Vidhini Vakrata - 3 books and stories free download online pdf in Gujarati

વિધીની વક્રતા -૩

         કોઇને જાણ્યા કે સમજ્યા વગર દોસ્તી કરવાની 
 રૂબીની આદત સાવી ને જરાય ગમતી નહીં. એની જીંદગીની ફિલોસોફી જ અજીબ હતી,એન્જોયમેન્ટ એ જ જીંદગી હતી  રૂબી માટે.ધીરગંભીર પ્રકુર્તિની સાવી માટે રૂબીને સમજવું ખૂબ અઘરું થઇ પડતું.

            તથાગત સાવીનો બેચ-મેટ હતો સાવી ને બે વર્ષથી ઓળખતો હતો એટલે સાવીના સ્વભાવ અને સાદગી તરફ એ અનાયાસે ખેંચાયો હતો,પરંતુ એણે સાવીને ક્યારેય એના મનોભાવ કળવા  દીધા ન હતા.અવિનાશ આ જાણતો હતો, રૂબી જેવી રૂપસામ્રાજ્ઞી એ જ કોલેજ માં હોવા છતાં એ સાવી તરફ આકર્ષિત થયો એ બાબત એને આશ્ચર્ય પમાડતી પરંતુ એને રૂબી માટે અંદરખાને સારું પણ લાગ્યું . કોલેજના ફંક્શનમાં તથાગતે સાવીને એના દિલની વાત કહેવાનો પ્રયત્ન કર્યો પરંતુ ચાહવા છતાં એ કહી ના શકયો. કોલેજ પૂર્ણ થઈ ચૂકી હતી હવે સાવી ક્યારેય મળશે નહીં એ વિચારોમાં એ સૂનમૂન રહેતો હતો. બે ભાઇઓની જીંદગીમાં સાવી અને રૂબી નામના વાવાઝોડાએ ઊથલપાથલ મચાવી દીધી હતી, અવિનાશ પાસે રૂબી નો નંબર હતો એણે મેસેજ કરવા માટે  મોબાઈલ ઊંચક્યો એવામાં જ સ્ક્રીન ઝળકી... hi....!
             રૂબી નો મેસેજ હતો. અવિનાશના ચહેરા પર  એક ઞૂઢ સ્માઈલ આવીને અલોપ થઈ ગઈ,એણે રિપ્લાય કર્યો.બંને વચ્ચે કલાક સુધી નોર્મલ વાતો થતી રહી, હવે રૂબી સાથે લગભગ રોજ એની વાત થતી,વાતો વાતો માં જ એ સાવી અને એના દરેક સભ્ય વિશે ઘણું જાણી ચૂક્યો હતો...સાવીથી આ અજાણ્યું નહોતું, રૂબી, અવિનાશ સાથે થયેલી મોટાભાઞની વાતો સાવીને જણાવતી..આ બાજુ તથાગત સાવી ને વારેવારે યાદ કરતો અવની વાતોમાં ફક્ત સાવીનું પ્રધાન્ય રહેતુ,અવિનાશ એની મદદ કરવા માંઞતો હતો, અને એક દિવસે એને મોકો મળી પણ ઞયો....
 
      સાવીની એના ભાઇ અખિલ સાથે ગઇકાલે રાત્રે જે વાત થઇ એનાથી એ ખૂબ મૂંઝવણમાં મૂકાઈ ગઈ, પપ્પાને કંઇ રીતે જણાવવું એ બાબત એને મૂંઝવી રહી હતી,વળી સત્ય છૂપાવવુ એના સ્વભાવમાં નહોતું,શૂન્યમનસ્ક ચહેરો અને સૂજી ગયેલી આંખો એના ઉજાગરાની ચાડી પૂરતો હતો....સાવી બેટા, તારી તબિયત તો ઠીક છે ને? મેહુલભાઇનો સ્નેહાળ સ્વર એના કાને પડ્યો,એણે મેહુલભાઇ  સામે જોયું, એક પિતા તરીકેની ફરજ પૂરી કરવામાં એમણે ક્યારેય કચાશ નહોતી રાખી, એના પિતા માટે એને લાગણી થઈ આવી,એની આંખમાં આંસુ ઊભરાઇ આવ્યા, એના પપ્પા જોઇ જાય એ પહેલાં બહું સિફતથી અાવેલાં આંસુને લુછી નાખ્યા...અને મક્કમ મને કોઇ નક્કર નિર્ણય લઈ લીધો.
         "મારે ધનરાજ ઞ્રુપ ઓફ ઈન્ડસ્ટ્રીઝમાં ઇન્ટરવ્યૂ માટે જવું છે" સવાર સવારમાં જ સાવી એ ધડાકો કર્યો...!!!મેહુલભાઇએ સાવી સામે જોયું..એના ચહેરા પર મક્કમતા જોઇ શક્યા, પરંતુ પોતાની કંપની હોવા છતાં સાવી બીજે સામાન્ય જોબ કરે એ મેહુલભાઈને સમજાયું નહીં.
           "હું બિઝનેસની આંટીઘૂંટી સમજવા માંગુ છું જે અેક સામાન્ય એમ્પ્લોય બનીને જ હું શીખી શકીશ, આપણી કંપની ને ઊંચાઈ પર લઇ જવામાં હું તમારી મદદ કરવા ચાહું છું, દીકરી  છું એટલે મને મનાઇ કરવાના તમારા અધિકારની આડે નહીં આવું હું પરંતુ એના માટે ફક્ત મારા પુત્રી હોવાનું કારણ પૂરતુ નથી, મારી કાબેલિયત પર શંકા હોય તો પણ એક તક ની આશા રાખી શકું ને પાપા???? " મેહુલભાઈ પાસે શબ્દો જ ન રહ્યા, એમણે સાવીને મૂક સંમતિ આપી દીધી. એ મનોમન બંને બહેનોની સરખામણી કરવા લાગ્યા, સાથે સાવીનું એકવીસમું વર્ષ પુરુ થવાની ભીતિ એમને ચિંતીત કરતી હતી.

            સાવી ઇન્ટરવ્યૂ માટે રેડી થઈ રહી હતી, અેણે બ્લેક કલરનો ફૂલ સ્લીવ ડ્રેસ પહેર્યો અને રેડ કલરની આભલાવાળી પ્રિન્ટેડ ઓઢણી ખભે નાખી, કાઠિયાવાડી વર્કની ફ્લેટ મોજડી અને જરૂરી ડોકયુમેન્ટની ફાઇલ સાથે એ હોલમાં આવી......"પાપા પરિમલ અંકલને ફોન ના કરશો,મારા કારણે કોઈ  ક્વોલિફાઈડ વ્યક્તિની સેવાથી એ કંપની વંચિત ન રહે અે વધારે મહત્વનું છે." સાવીનુ કથન યોગ્ય હતું અેટલે મેહુલભાઇ એ એને બેસ્ટ વિશ પાઠવી ને જવા માટે સંમતિ આપી.
                     પરિમલ ધનરાજ અેમની આલિશાન ઓફિસમાં બેઠા હતા,સામાન્ય રીતે એ ભાગ્યે જ ઓફિસ આવતા,બધું જ કામ અવિનાશ સંભાળતો પરંતુ આજે અવિનાશ એ આગ્રહ કરીને એના પિતાને  બોલાવ્યા હતા કારણ કે એને બિઝનેસ મીટીંગમાં જવાનું હતું .પરીમલ ધનરાજ એક પછી એક ઇન્ટરવ્યુ લઇ રહ્યા હતા, સાવી નો વારો આવ્યો એ કેબિનમાં પ્રવેશી, પરિમલ ધનરાજે ડોકયુમેન્ટ જોયા અને મેહુલભાઇનુ નામ વાંચી ચોંક્યા, સીધો જ સવાલ પુછી નાખ્યો એમણે.....મિસ. સાવી તમને જોબની  શું જરૂર પડી, તમારા પિતાની કંપનીમાં કામ કરી શકો છો તો અહીં શા માટે ?? તમે મારો ટાઈમ વેસ્ટ કરી રહ્યા છો, જવાબની અપેક્ષા વિના જ એમણે સાવી ને જવા માટે સૂચક દ્રષ્ટિ કરી....સાવી બેસી રહી. એણે કહ્યું.....અવિનાશ ધનરાજ જેવા ધૂરંધર બિઝનેસમેન સાથે કામ શીખવું એ મારી જરૂરિયાત છે અને રહી વાત મારા પિતાની કંપનીમાં કામ કરવાની, તો તમે મારા પિતા સમાન જ છો..... પરિમલ ધનરાજ સાવી આંખોમાં આવેલી એક અજબ ચમક જોઇ રહ્યા,સાવીએ આગળ કંઇપણ બોલ્યા વિના કેબિન છોડી દીધી....
   

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED