Das varsh prem na books and stories free download online pdf in Gujarati

દસ વર્ષ પ્રેમ ના

દસ વર્ષ પ્રેમ ના

આજે આશરે દસેક વર્ષ પછી કૉલેજ ના રીયુનિયન માં એને મળવાનું થશે. એ જ કૉલેજ અને એ જ દોસ્તો ની વચ્ચે, બસ માત્ર સંબંધ એ નથી રહ્યો હવે. બદલાતા સમય સાથે આપણે પણ કેવા બદલાઈ જઈએ છે, એની અનુભૂતિ આજે થવાની હતી. જ્યાં દોસ્તો ની ભીડ માં એની સાથે રેહવા એકાંત શોધતી હતી ત્યાં આજે કોઈ ને કોઈ સાથે રહે તો સારું એવું વિચારું છું. મન પણ એટલું અટપટું છે કે ખબર બધું હોય અને અંજાન બને , જાણું છુ કે એ હાથ હવે નથી જે લટો ની સાથે રમશે, એ નજર નથી જે મને દૂર થી જ ચૂમી લેશે, એ સ્મિત નથી જે મને ગુલાબી કરી દેશે તો પણ હું વિચાર માત્ર થી ગુલાબી થઇ ગઈ.

દસ વર્ષો ના આ સમય માં એક પણ વખત એક ઝલક પૂરતો પણ મેં એણે જોયો નથી એટલે હું અધીરી હતી એને જોવા. આજે મારે ત્યાં હાજર સૌ દોસ્તો માં સૌથી સુંદર દેખાવું છે, એ વિચારી ને મેં મારા વોર્ડરોબ માંથી એક બ્લેક જોર્જટ ની સારી કાઢી, બેકલેસ બ્લાઉસ અને એના પર પીઠ ઉપર પડાવેલું એ સેક્સી ટેટુ, બ્લેક ડાયમંડ ઈન સિલ્વર બોડી ની લાંબી એયરીંગ અને હાથ માં સિલ્વર watch . સ્ટેપ કટ કરાયેલા મારા રેશમી જુલ્ફો ખભા ને એવી રીતે સ્પર્શ કરતી કે કોઈ ને પણ થાય કે કાશ એ મારી આંગળીઓ હોત. નેકલેસ ના પેહર્યો કઈ ખાસ કારણ નહોતું પણ એ મારી આગવી અદા હતી. હાઈ હિલ્સ પેહરી ને જયારે મેં અરીસા માં જોયું તો એક પળ માટે હું જોતી જ રહી ગઈ. એવું નથી કે એવું dress up પેહલા નહોતું કર્યું પણ આજ ની વાત જ અલગ હતી. આમ તો મને make-up નો બહુ શોખ નથી બસ હોઠો ની નરમાઇ red lipstic થી વધારી અને આંખો ની માદકતા કાજલ થી.

છેલ્લે ડાયમંડ ની બિંદી જયારે લગાવી, મારા ફોન ઉપર એક નામ ફ્લેશ થયું અને મેં એક સેકન્ડ બગાડ્યા વગર કોલ પીક કરી લીધો. એ મારી બેસ્ટ ફ્રેન્ડ સિયા નો કોલ હતો. મેં ફટાફટ perfume લગાવી ઘર બંધ કર્યું . ઘર માત્ર કેહવા માટે બાકી મારા માટે તો flat જ હતો જ્યાં હું જીવતી નથી ,ખાલી રહું છું. ખેર એવા વિચારો ને આજે સ્થાન જ નથી મારા મન માં. હું નીચે ગઈ અને સિયા સાથે એની કાર માં અમે રવાના થયા, આજ ની એ મનમોહક સાંજ ને માણવા. આખા રસ્તે ના તો હું કશું બોલી કે ના સિયા એ મને કઈ પણ પૂછ્યું, આખિર બેસ્ટ ફ્રેન્ડ છે, સમજતી હતી મારી વ્યાકુળતા, ખુશી, nervousness...

કોલેજ ના ગાર્ડન માં જ પાર્ટી હતી, અમે કાર પાર્કિંગ માં પાર્ક કરીને એન્ટ્રન્સ પાસે પહોંચ્યા અને અંદર થી માઈક ઉપર એક પંક્તિ સંભળાઈ....

તને તારી સુંદરતા ઉપર એટલો ગુમાન કેમ છે?
તને તારી સુંદરતા ઉપર એટલો ગુમાન કેમ છે?
મારા પ્રેમ ના perfume વગર એનું કોઈ મૂલ નથી....

અને વાહ વાહ થવા લાગી... તાળીયો અને સીટીઓ થી સૌ એ એને વધાવી લીધી અને તમે નહિ માનો પણ એ પંક્તી બોલાતી હતી ને મારી એન્ટ્રી થતી હતી જાણે કે કોઈ મારા માટે જ બોલી રહ્યું હોય, જાણે કે એક એક શબ્દ મને જ અર્પિત હોય અને કેમ ના હોય એ પંક્તી બીજું કોઈ નહિ પણ એના સ્વરે બોલાતી હતી. સમીપ ઠાકુર ના સ્વરે ...

હું એની કલ્પના હતી હું જ એના શબ્દો
હું જ હતી એની સાંજ સવાર અને હું જ એના વચનો
મારી પડખે બેસી એની દરેક કવિતા રચાય અને
હું જ બનું એની અનુભૂતિ કરનાર પ્રથમ નયનો......

પણ એ ભૂતકાળ હતું જે વર્તમાન ને ચીરી ને આવી નથી શકવાનું.. મને સામે જોઈ એ અટકી ગયો જાણે કે વિચારતો હોય આજે જેવો ટાઈમિંગ ભગવાન એ ગોઠવ્યો છે એવો કેમ જિંદગી માં નથી કરતા? અને લોકો ની વાહ વાહ એ અવાજ કર્યો કે આગે આગે... એને શરુ કર્યું ફરીથી મારી નઝરો માં નઝર મિલાવી ને...

તને તારી સુંદરતા ઉપર એટલો ગુમાન કેમ છે?
તને તારી સુંદરતા ઉપર એટલો ગુમાન કેમ છે?
મારા પ્રેમ ના perfume વગર એનું કોઈ મૂલ નથી
વાત વિસરાઈ ગઈ જો આપણી નિકટતા ની
વાત વિસરાઈ ગઈ જો આપણી નિકટતા ની
એ સમય ની ત્રુટિ છે આપણી ભૂલ નથી...... આપણી ભૂલ નથી

બસ એટલું બોલી ને શબ્દો પણ જાણે એના આંસુ થી ભીંજાઈ ગયા હોય એમ કઈ ના બોલી શક્યા. પણ સારું છે કે તાળીયો ના અવાજમાં એની એ સિસકી મારા સિવાય કોઈના પણ કાન ને કે હૃદય ને ના સંભળાઈ. દસ વર્ષ જાણે કે દસ મિનિટ માં રીવાઇન્ડ થઇ ગયા, આંખો સમક્ષ એની એ જ નજર એની એ જ સ્મિત, એની એ જ પર્શનાલીટી બધું જાણે એવું જ હતું, બદલાયેલ તો માત્ર એટલું જ હતું કે એની બાજુમાં હું નહોતી...

અમારા માટે એ સમય એ ક્ષણ જાણે કે થંભી ગઈ હતી, અમને કશી જાણ ના હતી પણ ત્યાં હાજર કેટલાય ની નજારો અમારા ઉપર જ હતી. અને ના કેમ હોય? અમારા સમય ના અને હોટ કપલ હતા... એ આવ્યો નજીક, હાથ લંબાવ્યો હેલો કેહવા અને પછી એના હાથ માંથી હાથ દૂર કરવાનું મન જ ના થાય. પણ હવે મેચ્યોરિટી એ દસ્તક પણ આપી હતી અને વાતો ઘણી જાણવાની હતી એટલે અમે ભૂતકાળ માં ગયા વગર વર્તમાન માં જ રહ્યા. છતાં દસ વર્ષો પછી નો એનો સ્પર્શ જાણે મને અંદર થી રોમાંચિત કરી ગયો મારે કશું જાણવું નહતું કશું સમજવું ના હતું બસ એ સ્પર્શ ને મેહસૂસ કરવો હતો અનંત પળ સુધી . વાતો ઘણી હતી, સવાલો ઘણા હતા, પણ શરુ ક્યાંથી કરવું એ જ નહતું સમજાતું. અને એ અવઢણ માં એણે મારા કાન ની નજીક આવીને ધીમે થી એક જ વાક્ય કહ્યું. કશું સાંભળવાની કોઈ મથામણ કરવી અસ્થાને હતી જ્યાં એના શ્વાસ ના સ્પર્શે કેટલીયે વિસરાયેલી ઈચ્છાઓ ને યાદ કરાવી દીધી હતી.એણે કહ્યું " ચાલ મારી સાથે કોઈ જ સવાલ પૂછ્યા વગર, હવે તારા વગર નું જીવન અઘરું થઇ ગયું છે ચાલ મારી સાથે આપણે આપણી નવી દુનિયા બનાવીશું."

કદાચ એ જ શબ્દો હતા જેને સાંભળવા મેં વર્ષ ના ૩૬૫ દિવસો દરેક દિવસ ના ૨૪ કલાક અને દરેક કલાક ની ૬૦ મિનિટ અને દરેક મિનિટ માં અગણિત સેકન્ડ રાહ જોઈ હતી. અને આજે એ આમ અચાનક મારા કાન પર દસ્તક આપશે હું જાણતી ના હતી... કદાચ મને લાગ્યું કે હું કોઈ ને અલવિદા કેહવાની પણ રાહ જોયા વગર જતી રહું એની સાથે. બસ પણ હું એટલું જ બોલી શકી કે....

તારા વગર ની મારી પ્રેમ ની દુનિયા તારા અનહદ પ્રેમ થી ભરેલ છે

મારી કલ્પના માં તું જ મારો પ્રેમી, પણ વાસ્તવિકતા થી વધારે ઠરેલ છે
નથી જરૂર મને તારા એ બનાવટી સંગાથ ની, જે વર્ષો ના સંઘર્ષ પછી મળે
મારી એકલતા અને તારી યાદો સાથે મેં સાત જનમો ના કરાર કરેલ છે.....

બીજા રસપ્રદ વિકલ્પો