પહેલો વરસાદ - 2 Prinjal patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પહેલો વરસાદ - 2

Part 2

રોજ નાં નિયમ મુજબ હું એને જોવા કોઈ ને કોઈ બહાને માર્કેટ જતી. અમે બંને સોશ્યલી તો connected હતાં છતાં પણ એ બહાના કાઢી ને એને જોવા જેવી મજા ક્યાંય નહોતી.

સમય પસાર થવા લાગ્યો.

મારી બર્થડે આવી રહી હતી.મને નહોતી ખબર કે એને યાદ હશે પણ બર્થડે નાં આગલા દિવસે એને મને એડવાન્સ વિશ કરી ત્યારે મને લાગ્યું કે એનાં મન માં મારા માટે કંઈક ફીલિંગસ્ છે. પણ તોય એ એટલો જબરો છે ને....એણે મને એડવાન્સ વિશ કરી પણ બર્થડે નાં દિવસે જ ના કોલ કર્યો ના મેસેજ કર્યો.આખો દિવસ એમ જ જતો રહ્યો.સાંજે મેં મેસેજ કર્યો અને પૂછ્યું ,

" તે કેમ મને વિશ ના કરી !!"

તો બોલ્યો, " એડવાન્સ માં કહ્યું તો હતું કેટલી વાર કહેવાનું હોય!!!!".....

હવે મને ગુસ્સો આવ્યો એટલે હું એની જોડે બીજી કોઈ વાત કર્યા વગર સુઈ ગઈ.એને ખબર પડી કે મને ખોટું લાગ્યું છે એટલે હવે મને મનાવાના પ્રયત્નો આરંભી દીધાં.એ દિવસે તો નહિ પણ બીજે દિવસે સાંજે મારો ગુસ્સો શાંત થયો અને એક વાત એ પણ હતી કે મનેય એની જોડે વાત કર્યા વગર ચેન નહોતું પડતું.એટલે મેં એની જોડે લીધેલા અબોલા તોડી નાંખ્યા.

હવે પેહલા ની જેમ વાતો થવા લાગી....પણ હજી હું એક વાત થી બેખબર હતી… મારી બર્થડે નાં ઠીક પંદર દિવસ પછી આરવ ની બર્થડે હતી જેની મને જાણ સુધ્ધાં નહોતી.

એની બર્થડે નાં ત્રણ દિવસ પેહલા સાંજે એનો મેસેજ નાં આવ્યો.બીજા દિવસે સવારે નઈ.મેં કોલ કરી જોયો તો કોલ પણ ના લાગ્યો અને એ દુકાન પણ નહોતો આવતો !!! એટલે હવે મારી ચિંતા વધવા લાગી કે શુ થયું હશે !!!!

હવે એની આજે બર્થડે હતી.સવારે મારા ફોન પર કોઈ Unknown Number થી કોલ આવ્યો.એ આરવ હતો.એનો અવાજ સાંભળતા જ હું એના પર તૂટી પડી. બઉ ગુસ્સો કર્યો અને બિચારો શાંતિથી સાંભળતો રહ્યો.... પછી એણે મને કહ્યું કે એનો ફોન ચોરાઈ ગયો હતો એટલે વાત નહોતી થતી અને એજ ચક્કર માં એ દુકાન નહોતો આવતો....હવે મારો ગુસ્સો શાંત થયો.થોડી વાતો પછી અમે સાંજે વાત કરવાની પ્રોમિસ સાથે વાતો નો દોર થમાવ્યો....

હજી પણ હું એના આજના સ્પેશ્યલ દિવસ થી બિલકુલ બેખબર હતી..… બપોરે હું ને સાંચી મારા ઘરે મળીને સ્ટડી કરવાના હતા. થોડી સ્ટડી કર્યા પછી અમે બેસ્ટિસ વાતો એ ચડ્યા....વાતોવાતો માં મેં એને પૂછ્યું કે તને આરવ એ કશુ કહ્યું...તો સાંચી બોલી હા એણે મને 'Thank you' કહ્યું!!!

હું વિચાર માં પડી ગઈ... પછી એ બોલી કે એણે તને કશુ કહ્યું નથી? આજે એનો બર્થડે છે.......

હું આ સાંભળીને ખુશી + ગુસ્સા ની મિશ્ર લાગણી માં પડી ગઈ. જન્મદિવસ ની ખુશી બઉ હતી પણ સવારે આટલી વાતો થઇ તો પણ એણે મને કશુ કહ્યું નય એટલે ગુસ્સો આવ્યો....

પછી મેં એને કોલ કર્યો કે તે મને કહ્યું કેમ નઈ કે આજે તારી બર્થડે છે એમ....

તો એ દાદાગીરી થી બોલ્યો તને ખબર હોવી જોઈએ ને....

હું પણ બોલી હું તારી ગર્લફ્રેન્ડ નથી તો બધું ધ્યાન રાખું....!!!

આ મીઠી નોકજોક થી હું બઉ ખુશ હતી અને કદાચ મારાથી વધારે એ ખુશ હતો....!!

બંને ની બર્થડે પણ પતી ગઈ તોય હજી અમને મળવાનો સમય નહોતો મળ્યો....

ધીરે ધીરે ક્યારે અમે બંને એકબીજાને પ્રેમ કરવા લાગ્યા એની ખબર જ ના પડી.… હવે સમય હતો પ્રેમ ના ઈઝહાર નો.....

કોણે આરવ એ કર્યો ???ના એ ડરપોક કશુ નહોતો કરવાનો એ મને ખબર હતી.… એટલે મેં વિચાર્યું હું જ શરૂઆત કરું...એમ પણ બધા કહેછે ને કે 'Ladies First'.....

રાત્રે વાત કરતા કરતા 12:30 વાગી ગયા હતા એટલે મેં કહ્યું ચલ હું સુઈ જવ કાલે વાત કરીએ.તો એ કહે કે ના હજી થોડી વાર વાતો કરીએ. પણ તું કંઈક બોલ મારી જોડે વાતો પતી ગઈ છે !!! હું વિચારતી જ હતી કે હવે એક બે દિવસ માં દિલ ની વાત કહી દઉં અને એમાં એણે મને મોકો આપ્યો.કદાચ એણે મારુ મન વાંચી લીધું હશે એટલે જ એણે મને આવું કહ્યું.

મેં મેસેજ કર્યો ," કહેવું તો છે પણ મૂડ નથી"..

બિચારો રાહ જોઈ ને થાક્યો હશે કે હું હવે તો મારા મનની વાત કહી દઉં એટલે મેસેજ આવ્યો ,

" હવે બોલી દે ને યાર "...

અને હું speechless હતી એની સામે.… મેં ફાઈનલી મેસેજ કર્યો ,

"I like you , Aarav...... Will you be My boyfriend ?".....

કદાચ એ વાંચી ને પાગલ ની જેમ નાચતો હશે એટલે થોડી વાર તો રિપ્લાય જ ના આવ્યો.પછી મેસેજ આવ્યો એટલે મેં ઓપન કર્યો ,

" Sorry!!! પણ હું તારો ફ્રેન્ડ છું એટલું જ રાખ.આનાથી વધારે કાંઈ નઈ થઈ શકે "......

કદાચ જો એ વખતે એ મારી સામે હોત તો હું એને બે ત્રણ લાફા મારી દેત....હું શોક હતી કેમકે મને એમ હતું કે એના મન માં મારા માટે Same feeling છે....પણ કદાચ હું ખોટી હતી.

મેં Ok કહી ફોન સ્વીટ્ચ ઑફ કરી દીધો. એ રાત્રે હું ખુબ જ રડી... મારી બધી ધારણાઓ ખોટી પડી....કદાચ એના મિત્રભાવ ને મેં પ્રેમ સમજી લીધો. પણ હવે રડવાથી શુ ફાયદો હતો!!!

પણ ખબર નઈ કેમ મારુ દિલ માનવા તૈયાર નહોતું કે એ મને પ્રેમ નથી કરતો... હજી એ આશા રાખતું હતું કે એનો જવાબ આવો ના હોય, એનો જવાબ બદલાશે.....એ જે હોય તે પણ હવે આખી રાત એ જ વિચારો માં નીકળી કે કેમ એણે મને ના પાડી......

શું આ જ અંત છે આ Love Story નો !!!!કે પછી કોઈ નવી શરૂઆત થવાની છે !!! શું શૈલી આરવ ને મનાવી શકશે કે પછી.....અધૂરો પ્રેમ જ બની રહેશે એની જિંદગી.....જો આરવ સાચે શૈલી ને પ્રેમ કરે છે તો એણે ના કેમ પાડી !!! Next part માં આવા બધા સવાલો ના જવાબ મળશે.… તો વાંચતા રહો " પહેલો વરસાદ "

- PRINJAL

To be continue.....