આગળનાં ભાગમાં આપણે જોયું કે ધ્રુવીના ગયા પછી જીવનમાં ધ્રુતિનુ આગમન થાય છે. અને બને છુપી મૈત્રીમાં જીવનનો પ્રારંભ કરે છે. હવે આગળ...
તે ડોક્ટર નો અભ્યાસ કરતી હતી અને મે એંજીનિયર કર્યું હતું. બને વચ્ચે વાતું માં બહુ જ ઊચનીચ થવા લાગી. બને એકબીજાની વાતું માં ગુસ્સો પણ કરતાં હતા પરંતુ છેલ્લે વાત પર પૂર્ણવિરામ તો પ્રેમથી જ મુક્તા હતા. બંને ની છૂપી મૈત્રી ગઢબંધન માં બંધાતી ગઈ. બંને વાતુમાં એવા ગુછવાયા કે ધ્રુતિએ કહ્યું કે હું એંજીનિયર છોકરા સાથે લગ્ન જ નહીં કરું. અને કહ્યું કે તારામાં જ એટલો વટ હોય તો મને પટાવીને બતાવ. હું પણ કેમ નીચે મૂકું આ તો વટ ની વાત હતી. મે પણ કહ્યું કે હું પણ તને પટાવીને જ રહીશ.
પરંતુ મારી એક સર્ત છે,”આપણે ક્યારેય એકબીજા સાથે ખોટું બોલશું નહીં” ત્યારે ધ્રુતિએ મારી સર્તને હા કહેતા કહ્યું કે સામે મારી પણ એક સર્ત છે, “પ્રિત, આપણે ક્યારેય એકબીજાના દીલને દુખી નહીં કરી.” બનેએ એકબીજાની સર્તને માન્ય રાખી.
બધી વતું જિદ થી ચાલુ થઈ પ્રેમમાં અંત પામતી હતી. પરંતુ હવે જિદથી ચાલુ થઈ પ્રેમની પરાકાસ્ઠા એ પહોચી હતી. અરે આ અમે કઈ દિશા તરફ વળ્યા હતા. વટમાં ને વટમાં તો રાજા એ રજવાડા ગુમાવ્યા હતા. અહી કોણ પ્રેમની પરીક્ષા લઈ રહ્યું હતું અને કોણ પ્રેમની પરીક્ષા આપી રહ્યું હતું તે વાતથી બને અજાણ હતા.
બને વટમાં એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા. હું વિચારતો હતો કે તે હજી મારા પ્રેમને ના જ પાડશે એટ્લે મે પુછ્યું જ નહીં. અને તે વિચારતી હતી કે હું કહીશ ત્યારે તે હા પાડશે.
બને એકબીજાને બહુ જ પ્રેમ કરવા લાગ્યા. દિવસો સમય સાથે પસાર થવા લાગ્યા. હવે મારા દિલમાં ધ્રુવીનું બધુ સ્થાન ધ્રુતી લઈ ચૂકી હતી. હવે કે સમય પણ ધ્રુવીની યાદ નહતી આવતી. એટ્લે મે નિર્ણય કર્યો કે કાલે ધ્રુતિને પૂછી જ નાખું કે પ્રેમ કરે છે કે નહીં? અને ધ્રુતિને ફોનમાં કહ્યું કે કાલે સમય હોય તો આપણે મળીએ થોડી મહત્વની વાત છે? ધ્રુતિએ એ હા પડતાં કહ્યું કે કાલે સવારે મળીએ.
આજે તો વહેલી સવારે ઉઠી ગયો. આજે સડક પર ચાલતા વાહનોના આવજોથી દૂર બગીચામાં ફૂલ પર ભમરાનું ગુંજન સંભળાય રહ્યું હતું. મમ્મીના મુખ પર કલકલ ના બદલે વહેલા ઉઠવાની ખુશી મળી હતી. આજે સુરજ મારા માટે ઊગ્યો હોય તેવો ભાસ થઈ રહ્યો હતો. અચાનક જ બારીના સળિયા પર એક કાકડો બેસીને અવાજ કરવા લાગ્યો. બધાને તેનો આવાજ કડવો લાગે છે પરંતુ મને આજે કોયલ અને કાકડાના આવાજમાં કોઈ જ અંતર લાગતું નહતું. ત્યાં જ મમ્મીએ કહ્યું કે આજે કોણ મહેમાન આવશે? મે કહ્યું કે શું મમ્મી તમે પણ ? આવી જૂની વાતું પર માનો છો. પછી હું ધ્રુતિને મળવા દરવાજા તરફ ચાલ્યો. ત્યાં જ દરવાજાની ડોરબેલ રણકી.
દરવાજો ખોલતા જ મારા હાથ દરવાજા પર જ રહી ગયા. ત્યથી એક પગલું પણ હવે આગળ વાદધિ શકે તેમ નહતું. એક સમય હતો કે દરિયામાં તુફાન હતું છતાં અમારી પાસે નાની નાવ હતી. આજે તો નાવ પણ તૂટી જાય તેવું તુફાન મારા દરવાજા પાસે આવીને ઊભું હતું. હા, મારે સામે ધ્રુવી હતી. ત્યાં જ મમ્મીનો આવાજ આવ્યો કે કોણ આવ્યું છે? હું કઈ પણ બોલું તે પહેલા જ ધ્રુવી બોલી કે આંટી હું છું ધ્રુવી, પ્રિતની ફ્રેન્ડ.
મમ્મી પણ પોતાનું કામ મૂકીને આવકાર સાથે તેને ઘર અંદર બેસાડી અને પાણી આપ્યું. પછી ધ્રુવી એ મને પુછ્યું કે “લગ્ન કર્યા તે?” હું એટલો આઘાતમાં હતો કે હું કઈ બોલી શકુ તેમ જ નહતો. એટ્લે મે મારૂ મોઢું ધૂણવીને ના માં ઇસરો કર્યો. ત્યાં જ ધ્રુવીએ કહ્યું કે મને વિશ્વાસ જ હતો કે તું મારી રાહ જોઈશ જ અને બીજા કોઈ સાથે લગ્ન જ નહીં કરે. મારૂ પરિવાર હવે મણિ ગયું છે હવે આપણે બને લગ્ન કરી લઈશું. ત્યાં તો મમ્મીના મુખ પર સ્મિત ફરકવાલાગ્યું સાથે મારા પર ગુસ્સો પણ કરતી હતી કે આવી મોટી વાત બધાથી છુપાવી હતી. અને મમ્મી એ ધ્રુવીને હા કહ્યું અને ધ્રુવીએ કાલે બધા મળીએ એમ કહીને ચાલી ગઈ.
હું ચૂપચાપ પોતાના રૂમ તરફ ચાલ્યો ગયો. હું હવે શું કરીશ તે મને કઈ ભાન જ નહતું. પરંતુ મારી રાહ ધ્રુતિ જોવે છે તે યાદ આવ્યું. અને તુરંત હું ઘરેથી નીકળી ધ્રુતિને મળવા ગયો. ધ્રુતિ મારા પહેલા જ ત્યાં પહોચી ગઈ હતી.
ધ્રુતિને મળવા તો પહોચી ગયો હતો પરંતુ શું બોલું તે વિચારી રહ્યો હતો. તેને હું ક્યાથી વાત ચાલુ કરું? હું એને મારો ભૂતકાળ કઈ રીતે કહું? કાલે મારા ઘરે નારી સગાઈની વાત નક્કી જ થવાની છે તેમ કઈ રીતે કહું? હું હવે તેને કઈ પણ કહીશ તો તેનું દિલ બહુ જ દુખી થશે. પછી હું તેની સામે ચૂપચાપ બેસી રહ્યો. થોડા સમય પછી ધ્રુતિ એ મને બે-ત્રણ વાર કહ્યું હશે “પ્રિત , કઈક તો બોલ” પરંતુ મને કઈ સમજાતું જ નહતું. છેલ્લે તેને મારો હાથ પકળ્યો અને કહ્યું કે પ્રિત તને કહ્યું છું કે કઈક તો બોલ? ત્યારે મે એને કહ્યું કે હા, શું કહું તને? ધ્રુતિ મને સમજી ગઈ કે હું બહુ જ ઊંડા વિચારમાં છું. એને હસતાં હસતાં મજાકમાં પુછ્યું કે પ્રિત, તારે ભૂતકાળ માં કોઈ છોકરી સાથે મૈત્રી હતી.?
હું એકદમ સ્તબ્ધ થઈ ગયો. મારે એને શું કહેવું એ સમજાતું નહતું. એક તરફ સાચું બોલવાનું વચન હતું અને બીજી તરફ દિલ દુખાઈ નો જાય તેનું ધ્યાન રાખવાનું હતું. જો એને સાચું કહીશ તો એનું દિલ દુખાઈ જશે અને ખોટું કહીશ તો મારૂ વચન તૂટી જશે. હું બહુ જ સંકટમાં ફસાઈ ગયો હતો. પરંતુ ખોટું બોલીને એની જિંદગી બરબાદ તો નહીં જ કરું. મે મારા દિલ ને પુછ્યું, “હા, હજુ પણ ધ્રુવી ને જ પ્રેમ કરતું હતું” મે દિલ પર હાથ રાખ્યો અને હિમ્મત કરીને ધ્રુતિને બધી વાત કહી.
ધ્રુતિ એક મિનિટ તો કઈ બોલી જ નહીં પરંતુ હસીને કહ્યું કે તો એમાં શું તકલીફ છે, એમ પણ તું એને જ પ્રેમ કરે છે ને તો પછી લગ્ન કરી લે. મે ધીરા સ્વરે કહ્યું તો પછી તારું...? ત્યાં જ તેને વાત કાપતા કહ્યું કે શું મારૂ..? હું તો હજુ પામ તને પ્રેમમાં ના જ પાડવાની હતી. હજી પણ તું હરતા હરતા બચી ગયો. પછી ખુશીથી તે ઊભી થઈ અને મને ગૂડ બાય અને ગૂડ લક કહીને ચાલી ગઈ. આજે એકવાર પણ તેને પાછું ફરીને જોયું નહીં. કેમ કે તે પોતાનો પ્રેમ સાથે આંસુ પણ છુપાવીને ચાલી ગઈ.
આખરે તેને મારી સામે ખોટું બોલીને મારૂ વચન તોડી નાખ્યું હતું અને મે પણ એની સામે પ્રેમમાં દગ્ગો કરીને એનું દિલ તોડી નાખ્યું હતું. હજી પણ દિલ પર હાથ રાખું છું તો ખબર નથી પડતી કે મારૂ દિલ કેના માટે ધબકતું હતું. જ્યારે ધ્રુવી મને કહે છે ને કે તું મને સવથી વધુ પ્રેમ કરે છે ત્યારે ધ્રુતિના યાદ ની એક જલક આવી જાય છે.
પોતે કેને પ્રેમ કરી છી તેનાથી મહત્વનુ એજ છે કે આપણને કોણ પ્રેમ કરે છે તે એકવાર જાણી લઈ. આજ દિવસ પછી મે એકવાર પણ ધ્રુતિની વાત ધ્રુવી સાથે નથી કરી. અમારી મૈત્રી અમારા દિલમાં પણ હજુ છૂપી મૈત્રી તરીકે જ રહી ગઈ. ધ્રુતિ ક્યારેય મારા જીવનમાં એ દિવસ પછી નથી આવી પરંતુ મારા દિલના એક ખૂણામાં હજુ તેની મીઠી યાદ છે. પ્રેમ ની પરાકાસ્ઠા એ પહોચ્યા હોય તે બહુ જ ઓછા લોકો હોય છે. ધ્રુતિ એ સાબિત કરી નાખ્યું કે જીવનમાં બીજો પ્રેમ થઈ શકે છે. પરંતુ તમે ખુદ ને પુછો બીજા પ્રેમને કારણે દિલમાં તકલીફ થાય છે....?
લી. પ્રિત’z