બીઆરટીએસ બસની સફરે ભાગ-૩ Foram Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બીઆરટીએસ બસની સફરે ભાગ-૩

# ચોરી

જેમ મેં પહેલા પણ કીધું હતું તેમ મારી મમ્મીને મારા જીવ કરતા ફોન વધારે વ્હાલો છે. મને અને પર્વને પહેલેથી જ વોર્નિંગ મળી ગઈ છે કે જો ફોન ખોઈને આવશો તો ઘરમાં પગ નહી મુકવા દઉં અને જો ઘરમાં આવવું હોય તો બીજા ફોનનો બંદોબસ્ત તમારે જાતે કરી લેવો. એક કલાકની મુસાફરીમાં આપણે પોતાનો ફોન ન સાચવી શકીએ ? હવે ફોન ચોરાઈ જાય છે એમાં વાંક કોનો હોય છે તે તો નથી ખબર. પણ અમુક સ્ટોપ છે જ એવા અને ચોરી કરનાર લોકોની અલગ ટોળકી છે જે મેં મારી નજરે જોયેલી છે. ઘુમાગામની નસમાં નહેરુનગર જાય એટલે આખો ખેલ શરુ થાય. રોજ અપ-ડાઉન કરતા હોય તે લોકો તો મારા જેમ સાવચેત થઇ ગયા હોય કે પર્સ અને ફોનને પોતાની નજરથી દૂર કરવો નહી અને જો કદાચ નજરથી દૂર થઇ ગયો તો સમજી લેવું કે તે તમારી જિંદગીમાંથી તેમણે અશ્રુભરી વિદાય લઇ લીધી છે. એક અઠવાડિયું તો રોજ કોઈક નો ફોન જાય કે પર્સ જાય અને મારો જીવ બળી જાય. પર્સ જેનું જાય તે લોકોનો બસ એક જ ડાયલોગ હોય કે પૈસા ગયા ચલો તેનો તો કોઈ વાંધો નથી પણ કામના ડોક્યુમેન્ટ જેમ કે લાયસન્સ, આધાર કાર્ડ, એટીએમ કાર્ડ, પાન કાર્ડ અને પાસપોર્ટ હોય હવે આપણા દેશમાં સરકારી કામગીરીનું શું ગતિ છે તે તો તમને ખબર જ હશે. બીજું કે ફોનમાં પણ જરૂરી ડોક્યુમેન્ટ હોય. ગેંગ એટલી બધી સક્રિય છે કે જ્યાં સુધી ચોરી કરેલ સમાનના માલિકને ખબર પડે કે મારી વસ્તુ ગઈ ત્યાં સુધી તો તેઓ બીજા સ્ટોપ પર પ્રસ્થાન કરી ચુક્યા હોય. એમાં અમુક લોકો તો આમ આવેશમાં આવીને બુમો પાડવા લાગે બસ રોકો...બસ રોકો...મારો ફોન ગયો. બસ રોકો અને બધાનું ચેકિંગ કરો,. અરે ! મોટા દીદી...મારા વિચાર મુજબ ચોર ગ્રેજ્યુએટ હશે કે નહી એ તો નથી ખબર પણ એટલી જરૂર ખબર છે કે તે ચોરી કરીને થોડો કઈ તમારી ચંપલની માર ખાવા માટે બસમાં ઉભો રેવાનો ! ક્યારનો રફુચક્કર થઇ ગયો હોય.

ચોરીના કેસ સાંભળીને પહેલા બહુ નવાઈ લગતી અને દુખ પણ થતું પણ હવે તો આમ રોજ થતી ક્રિયાની જેમ તે પણ નોર્મલ થઇ ગયું.

ચોરીનો તેનાથી વિપરીત કિસ્સો. મમ્મી-પપ્પાને રોજ જમીને ચાલવા જવાની ટેવ. જો કે તેમની ટેવમાં હું પણ પેલા સાથ આપતી. પણ નોકરી ચાલુ કર્યા પછી હું સપનામાં જ ચાલી લેવાની ઇરછા વધારે રાખું છુ. ક્યારેક જો પર્વ અને મારે આવવાનો સમય સરખો થઇ જાય તો એ ઘોડાસર બસ-સ્ટોપ પર રાહ જોતો હોય મારી.બુધવારે પણ આવું જ કઈક થયું.

પર્વ મારી રાહ જોતો હતો અને મારી બસ ૫ મિનીટ મોડી હતી. તે રાહ જોતો હતો. ભીનું ધ્યાન નહી રહ્યું હોય કર ખબર નહી પણ તે પોતાની કોલેજનું આઈકાર્ડ અને બીઆરટીએસ બસનું સ્માર્ટ કાર્ડ બન્ને ત્યાજ ભૂલીને આવ્યો. રાત્રે બસ-સ્ટોપની વ્યસ્તતા થોડી ઓછી થઇ જાય તેમ છતાં ચોરની નજરથી આ બધી વસ્તુઓ ન બચી શકે. અમે બને ઘરે આવ્યા. બેગ મુકીને હાથ-પગ ધોઈને જમવા બેઠા. ભાઈને તો કોઈ ભનક પણ નહતી કે તેઓ આજે મહાન કામ કરીને આવ્યા છે. રોજના રૂટીન પપ્રમાણે મમ્મી-પપ્પા ચાલવા ગયા નસીબ જોગે એ જ દિવસે પપ્પા તેમનો ફોન લઇ ગયા હતા બાકી તે મોટા ભાગે ઘરે રાખીને જાય.

રાત્રે ૯ વાગ્યા આસપાસ તેમની પર કોઈ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો અને તમે નહિ માનો તે ફોન બીઆરટીએસ બસ સ્ટેન્ડ પર ટીકીટ ચેકર અંકલનો હતો.

પર્વના આઈકાર્ડમાં પપ્પાનો નંબર હતો તો તેમણે કર્યો અને કીધું કે તમારો દીકરો બે કાર્ડ અહિયાં ભૂલી ગયો છે જો તમે નજીકમાં રહેતા હોવ તો આવીને લઇ જાઓ બાકી હું મારી પાસે સાચવીને રાખું છુ સવારે લઇ જજો.

જયારે મમ્મીએ ઘરે આવીને આ જયારે આ વાત કરી ત્યારે મારા મનમાં રોજ થતી ચોરીઓની વાતો ધ્યાનમાં આવી ગઈ.

આવો બીજો એક કિસ્સો પણ છે બસના ડ્રાઈવરનો. હું ડ્રાઈવરની પછીની સીટમાં બેથી હતી. તડકો આવતો હતો એટલે મારી આંખો બંધ હતી. મારી પાછળની સીટમાં એક માસી બેઠેલા હતા એક ૫ વર્ષ આસપાસ દીકરો તેમના ખોળામાં સુઈ રહ્યો હતો. અચાનક એમણે પૂછ્યું કે શિવરંજની ગયું ?

હા, પણ એ આ રૂટમાં ન આવે. આ બસ તો નારોલ બાજુ જાય છે.

અરે, મને એક ભાઈએ કીધું કે આ બસમાં આવશે એ સ્ટોપ એટલે હું ચડી ગઈ.

એમને જવાનું હતું ચાંદખેડા અને જો અહીંથી પાછા જાય તો તેમને ૧ કલાક તો થઇ જ જાત.

એટલામાં ડ્રાઈવર બોલ્યા કે ચિંતા ન કરો. આહિયા આગળ દાણીલીમડાનું સ્ટોપ આવે ત્યાં ઉતરી જજો ત્યાં ૭ નંબરની બસ આવશે એ સીધી ચાંદખેડા જશે. આ બસ હમણાં જ ચાલુ થઇ હતી એટલે મને તેના વિશે કઈ ખબર નહતી.

પછી કાકાએ તેમના અરીસામાં જોયું અને બોલ્યા કાલે જ કોઈક મોટું બોર્ડ ભૂલીને જતો રહ્યો હતો. બોર્ડ પરથી લાગતું હતું કે છોકરો ભણતો હશે. એટલે હું સમજી ગઈ કે તે આર્કીટેક્ચર, સિવિલ કે ઇન્ટીરીયરનો વિદ્યાર્થી હશે.

મારા વિચારોને અટકાવતા કાકા પાછુ બોલ્યા હવે બહેન અમે તો એ બોર્ડ લઈને શું કરીએ. વર્કશોપ પર મેં જમા કરાવી દીધું.આવું એક વખત નહી થયું ઘણાય બિચારા ઉતાવળમાં પોતાની વસ્તુપ લઇ જવાની ભૂલી જતા હોય છે.અમને તો કોઈ પણ વસ્તુ મળે પછી એ ફોન હોય કે પર્સ હોય પાછુ જમા કરાવી જ દઈએ.

જો બીઆરટીએસ વાળા મને સારો એવો પગાર આપે તો આ ગેંગને પકડી પાડવામાં હું પૂરેપૂરું મારું વર્ચસ્વ આપીશ.