી આ મૂર્તિ આપી દે સવાર  સુધી જો આ મૂર્તિ  આપમેળે તારા સુધી પહોંચી જાય તો હું આ   જમીન છોડી  દઈશ. અને જો ન આવે તો તુ આ ઘર છોડી મને જમીન આપી દેજે અને ગામ છોડીને ચાલી જાજે. બોલ મંજૂર છે? તને બહુ વિશ્વાસ છે ને પોતાની  ભક્તિ  પર. અમેપણ જોઈએ જરાં "

ગામ નાં જે લોકો શેઠ ની તરફ હતાં એ લોકો જોર જોરથી સમર્થન કરવાં લાગ્યા. 

" ઠીક છે શેઠ મંજૂર છે " કહી મીરાં મંદીર માં ગઈ મૂર્તિ ને પ્રણામ કરીને બહાર લાવી પીળા પીતાંબર માં લપેટી  ને શેઠ ને હાથ ધરી. શેઠ એ  હાથ માં ન લેતા નોકર ને પકડવા કહ્યું. નોકર એ લઈ લીધી અને શેઠ રવાનાં થયાં. 

" આ તે શું કર્યું મીરાં "

" કાંઈ નહી ભાભી આ તો પરીક્ષા છે. મારી નહી મારા કાના ની. "

" પણ મીરાં આ શેઠ હવે તને મૂર્તિ પાછી નહી આપે. તારે જવું પડશે અહીંથી "

" મને વિશ્વાસ છે ભાભી મારો કાનો સંધ્યા આરતી ટાણે અહીં જરુર આવી જશે મને વિશ્વાસ છે " 


આટલું કહી મીરાં અંદર જતી રહી. ભગીરથી ને ચિંતા થઈ. પણ હવે રાહ જોવા સિવાય કોઈ રસ્તો ન હતો. શેઠ ના ખિલાક તો કોઈ કાંઈ જ બોલી શકે તેમ ન હતું. 

શેઠ એ નોકર ને આદેશ આપ્યો " આ મૂર્તિ નદી માં નાંખી દે. પાણી માં વહી  જશે તો ક્યારેય નહી મળે. અને જમીન મારી થશે. "

નોકર જઈને મૂર્તિ ને નદી માં વહાવી  આવ્યો અને તે તેઝ ઝરણાં માં વહી ગઈ. 

ઘરે મીરાં શાંતિથી સાંજ ની આરતી માટે  ફૂલો  ચૂંટી રહી હતી. ત્યાં જ ભગીરથી આવી અને બોલી. 

" મીરાંબાઈ આ શું કરે છે ? "

" હું કાન્હા ની સંધ્યા આરતી માટે માળા બનાંવુ છુ. "

" પણ લોકો વાતો કરે છે કે મૂર્તિ શેઠે પાણી માં વહાવી દીધી તો  અહીં કેવી રીતે આવશે? " 

" કાન્હા નો રસ્તો તો એ જાતે જ કરી લેશે. હું તો બસ અેનાં આવવાની રાહ જોઈશ. " 

ભગીરથી મનમાં વિચારી રહી " આ બાવરી થઈ ગઈ છે. ભગવાન બચાવે એને. ખબર નહી શું કરશે હવે "

******

સાડા  અગીયાર વાગે  શિવપુર ગામ નાં નાના ટાબોરીયા પાણી માં ધુબાકા કરી નદી માં નાહી રહ્યા હતાં. એમાં નાં એક છોકરો કીસન  નાં પગે કાંઈક  અથડાયું. તેણે જોયું તો  પીળા  કપડાં માં કાંઈ વીંટેલું હતુ. તેણે ખોલીને જોયું તો મૂર્તિ હતી. 

"   અરે  મિત્રો  જોવો મને નદી માંથી શું મળ્યુ "

" અલા કીસનીયા આ તો કાન્હા ની મૂર્તિ છે. "

" હા. જૂની છે પણ સુંદર છે નહી "

" હા ચાલો આપણે તેને મંદીર મા આપી દઈએ પૂજારી ને " 

શિવપુર ગામ રતનપુર થી બે ગામ છોડી ને આવેલું હતું. નદી નાં કીનાંરે ગામડાઓ વસેલાં હતાં. કિશન શિવપુર નાં મંદીર માં ગયો અને પૂજારી ને બધી વાત કરી અને મૂર્તિ આપી દીધી.  પૂજારી એ પોતાનાં  ઘર માં જ્યાં માતાજી માટે નાં ઘરેણાં સોનાંનાં મૂકેલાં હતાં તે કબાટ માં જ મૂકી મૂર્તિ અને ઉતાવળે તેમને બહાર ગામ જવાનું હોવાથી ઘર ને તાળુ મારી નીકળી ગયાં. 

બપોર નાં  બે વાગ્યા હશે. ઉનાંળા નાં બળબળતા તાપ નાં ચકલું પણ ફરકે નહી એટલી નીરવ સડક અને ગામ હતું. એવા માં  એક  ચોર ગોપાલ ચોરી  કરવાં નીકળ્યો. તેને ખબર હતી કે પૂજારી નાં ત્યાં સોનાનાં દાગીનાં રાખેલા છે મંદીર માં ચડાવવા. તેણે ત્યાં ચોરી કરી દાગીનાં ની અને સાથે સાથે મૂર્તિ પણ આવી તેનાં કોથળાં માં. ચોરી કરી ગોપાલ ત્યાંથી સીધો ગયો વેચવાં. 

સોનાંના દાગીના વેચ્યા પછી તેણે જોયુ કે એક મૂર્તિ પણ આવી ગઈ છે સાથે. હવે શું કરાય એનું? તેણે તે મૂર્તિ ભંગાર નો સામાન લેવાવાળો અને વેચવાવાળો ને વેચી દીધી. 

ભંગારવાળો  હરી  એ  મૂર્તિ વેચવા લારી માં બીજા ભંગાર નાં સામાન સાથે મૂકી. થોડી વાર માં ત્યાંથી એક મૂર્તિકાર મોહન પસાર થયો. તેને તે મૂર્તિ ખૂબ જ ગમી માટે ખરીદી લીધી. 


તેણે તેને સરસ નવો રંગ કરી પોતાની લારી માં સજાવી દીધી વેચવા માટે. થોડી જ વાર માં ત્યાંથી  એક આધેડ વયનું યુગલ પસાર થયું. જે બજાર માં ખરીદી કરવાં નીકળ્યું હતું. તેની નજર તે મૂર્તિ પર પડી. કાકા નું નામ માધવસિંહ. માધવસિંહ પોતાનાં ભત્રીજા ને ત્યાં જઈ રહ્યા હતાં. તેનાં માટે ભેટ લેવા બજાર માં જોતાં હતાં. ત્યાં જ નજર પડી એ મૂર્તિ પર. સુંદર લાગી રહી હતી. માધવસિંહ એ તે પોતાનાં ભત્રીજા ને ભેટ આપવા ખરીદી લીધી. અને નીકળી પડ્યાં. 

રતનસિંહ બહુ ખુશ હતો કે હવે જમીન એની જ થશે. તે ત્યાં જ્યાં મીરાં ના ઘર માં મંદીર હતું ત્યાં થોડુ મોટુ કરી ઓરડી બનાંવવા માંગતો હતો અને બાકીનું ઘર તોડી ત્યાં નવા પાક ઊગાડવાં માંગતો હતો. 

" વાહ આ મૂર્તિ એ તો મારું કામ આસાન કરી દીધું. હવે સાંજે મીરાં નું ઘર અને જમીન મારા થઈ જશે. પાંચ તો વાગી જ ગયાં. મજૂરો ને ત્યાં કામે મોકલી દવ અંદર ની દીવાલ સિમેન્ટ થી પ્લાસ્ટર કરી દે"

" કાનજી  સિમેન્ટ લઈને જા. મીરાં નાં ઘરે અને પલાળી ત્યાં દીવાલ જે છે  ડાબી બાજું ની અંદર ની દીવાલ છે તેનુ પ્લાસ્ટર ચાલુ કરી દે. "

" ઠીક છે સાહેબ "

" પણ સિમેન્ટ જોઈ લેજે બરોબર. "

" હા સાહેબ "

કાનજી એ સિમેન્ટ ચકાસવા  સિમેન્ટ નો કોથળો  બહાર ખોલ્યો અને સિમેન્ટ ને તગારા માં કાઢી જ હતી કે શેઠાણી એ તેને કોઈ કામ માટે હાંક મારી. શેઠાણી એ તેને  બજાર મા મિઠાઈ લેવા મોકલ્યો કેમ કે તેમનાં ઘરે  મહેમાન  આવવાનાં  હતાં. 

" આવો આવો  માધવકાકા. કેમ  છો? કાકી તમે કેમ છો "

" બસ બેટા મજા છે. "

બધાં વાતો કરવાં બેઠા. માધવકાકા એ તેનાં ભત્રીજા એટલે કે રતનસિંહ શેઠ માટે લીધેલ ભેટ જે પેક કરેલી હતી તે આપી. શેઠ એ તે લીધી અને ખોલ્યા વગર જ બાજુમાં ટેબલ  પર મૂકી. ભેટ નું પેકીંગ બહુ સરસ હતું. શેઠ અને શેઠાણી વાતો માં લાગ્યા તેમના કાકા કાકી સાથે. 

એટલા માં જ શેઠ નો નાનો દીકરો કેશવ જે પાંચ વર્ષ નો હતો તે ત્યાંથી પસાર થયો. ભેટ નો શણગાર આકર્ષક હોવાથી તેને રમત સુજી. અને તે રમવા માટે બહાર લઈ ગયો. ભેટ તેણે ખોલી નાંખી અને અંદર ની મૂર્તિ જોઈ ખુશ થઈ ગયો. કેશવ તે મૂર્તિ થી રમવા લાગ્યો. તેણે તેને પાણી થી નવડાવી પણ ખરી. જેમાં તેનો અડધો રંગ પણ નીકળી ગયો. કેશવ તેનાં સાથે રમતો હતો ત્યાં જ શેઠાણી એ તેને અંદર બોલાવ્યો. આમપણ બાળક એક રમકડાં સાથે બહુ રમે તો કંટાળી જ જાય. તે પણ હવે કંટાળેલો એટલે મૂર્તિ ત્યાં બહાર જ મૂકી અંદર ચાલ્યો ગયો. 


" મીરાં શું કરે છે? "

" ભાભી હું સંધ્યા આરતી ની તૈયારી કરુ છું અને સાંજ નાં ભોગ ની પણ "

" મીરાં આમ બાવરી ન બન. સવા છ થયા છે. સાત વાગે તારો સમય આરતી નો. મૂર્તિ તો છે નહી અહીં તુ શું કરીશ "

" ભાભી એ બધું હું નથી જાણતી. પણ મારો કનૈયો આવશે અને જો સાંજ નો ભોગ તૈયાર નહી હોય તો તે શું ખાશે? " 

" પણ મીરાં "

" ચાલો ભાભી હું જરા કામ મા છું સંધ્યા આરતી માં મળીએ "

ભગીરથી જતી રહી. આખુ ગામ મીરાં ને મૂર્તિ વગર બાવરી થઈ ગઈ છે તેમ જ સમજી રહ્યું   હતુ. જાત જાત ની વાતો કરી રહ્યા   હતાં લોકો.  કેટલાંક તેનાં પર દયા ખાઈ રહેલાં તો કેટલાંક તેની ભક્તિ ખોટી છે એમ કહી રહેલાં. 

*******

કેશવ મૂર્તિ મૂકી  અંદર ગયો. મૂર્તિ બહાર હીંચકે પડેલી. એટલા માં જ  એક  શ્વાન ત્યાં આવ્યો. મૂર્તિ જોઈ તેણે તેનાં મોઢામાં લીધી. હજી લઈને જાય ત્યાં કાનજી આવ્યો અને ભગાડ્યું શ્વાન ને. તેનાં મુખ માંથી મૂર્તિ સિમેન્ટ  નાં   તગારા માં પડી ગઈ અને સિમેન્ટ સાથે ભળી ગઈ. કાનજી એ સામાન અંદર મૂકી સિમેન્ટ નો કોથળો ભરી દીધો અને મીરાં નાં ઘરે પહોંચી ગયો. 


" કાનજી ભાઈ તમે અહીં "

" હા શેઠ એ અંદર ની દીવાલ નું  પલાસટર કરવા કીધુ હે. "

" ભલે " 

કહી મીરાં ભોગ ની તૈયારીઓ માં લાગી ગઈ. પોણા સાત એ તો બધાં મીરાં ના ઘર બહાર ભેગા થઈ ગયાં. શેઠ પણ આવી ગયાં અને સાથે માધવકાકા, કાકી, કેશવ અને શેઠાણી ને પણ લાવ્યા હતાં જમીન બતાવવા. 

" શેઠ મહેરબાની કરી મીરાં ને માફ કરી દો "

" ના કાંઈ માફી બાફી ન મળે. ક્યાં છે મીરાં બોલાવો અેને "

" અહીં છુ શેઠ "

અંદરથી મીરાં નો અવાજ આવ્યો

" તો મીરાંબાઈ હવે જવાની તૈયારી કરી લો. મૂર્તિ તો તમારી આવી નહી હવે તમે જાવ અહીંથી. "

થોડી વાર શાંતિ પ્રસરાઈ ગઈ. લોકો રાહ જોવા લાગ્યા. બરોબર સાત વાગ્યા. અને શેઠ નાં ચહેરા લર મુસ્કાન ખીલી ઊઠી. હજી મૂછે તાવ દેવા જ ગયાં ત્યાં જ મીરાં ની આરતી તો સ્વર ગૂંજી ઊઠ્યો. 

" ઉતારો  આરતી  શ્રી  કૃષ્ણ   ઘરે  આવ્યાં. માતા  જશોદાનાં કુંવર  કાન ઘરે આવ્યા.  ઝીણે ઝીણે ચોખલીયે ને મોતીડે વધાવ્યા રે " 

બધા અચંબા માં પડી ગયાં. શેઠ અને તેનાં પાછળ આખું ગામ મીરાં નાં મંદીર માં પહોંચી ગયું. અને જોવે તો  મૂર્તિ  તેની જગ્યાએ હતી અને મીરાં આરતી કરી રહી હતી. 

શેઠ  સહીત  બધાં ને  મોટો આંચકો લાગ્યો. સ્તબ્ધ થઈ ત્યાં જ ઊભા રહી ગયાં. આરતી પતી એટલે મીરાં એ ભોગ ધરાવ્યો અને આરતી ને પ્રસાદ બધાં ને આપ્યો. શેઠ હજી એમ જ ઊભા હતાં. 

" આ મૂર્તિ   અહીં ક્યાંથી ? " 

" આ તો શેઠજી  મેં જ મૂકી હમણાં "

" કેશવ તે ? કેવી રીતે તને ક્યાં મળી? આ તો મારા નોકર રામુ એ નદી માં નાંખી દીધેલી અને પાણી  માં   વહી  જતાં  પણ જોયેલી. "

" શેઠ મેં અહીં  સિમેન્ટ પલાળી દીવાલ પલાસટર કરવાં તેમાં કુહાડી સાથે કાંઈ અથડાયું. જોયુ તો મૂર્તિ હતી. સિમેન્ટ વાળી હતી તો મેં ધોઈને અહીં મૂકી અને બહાર પાણી લેવા ગયો હતો. "

" પણ મૂર્તિ સિમેન્ટમાં કેવી રીતે આવી ? "

" અરે રતનસિંહ આ તો એ જ મૂર્તિ છે જે મેં તમે ભેટ આપેલી પણ રંગ  ઉખડી ગયો છે. " 

નાનો કેશવ બોલ્યો " આતો મારું રમકડું છે હું રમતો તો "

" શેઠ શ્વાન નાં મોઢા માં કાંઈ હતું કદાચ આ જ મૂર્તિ હશે તે સિમેન્ટ માં પડી ગઈ હશે "


મીરાં - " જોયું શેઠ  મારા કાના ને આ સ્થાન નથી છોડવું. હરી ફરી પાછો આવી જ ગયો ને. હું નહી છોડું આ ઘર અને જગ્યા. " 


શેઠ અને ગામવાળા આ ચમત્કાર જોઈ  મીરાં નાં પગે પડી ગયાં. શેઠ નું  બધું જ અભિમાન ઓગળી ગયું અને લાલચ પણ. 

" મીરાંબાઈ સાચે જ તમે મીરાંબાઈ જ છો. જેમ શ્રી હરી એ ઝેર ને  અમૃત કરેલું એમ આજે તમને પણ બચાવ્યાં છે. ધન્ય છે તમારી ભક્તિ અને ધન્ય છો તમે. અને ધન્ય છે આ મૂર્તિ. 

તે દીવસ પછી ગામ લોકો મીરાં ને  આદર થી બોલાવતાં અને તેને દરેક ધર્મકાર્ય માં બોલાવતાં. શેઠ પણ હવે સુધરી ગયેલાં. 

સમાપ્ત 

******* 

મિત્રો  જોયું ને  જો મનથી મીરાં ની જેમ  શ્રદ્ધા  રાખીએ તો દરેક કેશવ,માધવ, શ્યામ, હરી, કાનો તમને મદદ માં જરુર આવશે. તમારી શ્રદ્ધા સાચી હશે તો સ્વયં શ્રી કૃષ્ણ ને પણ આવવું પડશે.  


જય શ્રી કૃષ્ણ