પહેલી નજર નો પ્રેમ Hardik Nandani દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલી નજર નો પ્રેમ

નોંધ : આ વાર્તા માં વાપરેલ નામ, સ્થળ અને સારાંશ કાલ્પનિક છે જેનો વાસ્તવિક જીવન માં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે કોઈ સંબંધ નથી.


.....✍️


પ્રેમ,બહુ જાણીતો શબ્દ. સાચો પ્રેમ થઈ જાય તો જીંદગી બની જાય ને ખોટો થાય તો જીંદગી બરબાદ પણ થઈ જાય. પણ કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, થાય ત્યારે ખબર ના પડે કે સાચું શું ન ખોટું શું?


....


એ શિયાળા ની રાત્રી, ઠંડી કદાચ ૧૬° સે. હશે, ઠંડો પવન હતો, કોઈક બોલે તો પણ દૂર સુધી સંભળાય એવું શાંત વાતાવણ હતું. રસ્તાઓ સૂમસામ હતાં. કોઈ માણસો ની અવર જવર રસ્તા પર દેખાતી ન'તી.

એવામાં રાત્રે ૮:૩૦ વાગ્યે સૌરાષ્ટ્ર ના જૂનાગઢ ગામ માં એક ઘર માં દરવાજો ખખડ્યો ને આજીજી કરતો હોય એમ મદદ ની માંગણી કરતો એ ૨૩/૨૪ વર્ષ નો લાગતો નવયુવાન, ગોરો સરખો એનો રૂપ જાણે દૂધ ને પણ ઝાંખું પાડી દે, ઠંડો લાગે એવો એનો સ્વભાવ, શીતળ એનો ચહેરો, ને આંખ માં મોટા સપના અને મન માં થોડો ડર અને થોડી આશા લઈ ને ઉંબરે ઊભો રહીને "પ્રણામ, હું અમદાવાદ નો રહેવાસી છું. મારી કંપની ના પ્રવાસમાંથી હું વિખૂટો પડી ગયો છું, અમે લોકો ૩ દિવસ માટે પ્રવાસ પર નીકળેલા હતા અને ગામ ની બહાર ની હોટેલ થી હું છુટો પડી ગયો છું. મને આપની મદદ ની જરૂર છે " બોલી ને અચકાયો.

આટલી રાત્રે બિચારો છોકરો જાશે તો ક્યાં? એમ થોડો વિચાર કરી ને કલ્પનામાશી એ આવકાર આપ્યો.

કલ્પના માશી સ્વભાવે ખુબ જ શાંત ને મિલનસાર સ્વભાવ ના. એમના ઘર માં એ, એમની છોકરી પ્રિયંકા (પણ પિયુ થી જ બોલાવતા) ને એમના અર્ધાંગના કિશોરભાઈ. ખૂબ જ નાનો પરિવાર પણ હળીમળી ને રહેતા હતા.

ઘર માં નવયુવાન નો પ્રવેશ થતાં એ વિચાર માં પડ્યો કે, વગર ઓળખાણ, વગર સવાલ કર્યે મને અંદર આવવા કહ્યું. કૈંક ખોટી જગ્યાએ તો નથી આવી ગયો ને? ઘર માં પ્રવેશતા બેઠક આવી ને ત્યાં કિશોરભાઈ બેઠા હતા ને હાથ માં કૈક પુસ્તક હતું. મને જોઈને ને એમની પાસે બેસવા માટે આવકાર આપ્યો.

હું કંઇક પૂછું એ પહેલા એમને સવાલો શરૂ કર્યા, " બેટા, શું નામ તમારું?"
"સાગર, સાગર પટેલ ; સામે થી છોકરાએ કીધું. 

"ક્યાં રહેવાનું?" - અમદાવાદ, ખૂબ જ વિનમ્ર ભાવે સાગર એ જવાબ આપ્યો. 

"મારે પણ એક છોકરો છે, રાજેશ, અમદાવાદ જ ભણે છે, પણ નાનો છે હજુ. ૮ માં માં ભણે છે. ને તું મારા દીકરા જેવો જ લાગે છે એટલે જ માશી એ તને અંદર આવવા કહ્યું."

એટલા માં પાણી નો ગ્લાસ લઈને ને એમની છોકરી પિયુ (પ્રિયંકા) આવી. ખૂબ જ અદરતા પૂર્વક એને મને પાણી નો ગ્લાસ આપ્યો ને મારી નજર એની નજર ને મળતી રહી ગઈ. એની ભૂરી ભૂરી આંખો, તેજસ્વી ચહેરો, દૂધ જેવી ગોરી, ને શુદ્ધ કાઠિયાવાડી એની બોલી, મધ્યમ પ્રકાર નું એનું શરીર, એની અદા ને જાણે એની ઉંમર પણ મારી ઉંમર જેટલી જ હશે. બસ અહીં થી જ મારી આ પ્રથમ નજર નો પ્રેમ શરૂ થયો.

ઘર માં ઉમિયમાતા નો ફોટો, ટ્રેક્ટર, હળ, બળદ ને જોઈ મારાથી પુછાઇ ગયું કે તમે કેવા, એટલે કે અટક શું? કાકા એ સામે જોતા કીધું કે "પટેલ".

માશી નો અવાજ રસોડામાંથી આયો કે, "સાગર બેટા, તને બાજરી રોટલો ભાવશે ને?" ને હું કંઈ સમજું એ પહેલાં તો ફરીથી અવાજ આયો કે, "કદાચ તારા મમ્મી જેવો ના પણ હોય પણ ખાઈ ને કે જે".

સાગર ના પણ ના પાડી શક્યો કે હા પણ નહિ. કહેવા જ જતો હતો કે મેં જમી લીધું છે પણ બીજા જ પ્રશ્ને મને મજબૂર કરી દિધો ખાવા માટે.

કિશોરભાઈ એ જમી લીધું હતું ને માશી અને એમની છોકરી જમવામાં બાકી હતાં, અને સાથે હું ભળી ગયો. જમવામાં રોટલો, ડુંગળી બટેકા નું મસાલેદાર શાક, છાસ, પાપડ, મૂળો, ગોળ, ઘી, ખીચડી; ને સુંદર એની સુવાસ મને ખાવા માટે ખેંચી ગઈ.

કિશોર કાકા પુસ્તક વાંચવામાં ફરી મશગુલ થઈ ગયા.

સાગર ને ત્રણેય જમવા બેઠા. માશી બેઠા ને એમની પાસે પિયુ બેઠી ને એમની સામે હું બેઠો.

મારું ધ્યાન જમવા કરતા એની પર વધુ હતું. એ ખૂબ જ સુંદર અને સરમાળ સ્વભાવ ની લાગતી હતી. એની લટ એને જમતા સમયે વચ્ચે આવતી હતી ને એને ખબર હતી કે હું એને જોવું છું તો લટ ને ધીમેથી કાન પાછળ ધકેલી દેતી. મારી સામે નજર મિલાવતા શરમાતી હતી ને કદાચ એને બીક પણ હસે કે પપ્પા અને મમ્મી છે.

સાગરે વાત ચાલુ કરી. કિશોરભાઈ શું કરે છે? માશી એ જવાબ આપ્યો કે, એમને ખેતી નો વ્યવસાય છે. પછી સાગરથી પુછાઇ ગયું કે પ્રિયંકા ભણે છે? માશી એ માંડી ને વાત ચાલુ કરી કે એને એમ.બી.એ કર્યું છે અમદાવાદ થી પણ અમે એને અહીં બોલાઈ લીધી, નોકરી ના કરવા દીધી.

સાગર માશી ની સામે જોઈ રહ્યો ને પૂછ્યું કે કેમ નોકરી ના કરવા દીધી? આટલું સારું ભણેલી છે તો?

માશી એ કીધું કે, પ્રિયંકા પહેલે થી જ ભણવામાં હોંશિયાર હતી. કાયમ પહેલે નંબરે જ પાસ થઈ ને બહુ ઇનામો પણ લાવી છે ને એના પપ્પા નું નામ રોશન કરેલ છે. સમાજ માં પણ બહુ નામ છે ઇનું. અમારા માટે એ ગૌરવ ની વાત છે. ઇજ અમારું સન્માન છે.

========================================

જો તમને આ વાર્તા ગમે તો તમારા મંતવ્યો મને જણવશો.

વધુ પાર્ટ ૨ માં લખીશ ..