તારીખ:25/7/2017
સમય:12:49 બપોરે
સ્થળ:સિવિલ હોસ્પિટલ.
મેં આંખ ખોલી તો સામે, મારા વાઈફ રેખા,મારી નાની દીકરી તારા,મારા પેરેન્ટ્સ, સબ-ઈંસ્પેક્ટર સાહિલ, વકીલ પિયુષ મને ઘેરી ને ઉભા હતા.
મેં એ લોકો ને કહ્યું મને સાહિલ અને પિયુષ જોડે એકાંત માં વાત કરવી છે, સો પ્લીઝ ગીવ મી સમ ટાઈમ. તે બધા મારી સિચ્યુએશન ને સમજતા ત્યાં થી બહાર જાય છે.
હું:સાહિલ બતાઓ મેં યહાં કેસે પહુચા?
સાહિલ: સર ક્યાં આપકો કુછ યાદ નહીં?
હું: યાદ હે લેકિન એક્સીડેન્ટ કે પહેલે કા ઉસકે બાદ ક્યાં હુઆ કુછ નહીં પતા.
તે: કલ રાત મુજે એક અન-નોન નબંર સે કોલ આયા કિ રંધાવા સર કા, પાલનપુર હાઇવે પર અકસ્માત હો ગયા હૈ. બચા લો ઉસે.
ફિર મેં 20 મિનિટ મેં આપકે પાસ પહોંચા, આપ ગાડી સે દૂર એક ઝાડ કે નીચે પડે થે. ઓર આપકી કાર મેં આગ લગ ગયી થી.
હું: ક્યાં.... ગાડી મેં આગ????
તે: હ સર ફિર મેને એમ્બ્યુલન્સ બુલાયા ઓર આપકો યહા પે એડમિટ કિયા ગયા.બટ સર મિરીએકલ આપકે શરીર મેસે એક બુંદ ભી બ્લડ નહીં નિકલા ઓર નહીં કહી પર ક્રેક આયી.
હું:સીટ, ફિર તો વો ડાયરી ભી જલ ગયી હોગી?
તે: વો આપકે કોટ કે અંદર થી ઉસે કુછ નહીં હુઆ.
હું: વોટ કોટ કે અંદર નહીં નહીં વોતો મેને ગાડી મે રખી થી.
તે:પર વોતો આપકે કોટ મેં સે મિલી હે
હું:સાહિલ પતા લગાઓ વો કોલ કિસને કિયા થા. ઓર ડાયરી ભીજવાઓ જલ્દ સે જલ્દ.
ઓકે સ્યોર સર કહી તે જાય છે.
મિસ્ટર પિયુષ અંકિત એ તમને સુ કહું હતુઁ મર્ડર વિસે?
પિયુષ: હું એને ફર્સ્ટટાઈમ જેલ માં મળ્યો હતો,તે ફક્ત એકજ વાક્ય દહોરાઈ રહ્યો હતો, અક્ષય ભાગ યહાં સે વો હમે માર દેગી?
હું:કોન માર દેગી?
તે:પતા નહીં કુછ એસા હી બોલે જ રહા થા
હું:ઓર કુછ બાતે?
તે: નહીં ઉસને મુજે કુછ બતાયા હી નહીં ઇસી લિયે તો મેં કેસ હાર ગયા. આજતક રેકોડ થા 65/65 કેસ જીતને કા
સાહિલ આવે છે અને મને ડાયરી આપે છે.
પિયુષ: ઠીક હે મેં ચલતા હું
હું: યા સ્યોર
પિયુષ: ટેક કેર, બાય
હું:(એક સ્માઇલ) બાય

ડાયરી ની શરૂઆત
તે અંકિત પુરોહિત ની હતી.
ડાયરી માં બહુ બધું લખેલું હતું પણ મારા કેસ ને લાગતો વળગતો એક જ ભાગ હતો.
【ડાયરી વાંચતા વાંચતા 1 વર્ષ પાછળ】
તારીખ:7/8/16
સમય: 12:49
જે પણ આ ડાયરી વાંચે છે એમને હું એટલું જ કહેવા માગું છું કે
જ્યાં ભગવાન છે ત્યાં ભૂત પણ છે.
જ્યાં પોસિટીવ પાવર છે ત્યાં નેગેટિવ પાવર પણ છે.
અત્યરે 30 મિનિટ પહેલા જ હું એનો અહેસાસ કરી આવ્યો છું.
હું એની હાજરી અત્યરે પણ મહેસુસ કરી શકુ છું.
ફ્રેન્ડશીપ ડે હતો એટલે ઓલરેડી અમે 9 જાણ બહાર જમી કરી ને જ આવ્યા હતા. અને રાત્રે 11:11 એ અક્ષય આવ્યો કે ચાલ જમવા જઇયે. જોકે જમી લીધું હતું એટલે ઈચ્છા નહોતી પણ કમ્પની આપવા સાથે ગયો.
અમે નીકળ્યા એરોમાં પસાર કરી સુરમદિર થઇ ને સાંઈ બાબા ના મઁદિર થી પણ બહુ આગળ.
મેં એને કહ્યું આટલે દૂર જાવા ની જરૂર નથી એ પણ રાતે 12 વાગ્યા કરિબ કરીબ.
પણ એને કહ્યું કે 12 વાગી ગયા છે એટલે શહેર ની કોઈ હોટેલ ખુલ્લી નહીં હોય આપણ ને હાઇવે પર એકાદી હોટેલ ખુલ્લી મળી જશે
મેં કહ્યું ઠીક છે જવા દે.
ત્યાં દૂર એક લાઈટ દેખાણી અક્ષયે ત્યાં બાઇક લીધું દૂર દૂર સુધી કોઈ અવર જવર નહોતી.
ટોટલી સાઇલેન્સ.પાછળ નજર કરતા જણાયું અમે પાલનપૂર ને બહુ દૂર છોડી ને આવી ગયા હતા.
દૂર દૂર સુધી ફક્ત મોબાઈલ ટાવર ની લાલ લાઈટો જ દેખાઈ રહી હતી.
તેને એક જર્જીત ધાબા પાસે બાઇક ઉભું રાખ્યું હતું ધાબુ જાણે હમણાં જ પડી જશે.
એન્ટ્રી ગેટ ની ઉપર જ એક વીસાળ કાય વડલો હતો.
ગેટ ની બાજુ માં જ નાનો બગીચો હતો જે સંપૂર્ણ સુકાઈ ગયો હતો. એમાં 3 હીંચકા હતા જેમાં છેલો હિંચકો જાતે હલી રહ્યો હતો પણ મેં ખાસ ધ્યાન ના આપ્યું. હોટેલ માં કામ કરતા વેટર જાણે વરસો થી કોઈ ની રાહ જોઈ રહ્યા હોય એમ 3 જણ એક સાથે ઓર્ડર લેવા આવ્યા.
હોટેલ નો મલિક કાઉન્ટર પર ઉભો ઉભો આ બધું જોઈ રહ્યો હતો.અને હું એને.
શ્રાવણ માસ હતો એટલે મારે કશુ ખાવા નું નહોતું. તો હું આજુબાજુ ની હરિયાળી જોઈ રહ્યો હતો ત્યાં દૂર એક બેગ લગાવી ને એક 18-20 વર્ષ નો સયાદ યુવાન યા યુવતી કોઈક નો ઇન્તઝાર કરી રહ્યું હતું. પીઠ મારા તરફ હતી એટલે સ્યોર નથી છોકરી કે છોકરો... પણ હતું કોઈ જે સયાદ કોઈક પ્રોબ્લેમ માં હતું... એના હાથ રીતસર ધુર્જી રહ્યા હતા એક હાથ માં ફોન હતો બીજા હાથ માં પાણી ની બોટલ અને ખભા પર બગલ થેલો અને કોલેજ બેગ જાણે ક્યાંક જવાની તૈયારી યા ક્યાંક થી આવી રહ્યું હતું.
એ એવી જગ્યા એ ઉભી યા ઉભો હોય છે જ્યાં થોડુંક જ અજવાળું હોય છે. મને કંઈક વિચિત્ર અહેસાસ થઇ રહ્યો હતો. હું અસમંજસ માં હતો એટલે મારુ ધ્યાન ફક્ત ત્યાંજ હતું. સમય તકરીબન 12:20 થઇ ગયો હતો છેલ્લા 19 મિનિટ થી તેને પોતાના સ્થાન થી એક ડગ પણ આગળ નહોતું માણ્યું.
અક્ષય ને ઝડપ થી જમવા નું કહી હું એના બાઇક પાસે ગયો એકચુલી મારો ધ્યેય એ જાણવાનો હતો કે તે છોકરો કે છોકરી. અને આટલી મોડી રાતે અહીં સુ કરતી હશે.
અને સાથે જ આ વિચિત્ર થતો અનુભવ નો ભેદ ઊકેલવો અમે પાછા મહાન વકીલ K.D.Pathak ના ફેન.
હું સામે પડેલા અક્ષય ના બાઇક જોડે પહોચ્યોં ત્યારે તે જે કોઈ પણ હતું એ 90° ડીગ્રિ ના ખૂણે ફરી ગયું હતું. ફરી એની પીઠ મારા તરફ. હજુ પણ હું કન્ફયુસ હતો કે તે છોકરી કે છોકરો.
મેં તરત અક્ષય ને મેસેજ કર્યો.
હું: ભાઈ 4 દિવસ નું ભેગું ખાઇસ કે?
તે: અલા હજુ તો 30% ડન થયું છે. અને એમ બી બિલ ક્યાં તું પે કરવાનો છે જમવા દે ને સાંતી થી.
હું:હું બિલ આપૂ પણ એક સરત પર
તે: હા બોલ જલદી મને ઓર્ડર કરવા ની ખબર પડે
હું: બોલ સામે ના જાડ નીચે ઉભો તે છોકરો કે છોકરી?
તે: કયું જાડ?
હું: તારું બાઇક પડ્યું છે એ ની બાજુ માં જો જલ્દી
(હકીકત માં ત્યાં આખા મેદાન માં બહુ ઓછા 2 યા 3 જાડ હતા)
અક્ષય હજુ ડાફેરા મારી રહ્યો હતો મેં તેને આંગળી થી ઇસરો કર્યો કે એ તરફ જો.
હવે તે મોબાઈલ માં ટાઈપ કરી રહ્યો હતો એટલે મેં વિચાર્યું એ કહેશે છોકરી કે છોકરો.
રિપ્લાય જોઈને મારા હોસ ઉડી ગયા
તે: કોને જોઉં ત્યાં તો કોઈ નથી
અને મારા માં ભય ની દ્રુજારી છૂટી...
હું સીધો એના ટેબલ જોડે આવ્યો અને ગાળ બોલ્યો કે સુ ડરાવે છે સાલા હારામી પણ અક્ષય ના ચહેરા પર થી લાગતું હતું કે તે જરાક પણ મજાક નહોતો કરતો...
અરે ખરેખર તું કોની વાત કરે મને નથી ખબર.
મેં એને કોલર થી પકડી ને બતાવ્યું કે જો ત્યા. અક્ષય જમતો જમતો ઉભો થઇ ગયો.અને મેં બતાવેલી દિસા માં તેને શોધવા લાગ્યો.
બાજુ માં હીંચકા એ હવે એની ગતિ વધારી હતી. અને વડલો પવન ના કારણે બહું જોર થી હલી રહ્યો હતો અને વાતાવરણ ને ડરામણૂ બનાવી રહ્યો હતો અક્ષય હજુ તેને શોધી રહ્યો હતો...
આજુબાજુ ફરી રહેલા વેટર ક્યાં દેખાતા નહોતા.
હોટેલ નો મલિક અમને જ જોઈ રહ્યો હતો. જાણે કોઈ પૂતળું.
મારી હાલત બદ થી બત્તર હતી મોઢા માંથી હરફ સુદ્ધાં નીકળે એમ નહોતું.
મારી હાલત એવી હતી કે જો કાપો તો લોઈ ના નીકળે..
વાતાવરણ માં ડર તો ત્યારે પ્રસર્યો જયારે હોટેલ ની લાઈટ ગયી
મેં અક્ષય નો હાથ પકડી દીધો અને અક્ષય પણ હવે સમજી ગયો હતો કૈક વિચિત્ર ગટી રહ્યું હતું..
હું હનુમાન ચાલીસ બોલી રહ્યો હતો અક્ષય એના અલ્લાહ નું નામ લઇ રહ્યો હતો.
મારા મુખ માંથી " ભૂત પિશાચ કરીબ ના આવે જબ"
જયારે અક્ષય ના મુખ માંથી "યા અલ્લાહ રહેમ બક્ષ દે "નો ઉવાચ હતો.
વાતાવરણ માં રહેલો હિંચકા નો ચી ચુ ચી ચુ નો અવાજ થીજાવી દે એવો હતો.
હોટેલ ની અંદર મલિક ઉભો હતો ત્યાં સનાટો છવાયેલો હતો.
હોટલનો માલિક હજું પણ મને જ જોતો હશે એવો મેં અંદાજ લગાવ્યો.
હિંચકા વાળા ભાગ માંથી એક કર્ક્સ અવાજ આવી રહ્યો હતો ત્યાં કોઈ ની આંખો ચમકી રહી હતી.
હોટેલ માં લાઈટ આવ્યું હતું પરંતુ ડીમ...ત્યાં રહેલી ટ્યુબલાઈટ ચાલુ બન્દ ચાલુ બન્દ થઈ રહી હતી.
હોટેલ ના મેદાન માં એક પીળા કલરની સાડી પહેરીને બેઠી હતી.
હીંચકા વાળા ભાગ માં હજુ આંખો ચમકતી હતી અને કર્કશ અવાજ આવી રહ્યો હતો
અક્ષય છેલ્લી કેટલીક ક્ષણો થી આંખ આડે હાથ દઈ ને બેઠો હતો.
હોટેલ નો માલિક હજુ પણ મારી તરફ નજર કરી બેઠો હતો.
હું ઉભો થઇ ગયો અક્ષય ના ખભે હાથ મોકી કહ્યું ચાલ નીકળીએ જલ્દી, તે કઈ જ બોલ્યો નહિ, તે હજુ પણ એજ મુદ્રા માં બેઠો હતો, તે બહુ જ ડરી ગયો હતો. મેં તેના ગાલ પર હાથ મોકી અને એને સજાગ કર્યો તે તરત ઉઠ્યો અને બાઇક તરફ ચાલવા લાગ્યો, બાઇક પાસે જઈ ચાવી લગાવી. મેં માલિક તરફ નજર કરી, તે હજુ પણ મારી તરફ જોઈ રહ્યો હતો.અમે બિલ આપ્યા વગર જઇ રહ્યા હતા તેમ છતાં કોઈ કેમ કસું બોલતું નહોતું. ત્યાં બેઠેલી સ્ત્રી હવે ઉભી થઇ અને આ તરફ આવા લાગી પણ ટેબલ પાસે આવી અને દૂર ફેંકાઈ ગયી.
મેં ટેબલ તરફ નજર કરી જ્યાં અમે બેઠા હતા, ત્યાં થોડુંક અંધારું હતું, પણ ત્યાં કોઈક હતું જે આંખ આગળ હાથ દઈને બેઠું હતું.પણ કોણ હતું એ વિચારું એ પહેલાં પેલી યુવતી પર નજર પડે છે જે બહાર ગેટ પર હોય છે. હવે હું કમ્ફર્મ હતો તે યુવતી જ હતી. તે વચ્ચે આવી અને આમારો માર્ગ રોકી ઉભી રહી ગયી, પણ ત્યાં જાણે ચમત્કાર થયો એને જાણે કોઈક ચુંબકીય શક્તિ પાછળ તરફ લઈ જઈ રહી હોય એમ પાછળ ખેંચાઇ ગયી.
મેં પાછળ નજર કરી 3 વેટર 1 માલિક અને નીચે પડેલી સ્ત્રી જાણે મારા થી ડરી ગયી હોય એમ તેમના ચહેરા પર ભય ની રેખા ઓ દેખાઈ રહી હતી.
બાઇક હવે મુખ્ય રસ્તા પર 90 સ્પીડે જઇ રહ્યું હતું.
20 મિનિટ ની મુસાફરી માં મેં અક્ષય ને 20 વખત બોલાયો પણ તે એક વખત પણ બોલ્યો નહીં.
શાયદ તે ડરી ગયો હશે.
મને ઘર થી થોડેક દૂર ઉતાર્યો મેં એને બાય કહ્યું પણ તે ફક્ત એક હાથ વડે મારા તરફ દેખ્યો વગર બાય કહી નીકળી ગયો. હજુ તો હું બાઇક ને જોતો જ હતો બાઇક અધરસ્તે થી ગાયબ થઈ ગયું.
ઘરે જઈ સમય જોયો 12:39 મેં એને 9 કોલ કર્યા એક પણ નો રીપ્લાય નહીં.
મેં આખી રાત જગતા નીકાળી, તકરીબન સવારે 7 વાગે મારા રૂમના વોશ રૂમ માંથી કૈક આવાજ આવી રહ્યો હતો મેં ડોર ખોલી જોયું તો હું શ્વાસો શ્વાસ કરવા નું ભૂલી ગયો મારા મુખ માંથી ચીસ નીકળી ગયી, પાપા ઉઠી ને મારા રૂમ માં આવ્યા મને પૂછ્યું શુ થયુ, મેં કહ્યું કાલી બિલાડી નખ થી કૈક લખતી હતી. પાપા હસી ને જત્તા રહ્યા, ચા પીતી વખતે મેં એમને બધી વાત કરી પણ એમણે મને કહ્યું કે તું હોરર મુવી બહુ જોવે છે ને એટલે જ આવું થયું.
મેં ફરી અક્ષય ને ફોન કર્યો પણ કોઈ પ્રતિઉત્તર નહીં.
આજે સવારે હું 9 વાગે સૂતો, 12 વાગે ડોરબેલ વાગ્યો હું ગેટ ખોલવા ઉભો થયો, સામે પોલિસ ના 4 અધિકારી ઉભા હતા
એમ થી કોઈ એક આગળ આવી બોલ્યો, અંકિત પ્રતાપજી પુરોહિત?
મેં કહ્યું જી સર હુંજ છું સુ થયું.
તેને કહ્યું, અક્ષય માખીજાની મર્ડર કેસ માં તમારા ખિલાફ એરેસ્ટ વોરન્ટ છે.
અને હું ત્યાંજ તમ્મર ખાઈ ને ઢળી પડ્યો
મને હવે ખબર પડી કે ત્યાં હોટેલ માં ટેબલ પર હાથ દઈ ને કોણ બેઠું હતું. કેમ પેલી પીળી સાડી વાળી ઓરત દૂર ફેંકાઈ ગયી. રસ્તોરોકી ને ઉભેલી યુવતી કેમ દૂર ખેંચાઇ રહી હતી, કેમ અક્ષય બાઇક પર મારા સાથે વાત નહોતો કરતો, કેમ એને મારા બાય ના પ્રતિ ઉત્તર માં ફક્ત હાથ જ ઊંચો કર્યો હતો.કેમ કોઈ ફોન નહોતું રિસીવ કરતું.
બસ આટલા સુધી જ લખેલું હતું
ડાયરી વાંચી મારા હોસ ઉડી ગયા.
મને હવે ખબર પડી કે જયારે સુરેશ ના ઘરે મેં પેલી યુવતી નો જીકર કર્યો ત્યારે હવાલદાર અને સાહિલ કે બહાર નિકળી ગયા હતા
હવે મને ખબર પડી કે સુરેશ અને અક્ષય ના મર્ડર પાછળ કોણ હતું.
સાહિલ:મેં આઈ કમ ઇન
હું:યસ સાહિલ? પતા ચલા કિસકા નંબર હે વો?
તે: અ... અ...
હું:ટેલ મી સાહિલ
તે: અક્ષય માખીજાની
હું: આર યુ સ્યોર?
તે:યસ સર મેને ટેલિકોમ કમ્પની મેં પૂછતાછ કી ઉન લોગો ને કહ યે નંબર પીછલે 12 મહિનો સે બન્દ હે, મેને ભી કોલ બેક કિયા તો સામને સે આવાજ આતી હે, This number is doesn't exist
હું: વોટ
મારુ વોટ પૂરું થાય તે પહેલાં રૂમ છોડી ને નીકળી જાય છે.
હવે મને હોસ્પિટલમાં થી રજા આપવા માં આવી બહાર જતી વખતે મેં રૂમ નબંર પર નજર કરી તો જાણે ફરી મને ચક્કર આવા લાગ્યા... ફરી એક વાર 786....
આ એક ફક્ત ઈત્તેફાક નહોતો.

સ્થળ:અંકિત નું ઘર
સમય:11:49રાતે
અંકિત ના ફાધર ને જાણ કરવા એમના ઘરે ગયો, જાણું છું સમય યોગ્ય નહોતો પણ જવું જરૂરી હતું.
ઘર માં સુ ચાલી રહ્યું હતું સમજતા મને વાર ન થઈ, તે લોકો આપણી આસપાસ રહેલી અગોચર વિશ્વ સાથે કોન્ટેકટ કરવા ની તૈયારી કરી રહ્યા હતા.
ત્યાં ટોટલ 7 જણ મોજુદ હતા અને 8 મો હું
અંકિત ના ફાધર મધર એનો ભાઈ અને તેની બે બહેન, અક્ષયની માતા.અને તે બધા વચ્ચે એક કોઈ પ્રોફેશનલ હતો જે આખા ઘર માં મીણબત્તી લઇ ફરી રહ્યો હતો. મને સમજતા વાર ના લાગી કે તે એક પેરાનોર્મલ એક્સપર્ટ( જે લોકો મારેલા લોકો સાથે વાત કરે છે)
પેરાનોર્મલ એક્સપર્ટ ના કહેવા પર હું પણ તે લોકો સાથે જોડાયો.
હવે દરેક જણ ડાઇનિંગ ટેબલ ની આસપાસ મારા સહિત ટોટલ 8 જણ. જો આ ઘટના મારા સાથે 1 ય 2 મહિના પહેલા બની હોત તો
હું આમાં જરાક પણ વિશ્વાસ ન કરોત. પરંતુ જ્યારે થી આ કેસ રી ઓપન થયો છે મેં હમ્મેસા કોઈક ને મારી આસપાસ મહેસૂસ કર્યું છે.
એક ની એક બિલાડી 4 જગ્યા પર મારેલી અને જીવતી હાલત માં.
અક્ષય નું મારી ગાડી ની પાછલી સીટ પર હોવું. જે નબંર છેલ્લા 12 મહિના થી બન્દ છે એના પર થી કોલ આવા.
સુરેશ ના મોત સમયે દરવાજો અંદર થી બન્દ છતાં ખૂની નું ભાગી નીકળવું.
આ બધી ઘટનાઓ પછી મારા જોડે આ માનવા સિવાય કોઈ બીજો વિકલ્પ નહોતો છોડ્યો.
મારી નજર ટેબલ ની વચ્ચેના ભાગ માં પડેલા કાગળ પર ગયી. આ તો એવું જ કાગળ હતું જે સુરેશ ની ડેડબોડી જોડે થી મળ્યું હતું. ચોરસ કાગળ ના 4 ખૂણા પર ક્રમશઃ Yes , No , Hello, Bye લખેલું હતું. અને વચ્ચે A to Z આલ્ફાબેટ્સ. અને 0 થી 9 આંકડા
ત્યાં એક બોલ્ટ જેવું નાનું બટન જેમાં થી આરપાર દેખી શકાય તેવું નાનું એક બટન હતું. તેની બાજુ માં એક મોબાઈલ જેવું કશુક હતું પરંતુ મોબાઈલ નહોતો. તેમાં લાલ અક્ષર થી 0(જીરો) લખેલું હતું.
પેરાનોર્મલ એક્સપર્ટ: તમને દરેક ને જો જાન વાહલી હોય તો કોઈ પણ સંજોગ માં એક બીજા નો હાથ છોડશો નહીં, અને આત્મા ને એવા કોઈ પણ પ્રશ્નો પૂછવા નહીં જેથી તે દુઃખી થાય.
શરૂઆત માં નોર્મલ પ્રશ્નો પૂછવા, જેમ કે તારું નામ સુ છે તારો અભ્યાસ શુ છે. અને જો આગળ એની પરમિશન હશે તો જ એ રાત વાળી ઘટના ના પ્રશ્નો પૂછવા.
જો તે કોઈ પણ પ્રશ્ન નો હા જવાબ આપવા મંગતું હશે તો આ બટન યસ પર જશે અને જો ના કહેવી હશે તો નો પર જસે. ત્યાર બાદ અંતે બાય કહી તેને વિદાય કરીશું. આ એક સ્ક્રીન છે જેમાં અત્યારે 0 (જીરો) લખેલું છે જ્યારે 1 આત્મા આવશે તો અહીં 1 લખાશે, અને 2 આત્મા હશે તો 2 એમ જેટલી આત્માઓ આ રૂમ માં મોજુદ હશે તેટલા અંક લખાશે.
આ એક ઓઈજા બોર્ડ છે, તેનો ઉપયોગ 1856 માં યુદ્ધ માં શહીદ થયેલા ફોજી ઓની એમના પરિવાર સાથે વાત કરવા માટે ઉપયોગ થતી.
આ પ્રોસેસ દરમિયાન અત્યાર સુધી 9,838 લોકો ના મોત થયેલા છે. અત્યારે આપણે એક જ સ્પિરિટ સાથે મુલાકાત કરવા ની છે પણ, થઈ શકે બીજી આત્માઓ પણ આવી શકે. સો બી કેરફુલ.
અને આ ઘટના બાદ આપણી દુનિયા અને બીજી દુનિયા વચ્ચે નો માર્ગ ખુલી જશે, તો આ ઘર માં અવારનવાર કઈક વિચિત્ર ઘટના જોવા મળે. પરંતુ અત્યાર માટે યાદ રાખજો કોઇ સંજોગોમાં હાથ છોડવા નહીં.
દરેક ના મો પર ભય ની રેખા ઓ સાફ દેખાઈ રહી હતી
એક્સપર્ટ : બધા તૈયાર છો દરેક જણે હા ઈશારા માં મો હલાવ્યુ. દરેક જણ આ નાના બટન પર પોતાની પહેલી અને બીજી આંગળી રાખી દો.
અમે તેને અનુસર્યા
તેને વચ્ચે પડેલી મીણબત્તી જલાવી, અને તેના ઉચ્ચારણ બાદ અમને દહોરવાનો આદેશ આપ્યો. તેમને કાગળ પર કંઈક લખી અને ટેબલ ની નીચે નાખી દીધુ. આ એમની એક પ્રોસેસ હતી.
તેને કંઈક બોલવાની શરૂઆત કરી.
માક્સ મતો કુંડમ અપીતું.
માક્સ મતો કુંડમ અપીતું.
અમે બધા પણ એક સાથે બોલી ઉઠ્યા માક્સ મતો કુંડમ અપીતું.
અગર મારુ ગણિત સાચું છે તો આ વાક્ય 13 બોલવામાં આવ્યું.
દરેક ની આંગળી બટન પર હતી ધીમે ધીમે બટન સરકવા લાગ્યું. અને તેમના કહ્યા મુજબ અમે એક બીજા ના હાથ પકડી દીધા.
પેરાનોર્મલ એક્સપર્ટ: ક્યાં તુમ હમારે બીચ મોજુદ હો? અગર હો તો પ્રુવ કરો,
મારી પાછળ એક કપબોર્ડ હતું તે જાતે ખુલી ગયું
2-3 સેકન્ડ ના બ્રેક બાદ બટન સરકી અને Yes પર સ્થિર થયું. અને
પછી બટન A to Z આલ્ફાબેટ્સ માં ક્રમશ H-E-L-L-O પર ભમ્યું.
દરેક જણ એક સાથે બોલ્યા હેલો.
અક્ષય ની મમ્મી રડવા લાગી
એક્સપર્ટ: અહીં કેટલી સ્પિરિટ(આત્મા) છેં.
તો એના ઉત્તર માં બટન 1 પર જઇ ને સ્થિર થયું.
બાજુ માં પડેલી સ્ક્રીન માં 1 લાલ અક્ષર થઈ લબજબ થઈ રહ્યું હતું.
એક્સપર્ટ:તુમ્હારા નામ ક્યાં હે
ઉત્તર માં બટન A-K-S-H-A-Y પર જઈને અટક્યું.
એક્સપર્ટ: બતાઓ મેરી બર્થ ડેટ ક્યાં હે.
પ્રતિ ઉત્તર માં બટન ક્રમસઃ 21-01-98 પર ફર્યુ.
અંકિત ના મોટા ભાઈ બોલ્યા, અક્ષય તારી સ્ટડી સુ હતી?
બટન ક્રમશ: M-B-A પર ભમ્યું.
મારા તો હોસ ઉડી ગયા કોઈક તો હતું જે બટન ને ફેરવી રહ્યું હતું.
પણ એ અમારા 8સિવાય કોઈક બીજું હતું.
મારા સિવાય હવે બીજા લોકો નોર્મલ થઈ રહ્યા હતા.
મેં પણ હવે આજ નો આજ કેસ સોલ્વ કરવા નું ઠાની લીધું
હું: તારું મર્ડર અંકિતે કર્યું હતું?
આખા રૂમ માં સનાટો છવાઈ ગયો. કેમ કે પેરાનોર્મલ એક્સપર્ટ એ હજુ પેલા દિવસ રાત ની ઘટના ના પ્રશ્નનો પૂછવાની પરવાનગી નહોતી માંગી.
ત્યાં રહેલા 7 લોકો ચિંતા ની નજરે મને જોઈ રહયા હતા
કાગળ પર કોઈ હલનચનલ થઈ નહીં.
પેરાનોર્મલ એક્સપર્ટએ ભય ને પારખીલેતા બોલ્યો અગર તુમે કુછ તકલીફ હુઈ હો તો માફ કરનાં ઓર હમ સે બાત કરને કે લિયે સુક્રિયા. બાય
બટન સરક્યુ અમારા મત મુજબ તે હવે બાય પર જઈ અટકશે. પણ બટન ઉપર તરફ સરક્યુ અને નો પર જઇ અટક્યું.પણ તેને બાય નો જવાબ નહોતો આપ્યો.પણ મેં પૂછેલા પ્રશ્નો નો જવાબ હતો , એના પરિવાર ના લોકો એ હાશકારો અનુભવ્યો, અને અક્ષય ની મમ્મી ની આંખ માંથી આંસુ અટકવાનું નામ નહોતું લાઇ રહ્યું.
ઘર ના વૉશરૂમ માંથી એજ જૂનો અવાજ સંભળાવા લાગ્યા જે મારા કેબીન માં સુરેશ ના ઘરે તે હોટેલ માં આગ્રા માં હરેક જગ્યા એ મારો પીછો નહોતું છોડતું.
અચાનક એક ધડામ દઈને અવાજ થયો અને સાથે જ આખા ઘર ની લાઈટ જત્તી રહી. ક્ષણિક સમય બાદ મીણબત્તી પણ બુઝાઈ ગયી.સ્ક્રીન પર રહેલો 1 અંક ઘટી ને 0 થઈ ગયો.
પેરાનોર્મલ એક્સપર્ટ: બી કેરફુલ કોઈ એક બીજા નો હાથ છોડશે નહીં અહીં બીજી પણ કેટલીક આત્માઓ આવી રહી છે.
ત્યાં એક દમ નીરવ શાંતિ છવાઈ ગયી.
પેરાનોર્મલ એક્સપર્ટ: આ શાંતિ તોફાન પહેલા ની છે, જો કોઈ એક હાથ છોડશે તો બધા માર્યા જશો, હું પણ. અને દરેક જણ પોતાના પગ અધ્ધર લઇ લે..
તે એક્સપર્ટ ઉઠ્યો, ફ્લેશ લાઈટ ચાલુ કરી અને અમને દરેક ના હાથ માં એક એક મચીસ ની સળી પકડાવી દીધી, અને એક ચમચી મીઠું લીધું અને દરેક ની છેલ્લી આંગળી તેમાં અડાડી અને ઘર ના બાથરૂમ ની બહાર એક વર્તુળ દોર્યું.
તે બોલ્યો હવે હું એક મચીસ ની સળી સળગાવીસ અને જો સળી 13 સેકન્ડ થી ઓછી જળસે તો મુસીબત માથે થી જલ્દી હટસે નહીં. મારી સમજ બહાર જઇ રહ્યું હતું કે આ બધું શુ થઈ રહ્યું છે?
વૉશરૂમ માંથી આવતો અવાજ ઝડપી અને જોર થી આવી રહ્યો હતો. દરેક ના મુખ પર ભય ની લાલી ચમકી રહી હતી.તેણે માચીસ સળગાવી અને મને ટાઈમ નોંધવાનું કહ્યું. 6 સેકન્ડ થઈ 40 % તીલી જલી ગયી હતી. મારા અંદાજ મુજબ બાકી રહેલી 60% માટે 7 સેકન્ડ પૂરતી હતી.
અચાનક લાઈટ આવી ગયું. અમે 7 જણ ખુસ થયા પણ 8મો એટલે કે એક્સપર્ટ ના હાવભાવ બદલણા. પાંખા ના કારણે સળી બુઝાઈ ગઇ. તે ભાગતો ભાગતો ટેબલ જોડે આવ્યો અને સ્ક્રીન પર નજર કરી ત્યાં હજુ પણ 0 જ હતું.
ટેબલ ના નીચેના ભાગમાં ફેંકેલું કાગળીયું ખોલી અને નજર કરી અને ફરી તેને ટેબલ નીચે સરકાવી દીધું. ફરી સ્ક્રીન પર નજર કરી, ત્યાં હવે 1 થઈ ગયું હતું, તેમ છતાં તેને હિંમત ન હારી, અમારા જોડે થી મચીસ ની સળી ઉઘરાવી અને એક સાથે 7 સળી સળગાવી અને બાથરૂમ તરફ દોડ્યો દરવાજો ખોલી સળી બાથરૂમ માં ફેંકી દીધી.(હું વિચારી રહ્યો હતો કે તેને અંદર કઇ દેખાણૂ કેમ નહીં)
અને ભાગતો ભાગતો એની જગ્યા એ આવી ને ગોઠવાઈ ગયો.
તેને આખરી ચેતવણી આપી કોઈ હાથ મત છોડજો આવતી એક મિનિટ માં અહીં બેઠેલા દરેક ની મોત સાથે બહુ નજીક થી મુલાકાત થશે.
દરેક ના ચહેરા પર ભય છલકી રહ્યો હતો.
બાજુ માં પડેલી સ્ક્રીન પર રહેલા અંક ક્રમસઃ 1,2,3,4,5 એ જઈને અટક્યો. મતલબ 5 આત્મા મોજુદ હતી આ ઓરડા માં.
ત્યાંજ સામે છેડે કોઈએ જોરથી ચીસ પાડી. મેં નજર ટેબલના પેલા છેડા પર કરી, ત્યાં અંકિત ની મોટી બહેન આંખ આડા હાથ રાખી બે આંગળી ઓની વચ્ચે થી મારા તરફ જોઈ રહી હતી. આઈ મીન મારી પાછળ જોઈ રહી હતી. જાણે મારી પાછળ કોઈ ઉભું ના હોય.
પેરાનોર્મલ એક્સપર્ટએ તરત બુમ પડી અને તેને હાથ પકડી લેવા કહ્યું. પરંતુ તેની હાલત ડર ના મારે એટલી ખરાબ હતી કે તે કસું સાંભળવાં તૈયાર નહોતી.
તેની બાજુ માં બેઠેલા એના ભાઈએ અને પપ્પા એ સુજ-બુજ વાપરી અને ઝડપથી તેનો હાથ પકડી દીધો. પછી આખા રૂમ માં એક સાથે 3-4 ચીસ નીકળી ગઈ. મારી સામે બેઠેલી વ્યક્તિ ઓની પાછળ કોઈક બ્લેકસર્ટ અને ટોપી પહેરી કોઈ પુરુષ ઉભો હતો
મને ઓળખતાં વાર ના લાગી. તે પેલી હોટેલ નો માલિક હતો. મેં એક્સપર્ટ તરફ નજર કરી તેની પાછળ પીળા રંગની સાડી પહેરીને એક સ્ત્રી ઉભી હતી. તે એજ હતી જે કમ્પાઉન્ડ માં મારી ગાડી ની આગળ બેઠી હતી.મારા રદય ના ધબકારા ધીમા પડી ગયા જે હકીકત થી હું ભાગી આવ્યો હતો એ આજે મારા સામે ઉભી હતી.
મેં નજર અંકિત ના ભાઈ તરફ કરી તો મેં એક વેટર ને જોયો જે જાણે હાલ જ ચાકુ વડે પ્રહાર કરશે.
સામે તેના પાપા ની પાછળ ને અક્ષયની મમ્મી ની પાછળ પણ વેટર હતો, વૉશરૂમ માંથી આવી રહેલો અવાજ વાતાવરણ ને ચીરી રહ્યો હતો.
પણ પેલી 20 યર ની યુવતી ક્યાંય દેખાતી નહોતી જે વડ નીચે ઉભી હતી. હું ડર ભરી નજરે મારી સામે બેઠેલા લોકો ની પાછળ જોઈ રહ્યો હતો એજ રીતે એ લોકો મારી પાછળ જોઈ રહ્યા હતા
ચોક્કસ મારા પાછળ તે યુવતી જ હશે.
અંકિત ની બહેન જેને હાથ છોડ્યો હતો તે ધીમે ધીમે ટેબલ થી દૂર ખેંચાઇ રહી હતી. તેના શરીર માંથી સફેદ ધુમાડો નીકળવાનો શરૂ થઈ ગયો. મોઢા માંથી લોહી ની ધાર છૂટી.
પેરાનોર્મલ એક્સપર્ટ: ફોલો મી
પિતૃ દેવઃ સંરક્ષણમ...
પિતૃ દેવઃ સંરક્ષણમ...
અમે તેને અનુસર્યા.
આ શબ્દો થી આખું ઘર ધ્રુજી ઉઠ્યું.
વાતાવરણ માં દિવ્યપ્રકાશ ફેલાવા લાગ્યો.
ત્યાં રહેલી લાઈટો ચાલુ બંદ થઈ રહી હતી.
સ્ક્રીન પર સઁખ્યાં વધી ને 8 થઈ ગયી હતી.
5 દુષ્ટ આત્માઓ અને શાયદ 1અક્ષય ની 2જી સુરેશની પણ 3જી કોની હશે?
ભીત પર લટકેલા ફોટા હલવા લાગ્યા, ઉપર લટકેલું ઝૂંમર સિધુ ટેબલ ની ઉપર ધડામ...
આખા ટેબલ પર કાચ કાચ થઈ ગયું હતું.
એક્સપર્ટ એ અમને કહ્યું દરેક જણ ટેબલ ની નીચે જુવો, અને જેના પગ જોડે કાગળ હોય તે, ઝડપથી વચ્ચે પડેલી મીણબત્તી પ્રગટાવી અને તેમાં આ કાગળ જલાવી દે.
દરેક જણે નજર કરી, કાગળ અંકિત ના મોટા ભાઈ જોડે હતું.
તે: પણ એ કાગળ લઉ કઈ રીતે, હાથ છોડું.?
એક્સપર્ટ:કાઈ પણ કરો પણ આપણા જોડે 10 થી12 સેકન્ડ નો સમય છે કમોન...
આટલી મુશ્કેલ સમય માં પણ હું એજ વિચાર તો હતો કે 8 મી આત્મા કોની 8મુ કોણ... કોણ હશે એ અને એને આ બધા થી સુ લેવાદેવા?
મેં ઘડિયાળ ના કાંટા પર નજર કરી અને ત્યાંજ સ્થિર થઈ ગયી ઘડિયાળ ના કાંટા સ્થિર થઈ ગયા હતા... પાછળ રહેલા કબાટ ના દરવાજા જોર જોર થી અથડાતા તા હતા...અંદર ખાને અહેસાસ થાય રહ્યો હતો કે ચોક્કસ તે આત્માઓ લડી રહી હશે
ટેબલ ના છેડે એક ખુરસી જાણે ધીમે ધીમે ખાલી રહી હતી...
સફેફ ધુમાડા એ હવે કાલા ધુમાડા નું રૂપ લીધું હતું
એક્સપર્ટ ના કહ્યા અનુસાર અંકિતના ભાઈ હાથ છોડ્યો અને ટેબલ નિચે ધસ્યો
એને હાથ છોડ્યા અને જાણે કે રૂમ માં અચાનક સંતી છવાઈ ગઈ ચાલી રહેલું યુદ્ધ જાણે અટકી ગયું...
હાથ પકડી ને જે સાંકળ બનાવી હતી તે છૂટી ગયી હતી...
શાયદ એટલે જ સંતી થઈ હશે....
એક્સપર્ટે ઝડપથી મચીસ લઈને મીણબત્તી જલાવી પણ 3 4 સેકન્ડ થઈ પેલો ભાઈ ઉપર આવ્યો નહીં એક્સપર્ટે ટેબલ પર જોર થી હાથ પછાડ્યો એક જ ક્ષણ માં પેલો ભાઈ ઉપર આવ્યો અને તેને એજ ક્ષણે કાગળીયું સળગાવી દીધું...
એક્સપર્ટ: કાગળ માં કોનું નામ હતું તે જોયું હતું ?
તેનો ભાઈ: હા...
એક્સપર્ટે:કોણ હતું એ
તેનો ભાઈ: અંકિત....
એક્સપર્ટ ના હાવ ભાવ એક જ ક્ષણ માં બદલાઈ ગયા..
માય ગોડ સેવ યોર ચાઈલ્ડ કહી તેને આંખ આડે હાથ ધરી દીધા...
તેને ફરી એક વાર સ્લોકો નું ઉચ્ચારણ શરૂ કર્યું અને સાથે જ અમે પણ દહોરાવ્યું
જાણે કોઈ ચમત્કાર થયો હોય એમ
પેલા લોકોને કોઈ દૂર ઘસડીને લઇ જઇ રહ્યું હતું. એ લોકો પણ અમારા સ્લોક ના પ્રતિ ઉત્તર માં એમનો કઈંક સ્લોક બોલી રહ્યા હશે એવું મારુ માનવું હતું.
વાતાવરણમાં સ્લોકો નો ઉચ્ચારણ થઈ રહ્યો હતો.
સાથે જ બાથરૂમ માંથી આવતો અવાજ ધીમો થઈ રહ્યો પણ હજુ આવી રહ્યો હતો.
સામે છેડે ખુરસી પર ધુમાડો ધીમો થઈ રહ્યો હતો....
અને ત્યાં ફરી એજ દેહકૃતિ નજરે ચડી... અંકિત ની બહેન હવે સેફ હતી પણ બહુ ઘભરાયેલી હતી..
પણ પેલા લોકો ગાયબ થઈ ગયા હતા. જે અમારાં ટેબલ ની આજુબાજુ હતા.
ફરી પેલા કાગળ પર બટન ફર્યું.
ફરી પેલા કાગળ પર બટન ફર્યું.
B-Y-E-F-O-R-E-V-E-R. W-E; M-I-S-S Y-O-U...
એક્સપર્ટે પેલઈ સ્ક્રીન પર નજર કરી ત્યાં 3 લબ જબ થઈ રહ્યું હતું.
પેરાનોર્મલ એક્સપર્ટબોલ્યા આ ઉત્તર અક્ષયે અને બીજા કોઈ 2 એ આપ્યો છે. એને જ આ લોકો થી આપણી રક્ષા કરી છે.
પેરાનોર્મલ એક્સપર્ટ કહ્યું હતું 3, 1અને 2 તો સમજ્યા કે અક્ષય અને સુરેશ પણ 3જુ કોણ આ પ્રશ્ન મારા મગજ માં ગુંચવાડે ચડ્યો હતો.
હું ઉઠ્યો ગન લોડ કરી વૉશરૂમ તરફ ભાગ્યો. મારા મત પ્રમાણે તેમાં તેજ કાળી બિલાડી હશે જે મને વારે ઘડીયે મળતી હતી.
મેં દરવાજો ખોલ્યો પણ અંદર કોઈ હતુંજ નહીં. પાછળ એક બારી હતી એમા જાળી લગાવેલી હતી. તેમાંથી એક કીડી પણ અંદર ના આવી શકે. બાથરૂમ ની ભીતપર નખ ઘસેલા જોવા મળ્યા તો બિલાડી ગયી ક્યાં.
હવે મને સમજાયું કે સુરેશ નું મૃત્યુ કઈ રીતે થયું અને પેલી છોકરી જેનો ઉલ્લેખ તેને ફોન પર કર્યો હતો તે કોણ હતું. જે એને ઢાબા પર મળી, તે એજ હતી જે એ દિવસે વડલા ની નીચે આવી હતી.
તપાસ કરતા જણાવા મળ્યું કે તે હોટેલ માં 6 વર્ષ પહેલા ત્રણ સિલેન્ડર બ્લાસ્ટ થયો હતો. તેમાં હોટેલ નો માલિક અને તેની વાઈફ સહિત બીજા 3 વેટર અને એક વટેમાર્ગુ નું મૃત્યુ થયું હતું. અને એ લોકો એમની અધૂરી જિંદગી ના દર્દ ના કારણે બીજા લોકો ને મોત ને ઘાટ ઉતરતા હતા.
પેરાનોર્મલ એક્સપર્ટ લીગલ હોય છે અક્ષય ના મમ્મી એ કોર્ટ માં (Mercy petitions) માફીનામું આપ્યું અને લોકો ના બયાન કોર્ટ માં દર્જ કરવા માં આવ્યા આજ પહેલા અંકિત નો રેકોડ ક્લિયર હતો અને સાથે જ તે એક માનસિક રોગી હતો એટલે તેને કોર્ટ માફ કરી રહી હતી. એ મર્ડર માટે માફ કરી રહી હતી. જે એને કર્યું જ નહોતું. આ બધા બયાન કોર્ટ માં પેસ કરવા માટે તારીખ મળી ગયી.
શાયદ એ તારીખ પણ વિચિત્ર હતી જે દિવસે રાતે એક વર્ષ પહેલાં અક્ષય ની હત્યા થઈ હતી એના એકઝટ એક વર્ષ પછી
આ બધું તો ઠીક પણ એ ત્રીજું કોણ હતું જે એ દિવસે રાતે અક્ષય અને સુરેશ સાથે મોજુદ હતું પણ કહેવાય છે ને કે અમુક પ્રશ્નો ના ઉત્તર ન મળે એટલું જ સારું
અંકિત ને કોર્ટ માં લાવા માં આવે છે. થોડીક કાગળ ની પ્રોસેસો પછી અંકિત ને નીર્દોસ સાબિત કરવા માં આવે છે.
ત્યાં રહેલા દરેક ની આંખ માં ખુશી ના આંસુ હતા. સાથે જ વતાવરણ માં અક્ષય સુરેશ ની મોજદગી સાફ જળકી રહી હતી.
એક્સપર્ટ ની હેલ્પ લઈ અને પેલા 5 દુષ્ટ આત્મા ઓને આ સંસાર માંથી હમેશા માટે મુક્ત કરવા માં આવી.