બલિદાન - sacrifice jd દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

બલિદાન - sacrifice




Already આ વાત 4th January 2019 ના રોજ મૂકી જ છે. પણ as a story મુકવાનું કારણ એ કે વાત દરેક સુધી પહોંચી શકે અને અહીંયા વધારાની માહિતી આપી છે..




તમે ક્યારેય engineer ને પગે લાગ્યા છો?? કે પછી salute કર્યું છે? Doctor, driver, advocate, writer, teacher etc etc... આ બધા પણ salutes ને‌ હકદાર છે જ. અને હા અમુક નેતા પણ ..હો ! ક્યારેય મંદિર માં કચરા પોતા કરતા માસીને પગે લાગ્યા છો? પગે લાગવાનું છોડો જય શ્રી કૃષ્ણા કર્યા છે?




જેમ તમે ખાલી સૈનિકોનુ કે ખેડૂતોનુ બલિદાન જોવો છો તો એકાદ નજર આ બાજુ થાય એ માટે થોડુંક હું પણ કંઇક લખી દઉં.....





હમણાં ૧૦/૧૫ દિવસ પહેલા અમારી company મા accident થયો હતો electrical sub station માં blast થયો હતો અને એમાં ૨ engineer વધારે પડતાં જ burn થયા હતા. ૨ દિવસ પહેલા જ બન્ને...........





૨/૩ મહિના પહેલા Reliance Jamnagar માં PBR plant મા vessel blast થયો તેમાં પણ ૩ ના સમાચાર આવ્યા હતા.





KRIBHCO Surat માં reactor blast cold burn માં ૧ એ જાન ગુમાવી હતી.





આવા તો આટલા નહિ પણ હજી કેટ કેટલા નિકળે.





લોકો પોતાના પરિવાર છોડીને બે પૈસા માટે ૨૦૦૦ km દૂર‌ નોકરી કરવા આવે છે તો પછી ખાલી salute અને સન્માન ને હકદાર અમૂક લોકો જ કેમ? જાન તો driver પણ ગૂમાવે છે.




Doctor પણ રાત દિવસ જાગે છે. ઘરથી દૂર તો એક શિક્ષક પણ જાય છે. નેતા ઓ પણ BP ની ગોળીઓ ખાય છે.




તો પછી આ અન્યાય કેમ??




હમણાં થોડા દિવસ પહેલા એક મિત્ર long leave લઈને ઘરે ( કોલકતા) ગયો હતો જ્યારે એ પાછો આવતો હતો ત્યારે બધાની આંખમા આંસુ હતાં પણ એની આંખો માં નહોતા પણ એ train ઉપડી ગઈ પછી આંસુઓ પણ ઉપડ્યા...



મારા કહેવાનો તાત્પર્ય એટલો જ છે કે respect to everyone 




ખરાબ માણસ તો બધે જ હોય છે  Rustom movie તો જોયું જ હશે.




અને એવું પણ નથી કે engineer, doctor, driver કે અન્ય લોકો ભુલ નથી કરતા.




એ પણ કરે જ છે અને એનું ભોગવવું અનેક પડે છે.




Example




2nd & 3rd dec 1984


મધ્ય પ્રદેશ ( ભોપાલ )




34 year પહેલાની વાત છે પણ હજી પણ ત્યાંના લોકો ન્યાય માંગે છે ....




વાત જાણે એમ હતી કે 2nd dec ની રાત્રે union carbide India limited company માથી methyl isocyanate ગેસ લીકેજ થતા 3787 લોકો ત્યારે જ...

8000 બીજા 2 અઠવાડિયામાં ..

8000 પછી પાછા...

આ દૂનિયા છોડીને જતા રહ્યા. અને 558125 લોકો અપંગ થયા. આ માહિતી સરકારે આપી છે અને ત્યાંની જનતા હજુ એના માટે આંદોલન કરે છે કે હવે તો માહિતી સાચી આપી દો..




લગભગ 25000 ની આજુબાજુ આંકડો છે મુત્યુનો...


લાશોને એવી રીતે મૂકવામાં આવે જાણે મોટા ગોડાઉનમાં અનાજના બાચકા ન મૂકતા હોય..



Cementની  ખાલી plastic bag માં માણસના માથા ના હાડપિંજર રહ્યા કે એકને એક બીજી વાર ગણતરી મા ન આવી જાય...



આનાથી વધારે હું અહીં વર્ણન કરવામાં અસમર્થ છું. એવું હોય તો એક વાર ખાલી હિમ્મત રાખીને ગૂગલ પર BHOPAL TREDGEDY સર્ચ કરી જોજો.




બાકી મારે ખાલી example માં આટલું લખતા 3 દિવસ નીકળી ગયા. આંખ બંધ કરૂં તો પણ હજી એ નાનાં છોકરાંનો photo નજર આવે છે જે જમીન માં દબાઇ ગયો હતો.....




માફ કરજો topic ની બહાર જતો રહ્યો હતો પણ જરૂરી હતું,



એક એ મને કહ્યું હતું કે army નુ‌ કામ સૌથી મહેનત અને હિમ્મત નું કામ છે અને હું આ વાત થી હું 100% નહી 110% સહમત છું પણ.....




Reliance Industries Ltd hazira માં એવા એવા chemical storage tank છે ને કે leakage થાય અને બઘું બહાર આવી જાય, તો સુરત ની સૂરત જ ગાયબ થઈ જાય.. industry પણ કઈ સરહદ થી ઓછી ખતરનાક નથી... 



1000 PPM Chlorine gas વાતાવરણમાં લીકેજથી આવેને  તો 1 મિનિટ માં માણસ રામના શરણમાં પહોંચી જાય...




આવા તો એક નહીં પણ અનેક છે.. અને હું mechanical engineer છું તો માહિતી ઉપર નીચે હોય તો માફ કરજો...




એક એ એમ પણ કહ્યું હતું કે સૈનિકો દેશ માટે કરે છે... તો શું હું જે company મા છું એની જ બાયપ્રોડક gold નિકળે છે એ પણ અમુક kgs/month તો શું હું એ ઘરે લઈને આવું છું... કાશ એવું હોત તો રોજ રાત ઉજાગરા ન કરવા પડત મારા પાપાએ




અમે જોબ કરીએ છીએ એનાથી પણ દેશનો આર્થિક વિકાસ થાય જ છે....




તમે કરતા હશો એ પણ દેશ માટે જ છે... 





રાધે રાધે

_ Jaydip khachriya