અમે સક્ષમ છીએ Kuldeep Sompura દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

અમે સક્ષમ છીએ

અમે સક્ષમ છીએ....

વિરાજ: બસ,ભાઈ અહીંયા જ સાઈડમાં ઉભી રાખો.

( વિરાજ રિક્ષામાંથી  ઉતર્યો તેની સામેના બીઆરટીએસ બસ સ્ટેન્ડ માં જવાનું હતું)


તેણે પોતાના પાકીટમાંથી પચાસ રૂપિયાની નોટ કાઢીને રિક્ષાવાળાને આપી તે છૂટા લેવાનું પણ ભૂલી ગયો અને ઝડપથી બીઆરટીએસના સ્ટેન્ડ તરફ ભાગ્યો. રિક્ષાવાળા ભાઈ એ પાછળથી બુમ મારી પણ તે સાંભળ્યા વગર ચાલ્યો ગયો.

બસની ટિકિટ લઈને તે અંદર સ્ટેશનમાં બેઠો ખરેખર આજે તે ખૂબ જ તણાવ તથા ટેન્શનમાં હતો કારણકે આજે તેનું 12th સાયન્સનું પરિણામ ખૂબ જ ખરાબ આવ્યું હતું તે એક વિષયમાં ફેલ થયો હતો. વાંક તેનો ન હતો કારણ કે પરીક્ષા ના સમયે તેને ટાઈફોઈડ થયો તેથી તે એક વિષય માં પુરતું ધ્યાન ના આપી શકયો.. પરિણામે તેનું રિઝલ્ટ અનિચ્છિત આવ્યું તે ખૂબ જ નિરાશ હતો અને સાથે તેને આગળ ના ભવિષ્યની ચિંતા સતાવતી હતી.


એકલો નહીં પણ ગંભીર સ્થિતિમાં ચિંતા અને હતાશા લઈને બેઠો હતો ત્યાં જ થોડીવાર રહીને બસ આવી તે ઝડપથી બસમાં બેસવાની જગ્યા મળતા બેસી ગયો આમ તો તેને બસમાં મુસાફરી કરતી વખતે સંગીત સાંભળવું ખૂબ ગમતું હતું પણ આજે ચિંતાના કારણે તેને મોબાઈલ ફોન પણ અડવો.. ગમતો ન હતો પણ ક્યાંક ને ક્યાંક અહીંથી તેને કંઈક શીખવા મળવાનું હતું.. વાત એમ બની કે બે-ત્રણ સ્ટેશન પછી એક સ્ટેશને બસ ઊભી રહી ત્યાં જ એક બહેન બીઆરટીએસ બસ માં પ્રવેશયા તેમની ઉંમર આશરે ત્રીસેક વરસ અને દેખાવમાં સામાન્ય પણ તેમને  એક હાથ ન હતો તે ફિઝિકલ હેન્ડિકેપ્ડ હતા.


તેમના એક ખભા ઉપર વજનદાર થેલો જેવુ કંઈક લટકતુ હતું.. બસમાં ભીડ હોવાથી તેમને જગ્યા ન મળી આમ તો ફિઝિકલ હેન્ડીકેપ ની જગ્યા દઈ દેવી પડે પણ તે દિવસે ભીડ હોવાથી કોઈ ઊભું ના થયું. વિરાજે આ દ્રશ્ય જોયું પણ તેને પણ કદાચ જગ્યાનો મોહ ન છૂટયો પણ તેની એક વિચાર આવ્યો કે તે બહેનને જેમને એક હાથ નથી છતાં પણ તે દુનિયાની સાથે કદમ થી કદમ મળાવીને ચાલે છે. તેમના મોઢા ઉપરથી જરા પણ હતાશાની ભાવના દેખાતી નથી. તેમણે જે મળ્યું તે મેળવીને આગળ જ આગળ ચાલવાની ભાવના રાખી તો શું થઈ ગયું કે તે શારીરિક રીતે સક્ષમ નથી પણ તે માનસિક રીતે મારા કરતા પણ વધારે સક્ષમ છે,દુનિયા કરતા પણ વધારે સક્ષમ છે તેમનામાં દ્રઢ મનોબળ છે તે કોઈનાથી પણ ઓછા નથી તે જેમ છે તેમ બેસ્ટ છે.


વિરાજ ઝડપથી સીટ પરથી ઊભો થયો અને તેમને બેસવાની જગ્યા આપી અને બહેને વિરાજને  ધન્યવાદ કહ્યું. વિરાજ ના ચહેરા પર ફરીવાર તેજસ્વિતા આવી અને તેને ફરીથી મહેનત કરવાની પ્રેરણા મળી.


શારીરિક રીતે અસક્ષમ ,અંધ, વિકલાંગ બાળકનું મનોબળ તેમની માનસિક શક્તિ એક શારીરિક રીતે સક્ષમ બાળકો કરતાં ઘણી વધારે છે. હા, મે એવા બાળકોને પણ જોયા છે જેને હાથ નથી છતાં પણ પગેથી લખી શકે છે સારા ચિત્રો દોરી શકે છે જેટલો તો હું મારા બે હાથ હોવા છતાં પણ નથી દોરી શકતો. હા, મે એક બેંકમાં અંધ વ્યક્તિને ખૂબ જ સરસ રીતે પોતાની ફરજ બજાવતા જોયા છે તેમની જવાબમાં પણ વિનમ્રતા હોય છે


કીકતમાં તેવા બાળકોને વિકલાંગ કે અંધ કે શારીરિક રીતે અસક્ષમ ન કહી શકાય હકીકતમાં તે આપણી કરતા પણ વધારે સક્ષમ છે તે સક્ષમ છે મનથી તે જાણે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં તે પોતાને હારવા નહીં દે


તે દરેક સક્ષમ માણસો આપણી માટે પ્રેરણા છે.