લાગણીઓનો દરિયો Shubham Dudhat દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લાગણીઓનો દરિયો

★ લાગણી અને પ્રેમ આ બે જ એવી બાબતો છે કે જેને ભૂલવી કે અનુભવવી એ બધાનું કામ નથી.
◆ લાગણી એક એવું બંધન છે જેમાં જોડતા જ ખુશી મળે છે. હકીકતમાંં એ ખુશી એની નથી હોતી સાહેબ...
કોઈ વ્યક્તિ કે વસ્તુ મળી જાય છે ત્યારે માત્ર એની ખુશી જ હોય છે. લાગણી ખરેખર શું છે એતો પછી ખબર પડે છે. કે ખરેખર સંબંધોના એ જ બંધન માં આપણે ખુબજ આગળ વધી ગયા છીએ.
લાગણીઓ તો ત્યારે સાચી સમજ માં આવે છે. ઘણીવાર તો એવું લાગવા લાગે છે કે, એજ વ્યક્તિ કે વસ્તુ આપણાં માટે સર્વસ્વ છે. એને કેમ ભૂલવી એજ નથી સમજાતું . 
★ પ્રેમની પરિભાષામાં સૌ પ્રથમ શબ્દ આવતો હોય તો તે લાગણી જ છે કેમકે, કોઈ પ્રત્યે લાગણી વગર તો પ્રેમ શક્ય જ નથી. પરંતુ કહેવાનો મતલબ એ પણ નથી કે આપણે લાગણીને પ્રેમ માનવા લાગીએ. મારી અને આપણી બધાંની જીવનશૈલીમાં આપણને ઘણી વાર આ અનુભવ થયો હશે. આપણી ગમતી વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે આપણને પ્રેમ હોય એમ લાગે પરંતુ એ લાગણી જ છે જે આપણને એ તરફ આકર્ષિત કરે છે. 
◆ લાગણીની અનુભૂતિ જ એવી હોય છે કે, બધું જ ભુલાય જાય છે જ્યારે એ વ્યક્તિ યાદ આવે છે. ક્યારેક કદાચ એમ થતું હોય છે કે, હવે આવું ક્યારેય નથી કરવું કે આવું ક્યારેય નહીં થાય પરંતુ એ જ બાબત પરની આપણી લાગણીઓ એટલી મજબૂત થઈ ગયેલી હોય છે કે તે બંધન માંથી છૂટવું એ ખુબજ મુશ્કેલ બની જાય છે.
◆ લાગણીઓ એ એક પ્રેમનો પાયો પણ કહી શકાય જેમાંથી પ્રેમનો ઉદભવ થાય છે. પછી હંમેશા એમ જ થાય કે આપણે પ્રેમમાં છીએ. ખરેખર માં તો એ પ્રેમ જ નથી. આપણી અને આપણાં એ પ્રિયજનની વચ્ચેની લાગણીઓ એટલી મજબૂત બની ગઈ હોય છે કે, હંમેશા આપણે એમ જ વિચારીએ કે એ સાથે હોય તો સારું...પ્રેમ અને લાગણી એકબીજા સાથે ખુબજ જોડાયેલા છે. પરંતુ આપણે જેને પ્રેમ કહીને ખુદને સાંભળતા હોઈએ છીએ એ ખરેખર આપણી લાગણીઓ છે. અને આવી જ લાગણીઓ આપણી ઘણા લોકો સાથે બંધાયેલી હોય છે. 
★ જીવનની ઘણી બાબતો માં આપણે જાતે જ નિર્ણયો લેતા હોઈએ છીએ...કદાચ હું અને તમે પણ નથી જાણતા કે એ આપણા રસના કારણે આપણે નિર્ણય લઈ લીધો છે પરંતુ આપણી ખુબજ અદભુત કે કહી શકાય ને કે ખુબજ કિંમતી એવી આપણી લાગણીઓ પણ તેની સાથે સંકળાયેલી હોય છે.
જીવનની બધી જ વ્યાખ્યાઓ કે પછી તમામ જરૂરિયાતો ને પુરી કરવા આપણે હંમેશા લાગણી નો જ સહારો લઈએ છીએ. 
◆ દરેક વ્યક્તિના જીવનમાં એવુ એક તો વ્યક્તિ હોય જ જેની સામે તે મન ભરીને રડી શકે...એની બધી જ બાબતોને વ્યક્ત કરી શકે. એજ વ્યક્તિ એના માટે બધું જ હોય. જીવન જીવવું તો એને છોડીને નહીં...ક્યારેક વિચારજો સાહેબ આ એક એવી લાગણી છે ને જેમાં એક વાર બંધાયા પછી એ બંધન માંથી છૂટવા કાં તો અજાણ્યું પગલું ભરાય જાય છે કાં તો સંબંધોની બધીજ સીમાઓ પાર થઈ જાય છે. મનુષ્ય જીવ તરીકે આપણે વિચારીએ તો ખ્યાલ આવે કે એક પ્રાણીઓમાં પણ એકબીજા પ્રત્યે ખુબજ લાગણી હોય છે. એક મૂંગા જીવ પ્રત્યે આપણી કે એમની વચ્ચે જે લાગણીઓ હોય છે તે કદાચ ખુબજ વિચારવા જેવું છે. 
● આજના આ ઉપરોક્ત તમામ લખાણ એ ત્યારેજ લખાતું હોય છે કે જ્યારે અમને એમ થાય કે, અમારી લાગણી સાથે બંધાયેલા આપ સૌ અમારી આ કૃતિઓને વાંચો અને અમને આનંદ થાય.
● ટૂંકમાં આ એ જ લખાણ હોય છે જે અમારી લાગણીઓ ને અમે વ્યક્ત કરીએ છીએ.