એક સાવ સરળ લાગતી ગંભીર વાત કહેવી છે,આમ તો પ્રશ્ન છે વણ અનુમતિ માંગે પૂછું છું.
કોઈ એક દીકરી જે નાનાથી મોટે બહુ જ લાડ અને પ્રેમથી મોટી થઈ,સમાજ અનુસાર તેના લગ્નનો પ્રસંગ આવ્યો ધૂમધમથી લગન થયા...બાપની છાતી પરથી જાણે કોઈ મોટી જવાબદારી ગઈ હોય.દિકરીતો પોતાનું ઘર સમજી સરળતાથી બધાની જોડે રહેતી હતી. કોઈક કારણોસર બધા ઘરમાં થાય એવી નાની મોટી મતભેદની વાત છેક મનભેદની સુંધી પોહચી ગઈ.
એક દિવસ હદ થઈ ગઈ, દીકરીનો કોઈ જ વાંક ન હોવા છતાં તને ઘરમાંથી કાઢી મુકવામાં આવી.શરૂઆતમાં તો ઘરેથી નીકળતા એનો જીવ નોંહતો ચાલતો.કારણકે એને તો એ મકાન પોતાનું ઘર લાગતું. એ રસ્તા ઉભી હતી, હવે ક્યાં જવું ? એની સામે આ પ્રશ્ન હતો. પણ સારું હતું કે એની પાસે એનો જવાબ હતો. પોતાના સગા બાપનું ઘર.
આંખમાં આવેલા આંસુને નશીબ સમજી બાપના ઘરે ચાલી. પોતાનું હતું એટલે ! ઘરે તો પેહલા આવી રીતે આવેલી દીકરીને જોઈ લોકો ચિંતામાં પડ્યા. દીકરીની વાત સાંભળી સમજ્યા પછી ઉશ્કેરાય અને ભૂલ સુધારતા તેના છૂટાં છેડા કરી નાખવામાં આવ્યા. ઘરના લોકો શરૂઆતમાં તો સારું સારું રાખતાં. પણ ધીમે ધીમે ભાઈ ભાઈને માથે દીકરી કે બેન હવે પેહલા જેવો પ્રેમ રહ્યો નહિ.વાત વાતમાં ઝગડા ને કંકાસ ચાલવા માંડ્યો. પેલી દીકરી ત્રાસી ગઈ...
પોતાના ઘરમાં એને હવે બધા પારકા લાગતા,સાસરું તો પહેલેથી જ છોડી દીધું તો હવે કોનો સહારો ?
આમ, આ પ્રશ્નનો ઉત્તર કદાચ હોઈ પણ શકે તમારી પાસે.પરંતુ વાત આવા આખા સમાજની છે (માન્યા માં નથી આવતું ને ?) પણ આવો આખો સમાજ આપણી સાથે જીવે છે.રોજ પેલી સ્ત્રીની માફક મરે છે.અને પ્રેમને જંખે છે.
હા, વાત છે સમાજમાં રહેતા ઉચ્ચવર્ણ અને નિમ્નજ્ઞાત વચ્ચેની. આપણાં જ સમાજમાં રહેતા એવા કેટલાય લોકો છે જેનો તમે નિમ્ન જ્ઞાતિના હોવાને લીધે અપમાન કરતા હશો,તેને માન નહિ આપતા હોવ,તું કાર હસો,એના ઉપર હસતાં હસો, ભળુંબુરું કેહતા હસો જો એ હોંશિયાર હશે તો આપને પ્રતિઉત્તર આપશે.પછી તમે એની સામે નહિ પણ પીઠ પાછળ એના વિશે બોલશો. પરંતુ ન બોલી શકતો હોય એવો વ્યક્તી કાંઈ નહિ કરી શકે તમે એનો લાભ ઉઠાવસો,અને જાહેરમાં ઉતારી પડશો એની વાતને નજરઅંદાજ કરશો.
એ વ્યક્તિની ભૂલ એ છે કે તે નિમ્ન જ્ઞાતિમાં જન્મ્યો. એવો સમાજ એને મળ્યો જે ને તમે નિમ્ન મનો છો.એ બિચારો ભૂલી ગયો તમારી માફક સારા ઘરમાં, કુળમાં , નાતમાં, ફળિયામાં ,સોસાયટીમાં જન્મ લેવાનું.કદાચ એ લોકોને સારાં લોકો માં ઘરમાં જન્મ લેવા માટે ફોર્મ નહિ મળ્યું હોય.
પણ આવ્યો વ્યવહાર કેટલો યોગ્ય ?
દુઃખ થાય છે જ્યારે કેટલાય લોક આવા ફોર્મ નહિ મળવા કે ભરવાના કારણે હડદૂત કરવામાં આવે, મંદિરમાંથી હાંકી કાઢવામાં આવે. તું અમારા જેવો નથી એમ એને બધાની વચ્ચે બળ પૂર્વક થોપી દેવામાં આવે. આવા નાત,જાત, વર્ણ,લિંગ, ગરીબી ના કારણે મારા તમારા અને આપણાં દેશનો વિકાસ થઈ નથી શક્યો. ઉદાહરણ રૂપે 1857 નો સ્વતંત્ર સંગ્રામ બધાને યાદ હશે, કદાચ આપણે 1857માં જ આઝાદ થઈ ગયા હોત જો આવા પ્રકારના પ્રશ્નો ઉભા ન થયા હોત તો.
પરંતુ ઇતિહાસ આપણે કાંઈ શીખવી ના શક્યો અથવા તો શીખવું જ છે કોને ? આવી હઠ હોય શકે આપણી.
શુ આપણી આવી નીતિથી એ ઉપરવાળો રાજી થતો હશે ? એને આવુ બધું શુ ગમતું હશે ? તમને લોકોને તો પૂછી શકાય.ભગવાનને પૂછવું હોય તો ? એ સુ જવાબ આપશે ?