એક સાચો બીસનેસમેન કોને કેહવાય ? Nikunj Sakariya દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ખજાનો - 41

    ( આપણે જોયું કે તે મૂર્છિત માણસ બીજું કોઈ નહીં પરંતુ સોમાલિય...

  • ભીતરમન - 40

    તુલસી મારો પ્રેમ પામીને તરત બોલી, મારી સાચી વાતને પણ તમે તરત...

  • ફરે તે ફરફરે - 22

    ફરે તે ફરફરે - ૨૨   જે ધુન ઉપર મારા પગમા જોમ આવી ગયુ હત...

  • નાયિકાદેવી - ભાગ 29

    ૨૯ વિધિની રમત ગંગ ડાભી અને સારંગદેવ સોઢાની ઓળખાણ સોમનાથની જા...

  • નિતુ - પ્રકરણ 34

    નિતુ : ૩૪ (લગ્ન)નિતુ કેબિનમાં પહોંચી તો વિદ્યા પોતાના કમ્પ્ય...

શ્રેણી
શેયર કરો

એક સાચો બીસનેસમેન કોને કેહવાય ?

આજે જે સ્ટોરી તમારી સાથે શેર કરી રહ્યો છું એ સત્ય ઘટના પર આધારિત છે.

થોડા સમય પેહલા હું એક બિલ્ડર ની ઓફીસ પર ગયો હતો મારા પપ્પા સાથે. મારા પપ્પા બાંધ-કામ ના બીસનેસ સાથે સંકળાયેલા છે એટલે તેમને બિલ્ડર નિ ઓફીસ પર અવાર નવાર જવાનું જ હોય પણ એ દિવસે મારે કોલેજ પર રજા હતી તેથી હું પણ સાથે ગયો હતો.

ઓફીસ પર પહોચીને હું સોફા પર બેઠો અને મારા પપ્પા અને એ બિલ્ડર વાતો કરવા લાગ્યા. થોડો સમય પસાર થયો ત્યાં જ એક વ્યક્તિ ઓફીસ માં પ્રવેશ્યો અને આવી ને એ બિલ્ડર ને કેહવા લાગ્યો કે “જુઓ સર આ નવું ટેન્ડર આવ્યું છે, ૧૦ કરોડ નો માલ આપણને ૮ કરોડ માં આપવા તૈયાર છે આ પાર્ટી.” આ સાંભળી ને એ બિલ્ડરે તરત જ ના કહી દીધી.

આ સાંભળી ને મને થોડું આશ્ચર્ય થયું. કેમ કે , મેં પેહલો એવો બિલ્ડર જોયો હતો જે ઓછા ભાવે મળતા માલ-સમાન ને સીધે-સીધી ના પાડી દે.

હું આ વિષે વિચારી જ રહ્યો હતો કે , એ જ વ્યક્તિ કે જે ટેન્ડર લઇ ને આવ્યો હતો એ ફરીથી ઓફીસ માં આવ્યો. અને આવતા ની સાથે જ એ બિલ્ડર ને કેહવા લાગ્યો કે “ સર , કેમ તમે આ ઓછા ભાવે મળતા માલ-સમાન ને ના પડી દીધી. આનાથી આપણને ૨ કરોડ રૂપિયા નો ફાયદો થતો હતો.” આ સાંભળ તા જ એ બિલ્ડરે તેને કહ્યું કે “ આવ અહી મારી પાસે બેસ “ ત્યારે મને ખબર પડી કે તે વ્યક્તિ એ બિલ્ડર નો મેનેજર હતો. પાસે બોલાવીને એ બિલ્ડરે કહ્યું કે “ જો તને એમ થતું હશે કે આ કેવો વ્યક્તિ છે જે પોતાના નફા ને ના પાડી દે છે. પણ આ ૨ કરોડ જે હું વધારે આપવા માગું છું એ હકીકત માં મારું યોગદાન આપું છું આ સમાજ ને ચલાવવા માં. જો હું તને સમજાવું , આપણે આ માલ-સમાન નો કોન્ટ્રાક્ટ નાના નાના ૧૦ થી ૧૫ વેપારીઓ ને આપીએ છીએ. હવે એ વિચાર કે એક વેપારી પાસે ૫ થી ૧૦ નાના નાના કામદારો હશે. હવે આપણે આ કોન્ટ્રાક્ટ આ નાના નાના વેપારી ને આપીએ તો તેમની પાસે રહેલા લગભગ ૧૦૦ થી ૧૫૦ લોકો ને રોજગારી મળશે. તેથી તેના ઘરના કેટલા સભ્યો ને રોજનું ભોજન મળી રેહશે. હવે તું વિચાર કે હું આ કોન્ટ્રાક્ટ કોઈ મોટા વેપારી ને આપુ માત્ર થોડો નફો મેળવવા તો આ બધા લોકો ને રોજગારી નહી મળે અને સાથે સાથે એમના ઘર ના સભ્યો ને સાંજે જમવાનું પણ ના મળે એમ પણ બને. એટલે એ મારી ફરઝ બને હું આ બધી બાબતોનું નું ધ્યાન રાખું.” એ બિલ્ડર ની આ વાત સાંભળી મને ખુબ આનંદ થયો કારણ કે મેં પેહલો એવો વ્યક્તિ જોયો હતો જે સમાજ માટે આટલું વિચારે.

આ વાત કરતા કરતા તેમની નજર મારા પર પડી , એટલે એમને મને પૂછ્યું કે “તું કોણ છે.”

એટલે મારા પપ્પા એ કહ્યું કે “આ મારો દીકરો છે”.

એટલે એમને પૂછ્યું કે “શું કરે છે એ”

મારા પપ્પા એ કહ્યું કે “ તે એમ.બી.એ. કરે છે”.

આટલું સંભાળતા જ તેમણે મને પાસે બોલાવ્યો અને કહ્યું “તું જીવન માં શું બનવા માંગે છે”. મેં કહ્યું કે “હું તમારી જેમ એક બીસનેસમેન બનવા માગું છું” એટલે તરત જ એમણે મને પૂછ્યું કે “બીસનેસમેન બની ને તું શું કરીશ” આ સવાલ સંભાળતા જ મને થોડી નવાય લાગી , કારણ કે મને કોઈએ આ પેહલા આ સવાલ પૂછ્યો જ ન હતો. એટલે મેં જે મારા જીવન માં ઉદેશ્ય નક્કી કર્યા હતા તે કહી દીધા. એટલે મને કહ્યું “બસ આટલું જ , આ તો તું ખાલી પૈસા કમાવવા માંગે છો. તું બીસનેસમેન ના બની શકે.” આ સાંભળ તા જ મેં કહ્યું કે “કેમ હું બીસનેસમેન ના બની શકું?”. એટલે એમણે મને સમજાવતા કહ્યું “ કે જો એક બીસનેસમેન નો ધર્મ હોય છે કે એ સમાજ ના બધા જ વર્ગ વિષે વિચારે. તે માત્ર તારા વિષે જ વિચાર્યું છે. એટલે તું બીસનેસમેન ના બની શકે. એક સાચો બીસનેસમેન એને જ કેહવાય જે સમાજ વિષે વિચારે , સમાજ ના બધા જ વર્ગ ના વિકાસ વિષે વિચારે અને માત્ર એટલું જ નહી પણ સમાજ અને દુનિયા ને રેહવા માટે સારું સ્થળ બનાવે જેમાં બધા જ સુખ અને શાંતિ થી રહી શકે.” એટલે મેં કહ્યું કે આજ થી હું પણ માત્ર મારા વિષે નહી પણ બધા જ વિષે વિચારીશ.

પછી અમારે ત્યાંથી જવાનું થયું. પણ જતા જતા મેં એ બિલ્ડર ને કહું કે “ એક વાર જીવન માં મને જયારે પણ તક મળશે ત્યારે હું તમારી સાથે બીસનેસ કરવાનું પસંદ કરીશ” ત્યારે એમણે પણ જવાબ આપતા કહ્યું કે “હું પણ એ સમય માટે રાહ જોઇશ”

ખરેખર એ મુલાકાત મારા માટે જીવન ભર ની યાદ બની ને રેહશે. જીવન માં પેહલી વાર એક એવી વ્યક્તિ સાથે મુલાકાત થઈ જે બધા જ વિષે આટલું વિચારે. તે દિવસે મને એવો અનુભવ થયો કે આજનો મારો દિવસ સફળ થયો.

મિત્રો આપણે પણ ખરેખર વિચાર કરવાની જરૂર છે કે જો સમાજ માં બધા જ આવું વિચારે તો આપણે આપણા સમાજ ને એક આદર્શ અને શ્રેષ્ઠ સમાજ ના બનાવી શકીએ? જેમાં સમાજ ના બધા વર્ગ ના બધા જ લોકો સુખ અને શાંતિ થી રહી શકે અને બધા નો જ વિકાસ સંભવ બને. આ વિષે બધા એ જ વિચાર કરવાની જરૂર છે.

વિચારશો ને મિત્રો????

લિ . :- નિકુંજ એ. સાકરિયા