Vidhini Vakrata - 1 books and stories free download online pdf in Gujarati

વિધિની વક્રતા ભાગ ૧

     શામણા ઞામની હદ પૂરી થાય અને કાંતોલ ઞામની સીમની શરૂઆત થાય ત્યાં  મેહુલભાઇની નાની એવી ફેક્ટરી આવેલી છે. મેહુલભાઇના ત્રણ સંતાનો..
        સાવી, અખિલ અને રૂબલ. ત્રણે ભાઇ બહેનમાં     ઞજબનું ટ્યુનીંગ, કંઈપણ થાય નાનાથી નાની અને મોટી બાબત માં હમેશાં અેકબીજાની પડખે ઊભા રહેતા.સાવી સૌથી નાની, અખિલ અને રૂબલ ટ્વિન્સ જનમ્યા....આરતીબેન  ને ટ્વિન્સ ડીલીવરી વખતે જેટલી તકલીફ નહોતી થઇ અેનાથી  અનેકગણી વધારે સાવીના જન્મ વખતે થઇ...મેહુલભાઇએ તો સાવીના જીવિત જન્મવાની આશા જ છોડી દીધી હતી.....પણ એમના     ઞુરુ સત્યેન્દૃનાથ ની ત્રીજા સંતાની ભવિષ્યવાણી પર મેહુલભાઈએ પોતાને અત્યાર સુધી સંભાળી રાખ્યા હતા....
       અઢાર કલાકની મથામણ અને ડોક્ટરોના પ્રયત્નો પછી સાવીઅે આ દુનિયામાં પહેલો શ્વાસ લીધો.એનો જન્મ થયા પછી મેહુલભાઇ ની દશા બદલાઈ  ગઈ..અેક નાનકડી ફેક્ટરીમાંથી કંપનીના માલિક બન્યા. અેક સામાન્ય કુટુંબ અઢળક સુખ સમૃદ્ધિમાં મહાલી રહ્યું હતું....સુખ હોય ત્યારે સમય પાણીની જેમ વહી જાય છે. વીસ વર્ષ સુધીની સુખમય સફર માટે આરતીબેન ઈશ્વરનો ધન્યવાદ કરતાં અને બાકીનું જીવન પણ આમ જ પસાર થાય એ માટે પ્રાર્થના કરતા પરંતુ ભાવિના ગર્ભ માં શું છુપાયું હતુ એ કોને ખબર ? 
     સાવી અને રૂબી બંને બહેનો સાથે જ કારમાં કોલેજ જતી, અખિલને બિઝનેસ મેનેજમેન્ટ ની સ્ટડી કમ્પલીટ કરવા માટે લંડન મોકલી દીધો હતો.એ ક્યારેક ફોન કરતો પણ ઇન્ડિયા આવવાની વાત ટાળી દેતો, કદાચ એને ત્યાંનું વાતાવરણ ઞોઠી ગયું હતું.
      સાવી ભણવામાં હોશિયાર હોવા છતાં આરતીબેને અેને આર્ટ્સ કોલેજમાં મુકી અને સાવીઅે પણ અેમની ઇચ્છાને માન આપ્યું.જયારે રૂબી મનમોજી, મનમાં આવે અે કરતી અેના મિત્રો પણ ઘણા હતા કારણ કે એ અત્યંત ખૂબસૂરત હતી એના નામ પ્રમાણે જ એ એક ડાયમંડ જેટલી સુંદર, સપ્રમાણ બાંધો, મોહક આંખો અને ઞૌર ત્વચા...કોઇને પણ એક નજરમાં ઘાયલ કરવા પૂરતું હતું..અેનુ ડ્રેસિંગ સેન્સ પણ કોઇ ડિઝાઇનરને માત આપે એવું...જ્યારે સાવી જરા ભીને વાન પરંતુ અેનું ફિગર રૂબી થી કમ નહોતું, અેની કથ્થઈ આંખોમાં જોનારને એમાં એક સચ્ચાઈ નજર આવતી.એના ચહેરા પર અજીબ માર્દવતા જોવા  મળતી.સાવીની આંખોમાં જોઇને વાત કરનાર વ્યક્તિ જૂઠ નહીં બોલી શકતો. સત્યને વળગીને જીવતી એ...એના સંપર્કમાં આવનાર કોઇપણ વ્યક્તિ એની તરફ ખેંચાયા વિના ના રહેતો !!! 
             મેહુલભાઇને સાવીનુ અસાધારણ વ્યક્તિત્વ કયારેક અચંબિત કરી નાખતું એમને સત્યેનદ્રનાથની   ભવિષ્યવાણી યાદ આવી જતી....કંઈક અમંઞળની એંધાણીએે એ સતત ચિંતા માં ઞરકાવ રહેતા. સાવી અેના પપ્પા ની ચિંતા એમની આંખો માં વાંચી શકતી પરંતુ ડાયરેક્ટલી કંઈ પૂછતી નહીં.
         આજે સવારથી મેહુલભાઇ થોડા ખુશ જણાતા હતા. બ્રેકફાસ્ટમાં પણ આરતીબેન પાસે એમના ફેવરિટ બ્રેડ પકોડા અને ઉપમા બનાવડાવ્યા.આજે સત્યેનદ્રનાથ ને મળવા જવાના હતા, કોઇ ઉકેલ ની આશાએ.. સાવી એ આ બધું નોટિસ કર્યું... એ મેહુલભાઇ  પાસે આવી અને મોર્નિંગ વિશ કરી...'' પાપા શું સમસ્યા છે કઇ બાબતે તમે ચિંતત છો?..સ્નેહાળ સ્વરે સાવી એ પૂછ્યું..! મેહુલભાઇ અચાનક આવેલા સવાલથી ડરી ગયા..એક ક્ષણ માટે એમણે સાવીની આંખો માં જોયું અને તરત નજર ફેરવી લીધી.. ક્યાંક સત્ય ના બોલી જવાય એ બીકે એ મૌન રહ્યા..સાવી એ ફરી પૂછ્યું....પ્લીઝ પાપા તમારે જણાવવું પડશે.. તમે કોઈ મૂૂૂૂઝવણમાં હોવ એવું લાગે છે એક દીકરી તરીકે તમને ચિંતામુક્ત કરવા એ મારી ફરજ છે.  મેહુલભાઇ અહોભાવથી સાવી સામે જોઇ રહ્યા.... 
            સાવી આર યુ રેડી? રૂબી એ ઞેલેરીમાં ઉભા ઉભા જ બુમ પાડી...આજે અેન્યુઅલ ફંક્શન છે પ્લીઝ જરા જલ્દી રેડી રહેજે.....મેહુલભાઈએ મનોમન રૂબી ને થેંન્કસ કહ્યુ, હા બેટા સાવી ને લઇ જા અને તારી જેમ થોડી મોર્ડન બનાવ નહીં તો કોઈ મુરતિયો નહિ મળે....મેહુલભાઇએ મજાકમાં કહ્યું. સ્યોર પાપા, આફ્ટર ઓલ ઇટ્સ માય ડિપાર્ટમેન્ટ... રૂબી  પણ મજાકમાં જોડાઇ ! આરતીબેન એ સાવી નો પક્ષ લીધો, મારી દીકરીની સુંદરતા એના અંતરમનમાં છે બધા પુરુષો એ વાંચવા સક્ષમ નથી હોતા..!

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED