ટેક ઑફ - Take off PIYUSH BARAIYA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 41

    ( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિય...

  • ભીતરમન - 40

    તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત...

  • ફરે તે ફરફરે - 22

    ફરે તે ફરફરે - ૨૨   જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હત...

  • નાયિકાદેવી - ભાગ 29

    ૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જા...

  • નિતુ - પ્રકરણ 34

    નિતુ : ૩૪ (લગ્ન)નિતુ કેબિનમાં પહોંચી તો વિદ્યા પોતાના કમ્પ્ય...

શ્રેણી
શેયર કરો

ટેક ઑફ - Take off



                                              દેશના પ્રજાસતાક દિવસ ને હવે થોડા દિવસ બાકી હતા શહેર માં ખુશી અને  ઉલ્લાસનો માહોલ હતો આખુ શહેર આ પર્વની તૈયારીમાં વ્યસ્ત હતુ. શાળા, કૉલેજ, સરકારી કચેરીઓ બધી જ જગ્યાએ અલગ અલગ રીતની તૈયારી ને આખરી ઓપ અપાઈ રહ્યો હતો.શહેરની સુરક્ષા વ્યવસ્થા પણ સઘન બનાવી દેવામાં આવી હતી. આ સમયે શહેર ના પોલીસ વિભાગ અને ગુપ્તચર વિભાગ ને સૂત્રો પાસેથી માહિતી મળી કે દરિયાઇ માર્ગે પાડોસી દેશ ના અમુક લોકો ઘુસી આવ્યા છે અને પ્રજાસતાક પર્વે શહેર ના અગત્યના સ્થળે હુમલો કરી શકે છે.


                                                  રહેવા લાયક અને માણવા લાયક તમામ સુવિધા ધરાવતું આ નાનું એવું શહેર પ્રાકૃતિક સૌંદર્યથી પણ ભરપૂર હતુ. શહેરની એક બાજુએ વિશાળ દરિયો આવેલો છે તેની નજીક વિપુલ પ્રમાણમાં મીઠું પકવતા અગરો આવેલ છે તેની નજીકમાં જ શહેરની બહાર પણ થોડેક જ  દૂર એરપોર્ટ આવેલું છે. એરપોર્ટથી લગભગ એક કિલોમીટર જેટલાં ખુલા ખેતરાવ વિસ્તાર પછી જ્યાં શહેરનો રહેણાકીય વિસ્તાર શરૂ ત્યાં જ આકાશનુ ઘર આવેલું છે બાળપણથી જ વીમાનને ચડતા અને ઉતારતા જોયેલા આકાશનુ એક સમયનુ સપનું પાયલોટ બનવાનું હતુ. પણ અત્યારે બેંકમા નોકરી કરતો આકાશ તેના મમ્મી, પપ્પા, પત્ની અને સાત  વર્ષના બાળક સાથે શાંતિથી જીવન જીવી રહ્યો છે. અવાર નવાર ચડતા અને ઉતારતા વીમાન હજી પણ આકાશને રોમાંચિત કરે છે.

           

                                                    ટીવીમા અને હવે મોબાઈલ ફોનમા આવતા કાર્ટૂન અને મુવીના કારણે આકાશના દીકરા આરવને પોલીસ અને સૈનિક માટે વિશેષ લગાવ હતો. આથી તેની મોટા ભાગની રમતો પણ ગન અને બંધુક સાથેની જ હોય. શનિ અને રવિવાર ની રજામાં ફ્રી રહેતો આકાશ ક્યારેક આરવ ને એરપોર્ટની બાજુમાં આવેલા ખુલ્લા મેદાનમાં રમવા લઇ જતો. સાથે સાથે આકાશની નજીકથી વીમાનને જોવાની લાલસા પણ એ બહાને પુરી થઈ જતી. નિર્જીવ અને આવડી મોટી વસ્તુ હવામાં ઊડતી જોવી એ કોઈ પણ  બાળક માટે આશ્ચયજનક જ હોય છે આથી આરવને પણ મજા આવતી.


 
                                                આતંકી ગતિવિધિ અને ગુપ્ત બાતમીના ઓછાયા હેઠળ શહેરનો માહોલ ગરમ હતો શહેર માં હાઈએલર્ટ જાહેર કરવામાં આવેલું હતુ. પણ આકાશ જેવા મિડલ ક્લાસ વ્યક્તિ ને આવી બધી વાતોમાં જાજી ગતાગમ નોતી. 


                                                એક દિવસ સાંજ ના સમયે આકાશ ઘરની બહાર બેસીને એનું કામ કરી રહ્યો હતો ત્યારે પપ્પાને ડિસ્ટર્બ ના થાય એવી રીતે આરવે આકાશના કાન માં ધીમેથી કહ્યું,
                                     'પપ્પા ચાલોને પ્લેન જોવા જાયે'

                                       આકાશ કામ માં વ્યસ્ત હતો તેને કોઈ વળતો ઉત્તર ના આપ્યો. થોડી વાર માં આરવે પાછુ થોડું જોરથી કહ્યું પપ્પા ચાલનો પ્લેન જેવા જવું છે. 
                                    'હમમ'
                                         કામ માં વ્યસ્ત આકાશે માત્ર હકાર માં માથું હલાવ્યુ. પણ આરવને લાગ્યું કે પપ્પા મારી વાત માં ધ્યાન નથી આપ્યું. આરવના ચેહરા પર થોડા ગુસ્સા અને નિરાશાના ભાવ આકાશ સમજી ગયો અને સામેથી કહ્યું
                                    'ચાલ તૈયાર થઈ જા'   પપ્પાના આ શબ્દોથી  આરવના ચેહરા પરની ખુશી સ્પષ્ટ જોઈ શકાતી હતી.

                                                   આમ પણ વાત હતી પ્લેન ને take off થતું જોવાની એમાં આકાશ વધારે આનાકાની કરે એમાં બોવ માલ નો'તો.


                                                     થોડા દિવસ પેલા આરવ નો બર્થડે હતો ગિફ્ટ માં તેને એકદમ કોપી ટુ કોપી ઓરિજિનલ જ લાગે એવી ઉપર નાના દૂરબીન સાથેની પ્લાસ્ટિકની ગોળી ઘણે દૂર સુધી ફૂટે એવી રાઇફલ મળી હતી. પણ ઘરમાં કોઈક ને કોઈક વસ્તુ સાથે ગોળી લાગવાથી અવાજ થતો યા તો નીચે પડતી આથી ઘરના  બધા આરવને ટોક્યા કરતા આથી તેને મેદાન માં જઈને ત્યાં ગોળીઓથી રમવાની તાલાવેલી લાગેલી...પ્લેન જોવું એ તો એક માત્ર બહાનું હતુ આરવ માટે... 
 
              
                                                થોડીવારમાં આરવ અને આકાશ બંને તૈયાર થઈ ગયા જતા જતા આરવે એના પપ્પાને નિખાલસતા  સાથે કહ્યુ,
                                        ' પપ્પા પેલી રાઇફલ સાથે લઇ લવ ત્યાં મજા આવશે ખુલ્લામાં ગોળીઓથી રમવાની'
                                      ' ના ત્યાં નથી લેવાની ગોળીઓ મેદાનમાં ખોવાય જશે' આકાશે ના પડતા કહ્યુ.


                                       પણ કેવાય છે ને કે સ્ત્રીહઠ અને બાળહઠ પાસે નમવુ જ પડે. આખરે પેલી રાઇફલ સાથે લેવાનું નક્કી થયું. આરવના અવનવા સવાલોના જવાબો આપતા બાઈક સાથે બંને એરપોર્ટ પાસેના મેદાનમાં પોહચી ગયા. 

    
                                                          આરવ ત્યાં રાઇફલમાંથી ગોળીઓ ફોડી રહ્યો હતો અને આકાશ ગોળીઓ ભેગી કરવાનું કામ કરતો હતો. પ્લેનને હજી take off થવાની વાર હતી ત્યાં સુધી બંને હળવી હળવી હસી મજાક કરતા કરતા રમી રહ્યા હતા. ટાઈમ ઘણો હતો અજવાળું પણ ઘણું હતુ આકાશે આજે ખારમાં થોડે દૂર આવેલી એરપોર્ટની દિવાલ પાસેથી આરવને નજીકથી  પ્લૅનનું take off દેખાડવાનું નક્કી કર્યુ. 

                                'ચાલ આરવ આજે વીમાન સાવ નજીક થી જોઈએ' આકાશે આતુરતા સાથે કહ્યુ
                                  'ના પપ્પા નથી જવું'
                                  'અરે ચાલ નજીકથી પ્લેન બોવ મોટુ લાગે' અરાવને સમજાવતા આકાશે કહ્યુ 
  
                                                 નજીકથી જોવાની વાતથી આરવ પણ માની ગયો. સામાન્ય રીતે એરપોર્ટ પાસેના મેદાનમાં આકાશ ક્યારેક આરવ સાથે તો ક્યારેક તેની વાઇફે સાથે અવારનવાર આવતો પણ એરપોર્ટની સાવ નજીક જવાનુ ક્યારેક નોતું થયું પણ આજે આકાશની સાવ નજીક થી જોવાની ઈચ્છા તેની ચરમસીમાએ હતી.



                                              એરપોર્ટના પાછળના  ભાગમાં એક દિવાલ હતી ત્યાં નજીક માંજ  ચોમાસાના વરસાદ અને ક્યારેક દરિયાની ભરતી ના કારણે ધૂળનો એક ઊંચો પાળો બની ગયેલો હતો. આકાશ મનમાં ને મનમાં આ ધૂળના પાળાને જોઈ ને ખુશ થઈ ગયો કારણકે પ્લેન નજીક થી દેખાડવાની તેની ચાહમા  આ પાળો મદદગાર હતો ત્યાં પ્લેન એકદમ ઉપરથી જ take off ane land થતું હતુ. સામાન્ય રીતે આટલી નજીક જવાની પરવાનગી એરપોર્ટ ઑથોરિટી જાણમા હોય ત્યાં સુધી કોઈને આપતી નથી. પણ અજાણતા આકાશ અને આરવ ત્યાં પોચી ગયા. ખુલ્લી જગ્યામા ધૂળ બોવ જ ઊડતી હોવાથી આકાશે મોં પર રૂમાલ વીંટાળી રાખ્યો હતો સાથે આરવનું મોં પણ ઢાંકી રાખ્યું હતુ. 



                                                  વીમાન take off થવાની રાહમા બંને ત્યાં બેઠા હતા અને આરવ પાળાની નીચે રાઇફલથી રમતો  હતો થોડીવારમા એરપોર્ટ પર હલચલ શરૂ થઈ ran way પરની લાઈટો પણ ઝગારા મારવા લાગી સાથે સાથે આકાશની ઉત્કંઠા પણ વધવા લાગી આરવ એની મસ્તીમા જ રમતો હતો વીમાન માટેની એની તાલાવેલી ખાસ ના હતી ત્યાં જ આરવે  એરપોર્ટની દિવાલ પાસે એક કૂતરું અને તેના નાના ગલૂડિયાં જોયા હવે તેને take off થતા પ્લેનમા જરાં પણ રસ નો'તો.

                             'પપ્પા જુઓ પેલા નાના પપ્પીઝ કેટલા મસ્ત છે' ત્યાં નજીક જવાની ઈચ્છાથી આરવે તેના પપ્પાને કહ્યુ  
                             'હા બોવ જ મસ્ત છે' આકાશે જવાબ આપ્યો  
                                   'હું ત્યાં પાસે જાવ' આરવે આખરે પૂછી જ નાખ્યું.   
                                   'ના, જો અહિયાં પેલું પ્લેન હવે ઉડવાની તૈયારી મા છે' આકાશે પુરી આતુરતા સાથે અરાવને ઈશારો કરતા કહ્યુ. પણ અરાવને હવે પ્લેન કરતા પેલા ગલૂડિયાં વધારે આર્કષીત કરતા હતા. 


                                          'પપ્પા આ અહિયાં મૂકું  છુ' પેલી રાઇફલ આકાશ પાસે ફેંકતા આરવે પાળાની બીજી  બાજુ પેલા ગલૂડિયાં તરફ દોટ મૂકી.
 
                                                        પ્લેનની તરફ નજર રાખી રહેલા આકાશે એ તરફ ધ્યાન ના કર્યુ. 

                                                       ત્યાં જ પેલું વીમાન take off થવાની તૈયારીમા હતું ત્યાં આરવ તરફ નજર કરતા આકાશે કહ્યુ,  

                                  'અહિયાં આવ  પ્લેન take off થાય છે આરવ'
                                                 નાના નાના ગલૂડિયાંને જોવામાં તલ્લીન આરવે કઈ ધ્યાન ના આપ્યું. આરવના મિજાજને પારખી ગયેલા આકાશે વધારે ફોર્સ ના કર્યો. 


               
                                                એરપોર્ટ પરના જવાનો પણ તેની બાજ  નજરથી આજુ બાજુની પરિસ્થિતિનો બરોબર તાગ લઇ રહ્યા હતા. બાતમીના સંદર્ભે આજે વધારે ચોકસાઇથી ધ્યાન રાખી રહ્યા હતા. એરપોર્ટની અંદર ના વૉચટાવર પરના હથિયારધારી જવાને દૂરબીનથી ચારેબાજુ નજર ફેરવી. Ran way ની સામેની બાજુના નાના એવા ટેકરા પર દૂરબીન વડે આકશને જોઈ શકતો હતો  આરવ ગલૂડિયાં પાસે એકદમ દીવાલની નજીક હોવાથી તેને જોઈ શકતો ન  હતો આકાશની હિલચાલ સતત તેની નજરમા હતી વિશેષ તો ધૂળના લીધે આકાશે મોં પર બાંધેલો રૂમાલ પેલા જવાનનુ ધ્યાન શંકાની નજરે એ બાજુ વધારે ખેંચાતું હતુ, કદાચ સમય વધારે હોત તો નક્કી આકશને ત્યાં હોવાનું કારણ પૂછવા બીજા જવાનને ત્યાં મોકલેત જ પણ હવે પ્લેન ઉપાડવાની તૈયારીમાં હતુ એટલે વધારે સમય તેની પાસે નો'તો. 
             

      
                                                      બીજી બાજુ આકાશ પણ જેમ બને સારી રીતે જોઈ શકાય તેની મથામણમા હતો આરવ તેની મસ્તીમા મસ્ત હતો સામે પ્લેન ran way પર આવી ગયું હતુ આ સમયે જ આકશનુ  ધ્યાન તેની બાજુમાં આરવે ફેંકેલી પેલી રાઇફલ પર ગયું આકાશ જાણતો હતો કે આ રાઇફલ પર દૂરબીન છે કદાચ તેનાથી નજીકથી દેખાશે એ હેતુથી આકાશે પેલી રાઇફલ વીમાનની દિશામાં આંખ પાસે રાખી. 
     
   

                                                    આકાશના હાથમા  રાઇફલ જોઈ ને પેલો સુરક્ષાકર્મી જવાન ડર અને શંકાથી ડઘાઈ ગયો. આકાશના હાથમા રહેલી રાઇફલ રમકડાંની છે એ વાતથી અજાણ પેલા જવાનને શુ કરવું તેની ખબર ના પડી પેલું વીમાન પણ take off થવાની અણી પર હતુ. હુમલાખોરો શહેરમા ઘૂસ્યા છે બાતમીની આ  વાતે સુરક્ષાકર્મી જવાનના મનમાં રહેલી શંકાને વધારે દ્રઢ કરી દીધી હતી અને દરિયાકિનારો પણ ત્યાં નજીક જ હતો અંતિમ સમયે કઈ અજુગતું બને એ શંકાથી તેના આકાશના હાથનો નિશાનો લઇ ફાયર કર્યુ પણ આકાશની હિલચાલ ને લીધે ગોળી તેની છાતીમા વાગી અને સમયના પલકારામાં આકાશ ત્યાં ઢળી પડ્યો. કદાચ જીવનની  અંતિમ ક્ષણોમા આકાશ take off થતા પ્લેનની સાથે જિંદગી પણ off થતા જોઈ રહ્યો હતો. 


 
                                                શું થઈ ગયું એ વાત થી અજાણ નાનકડો આરવ પેલા નાના ગલૂડિયાંની હરકતો જોવામાં મસ્ત હતો.
         
       
                                                પીયૂષ બારૈયા