રડતી દીવાલ Himanshu Patel દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • મારા અનુભવો - ભાગ 19

    ધારાવાહિક:- મારા અનુભવોભાગ:- 19શિર્ષક:- ભદ્રેશ્વરલેખક:- શ્રી...

  • ફરે તે ફરફરે - 39

      નસીબમાં હોય તો જ  કહાની અટલા એપીસોડ પુરા  ક...

  • બોલો કોને કહીએ

    હમણાં એક મેરેજ કાઉન્સેલર ની પોસ્ટ વાંચી કે  આજે છોકરાં છોકરી...

  • ભાગવત રહસ્ય - 114

    ભાગવત રહસ્ય-૧૧૪   મનુષ્યમાં સ્વાર્થ બુદ્ધિ જાગે છે-ત્યારે તે...

  • ખજાનો - 81

    ઊંડો શ્વાસ લઈ જૉનીએ હિંમત દાખવી." જુઓ મિત્રો..! જો આપણે જ હિ...

શ્રેણી
શેયર કરો

રડતી દીવાલ


“લીલાબા,સમજાવો તમારા છોકરા ને,હાલતા ચાલતા તોફાન કરતો જાય છે,હું વાસણ ધોતી હતી અને સાઈકલ લઇ ને નીકળ્યો તો મને કાદવ ઉડાડતો જાય છે”.

“રેવા,છોકરાઓ તોફાન નહિ કરે તો શું હું અને તું તોફાન કરીશું,એની ઉમર તોફાન કરવાની છે તો કરશે જ ને,હું સમજાવીશ હવે થી તને તંગ નહિ કરે.”

લીલાબા શહેર ને અડી ને આવેલા નાનકડા ગામડા માં એમના પૌત્ર પંથ સાથે રહે છે.લીલાબા ના પતિ શીવાભાઈ વર્ષો પહેલા ગુજરી ગયા હતા.અને લીલાબા નો પુત્ર દિનેશ અને પુત્રવધુ પંથ જયારે ૫ વર્ષ નો હતો ત્યારે એક રોડ એક્સીડેન્ટ માં મૃત્યુ પામ્યા હતા.એ ગોઝારો દિવસ આજ પણ લીલાબા ની સ્મૃતિઓ ને હલાવી જાય છે.પણ પંથ ને મોટો કરવા ના મજબુત ઈરાદા ના કારણે આજ પણ લીલાબા અડીખમ રીતે જીવન વિતાવી રહ્યા છે.

આજે પંથ ૧૦ વર્ષ નો છે અને ગામ ની સરકારી શાળા માં અભ્યાસ કરે છે.માં-બાપ ના હોવાથી લીલાબા એ તેને ખુબજ લાડકોડ થી ઉછેર્યો છે.જેથી પંથ ખુબજ નટખટ અને મસ્તીખોર છે.સ્કૂલ માં અને ગામ માં પંથ મસ્તીખોર તરીકે પંકાઈ ગયેલો છે.પણ જો પંથ ને કોઈ પરેશાન કરે કે એના પર હાથ ઉપાડે તો એનું આવી બને.ગામ માં લીલાબા ની ધાક એટલી છે કે સહુ કોઈ પંથ ની મસ્તી ચુપચાપ સહન કરી લે પણ,પંથ ઉપર હાથ ઉપાડવા નો વિચાર સુદ્ધા ના કરે.લીલાબા ની દુનિયા ફક્ત પંથ જ છે.

પંથ ને સવારે નવડાવી ધોવડાવી ને સ્કૂલે મોકલવો,પછી મંદિર જવું,મંદિર થી આવી ને ને રસોઈ બનાવવી બપોરે ૧૨:૩૦ વાગ્યે પંથ સ્કૂલે થી આવે એટલે એને ગરમ ગરમ જમાડવું,પછી એને સુવડાવી ને પોતે થોડી વાર સુઈ જાય.પંથ ૪ વાગ્યે ઉઠે એટલે એને નાસ્તો અને દૂધ આપવું અને પોતાના માટે ચા બનાવવી, પછી પંથ ગામ માં રમવા જાય તે દરમ્યાન છીંકણી ઘસે.સાંજે રામજી મંદિર ની આરતી માં પંથ ને લઈને જવું તે તેમના નિત્યક્રમ માં સામેલ હતું.મંદિર થી આવી ને વાળુ કરી ને પંથ શાળા નું લેસન કરવા બેસતો અને લીલાબા છીકણી ઘસતા એની સાથે બહાર ફળિયા માં બેસતા.આટ આટલી મુશ્કેલીઓ નો સામનો કરી ચુક્યા હોવા છતાં ખુબજ મક્કમ હોવા ના કારણે લીલાબા ને ગામના લોકો એ ઘણા બધા ઉપનામ આપેલા હતા,જેમકે પંથ ના માં બાપ ના હોવાથી તેનું રક્ષણ એક દીવાલ ની જેમ ઉભા રહી ને કરતા હોવાથી ગામ ના ઘણા લોકો એ તેમને "દીવાલ" ના ઉપનામ થી પણ સંબોધે છે.લીલાબા નું જીવન જાણે પંથ ને જ સમર્પિત છે.

પંથ ખુબજ નટખટ હોવા ની સાથે સાથે ભણવા માં પણ એટલોજ તેજ છે.પ્રથમ કક્ષા થી લઇ ને ચોથા ધોરણ સુધી શાળા માં હંમેશા પ્રથમ ક્રમાંકે જ રહે છે.શાળા માં શિક્ષકો પણ પંથ પ્રત્યે ખુબજ કુણું વલણ રાખે છે.શાળા માં પણ પંથ ખુબજ તોફાન મસ્તી કરતો પણ શિક્ષકો માં બાપ વિહોણો હોવાથી તેના પર રહેમ નજર રાખે છે.

લીલાબા ની પાસે ૩૦ વીઘા જમીન છે,જે એમનો વર્ષો જુનો ખેડૂત રમેશ ખેડે છે,જેમાંથી લીલાબા અને પંથ નું ગુજરાન આરામ થી થાય છે.રમેશ તેમનો ખુબ જુનો ખેડૂત છે,જયારે શીવાભાઈ જીવતા ત્યારનો તેમની જમીન માં મજુરી કરતો હતો.શીવાભાઈ ના અવસાન બાદ જયારે દિનેશ નાનો હતો ત્યારે પણ ખેતી ની બધી જવાબદારી રમેશે ઉઠાવી લીધી હતી,જ્યાં સુધી દિનેશ યુવાન ના થયો ત્યાં સુધી રમેશ તેમની ખેતી સંભાળતો હતો.દિનેશ યુવાન થયો અને ખેતી કરતા શીખ્યો પછી રમેશે બધી જવાબદારી દિનેશ ને સોંપી અને પોતે પહેલા ની જેમ મજુર તરીકે કામ કરવા લાગ્યો.પણ દિનેશ ના અવસાન બાદ ફરી આ જવાબદારી રમેશ ના માથા પર આવી.લીલાબા પણ રમેશ ને એક ઘર નો સભ્ય જ ગણે છે.

સમય ના વહેણ સાથે પંથ મોટો થતો જાય છે,આજે પંથ ની ૧૦ માં ધોરણ ની પરીક્ષા નું પરિણામ આવવા નું છે,પંથ અને લીલાબા બંને સવાર થી ખુબજ ઉત્સાહ માં છે,લીલાબા ને ભરોસો છે પંથ નું પરિણામ ખુબજ સારું આવશે,તેમણે આગલા દિવસે જ રમેશ ને કહી રાખ્યું છે,કે શહેર માંથી ૨૫ કિલો માવા ના પેંડા લેતો આવજે,મારા પંથ ના પરિણામ ના પેંડા આખા ગામ માં વેંચવા ના છે.રાત્રે મોડે સુધી લીલાબા,રમેશ અને રમેશ ની વહુ રૂખી એ મળી ને પેંડા ના નાના નાના પેકેટ તૈયાર કર્યા અને કોણ ક્યાં પેંડા આપવા જશે એના માટે ગામ ની શેરીઓ ની વહેંચણી પણ કરી દીધી.પરિણામ ના દિવસે લીલાબાની ઊંઘ સવાર માં ૪ વાગ્યે ઉડી ગઈ.ઉઠી ને નહિ ધોઈ ને ભગવાન ના પૂજા પાઠ પણ કરી લીધા.સવાર ના સાત વાગ્યે પંથ ને સુતો મૂકી ને નિશાળે બાજુ ચાલવા લાગ્યા ત્યાં તો નિશાળ ના હેડ માસ્તર એમને સામે મળ્યા એમને કહ્યું “માજી,આટલા  સવાર માં ક્યાં ચાલ્યા.”લીલાબા કહે,”માસ્તર તમે હજુ કેમ અહી ફરો છો,આજ તો મારા છોકરા નું પરિણામ છે ને?”.માસ્તર મગનલાલે કહ્યું,”માજી,અત્યાર માં પરિણામ ના હોય હજુ તો જીલ્લા માં ઓફીસ ખુલશે એટલે પટ્ટાવાળો બધા ના પરિણામ લઇ ને આવશે,લગભગ ૧૧ વાગ્યા સુધી માં આવશે,તમે ૧૧ વાગ્યે નિશાળે આવજો.”લીલાબા ઘર તરફ પાછા વળ્યા.ઘેર પહોચી ને જોયું તું પંથ બ્રશ કરતો હતો.કોગળો કરી ને બોલ્યો,”બા અત્યાર માં ક્યાં જી આવી?”,લીલાબા કહે,”ભાઈ તારા પરિણામ ની તને ચિંતા નથી પણ મને તો છે.”પંથ હસી ને બોલ્યો,”બા તું ચિંતા ના કર આપણું પરિણામ ટોપ ક્લાસ આવવા નું છે.”લીલાબા કહે,”હા બેટા મને ખબર છે પણ જ્યાં સુધી આવે નહિ ત્યાં સુધી મને જપ નહિ થાય.”૧૦ વાગતા જ લીલાબા એ પંથ ને કહ્યું “ભગવાન ના દર્શન કરી લે ચાલ નિશાળે જવાનું છે.”પંથે કહ્યું “બા હજુ વાર છે”.લીલા બા ગુસ્સ્સે થઇ ને બોલ્યા,”ચુપ ચાપ ચાલ હવે”.

પંથ લીલાબા ની સાથે નિશાળે પહોચ્યો.નિશાળ માં હજુ પટ્ટાવાળો રાજુ અને હેડ માસ્તર મગનલાલ જ પહોચ્યા હતા.મગનલાલ લીલાબા ને જોઈ ને હસ્યા અને કહ્યું,”કેમ ડોશી ધરપત ના રહી તમને આટલા વહેલા આવી ગયા?

લીલાબા એ કહ્યું,”હા માસ્તર જ્યાં સુધી પંથ નું પરિણામ નહિ આવે ત્યાં સુધી મને સખ નહિ થાય હું હવે અહીજ વાટ જોઇશ.”

મગનલાલે કહ્યું,”સારું તમ તમારે માજી અહી મેદાન માં ઝાડ ની છે બાંકડા પર બેસો હું રાજુ જોડે પાણી મોકલું”

પંથ નિશાળ ન મેદાન માં હીંચકા પર બેસી ને ઝૂલા ઝૂલવા લાગ્યો.અને લીલાબા બાંકડા પર બેઠા બેઠા ભગવાન નું નામ લેવા લાગ્યા.

અડધા કલાક પછી નિશાળ માં ચહલ કદમ વધવા લાગી નિશાળ ના બીજા શિક્ષકો અને બીજા વિદ્યાર્થીઓ ના વાલીઓ ધીરે ધીરે  આવવા લાગ્યા.૧૧ વાગતા જ બધા ની ઉત્સુકતા વધી ગઈ.સૌ હેડ માસ્તર ને પૂછવા લાગ્યા,”સાહેબ હવે કટલી વાર લાગશે?.”માસ્તરે કહ્યું,”ભાઈ શાંતિ રાખો  શહેર માંથી માણસ ૧ કલાક પહેલા નીકળી ગયો છે,હવે પહોચવાની તૈયારી જ છે.

અંતે પરિણામ આવ્યું.પંથ ૯૫ ટકા સાથે આખા જીલ્લા માં પ્રથમ ક્રમે ઉતીર્ણ થયો.લીલાબા ની આંખ માં થી હર્ષ ના અશ્રુ ની ગંગા જમના વહેવા લાગી.હેડ માસ્તર મગનલાલ ની આંખ ના ખૂણા પણ ભીના થઇ ગયા.લીલાબા એ પંથ ને રડતા રડતા આલિંગન માં લીધો અને કહ્યું બેટા મારી અને તારી મહેનત નું ફળ ઈશ્વરે આપણ ને આપ્યું છે.તેમને ખુબ જ ગદ ગદ થઇ ને નિશાળ ના માસ્તરો નો આભાર માન્યો.પંથ ના વર્ગ-શિક્ષક કનુભાઈ પણ ખુબ જ ખુશ હતા.તેમને લીલાબા ને બાજુ પર બોલાવી કહ્યું,”માજી પંથ ખુબ જ સારું પરિણામ લાવ્યો છે,પણ હવે તેને શું ભણાવવું તેના વિષે તમે કઈ વિચાર્યું છે?”

લીલાબા એ કહ્યું,”એ બધી મને ખબર ના પડે તમે જ કૈક રસ્તો બતાવો”

કનુભાઈ બોલ્યા,”જુઓ માજી પંથ ગણિત અને વિજ્ઞાન બંને વિષય માં પુરા ૧૦૦ માંથી ૧૦૦ અંક લાવ્યો છે અને તેને આ બંને વિષયો માં ખુબજ રસ છે ,મારા મંતવ્ય પ્રમાણે આપણે એને શહેર ની કોઈ સારી પ્રતિષ્ઠિત શાળા માં વિજ્ઞાનપ્રવાહ માં હાયર સેકન્ડરી માં અભ્યાસ માટે મુકવો જોઈએ,પણ આમાં તેને ભણાવવા નો ખર્ચ ખુબ આવશે.”

લીલાબા બોલ્યા,”માસ્તર,મારી પાસે જે કઈ પણ છે એનો વારસદાર પંથ જ છે,જો હું એના માટે અત્યારે નહિ વાપરું તો ક્યારે વાપરીશ?,તમે એના માટે એડમીશન ની તૈયારી કરો ખર્ચ ની ચિંતા બિલકુલ ના કરશો.”

કનુભાઈ એ કહ્યું,”માજી એના એડમીશન ની ચિંતા નાં કરો આવા હોનહાર વિદ્યાર્થી માટે દરેક સ્કૂલો ના દરવાજા ખુલ્લા જ હોય છે,પણ એના એડમીશન પછી એને તમે અહી ગામ થી શહેર માં મોકલશો કે પછી શહેર માં જ રહેવા માટે કોઈ વ્યવસ્થા કરવી છે?”

લીલાબા થોડા ગહન વિચાર માં સરી ગયા એમની સામે તેમના દીકરા ના થયેલા અકસ્માત ની યાદ તાદ્રશ્ય થઇ ગઈ.

કનુભાઈ એ લીલાબા ને ઝંઝોળી ને કહ્યું,”શું થયું માજી?”

લીલાબા બોલ્યા,”માસ્તર મારે પંથ ને અપ-ડાઉન નથી કરાવવું,શહેર માં આપણા સમાજ નું છાત્રાલય છે ત્યાં રહી ને ભણશે અને હું દર અઠવાડિયે આંટો મારીશ.”

કનુભાઈ હસી ને બોલ્યા,”હા આ સારો વિચાર છે.”

 

પંથ શહેર ની શાળા માં ભણવા લાગ્યો પણ બા થી ક્યારે પણ એક દિવસ દુર નહિ રહેલો તેના કારણે તેને થોડી તકલીફ પણ પડવા લાગી.જેમ મોટો થતો ગયો તેમ તેનામાં થોડી ગંભીરતા આવવા લાગી.આ બાજુ લીલાબા ની હાલત પણ કફોડી હતી જેમ પાણી પીવડાવી ને બીજ માં થી મોટું વૃક્ષ ઉગાડ્યું હોય અને એક દિવસ તેને છોડી ને દુર જવાનું થાય અને જેવી લાગણી થાય તેવી હાલત અત્યારે લીલાબા ની હતી.પણ તેમને તેમનું જે લક્ષ્ય હતું તે ઢીલા પાડવા દેતું નહોતું.રમેશ અને રૂખી દિવસ માં ૩ થી ૪ વાર લીલાબા ને ત્યાં આવતા જેથી તેમને સારું લાગે.

પંથ શહેર ની સ્કૂલ માં પણ એક પ્રતિભાશાળી વિદ્યાર્થી તરીકે ઉપસી આવ્યો.સ્કૂલ માં સમગ્ર શિક્ષકગણ અને તેના સહપાઠીઓ માં તે એક હોનહાર વિદ્યાર્થી તરીકે પ્રસિદ્ધ થવા લાગ્યો.ધીરે ધીરે સમય વીતતો ગયો.પંથ તરુણાવસ્થા માં પ્રવેશ્યો ત્યારે તરુણાવસ્થા માં સહજ પ્રકારે ઉભરતી લાગણીઓ ના કારણે તેના માં પણ કેટલાક બદલાવ થવા લાગ્યા.પરંતુ,પંથ ના વ્યક્તિત્વ માં બાલ્યાવસ્થા કરતા વિપરીત પરિવર્તન થઇ ને તે એક ખુબજ સાલસ,ધીર ગંભીર અને આકર્ષક વ્યક્તિવ ધરાવતા તરુણ માં પરિવર્તિત થઇ ચુક્યો હતો.

લીલાબા દર રવિવારે અચૂક સવાર ની વહેલી બસ માં પંથ ને મળવા જરૂર આવતા,તેના માટે નાસ્તો  કે અન્ય જરૂરી વસ્તુ ની ક્યારે પણ ખૂટવા ન દેતા.રવિવારે પંથ ને હોસ્ટેલ માં થી શહેર માં લઇ જતા અને તેના માટે કૈક ને કૈક ખરીદી કરતા.અને સાંજે ચાર ની બસ માં ગામ પાછા આવી જતા.હવે પંથ બારમાં ધોરણ માં આવ્યો તો એને બા ને કહ્યું,”બ તમે હવે થી દર અઠવાડિયે આવવા નું રહેવા દો.પંદર દિવસે હું ગામ આવીશ અને પંદર દિવસે તમે આવજો.પંથ ને પણ બા ની ચિંતા થતી હવે લીલાબા ની ઉમર પણ થવા લાગી હતી અને શરીર પણ જોઈએ તેવો સાથ નહોતું આપતું.