one trip -18 (sister in law) books and stories free download online pdf in Gujarati

એક સફર-18(પારકી દીકરીના થાપા)


એક સફર-18
(પારકી દીકરીના થાપા)

આજની સફરમાં એક નાના ગામની દીકરી છે. ભલે ગામ નાનું પરંતુ શિક્ષણ બાબતે બહુ જ આગળ હતું.
***

હજી તો હું સવારે નહાઈ ને બહાર આવી ત્યાં જ મારા નામની એક કુરિયર આવ્યું. મે કુરિયરના રૂપિયા ચૂકવી કુરિયર હાથમાં લઈને ઘરમાં અંદર આવી. કુરિયર મારી સખી વેદનાનું હતું. હા, તેનું નામ વેદના હતું પરંતુ જ્યાં જાય ત્યાં સુખની નદીયા વહી જાય.

મે પોતાના વાળ આંખમાં ખૂંચે નહીં એટલે ટુવાલ વાળ પર વીંટી દીધો. અને બે વર્ષ પછી મારી સખી ની આવેલૂ કુરિયર ખોલ્યું.  અંદર એક ચિઠ્ઠી હતી તેમાં વેદનાએ લખ્યું હતું કે...
પ્રિય સખી,

મારા લગ્ન નક્કી કરવામાં આવ્યા છે, બધુ બહુ જ જલ્દી થયું છે એટ્લે તને વહેલા બોલાવી સકી નહીં. પરંતુ હવે વહેલા મારા ઘરે આવી જજે. તને કુરિયરમાં મારા લગ્નની કંકોત્રી મોકલું છું. 


મારૂ દિલ ખુશી સાથે ઊછળી રહ્યું હતું કે મારી સખી ના લગન છે. મને બહુ જ આનંદ હતો કે એના લગ્ન નક્કી થઈ ગયા છે. પરંતુ લગ્ન કેની સાથે થયા છે, તે કોલેજમાં જેને પ્રેમ કરતી તેને જ સાથે થયા છે કે પછી બીજા કોઈ સાથે? મનના વિચાર અને હાથની ત્વરાથી કંકોત્રીમાં નામ જોયું એક તરફ વેદના લખ્યું હતું અને બીજી તરફ પ્રિયાંશ લખ્યું હતું. 

પ્રિયાંશ નામ વાંચીને મારૂ મન બહુ જ અસ્થિર થવા લાગ્યું. આ પ્રિયાંશ પેલો જ નથી ને? જડપથી કંકોત્રિનું બીજું પાનનું ખોલીને તેની તસવીર જોવાની ઉતાવળ કરી. તસવીર જોઇ તુરંત ફોન હાથમાં લીધો અને વેદનાને ફોન કર્યો. પરંતુ તેને ફોન લાગ્યો જ નહીં કેમ કે બે વર્ષ થઈ ગયા છે અમે વાત નથી કરી એને એટ્લે સાયદ એને ફોન નં. બદલી કાઢ્યો હશે. મે તુરંત કંકોત્રીમાં લગ્ન ની તારીખ તપાસ કરી. હું ચોકી ગઈ કે લગ્ન તો પરમ દિવસ પર જ છે. કાલે તો મારે ગમે એમ કરીને વેદના પાસે જઈને તેને આવું પગલું ભરતા અટકાવી પડશે.

સવારે ઊઠીને હું મારા દિલના ધબકારાની સાથે મનને શાંત કરવા બધુ સરખું થઈ જશે એવી આશા બાંધતી પોતાની જરૂરિયાત સામાન લઈને નીકળી ગઈ. વેદનાનું ગામ શહેરથી 3 કલાકના સમયના અંતર પર આવેલું હતું. હું મારા મનમાં વેદના લઈને ને વેદના અને પ્રિયાંશ વિષે વિચારતાની સાથે બસમાં ચડી ગઈ. અને રસ્તા ના એક એક પળ મારી આંખમાં જાણે બહુ જ ગહેરી તસવીર બનતી હોય તેમ પસાર થતાં હતા. 

પ્રિયાંશ જેવા છોકરા સાથે લગ્ન કરવા કેમ રાજી થઈ ગઈ? પ્રિયાંશ એક આવરો અને લફડાબાજ છોકરો હતો. કોલેજમાં બધાને હેરાન કરતો. ખુદ તો કોઈ દિવસ અભ્યાસમાં ધ્યાન દેતો નહીં અને બીજાને અભ્યાસમાં ચીડવતો. પછી તો વેદના પાછળ એટલો પડી ગયો હતો કે જ્યાં એને જોવે એટ્લે તુરંત એની મશ્કરી કરે અને છેલ્લે માફી માગી I LOVE YOU કહી દેતો. હા બધાને ખબર કે પ્રિયાંશ સાચે જ વેદનાને પ્રેમ કરે છે અને તે એક પૈસાદારનો છોકરો હતો. 

પરંતુ વેદના પણ બધુ સહન કરતી હતી કેમ કે વેદનાને ખબર હતી કે હું કઈ પણ કરીશ તો તે વાત સીધી જ મારા ગામ પહોચી જશે. કેમ કે પ્રિયાંશ અને વેદના એક જ ગામના હતા. વેદના પોતાના મમ્મી પપ્પા ની એકનેએક દીકરી હતી. તેનું પરિવાર બહુ જ સાધારણ અને મધ્યમ હતું. પંરતુ વેદના અભ્યાસમાં હમેશા આગળ રહેતી.

હા, આખી કોલેજને ખબર કે પ્રિયાંશ વેદનાની પાછળ ઘેલો હતો. પરંતુ વેદના ક્યારેય પ્રિયાંશ ને પ્રેમ કરતી જ નહતી. ત્યાં જ બસમાં હોરન વાગ્યું અને તેનું ગામ આવ્યું. વેદનાનું ઘર રોશનીથી ચમકી રહ્યું હતું. બધા ખુશ ખુશ લાગી રહ્યા હતા. મને જોઈ વેદનાના પપ્પા એ તુરંત કહ્યું કે વેદનાની સખી છે ને દિશા?

મે એના પપ્પા ને હા પડતાં કહ્યું કે વેદના ક્યાં છે? તેના પપ્પા એ વેદનાની મમ્મી ને આવાજ કરતાં કહ્યું કે વેદનાની સખી આવી છે, તેને લઈ જાવો અને આરામ કરી તેને વેદના પાસે લઈ જાવો. તેના મમ્મી એક રૂમમાં લઈ ગયા અને કહ્યું કે બેટા તું ફ્રેશ થઈ જા, તારા માટે નાસ્તો લઈને આવું છું. 

હું ફટાફટ ફ્રેશ થઈ ગઈ અને તેના મમ્મી આવે તે પહેલા જ રૂમ ની બહાર નીકળી ગઈ. ત્યાં સામે આવેલા કાકી ને પુછ્યું કે વેદના ક્યાં છે? મારે એને મળવું છે? તુરંત કાકીએ વેદનાનો રૂમ તરફ ઈશારો કર્યો. હું રૂમના દરવાજા પાસે પહોચી. બધી તરફ ખુશાલીનો માહોલ હતો. પરંતુ મનમાં વિચારવા લાગી કે હું વેદનાને કઈ રીતે સમજાવીશ? તેના મનમાં શું ચાલી રહ્યું હશે?  પછી હિમ્મત કરી પોતાને જ કહ્યું કે હું પણ દિશા છું આજે ગમે તેમ કરીને વેદનાને સાચી દિશા બતાવીને જ રહીશ. 

હાથ લંબાવીને દરવાજા પર ટકોટ કરી, અને અંદરથી નાની એવી પ્યારી છોકરીએ દરવાજો ખોલ્યો. મને જોઈને થોડું સ્મિત કરતી ત્યાથી ચાલી ગઈ. મે થોડો પણ સમય બરબાદ કર્યા વગર રૂમની અંદર ચાલી ગઈ. વેદનાની મારા પર નજર પડતાં જ ઊભી થઈ ગઈ અને હસતાં હસતાં જ મને ભેટી પડી. અને કહ્યું કે બધુ બહુ જ જલ્દી થઈ ગયું અને મારી પાસે તારા ફોન નં નહતા એટ્લે તારા ઘરના સરનામા પર કુરિયર કરી નાખ્યું. બોલ દિશા તારી સફર કેવી રહી?

વેદનાના મુખ પર દુખની એક તિરાડ નહતી પરંતુ તેનું મુખ ખુશીથી છલકતું હતું. પરંતુ મરાથી રહેવાણું નહીં એટ્લે આસપાસ કોઈને નહીં જોતાં મે પુછ્યું કે તું પ્રિયાંશ સાથે કઈ રીતે લગ્ન કરી શકે? તે જ પ્રિયાંશ ને એના મુખ પર કહ્યું હતું કે “હું મારા પાડોશીમાં રહેતો પ્રતાપને પ્રેમ કરું છું, તો તું હવે મને ભૂલી જા. હું તારી ક્યારેય નહીં બનું.”

અરે મારી સખી દિશા તું પહેલા અહયાં બેસી જા, હું તને બધુ સમજાવ. હું તત્પર હતી બધુ જાણવા કે એવું તો શું થયું કે વેદના પ્રતાપ ને મૂકી પ્રિયાંશ સાથે લગ્ન કરવા રાજી થઈ ગઈ. વેદનાએ મને પાણી આપતા વાત ચાલુ કરી.


ક્રમશ...

શું બન્યુ હશે વેદના નાં ભૂતકાળમાં
કે વેદના પોતાના પ્રેમ ને મુકીને પ્રિયાંશ સાથે લગ્ન કરવા તૈયાર થઈ ગઇ?

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED