પપ્પા મારા સુપરસ્ટાર: મનસુખલાલ દવે. Vikash Dave દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પપ્પા મારા સુપરસ્ટાર: મનસુખલાલ દવે.

          આજે ઘરમાં ઝઘડા પછીની નીરવ શાંતી છવાઈ હતી. કારણકે, થોડા સમય પહેલા જ મારી અને મારા પપ્પા વચ્ચે થોડી બોલચાલ થઈ હતી.


          ત્યાં જ ઘરની ડોર બેલ વાગી. મે મનમાં બબડતા બબડતા દરવાજો ખોલ્યો. સામે મારા પપ્પાના જુનાં મિત્ર ધનસુખકાકા ઉભા હતા. એ અવારનવાર અમારા ઘરે આવતા રહેતા હતા. એમનો અમારા ઘર સાથે એવા સબંધ બની ગયો હતો જાણે એ અમારા ઘરના એક સભ્ય જ હોય. આથી એમને અમારા ઘરના માહોલની બધી ખબર રહેતી.


          એ દિવસે ઘરમાં પ્રવેશતા ની સાથેજ ઘરનું વાતાવરણ જોઈ એમને ખબર ન પડી કે કેમ આ ખીલખીલાટ કરતાં આ ઘર માં આટલી ગમગીની છવાયેલી છે. આથી એમને મારા સામે આંખોથી ઈશારો કરી મને પુછ્યું "શું થયું? "મારા તરફ થી એમને વળતો જવાબ ના મળતાં. એમને પપ્પા સામે જોયું પણ એમની પપ્પાને પુછવાની હિંમત પડી નહી. એ એમના મોં પર સાફ દેખાઈ રહ્યું હતુ.


          આથી એમને ઘરનું વાતાવરણ બદલાવવા પોતાના સ્વભાવ પ્રમાણે મઝાક શરુ કરી પણ એમનો એ કીમીયો પણ નિષ્ફળ ગયો. ધીરે ધીરે વાતાવરણ વધારે ગરમાવો પકડી રહ્યું હતું આથી હું ઘરની બહાર નીકળી ગયો . થોડાંક સમય પછી ધનસુખકાકા પણ મારી પાછળ પાછળ મારા ઘરની બાજુમાં જે બગીચો હતો ત્યાં આવી મારી બાજુમાં બેન્ચ પર બેઠા.

ધનસુખકાકા- "શું થયું?"

"કઈ નહીં મારે પપ્પા સાથે ફેમિલિ બિઝનેસ માં કામ કરવું છે એ મેં પપ્પાને કહ્યું તો એ ગુસ્સે થઈ ગયા અને મને બોલવા લાગ્યાં."

"હા તો એમાં ખોટું શું છે. તારા પપ્પાની વાત સાચી તો છે તુ હોશિયાર છે અને તારા ગ્રેડ પણ સારા આવે છે. અને તારા પપ્પા એમ ઈચ્છે છે કે, તું કોઇ સારી જગ્યાએ જોબે લાગે તો તારે તારા આ ફેમિલી બિઝનેસ માં હાથ કાળા ન કરવા પડે." કાકાએ મને સમજાવતાં કહ્યું.

હું એમના પર ચીડાઈ તરત બોલી ઉઠ્યો "શેનાં કાળા હાથ? શું તમે પણ પપ્પાની જેમ અભણ જેવી વાતો કરો છો." 
મારું આ વાક્ય સાંભળતાં એમના મોં પર અણગમાનો ભાવ સાફ છળકી રહ્યો હતો. પણ તે વસ્તુ ને મે ધ્યાનમાં ન લેતાં મારી વાત આગળ ધપાવી.
"તમને ખબર છે આ ધંધામાં કેટલાક બધા પૈસા છે. રાતોરાત તમે અમીર બની શકો અને એમાં આપણે કરાવાનું શું કઈ નહીં બસ ઑડર લખે જવાનું બસ બીજું શું? "

હવે કાકાથી વધારે સહન થયું નહી એ તરત બોલી ઉઠ્યા "સાંભળ તું જેને અભણ કહે છે ને એ ભણતરમાં અભણ હશે ગણતર માં નહી. આજે તું અહી આ બગીચામાં અને આ બાજુમાં રહેલ 4BHK ઘરમાં તું રહે છે ને એ તે અભણ નો જ પ્રતાપ છે.

એને જે વેઠ્યું એ તે વેઠ્યુ હોતને તો ક્યાંરનોય સન્યાસ લઈ યોગી બની ઘર છોડી મુક્યુ હોત." 
મારા મા આ સાંભળવાની ઈચ્છા જાગી આથી મેં પુછી લીધું "કેમ એવું તો શું વેઠ્યું છે એમને એવું તો શું-શું થયું એમના જીવનમાં? "

કાકાએ કહ્યું "તારે સાંભળવું જ છે તો સાંભળ."
'તને હમણાં 21 વર્ષ થયા. પરંતુ જ્યારે તારા પપ્પા 16 વર્ષ ના હતા ત્યારે એ સુરતમાં હીરા ઘસવા આવ્યા હતા. હીરા ઘસતા ઘસતા એમને 6 વર્ષ ત્યાં નીકળ્યા ત્યારે હીરા ઉદ્યોગ મા બહુ તેજી હતી તો તારા પપ્પાના મનમાં વિચાર આવ્યો "ક્યાં સુધી નોકરી કરવાની મારી પાસે પણ પોતાનું હીરા નું કારખાનું હોવું જોઈએ" અને એને પૈસા ઉછીના લાવી માત્ર 22 વર્ષની ઉંમરે પોતાનુ કારખાનું સ્થાપ્યું. પરંતુ એને વિધીના લેખ કહો કે નશીબ એ વર્ષ ના બીજાજ વર્ષે હીરા ઉદ્યોગ પડી ભાંગ્યો અને તારા પપ્પાને મોટી ખોટ ગઈ. તો પણ એ હાર્યો નહીં ત્યાં પાછી નોકરી ચાલુ કરી પૈસા કમાઈ પોતાના પરનું દેવું ઉતાર્યું પછી જ ધરે પાછાં આવ્યા.

ધરે આવી ભાડે ખેતર રાખી ખેતી ચાલુ કરી. એક સમય તો એવો આવ્યો કે એમને 4-4 ખેતર ભાગે રાખી વાવવાનું ચાલુ કર્યું. એમાં પણ કઈ વળ્યું નહીં. કહેવાય છે ને "ગઠવી ક્યાં ગયાતા ક્યાંય નહી, શું લાવ્યા કઈ નહી." બસ એવું જ તારા પપ્પાના સાથે થયું. ગમે તેટલી મેહનત કરે પણ મળે કઈ નહી. છેલ્લે એમને એક ખેતરમાં ભાગ રાખ્યો. એ ખેતરમાં મબલખ પાક લેવા એમને તનતોડ મેહનત કરી પણ છેલ્લું પાણી વાળવાનો સમય આવ્યો અને બોરની મોટર બગડી ગઈ.'

હવે તારા પપ્પા થાક્યા હતા. આટલી મહેનત કરવા છતાં સફળતા ના મળે તો માણસ થાકે પણ ખરો. તો પણ એમને એ મોટર 10 હજાર ના ખર્ચે સરખી કરાવી અને ખેતરના માલીક ના હાથમાં ખેતર ની ચાવી મુકી અને કહ્યું "આ તમારા ખેતર ની ચાવી અને આ તમારું ખેતર હવે મારે આના થી કઈ લેવા દેવા નહીં " આટલુ કહી ખેતરમાં ઉભો પાક છોડીને એ ત્યાંથી નીકળી ગયા. આવું કરવાનું એક બીજું કારણ એ પણ હતું કે, એ જ વર્ષે તારી મોટી બહેન નું બહુ નાની (એક મહિનાની) વયે અવસાન થયું હતું. તો પણ હજી તેઓ હિમ્મત હાર્યા ન હતા.

એમને પોતાનો એક નવો ઈલેક્ટ્રોનિક નો ધંધો ચાલુ કર્યો. રોજની 50₹ કમાણી થતી તો પણ તમારું ઘર ખુશી થી ચાલતું. પરંતુ જેમ જેમ સમય વીતી રહ્યો હતો તેમ-તેમ એમના સસરાપક્ષ તરફથી પોતાનું ઘર લેવાનું દબાણ વધી રહ્યું હતું.

2000 ના વર્ષમાં કઈ વધુ કમાણી ના હોવા છતાં એમણે તારી મમ્મીની અને સસરાપક્ષ ની ઈચ્છા પુર્ણ કરી. અને પૈસા વ્યાજે લાવી પોતાનુ ઘર ખરીદ્યું. પણ હજીય પ્રશ્ર્ન તો એનો એ જ હતો. કે આ ઘરના માટે વ્યાજે લાવેલા પૈસા ચુકવવા ક્યાંથી. અને ત્યારે કોઈ એક વ્યક્તિએ એમને આ કેટરિંગ (રસોડાનો) ધંધો સુચવ્યો. જેને તું પોતાનો ખાનદાની ધંધો કહે છે.

આ બિઝનેસ તારો ખાનદાની નહી તારા પપ્પાએ પોતાનો પરસેવો રેડી બેઠો કરેલો આ બિઝનેસ છે. મે જોયા છે આના માટે એમને અડધી રાતે દોડતા, રાતના 12 વાગે ઠંડુ ખાતા, લગાદાર 10-12 રાતના ઉજાગર કરતા. તને શું ખબર આ બધાની ત્યારે તો તું બહુજ નાનો હતો. આ બિઝનેસ 1 કે 2 વર્ષ નો નહી પુરા 17 વર્ષ ની મહેનત છે તારા પપ્પાની. તારા પપ્પાએ આ બધું જોયું છે અને જાત્તે અનુભવ્યું છે એટલે જ તને એ આ બધું ના કરવાનું કહી બીજી નોકરી શોધવાનું કહે છે.

તને લાગે છે એમને પૈસા કમાતા નથી આવડતા. તું એમને અભણ ગણે છે. ભાઈ એ તારા કરતા અભણ ભલે રહ્યા પરંતું એમન માં તારા કરતા ગણતરી વધું છે.

તે જેટલા રુપિયા જોયાં નહી હોયને એટલા તો એ અભણે તારી પાછળ ખર્ચી નાખ્યા હશે. અને તો પણ તારી પાસે થી એક રુપીયા નો હિસાબ નથી માંગ્યો. સમજ્યો." પપ્પા પ્રત્યેની એમની મિત્રતા દેખાડી આટલું કહી એ ઉભાં થઈ ચાલવા લાગ્યા.

આ બધું સાંભળી મારી આંખો માં પણ આંસુ આવી ગયા. અને મે કાકાના પગ પકડી લીધા અને માફી માંગવા લાગ્યો. "કાકા મારી ભુલ થઈ ગઈ પ્લીઝ મને માફ કરી દો. મારા પપ્પા એ આટલી સ્ટ્રગલ કરી છે મને તો ખબરજ ન હતી. તેમના વિશે હું કેટલું ખોટું વિચારતો હતો. હવે મને ખબર પડી ગઈ છે. હવે થી હું એમની સામે ક્યારેય નહી બોલું અને એ કહેશે એ જ કરીશ. પ્લીઝ..... પ્લીઝ મને માફ કરી દો."

કાકા એ મને ઉભો કરતા કરતા કહ્યું, "માફી તારે મારી નહી તારા પપ્પાની માંગવાની છે. એ જ તને માફ કરશે જા."

બપોરના 12:00 વાગી ગયા હતા. ઘડીયાળ નો છેલ્લો ટકોરો વાગ્યો અને હું ઘરમાં પ્રવેશ્યો. પપ્પા સામે સોફા પર બેઠા હતા. મારા સામે જોઈ થોડા હસ્યા અને મને કહ્યું, "વિકાસ તું આવી ગયો? ચાલ હાથપગ ધોઈ લે તારી મમ્મીએ આજે તારુ ભાવતુ જમવાનું બનાવ્યું છે. આજે આપણે બંને સાથે જમી લઈએ. "

આ બધું જોઈ મને નવાઇ લાગી જાણે આજે સવારે કઈ થયું જ નથી. એમ મારા પપ્પા મારી સાથે વર્તી રહ્યા હતા. આ જોઈ મારી આંખો આંસુ આવી ગયાં અને હું ઝડપથી જઈ મારા પપ્પાના ગળે લાગી ધ્રુસ્કે-ધ્રુસ્કે રોવા લાગ્યો, "પપ્પા મને માફ કરી દો મારાથી ભુલ થઇ ગઈ. હું તમને સમજી ના શક્યો. Plz મને માફ કરી દો. હવે તમે જે કહેશો એ હું કરીશ."

"અરે એવું કઈ ના હોય બેટા. તારી એ વાત તો હું ક્યાંરનોય ભુલી ગયો અને તને ક્યારનોય માફ કરી દીધો. "

"થેન્ક યું પપ્પા..... I Love You Pappa" આટલુ કહી હું પપ્પાને પાછો ગળે લાગી ગયો.


આ બધું જોઈ મમ્મી અને ધનસુખકાકા ના આંખ માં પણ ખુશી ના આંસુ આવી ગયા.

ધનસુખકાકા - હવે રામ-દશરથ મિલાપ આમ જ ચાલુ રહેશે કે જમવાનું પણ મળશે. મને તો મુખ લાગી છે.

પપ્પા મારી પીઠ થબથબાવતા "હા..... હા..... ચાલો જમી લઈએ."
અને અમે ઘરના બધા જમવા બેઠા.


મારા પપ્પાની 
આ કહાની મેં ત્યારે પહેલી વાર સાંભળી અને ત્યારથી હું એમનાથી એટલો ઈન્સપાયર થયો કે ત્યારથી મારા પપ્પા મારા માટે આદર્શ બની ગયા અને ત્યારથી જ મારા પપ્પા મારા માટે મારા સુપરસ્ટાર પણ બની ગયા છે.





લેખક:- વિકાસ મનસુખલાલ દવે (Rehan)
તારો અને બસ તારો "VID & ViShit"
#instagram:- @valam_ni_yado
@unstoppable_writer
#Facebook - @Er Vikash Dave
#Mob:- 95584 53939
તમારો અભિપ્રાય જણાવો vikashdave92@gmail.com પર.