reunion books and stories free download online pdf in Gujarati

પુનઃ મિલાપ

"મમ્મી ઓ મમ્મી., કાલે તો વેકેશન ખુલી જશે. બધા મને ફરી પાછો હોસ્ટેલ માં મૂકી આવશે ને? પછી તો મને ઘરે આવવા પણ નહિ મળે. હે ને મમ્મી! બોલને કંઇક કેમ બોલતી નથી તું? " ૧૦ વર્ષ ની ઉમરે માતા ના પ્રેમ ને ગુમાવનાર નાનકડો હેત માતાના ફોટા સામે બેસીને કલ્પાંત કરે છે પરંતુ ત્યાં સાંભળનાર કોઈ નથી.
હેત ૧૦ વર્ષ નો હતો ત્યારે તેની માતા એઇડ્સ બીમારી નો ભોગ બની મૃત્યુ પામી હતી. દાદા દાદી તો હતા નહીં. પત્ની ગયા પછી હેત ના પિતા પણ પોતાની યાદશક્તિ ખોઈ બેઠા અને ઘર છોડી ચાલ્યા ગયા. પિતા ની પરિવારજનો એ ઘણી શોધ ખોળ કરી પણ ક્યાંય પત્તો લાગ્યો નહી અંતે આશા છોડી દીધી..
હેત ને હોસ્ટેલ માં મૂકી દેવામાં આવ્યો માત્ર વેકેશન માં તેની માસી તેના ઘરે લઈ જતી.   એ ત્યાં રાખતી પણ વર્તન તો એક નોકર જેવું જ કરતી. 
આજે ઉનાળા ના વેકેશન નો છેલ્લો દિવસ હતો. હેત મન ની અંદર મૂંઝાતો માતા ના ફોટા. ને જોઇને રડતો હતો . આખી રાત રડતો રહ્યો .  આખરે સવાર પડ્યું દર વખત ની જેમ આ વખતે પણ હેત ને હોસ્ટેલ મૂકવા કોઈ  ના આવ્યું . પોતે એકલો જ પોતાની રાહે નીકળી પડ્યો . પિતા ને શોધવાની એક દ્રઢ ઈચ્છા હતી .         
બસ આવી . હેત બસમાં બેસી રવાના થયો. મન તો ક્યાંય લાગતું ન હતું એનું. બસ ધીમે ધીમે આગળ ચાલી જતી તેમ તેમ હેત. ના નાનકડા મન માં વિચારોના વમળો ચાલતા હતા . રસ્તા માં હોટેલ આવી અને હેત નીચે ઉતર્યો..... અહીંયાથી શરૂ થયો  એના જીવન નો વળાંક.
જેવો હેત નીચે ઊતર્યો ત્યાં એક ટ્રક અને કાર વચ્ચે અકસ્માત થયો હતો . કાર માં ફક્ત ડ્રાઇવર જ હોવાથી તે બેભાન અવસ્થા માં પડ્યો હતો. ટ્રક વાળો નાસી છૂટ્યો હતો. કોઈક વ્યક્તિ ૧૦૮ ને ફોન કરે છે પણ પેલા ડ્રાઇવર ની મદદ કરવા કોઈ આવતું નથી. માનવીનો આત્મા તો જાણે મરી પરવાર્યો હોય તેમ કેટલા લોકો ત્યાં ફોટા પાડવામાં વ્યસ્ત હતા. જે ખરેખર આજના સમાજ ની કરુણતા દર્શાવે છે. 
હેત ડ્રાઇવર પાસે જાય છે પોતાની પાસે રહેલો રૂમાલ તેના માથા પર વીંટાળી પાણી છાંટે છે. પોતાના થી શક્ય તેટલી મદદ કરે છે .એટલા માં ૧૦૮ આવી જાય છે.
 આ બધી ઘટના ત્યાંના હોટેલ માલિક જોવે છે અને હેત ને બોલાવી પૂછે છે " બેટા તારું નામ શું છે?  અને આ સામાન લઈ એકલો ક્યાં જાય છે? " ત્યારે હેત બધી વાત જણાવે છે.
હોટેલ નો માલિક ની: સંતાન હોવાથી બાળકો પ્રત્યે  લાગણીશિલ હોય છે.  તે ફરી હેત ને પ્રશ્ન કરે છે" તને હોસ્ટેલ માં ગમે છે? નહિ તો તું મારી સાથે મારા ઘરે રહેવા ચાલ?" હેત આશ્ચર્ય પામે છે કેમ કે પહેલી વાર કોઈ તેને આવો પ્રશ્ન પૂછે છે. હેત રડતી આંખે એમની સાથે જવા તૈયાર થઈ જાય છે.
એક અનોખી લાગણીઓ નું બંધન અહીંયા બંધાય છે  હોટેલ માલિક અને હેત ઘરે જાય છે ત્યારે રસ્તા માં હેત એક ગરીબ બાળક ને ભૂખ્યો જોવે છે. પોતાના પાસે રહેલા બિસ્કિટ આપવાની જીદ પકડે છે . અને આપવા જતા રોડ ક્રોસ કરતા તેને કાર ની ટક્કર વાગે છે અને હેત ના માથામાંથી લોહીની ધારાઓ વહેવા લાગે છે. 
  હોટલ ના માલિક ત્યાં દોડે છે. શહેર ની નંબર વન હોસ્પિટલ માં હેત નો ઈલાજ કરવામાં આવે છે  ત્યારે હેત ના માથામાંથી લોહી વહી જવાના કારણે લોહીની જરૂર પડે છે . આ બાજુ હોટેલ ના માલિક અને હેત બંને. ના બ્લડ રિપોર્ટ સરખા આવતા હેત ના શરીર માં હોટેલ માલિક નું બ્લડ ચડે છે.
હેત સ્વસ્થ થતાં ડોક્ટર જણાવે છે કે બંને ના બ્લડ રિપોર્ટ મુજબ હેત તેમનો જ દીકરો છે. યાદદાસ્ત ચાલી જવાના કારણે હોટેલ માલિક મહેશભાઈ ને કઈ યાદ તો નથી પરંતુ એક અનોખી લાગણીઓ નું બંધન આ વાત ઉપર સંમતિ ની મહોર લગાવે છે. હકીકત ની જાણ હેત ને થતાં ભગવાન નો આભાર માની પિતાને ગળે વળગી પડે છે અને આજીવન માટે પોતાની સાથે રહેવાનું વચન માગે છે.
ઈશ્વર ની ઈચ્છા થી યાદદાસ્ત ગુમાવેલા મહેશભાઈ નો કોઈક સંસ્થા વાળા ઈલાજ કરાવ્યો  અને પોતાની જાતે પગભર થવામાં માટે મદદ કરી હતી . મહેશભાઈ એ નવા જીવન ની શરૂવાત હોટેલ ખોલીને કરી દીધી હતી.
પરંતુ કુદરત આગળ તો ક્યાં કોઈનું ચાલે જ છે આખરે પિતા પુત્ર ને મળે જ છૂટકો.
      

બીજા રસપ્રદ વિકલ્પો