અભણ સરપંચ... Vikash Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

શ્રેણી
શેયર કરો

અભણ સરપંચ...

ઝેરડા નામનું 10,000 જનસંખ્યા ધરાવતું એક બહુજ સુખી ગામ હતું. ગામમાં લોકોનો આમ મુખ્ય વ્યવસાય તો ખેતી અને પશુપાલન નો હતો અને એમાં અમુક લોકો સરકારી મુલાઝીમ પણ હતા. ગામનું વાતાવરણ બહુજ રમણીય અને શાંત રહેતું.

ગામની અંદર પ્રવેશતાં જ જમણી તરફ એક મોટું તળાવ અને એના કિનારે એક ઘટાદાર વડલો હતો. એ વડલા નીચે નાનું એવું આગમાતાજીનું મંદિર હતું. ત્યાં દરરોજ સાંજે નાના બાળકોની મંડળીઓ રમતી અને વડલાની વેલો પર હિંચકા ખાતી જોવા મળતી. આગળ વધતાં ગામની એક માત્ર સ્કૂલ આવતી જે આજુબાજુ ના ગામોની સ્કૂલોનું મુખ્યમથક હતું પરંતુ કહેવા ખાતર જ કારણકે ત્યાં ભણતર ના નામે ખાલી પાસ નું સર્ટિફિકેટ જ આપવામાં આવતું હતું. ત્યાંથી નીકળતા પહોંચીને સીધા ગામની વચોવચ જયાં એક મોટો ઘડિયાળસ્થંભ હતો જે આખા ગામ માંથી જોઈ શકાતો હતો. અને એની બાજુમાં દુધની ડેરી હતી જ્યાદરરોજ સવારે અને સાંજે દુઘ ભરાવવા માટે ભીડ જામતી જાણે કોઇ મેળો ભરાયો હોય. અને એની બાજુમાં એક સરકારી દેના બેંક હતી ત્યાં પણ મેળો જામતો પરંતુ મહીના ના પહેલાં અને ત્રીજા સોમવારે કારણકે ત્યારે ગામની બેંકમાં દુધની ડેરીનો પગાર આવતો. આ બન્ને દિવસો તો જાણે ગામમાં ઈદ અને દિવાળી ની જેમ મનાવાતા ત્યાં રહેલી નાની બજારમાંતો ત્યારે રોનક છવાઈ જતી. પરંતુ જેવો હાલ જાતીવાદ ના દુષણ મા વહેંચાઇ આપણા દેશનો થયો એવોજ હાલ ઝેરડા ગામનો પણ હતો. તેમાં પણ અલગ અલગ સમાજ ના અલગ અલગ ફળીયા હતા. જેમ કે, બ્રાહ્મણવાસ, ઠાકોરવાસ, પટેલની પોળ, રબારીનો વાસ, વર્ધમાનનગર, આંબેડકરનગર, ખાનચોક વગેરે..... આ બધા સિવાય પણ ગામમાં ઘણુંબધું જોવા લાયક હતું જેમકે, હનુમાનજીની દેરી, લક્ષ્મીજીનું મંદિર, આંબાવાડી, પંખીઓનો ચબુતરો, દેવોના દેવ મહાદેવજી નું મંદિર, જૈન મંદિર અને ગામની એક માત્ર મસ્જિદ વગેરે.....

આ બધા સાથે ગામની સવાર ગોવાળીયાઓ ના ગીતો અને પક્ષીઓ ના કલરવ વચ્ચે બહુજ મધુર લાગતી. અને એના માની જ એક સવારની વાત છે.

ગામમાં લગાવેલા ઘડિયાળસ્થંભ પર 10:00 વાગ્યા ના ટકોરા સંભળાઇ રહ્યા હતા. ત્યાંજ સરપંચશ્રી પંચાયત માં પ્રવેશ્યા.

તલાટી એમના હાથમાં એક રીપોર્ટ આપતા "લો... આના પર તમારા હસ્તાક્ષર કરી આપો"

" તે આ શેનો રીપોટ સે તલાટીસા'બ ? " પોતાના ડાબા હાથનો અંગૂઠો મારતા સરપંચે પૂછ્યું.

"સરપંચસાહેબ, આપણું ગામ 100% સાક્ષર થયું એનો રિપોર્ટ છે. તાલુકે મોકલવાનો છે." તલાટીએ રિપોર્ટ હાથમાં લેતા જવાબ આપ્યો.

‎" ઠીક.. સારું લ્યો ત્યારે મોકલી દ્યો, એક કામ તો પત્યું." કહીને સરપંચે ચાલતી પકડી.

ટુંકી વાત:-

મિત્રો, તમેજ કહો જે ગામનો સરપંચ જ અભણ હોય એ ગામ 100% સાક્ષર કઈ રીતે બને. 
એજ રીતે જે દેશના નેતા ઓ જ અભણ, ગુંડાઓ, રીશ્વતખોર, ભ્રષ્ટાચારી અને પોતાનુ ઘર ભરી બીજાનું જે થવું હોય એ થાય એવા વિચાર રખતો હોય એવો દેશ કઈ રીતે આગળ વધવાનો બોલો.
માટે એવા વ્યક્તિ ની હાથમાં તમારા અને તમારા દેશ ના ભવિષ્ય ની ડોર આપો જે એના કાબીલ હોય. અને જે તમને અને તમારા દેશ ને આગળ વધારે.પોતાને અને પોતાના દેશ ને આ જાતીવાદ રુપી દુષણ થી દુર રાખો.

આ સાથે મારા એક શેર સાથે આ વાર્તાને અહીં પુર્ણ કરીશ...

" આમતો આદત નથી મને ખુદ બદલાવવાની,
પરંતુ આ દુનિયા ને જોઈને થોડો હું ખુદને બદલી લઉં છું. " 

લેખક:- વિકાસ મનસુખલાલ દવે .
#Instagram:- @valam_ni_yado
@unstoppable_writer
# Facebook:- @Er. Vikash Dave .
#Pratilipi :- @Vikash Dave .
#YouTube:- https://www.youtube.com/channel/UClHQcHnAdGSNbFtcaeRnVXw
Mob.-9558453939
તમારો અભિપ્રાય જણાવો  vikashdave92@gmail.com પર.