0પહેલો વરસાદ (મિલન ધરતી સાથે )
જે દિવસ ની હું છેલ્લાં 2 વર્ષ થી રાહ જોતી હતી તે દિવસ હતો ,....
આજે હું અને આરવ ફર્સ્ટ ટાઈમ મળવાના હતા .સવાર થી જ હું તો હેપ્પી હેપ્પી ફરતી હતી .આજે એ મને મળવા મારી કોલેજ આવવાનો હતો .... પણ આમ અચાનક !!!!!
(1 દિવસ પહેલા )
" શૈલી પછી તે આરવ ને કોલ કર્યો " સાંચી મને છેલ્લાં 3 અઠવાડિયા થી આ જ પ્રશ્ન પુછતી હતી .
એમાં હતું એવું કે આરવ સ્ટડી માટે USA જવાનો છે અને મારે એને મળવું હતું પણ બ્રેક અપ પછી ક્યારેય વાત નહોતી કરી એટલે મન માં થોડી કચાશ હતી કે હું એને મળવાનું કહું અને એ ના પાડશે તો!!!
પણ આજે તો હિંમત કરી ને આરવ ને કોલ કરી જ દીધો ....
" હાઈ આરવ ! હું શૈલી બોલું છું "
" મને ખબર છે તું બોલે છે એમ .તારો નંબર છે મારી જોડે " આરવ એ કહ્યું .
" મને એમ કે બ્રેક અપ પછી તે ....."
ત્યાં વચ્ચે જ એ બોલી પડ્યો ..
" તારો નંબર ના હોત તો પણ મને ખબર પડી જાત કે તું બોલે છે . તારી બધી વાતો, તારો અવાજ ,તારી સ્માઈલ તારી દરેક વાત મને હજી યાદ છે .કદાચ તું ભૂલી ગઈ હશે પણ ."
હું સ્તબ્ધ હતી .
" હું પણ કંઈ જ નથી ભુલી .મને પણ બધું જ યાદ છે . હું તો આ સંબંધ પણ નહોતી ખોવા માંગતી પણ તે ના પાડી એટલે પછી મને એમ કે તને હવે કદાચ મારા કરતાં વધારે સારો કોઈ સાથ મળી ગયો હશે . એટલે ....."
મારાથી આગળ કાંઈ ના બોલાયું અને હું રડી પડી .
" તું મારા વગર ખુશ છું ?" આરવ એ મને પૂછ્યું .
હું કાંઈ જ ના બોલી .
પછી એ જ બોલ્યો " સંબંધ તો મારે પણ નહોતો તોડવો પણ ....."
" પણ શુ ? આજે તો તું બોલી જ દે કે તે બ્રેક અપ કેમ કર્યું હતું ? બહું જ દિવસ થી આ એક વાત મારા મન માં છે ." મેં આજે તો કારણ પુછી જ લીધું .
" શૈલી આદિ ને આપણા રિલેશન વિશે ખબર પડી ગઈ હતી પણ એણે એ વાત મને નહોતી કહી .એતો મને અમારા ફ્રેન્ડ સાગર એ કહ્યું .એટલે મને એમ કે હવે જો એ મને તારી જોડે વાત કરવાની ના પાડશે અને પછી કોઈ ઝગડો થાય એના કરતાં હું જ આ વાત ને અહીં પુરી કરી દઉં . આદિ અને મારે આ વિશે ક્યારેય વાત નથી થઇ પણ એક વાત છે કે અમારી મિત્રતા આજે પણ એવી જ છે જેવી પહેલા હતી . કદાચ એને આ વિશે વાત કરવામાં સંકોચ થતો હશે એટલે એણે મને ક્યારેય આ વિશે પૂછ્યું જ નથી .પણ હું વિચારું છું હવે આપડે ત્રણેય મળી ને આ વાત નો ફેંસલો કરી દઈએ .
એક વાત કહું તને હું તે દિવસે તને જેટલો પ્રેમ કરતો હતો એનાથી પણ વધારે આજે કરું છું પણ આ સંબંધ ના ચક્રવ્યૂહ નાં લીધે તારા થી દૂર છું .પણ હવે નથી રહેવું .અને તને સાચું નય લાગે પણ કાલે હું અને આદિ મળવાના છે .મેં એને એટલું જ કહ્યું છે કે મારે શૈલી વિશે વાત કરવી છે તો તું મને મળજે અને શૈલી ને પણ લેતો આવજે .પણ આ વાત તારા માટે સપ્રાઇઝ રાખવાની હતી એવું મેં આદિ ને કહ્યું હતું એટલે અમે બેઉ એ તને કંઈજ નહોતું કહ્યું .
આપણા વિચાર આજે પણ મળે છે અને કાલે આપણે પહેલી વાર મળીશું .હું આદિ ના આવતાં પહેલા જ આવી જઇશ .મેં એને તારી કોલેજ જ બોલાવ્યો છે ."
હું ચૂપ હતી ,. નીરસ હતી . પણ હવે બહું સમય માટે નહીં .હવે જીવનનો સાચો રસ મળવાનો હતો .
" ઓકે હું કાલે કોલેજ વહેલી આવી જઈશ તું પણ આવી જજે ." મારા આ શબ્દો મારા માટે કંઈક અલગ જ રીતે નીકળ્યાં હતા એનું કારણ આ વાત હતી જે મેં સાંભળી હતી .....
આજે આરવ આવાનો છે એ વાત જ મારા માટે તો જાણે એક ખુશી હોય એમ મને બીજા કશા નું ભાન જ નહોતું ......
અને છેલ્લે .....એ આવ્યો .....મને મળવા માટે .....
કૉલેજ આવી એણે મને કોલ કર્યો હું કેન્ટીન માં હતી .એનો કોલ આવ્યો એટલે મેં ene કેન્ટીન માં બોલાવ્યો .
હવે મને સામે થી આવતો દેખાઈ રહ્યો હતો .જેટલો એ મારી નજીક આવતો હતો તેટલાં જ મારા ધબકારા જોર થી ધબકતાં હતાં .....
ધીરે ધીરે કરતાં એ આવી ગયો પણ હું તો એને જોવાં માં જ વ્યસ્ત હતી .એણે નજીક આવી મારુ નામ એટલા પ્રેમ થી લીધું કે હું બેભાન થતાં થતાં રહીં ગઈ .
( આ જ મારો સમય છે જેની હું રાહ જોતી હતી .મારા જીવનનો પહેલો વરસાદ ...મિલન ધરતી સાથે )
જો સમય અટકતો હોત તો હું આ સમય ને અહીં જ અટકાવી દેતી .પણ ખેર જે મળ્યો એ જ બહું મોટી વાત છે .
વાતો તો બહું જ બધી હતી પણ એ કરવાનો સમય ઓછો હતો ....તો પણ આદિભાઈ ના આવતા પહેલાં અમે બંને એ બહું જ વાતો કરી ...
આદિ ભાઈ નો કોલ આવ્યો મારી અને આરવ પર કે એ કોલેજ આવવાં નીકળી ગયા છે .એમને નહોતી ખબર કે અમે સાથે જ છે .પછી આદિ ભાઈ આવતાં હતાં એટલે આરવ કોલેજ ના પાછળ ના મંદિર જતો રહ્યો અને હું કેન્ટીન માં ભાઈ નો વેઇટ કરતી હતી .
-PRINJAL
To Be continue......