હજુ સાગર સામે જ જોતો રહ્યો ને વાત આગળ વધારી. પણ માશી, એ એટલું સારું ભણેલી છે, એનું નામ છે, એ તમારું ગર્વ છે તો નોકરી કેમ ના કરવા દીધી? એ કદાચ નોકરી કરે તો ઘર માં આવક ચાલુ થઈ જાય ને સમાજ માં ને ગામ માં માન ઓર વધી જાય.
મારે પણ એક બહેન છે, હાલ તો એના લગ્ન થઈ ગયા છે. અમે પણ એને ભણાવી ગણાવી ને નોકરી કરાવી જેથી કમાતા, વાપરતા ને પૈસા ને સાચવતા શીખે. બાકી અમારે તો પૈસા ની જરૂર નહોતી. એ બધું તો એને શીખવાડવા માટે ને એમ પણ ભણેલા ગણેલા છોકરાઓનો સમય ઘરે બેસી ને કામ કર્યા વગર ના જાય ને.
"એ બધું તો ઠીક, પણ ઇના બાપુજી ના માને 'ને એમાં પણ શહેર માં નોકરી કરવી બહું જ અઘરી છે. માણસો પર વિશ્વાસ ના મૂકી શકાય. અમે રહ્યા ગામડાના, અમને એમાં કઈ ખબર ના પડે, બધું અંગ્રેજી માં હોય લખેલું ને અહી ગામડામાં કોક ને કોક મદદ તો કરે." ઉમેરતા ઉમેરતા માશી બોલ્યા.
આ બધી વાતચિત દરમિયાન પ્રિયંકા ની નજર મારી પર પડી. (કદાચ કૈંક વિચારતી હશે કે કેમ આ મને નોકરી કરવા માટે ઘર માં સમજાવે છે? શું કારણ હશે? ન જાણ ના પહેચાન ને ઘર ના સદસ્ય ની જેમ ભળી બી ગયો, એ પણ બસ ૧૫ જ મિનિટ માં)
ને પાછળ થી અવાજ આવ્યો, કાકા બોલ્યા; નોકરી તો કરાવાની ઈચ્છા બહુ જ હતી પણ અજાણ્યા શહેર માં એકલી છોકરી કેવી રીતે જીવન કાઢે? એના માટે સારા છોકરા ના ઠેકણા આવે પછી એને ઘરે કરશે, જો સામે વાળા ને કરાવી હશે તો.
સાગર આ બધું સમજતો રહ્યો ને એનું મગજ કંઇક બીજી જગ્યાએ દોડવા લાગ્યો. મગજ માં ઝડપથી એક ચમકારો થયો. સાગર ને મન માં લાગવા લાગ્યું કે જૂની પુરાણી રિતી રિવાજો ને કાઢવા કેવી રીતે? હકીકત માં પ્રિયંકા ની ઈચ્છા હશે નોકરી કરવા માટે કે પછી હું જ ખેંચતાણ કરું છું? નોકરી નહિ કરવા દેવાનું બીજું શું કારણ હોઈ શકે? આટલી નાની ઉંમર માં લગ્ન કેમ કરવા હશે? કૈંક બીજું કારણ તો જવાબદાર નહિ હોય ને?
એ બધી વાતચીત કરતા કરતા અમે જમી લીધું.
થોડી વાર માં બધા કામ કાજ થી નવરા પડી ગયા ને પછી અમે બધા બેઠક માં બેઠા કારણકે એમ ને ઘણા સમયે શહેર સુખ દુઃખ વહેંચવા વાળુ મલ્યું, વાતચીત કરવા વાળુ મલ્યું. એટલામાં ગામનો મુખી ત્યાંથી નીકળ્યો ને કિશોરભાઈ ને બોલાવી ને એમને લઇ ને ઉપડયા એમના ભાઈબંધ ના ઘરે ગયા.
પછી શું? ભાવતું તું ને વૈધ એ કીધું એવી હાલત થઈ ગઈ મારી.
જમ્યા પછી ઠંડી વધુ લાગતી હતી એટલે તાપણું કર્યું હતું. (તાપણું એટલે લાકડાઓ/સુકો કચરો ભેગા કરી ને બાળે એ) ને અમે ત્રણેય એની આસપાસ બેસી ગયા.
અત્યાર સુધી માં મે એક વાર પણ એનો અવાજ ન'તો સંભાળ્યો ને કદાચ મને હવે યોગ્ય સમય લાગતો હતો કારણકે મને કિશોરભાઈ ની થોડી બીક લાગતી હતી એટલા માટે જ કે મને એમના સ્વભાવ ની પૂરેપૂરી ખબર ન'તી.
શિયાળા ની એ ઘોર અંધારી રાત્રિ, કદાચ ત્રીજ નો એ દિવસ હશે. ચંદ્રમા પણ મારી સામે મલકાતા હોય એમ ધીમું અજવાળું પાથરતા હતા. મોસુંજનું વાતાવરણ હતું ને ફૂલ ગુલાબી ઠંડી ને એ બધામાં પણ એકદમ મસ્ત ગરમ તાપણી.
કાળા સ્વેટર માં પ્રિયંકા મસ્ત લાગતી હતી ને એના પર પણ સ્કાર્ફ બાંધ્યો હતો 'ને એટલા માં માશી રસોડા માં ગયા ને કહેતા ગયા કે તમે બંને કરો વાતો, હું આવી.
હું ખૂબ જ આતુરતાપૂર્વક એને સાંભળવા ને વાત કરવા રાહ જોતો રહ્યો પણ એને પહેલ ના જ કરી તો મેં જ શરૂઆત કરી દીધી.
તમે એમ.બી.એ ક્યાંથી કર્યું? "સાલ કૉલેજ થી"
ક્યાં વર્ષે? "બસ હજી હમણાં જ પત્યું"
તો તમારે નોકરી કરવી છે?
એણે એકદમ મસ્ત સ્માઈલ આપી ને બસ જોતી જ રહી મને 'ને હું એની મદમસ્ત સ્માઇલ માં ડૂબતો રહ્યો.
"નોકરી કરવી તો છે, પણ મને કોણ આપશે નોકરી?"
હું આપીશ નોકરી. મારી કંપની માં અપાઈ દઈશ, જો તું હા પડે તો.
મારાં માટે આ મસ્ત સમય હતો, (એને મારી નજીક લાવવા માટે) મે મારું કાર્ડ આપી દીધું ને મોબાઈલ નંબર એને આપી દિધો ને હું ઇચ્છતો જ હતો કે એ હા પાડે તો એને લઈ જાઉં મારી કંપની માં નોકરી કરવા. નોકરી તો બહાનું હતું એને અમદાવાદ લા'વાનું, એને રોજ મળવાનું ને એક દિવસ માટે કાયમ માટે બંને એકબીજા ના થઈ જવાનું.
હું એની મન ની વાત સમજી શકતો હતો, ઈશારો એક જ બાજુ જતો હતો, એ એના બાપુજી સામે, એમને મનાવવા માટે. કારણકે એની મમ્મી તો તૈયાર જ હતા.
સમય વધુ થઈ ગયો હતો ને ઠંડી વધતી જતી હતી. એટલા માં કાકા પણ આવી ગયા ને માશી બેઠક માં જ થોડે દૂર બેઠા હતા. માશી દૂર બેઠા-બેઠા બસ અમને બંને ને જોયા જ કરતા હતા. મને ન'તી ખબર કે શું વિચારતા હશે, ક્યારે બેઠા હશે? ને અમે બંને એમની બાજુ એ જવા લાગ્યા.
અમે બધા સૂવાની તૈયારી કરવા લાગ્યા ને મે માશી ને કીધું.
માશી, કાલે સવાર પડતા હું નીકળી જઈશ. આજ ની રાત રોકાઈ લઉં.
(માશી અને કિશોર કાકા મારી સામે જોવા લાગ્યા) કાલે તો હું એમને ભેગો થઈ જઈશ, એ અમારા પ્લાન મુજબ અહીંથી ૫૦ કિમી. જ દૂર હશે.
ઠીક છે બેટા, કેટલા વાગ્યે નીકળવાનું છે?
"માશી, ૭ વાગતા નીકળી જઈશ એટલે એકાદ બે કલાક માં ત્યાં પહોંચી જઈશ".
સવાર પડતાં પહેલાં જ હું વહેલો ઉઠી ગયો હતો ને તૈયાર થઈ ને બેઠો હતો. રાતભર વિચાર કરતા કરતા જાણે ઊંઘે જ મારો સાથ છોડી દીધો હતો. હું ઘડિયાળ ના કાંટા ગણ્યે રાખતો હતો. મારી માનતા ને હકીકત વચ્ચે બહુ મોટી ખાઈ હતી. મારી અપેક્ષા અલગ હતી ને વર્તમાન પરિસ્થિતિ ખૂબ જ અલગ હતી ને કદાચ એને ખોટી પુરવાર કરવા માટે આ એક શીખ હતી. ખરેખર ગામડાના લોકો બહુ જ માયાળુ, દયાળુ, પ્રેમાળ, મિલનસાર હોય છે એ મને આજે ખબર પડી. શહેરી જીવન કરતા મને આજે ગામડાની રહેણીકરણી બહુ ગમી. લોકો ના વિચારો, હાવભાવ ને હેત જોયું. પિત્ઝા, પાણીપુરી, દાબેલી, વડાપાઉં, મંચુરિયન ને છોડી ને આજે સાચો ખોરાક ખાવા મળ્યો. લોકો ની પ્રામાણિકતાનો દાખલો મારી આંખ સામે હતો. ઉચ્ચ વિચારો, મદદ ની ભાવના એ ખરેખર મને પીગળાવી દીધો હતો. કાલ સુધી નો સાગર ને આજના સાગર માં ઘણો બદલાવ આવી ગયો હતો. બીજા ના સુખે સુખી ને બીજાના દુઃખે દુઃખી નો ફરીથી અનુભવ મળ્યો જે શહેરી જીવન માં કદાચ શક્ય નથી. આ મોબાઇલ જીદગી માં પરિવાર સાથે બેસવાનો ટાઇમ ના મળી શકે. સ્વચ્છ હવા, મોસમ ની અસલી મજા, આલ્હાદક..!
"માન સન્માન પૈસાથી નથી મળતા, બસ સારું કાર્ય કરો તો આપોઆપ આવી જ જાય છે" એવી જ છબી કિશોરભાઈ ની, ગામ માં કૈક ઉચ્ચ દરજ્જો ને તેમ છતાં કોઈ મોટપ એમના માં નહિ. મે માશી માં મારા મમ્મી ને જ જોઈ લીધા, ખરેખર મને મારા ઘર ની યાદ આવી ગઈ પણ ઘર અહી જ મળી ગયું. નાનું ઘર ને નાનો પરિવાર પણ મન બહુ જ મોટા, કદાચ શહેરી જીવન માં ના મળી શકે.
હા, અમારે પણ ખેતરો છે, પણ કદી જવાનું ના આવે મારે. અમદાવાદ માં મોટો હવેલી જેવો બંગલો, ઘર માં નોકર ચાકર, ૨ મોંઘી ગાડી, ને મારા ઘર માં અમે ૪ વ્યકિત : મોમ, ડેડ, હું ને મારી બેન. અમારે મોટી ૪ ફેક્ટરી : ટેકસટાઇલ કાપડ નો વેપાર, કાગળ બનવાની, ખેતપેદાશો ની ખરીદ વેચાણ નો ધંધો.
આ બધું જ મને કિશોર કાકા ની સાદાઈ સામે નકામું લાગ્યું. માશી ના સ્વભાવે મને માનવતા ની યાદ અપાવી દીધી. મોબાઈલ માં નેટવર્ક ના હોય ત્યારે ઓળખાણ જ કામ લાગતી હોય છે ને ખીચામાં પૈસા ના હોય ત્યારે માનવતા જ મદદે આવે. ખરેખર જો હું આ મારી જ કંપની ના પ્રવાસ થી વિખૂટો ના પડ્યો હોત તો કદાચ આ જિંદગી ની કસોટી સમજી ના શક્યો હોત. મારી પાસે પૈસા હતા, ઘર હતું, ગાડી હતી, મારી પોતાની એક કંપની હતી પણ મારી પાસે મોટું મન નહોતું.
મારા માટે પણ ઘણા સારા ઘર ના ઠેકાના શોધતા હતા, પણ મને એક પણ સંસ્કારી છોકરી ના મળી જેટલા પ્રિયંકા માં હતા. એનામાં સાદગી, સન્માન, સહકાર, ઇજ્જત, આજ્ઞાકારી જેવા ઘણા સારા સંસ્કાર જોયા. હું એને અત્યાર સુધી ની જોયેલ બધી જ છોકરી સાથે સરખાવતા ગયો પણ પ્રિયંકા જેટલા સંસ્કાર મને કોઈ પણ છોકરી માં ના જોવા મળ્યા. એટલા માટે નહીં કે મને પ્રેમ થઈ ગયો છે પણ વાસ્તવિકતા એક હતી, એની ખુશી એના પરિવાર માં જ હતી. ના તો એને પૈસા નો મોહ હતો કે ના એને શહેરી જીવન નો રંગ લાગ્યો હતો.
"સાગર.. ઊઠી ગયો? ચા નાસ્તો કરી ને જાજે બેટા, કદાચ તને પહોંચતા વાર લાગે." પાછળ થી માશી બોલ્યા.
મને વિચારવા માટે રાત પણ ટુંકી પડી હતી તેમ છતાં હું હજુ ઘણું બધું વિચારતો જ હતો.
(ઘર ના બધા જ સભ્યો ઉઠી ને તૈયાર થઈ જ ગયા હતા.)
માશી, બહુ તકલીફ ના લેશો, બહુ હેરાન કર્યા તમને. મને ચા નાસ્તા ની આદત નથી, હું તૈયાર થઈ ને બસ નીકળવા જ જતો હતો. હવે હું નીકળું?
માશી બધું જ સમજતા હતા એટલે એમને એક ડબ્બો તૈયાર જ રાખ્યો હતો મારા માટે. પરાણે એમને મને એ ડબ્બો આપ્યો ને સહી સલામત પહોંચવાની શુભકામનાઓ આપી ને ફરી મુલાકાત માટે આવકાર આપ્યો.
હું ત્યાંથી નીકળતો જ હતો ને પ્રિયંકા ને કરશનભાઈ ને બાહર જોઈને મે આવજો કહી ને ઈશારો કર્યો ને સામેથી પણ એવો જ આવકાર મળ્યો. હું મારી સાથે ઘણી યાદગીરી લઈ ને જતો હતો ને મન માં દ્રઢ નિશ્ચય સાથે પાછા ફરવાની ઈચ્છા.
મારી એક તલાશ પૂરી થઈ ગઈ. એજ મારી પ્રથમ નજર નો પ્રેમ.
હું સીધો જ બસ પકડી ને અમદાવાદ પહોંચી ગયો. રસ્તામાંથી જ મે મારા મેનેજર ને ફોન કરી ને કહી દીધું અને એમને મુસાફરી આગળ વધારવા કહી જ દીધું હતું.
ઘરે પહોંચતા જ મે મારી આપવીતી મમ્મી ને કીધી ને બપોર પછી અમે ગાડી લઈને જૂનાગઢ જવા નીકળી પણ ગયા. અરે .. હવે તો રિસ્તો લઈ ને જઈ રહ્યા હતા. કાયમ માટે સાચી જગ્યા એ ભૂલો પાડવા માટે. ?
અમે ગાડી એમના ઘર પાસે મૂકી ને ઘર માં ગયા. બધા સ્તબ્ધ થઈ ગયા કે સવારે જ ગયેલો છોકરો આટલી જલ્દી પાછો આવી પણ ગયો? કૈંક તકલીફ તો નહિ પડી હોય ને?
માશી એ પૂછ્યું તો સાગર એ એક જવાબ આપ્યો, હું તો મારી જિંદગી જ ભૂલી ગયો હતો, લેવા તો આવું પડે ને?
માશી ની આંખ માં હર્ષ ના અંશુ આવી ગયા ને કરશન કાકા ભેટી પડ્યા. પ્રિયંકા નો ચહેરો ખુશી થી ફૂલ ગુલાબી થઇ ગયો.. ???