Pahelo Varsaad - 4 books and stories free download online pdf in Gujarati

પહેલો વરસાદ - 4

કદાચ આ શરૂઆત હતી અમારા સંબંધ ના તૂટવા ની ......

એને મારી જોડે વાત કર્યા વગર બિલકુલ ચાલતું નહોતું .... એટલે મને જોવા માટે હવે એ વધારે સમય દુકાને રોકાતો ...

મારી રાહ જોયા કરતો ...પણ મને ચેન નહોતું એનાથી આવી રીતે દૂર રહેવામાં .... હું એને રોજ મેસેજ ને કોલ કરતી, એ વાત કરતો પણ મને એક જ વાત કહેતો કે મારા લીધે તું તારું ભણવાનું ના બગાડીશ ....

એક દિવસ રાત્રે મેં સપનું જોયું કે અમારા બંને ના રિલેશન વિશે અમારા ફેમિલી ને ખબર પડી ગઈ અને એમણે અમને એકબીજા જોડે વાત કરવાની ના પાડી .....

આ એક સપનું હોવા છતાં હું એટલી ડરી ગઈ કે મારાથી રહેવાયું નહિ ને મેં તરત જ આરવ ને કોલ કર્યો .....એ સૂતો હતો એટલે એનો ફોન એની મમ્મી એ ઉઠાવ્યો ...એ Hello બોલ્યા એટલે હું એમનો અવાજ ઓળખી ગઈ ....એક તો સપના ના લીધે હું પહેલા જ ડરેલી હતી અને ઉપર થી ફોન આરવની મોમ એ ઉઠાવતા હું વધારે ડરી ગઈ અને ફોન કટ કરી દીધો ...એ મને ઓળખતા હતા એટલે એમણે મને ફરી કોલ કર્યો પણ મેં ઉઠાવ્યો જ નહિ .....પછી ફોન બંધ કરી હું નાહવા જતી રહી ....

કોલેજ જઈ ને મેં એને ફરી કોલ કર્યો ...મેં એને આખી વાત કહી ....તો એણે મને કહ્યું કે ,

"તું ચિંતા ના કરીશ એવું કાંઈ નથી થવાનું અને હા મેં મમ્મી ને પણ સમજાવી દીધી છે કે આદિત્ય એ જ મને શૈલી નો નંબર આપ્યો હતો એમને મારા કોલેજના મટિરિઅલ નું કામ હતું એટલે ...તું હવે ચિંતા છોડી દે અને ભણવામાં ધ્યાન આપ ."

એના સમજાવ્યા પછી મને થોડી શાંતિ થઇ ....

પણ હવે અમારા સંબંધ માં પહેલા જેવી મીઠાશ રહી નહોતી .... એ મીઠાશ જળવાત જો અમે એક પણ વાર મળ્યા હોત ....પણ અમારા આ સાત મહિના નાં રિલેશન માં હજુ એક પણ વાર અમે મળ્યા નથી ....અમારું નસીબ હશે આટલો સમય જ સાથે રહેવાનું...… એકબીજા ને મળ્યા વગર .....

હવે એ દિવસ પણ આવી ગયો જે મને યાદ કરવો બિલકુલ નથી ગમતો ....

છેલ્લાં 4 દિવસ થી એનો કોઈ કોલ કે મેસેજ નહોતો આવ્યો .... દુકાને રોજ આવતો હતો. હું એને રોજ જોતી હતી ....એ મને જોઈ ને પણ અનદેખી કરતો હતો ....અને ફાઈનલી એનો મેસેજ આવ્યો ,

" શૈલી મારે તારી જોડે બ્રેકઅપ કરવું છે ..."

બસ આટલું જ કહ્યું એણે ....

અને મને પણ શુ થયું ખબર નઈ મેં એને કારણ પણ પૂછ્યું નહિ ...મારો છેલ્લો મેસેજ હતો ,

" ઓકે ...."

મારુ મન જાણતું હતું એ OK લખવામાં મને કેટલી વેદના થઇ હતી .......

........અને આજે હું મારા એ જ આરવ ને જોઇશ . કેમકે એ હવે દુકાને બહુ ઓછું આવતો હતો ....આજે અમારા બ્રેકઅપ ના એક વર્ષ પછી અમારા બ્રેકઅપ નું કારણ તો અકબંધ જ છે ......

જે હું પણ નથી જાણતી ....

હજુ પણ અમે એકબીજા સાથે કોઈ વખત એના વિશે વાત નથી કરી ...

પણ હું જાણું છું આરવ તું આજે પણ મને પ્રેમ કરે છે .... અને હું પણ તને કરું છું ને કરતી રહીશ .....

મળવાનો મોકો તો ખબર નહિ ક્યારે મળશે પણ હા એક વાત નક્કી છે એ જે દિવસ હશે એ મારા જીવન નો બેસ્ટ દિવસ બનશે અને હું રાહ જોઇશ આપણા એ " પહેલા વરસાદ " ની .....

Complete story...

- PRINJAL

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED