અક્ષય માખીજાની મર્ડર કેસ - 1 Ankit Purohit દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 110

    ભાગવત રહસ્ય-૧૧૦   મહાભારતના શાંતિ-પર્વમાં એક કથા આવે છે.વૃંદ...

  • ખજાનો - 77

    " શું થયું મિત્ર...! તમારા ચહેરા પર આ ડર અને ચિંતા કેમ વર્તા...

  • પ્રિય સખી નો મિલાપ

    આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની...

  • ધ્યાન અને જ્ઞાન

        भज गोविन्दम् ॥  प्राणायामं प्रत्याहारं नित्यानित्य विवेक...

  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

શ્રેણી
શેયર કરો

અક્ષય માખીજાની મર્ડર કેસ - 1

યે અદાલત તમામ ગવાહો ઓર સબુતો કો મદ્દે નજર રખતે હુએ અંકિત પુરોહિત કો અક્ષય માખીજાની મર્ડર કેસ મેં દફા 302 કે તહેત મુજરીમ કરાર કરતી હે, 16 સાલ કી જેલ ઓર 50,000 રૂપિયે નકદ ઉસકે પરિવાર કો દેને કા આદેસ દેતી હે, ઓર જબ તક અંકિત કે માનસિક હાલત ઠીક નહિ હોતે ઉસે આગ્રા મેન્ટલ હોસ્પિટલ મેં સરકારી અધિકારી કી દેખરેખ મેં રખા જાયે.
ધ કોર્ટ ઇસ એડ્જર્નં...

11 મહિના પછી 

હું ઇન્સપેક્ટર સત્યવિર સિહ રંધાવા.
આજે સવારે જ મારી બદલી ઝારખન્ડ ના ધાનબાદ થી ઉત્તર ગુજરાત ના એક નાના શહેર પાલનપુર માં થઇ.

પહેલો દિવસ તો મને ઘરનો અને ડ્યુટીનો સામાન સેટ કરવામાં નીકળી ગયો. ત્યાર બાદ,
બીજા સતત ત્રણ દિવસ જ્યારે હું ચોંકી પર પહોંચ્યોં ત્યાં અંદાજિત 50 વર્ષ નું એક જોડું બેઠેલું જોવા મળતું દરોજ મને જોઈ તે ઉભા થતા અને એમની ભાસા મા કંઈક અભિવાદન કરતું પણ હું સમજતો નહિ કે તે લોકો શુ કહેવા માંગે છે એટલે માથું હલાવી ત્યાંથી મારા કેબીન માં જતો રહેતો.

આજે ડ્યુટી જોઈન કર્યા ને 5મો દિવસ હતો.

સ્થળ:પોલીસ ચોકી, પાલનપુર.

થોડીક વાર પછી સબ ઇસ્પેક્ટર સાહિલ એન્ટર થયો.

મેં આઈ કમ ઈન, તેને કહ્યું

યસ,સાહિલ સેય વ્હોટ હેપન.

તે: સર આજ થી અંદાજિત 11 મહિના પહેલા અક્ષય માખીજાની નામે એક છોકરા નું મર્ડર કરવા માં આવ્યું હતું. કોર્ટ માં કેસ ચાલ્યો ઇન્વેસ્ટિગેસન કરતા જાણવાં મળ્યું કે મર્ડર પાછળ એનો બેસ્ટ ફ્રેન્ડ નામે અંકિત પુરોહિત હતો જે પાછળ થી પકડાઈ ગયો અને તેને 16 વર્ષ ની જેલ થઇ.

હું; ધેન વ્હોટ નેક્સટ.

તે:સર એના પેરેન્ટ્સ માનવ તૈયાર નથી.એ લોકો રીઇન્વેસ્ટિગેસન ની માંગ કરે છે.

આ રહી અક્ષય માખીજાની મર્ડર કેસ ની ફાઇલ તમને જોઈતી બધી માહિતી મળી રહેશે અને એ લોકો બહાર જ છે જો તમે કહો તો એમને અંદર મોકલું ?

હું: યસ સ્યોર બટ પહેલા હું આ કેસ સ્ટડી કરી દઉં.

ઓકે સર કહી ને તે નીકળી ગયો.

મેં ફાઇલ ખોલી અંદર નજર નાખી.
પાલનપુર થી 6 કિમિ દૂર એક ખન્ડેર જુના ઢાબા (એક ટાઈપ ની હોટલ) માં 20 વર્ષ ના યુવન ની એક ક્રૂર હત્યા, આંખ ના ડોળા ચકકુ વડે બહાર ખેંચી લેવાયા.ફોરેન્સિક રિપોર્ટ ના મત મુજબ મર્ડર રાતે 12:30 થી 1:30 ની વચ્ચે થયું હતું.
મર્ડર થયું એના બીજા દિવસે સવારે એક ખેડૂતે પોલિસ ને જાણ કરી હતી.
પોલીસ ના મત મુજબ તે અક્ષય માખીજાની ની લાસ હતી.તેના થી થોડેક દૂર તેનું GJ-08-786 નંબર નું બાઇક મળ્યું.

મોબાઈલ ચેક કરતા તેમાં એની માતા ના 12 કોલ અને અંકિત ના નામે 29 કોલ અને 33 મેસેજ હતા.
તેના ખભા પર અને ગાલ પર 2 ફિંગર પ્રિન્ટ મળ્યા જેમાં થી એક ખુદ અક્ષય ના અને બીજા અંકીત ના હતા.
તે ઢાબા ના મેદાન માં 2 ફુટ પ્રિન્ટ મળ્યા તે પણ આમ જ બયાન કરતું હતું એક અક્ષય ના અને બીજા અંકિત ના જે સાબિત કરે છે કે અંકિત ઘટના સ્થળ પર મોજુદ હતો. રીટાયર્ડ ઇસ્પેક્ટર કમલેશ પુરોહિત નું કહેવું છે સયાદ આંખ ના ડોળા કાઢતી વખતે તેના હાથ ના નિશાન તેના ગાલ પર અને આંખ ની આજુબાજુ છુટ્યા હશે.એ કોઈ ઇતફાક નથી.

દોષીસાબિત થયેલ અંકિત પુરોહિત એ એના બયાન માં કહ્યું છે કે, આ મર્ડર પાછળ તેનો કોઈ હાથ નથી.
અને કોર્ટ ને ગુમરાહ કરવા માટે તેને બીજો વાક્યાપ્રયોગ પણ કર્યો છે કે તે સ્થળ પર સુપરનેચરલ શક્તિ મોજુદ હતી.
અને તે વારે ઘડીએ બયાન બદલે છે.

કેસ સ્ટડી કરી રહ્યો હતો ત્યાં એના પેરેન્ટ્સ અંદર આવે છે. બન્ને ની આંખ માં જળજલિયા હતા. એમનું માનવું હતું કે કેસ નો એક એવો પહેલું જે ઇગ્નોર કરવા માં આવી રહ્યો છે.


તેના ફાધર: સાહેબ આ મર્ડર કોને કર્યું એતો નથી ખબર પણ અંકીતે નથી કર્યું.

હું: તમે આટલા સ્યોર કઈ રીતે હોઈ સકો.

તે: સર મર્ડર થયું રાતે 12:30 થી 1:30 ની વચ્ચે પણ, અંકિત તો રાતે 12:37 એ અમારી સોસાયટી ના ગેટ માં એન્ટર થયો હતો જે સીસી ટીવી કેમેરા માં સાફ સાફ દેખાય છે.

હું: 12:30 એટલે એનો મતલબ એ નથી કે મર્ડર 12:25 એ નહિ થયું હોય. ઈટ ઇસ પોસીબલ મર્ડર 5-7 મિનિટ પહેલા પણ થઇ સકે છે.

તે:માની લીધું કે ચલો મર્ડર 12:23 એ થયું હશે.
પણ સર પાલનપુર થી 11 કિમિ દૂર ત્યાં થી 14 મિનિટ માં ઘરે પહોંચવું ઇંપોસીબલ છે.

હું: હોઇ સકે એ કોઈ વિહિકલ માં આવ્યો હોય.

તે: સર પણ રાતે એ એરિયા માં તેને રાતે ટેક્ષી ય રીક્ષા મળતી નથી

હું: હોઈ સકે એ ખુદ ડ્રાઇવ કરી ને આવ્યો હોય

તે:સર એને સાઇકલ પણ ઠીક થી નથી આવડતી.

એમની દલીલો માં દમ હતું.

હું પણ હવે કન્ફયુસ હતો કે મર્ડર કરી અને 14 મિનિટ માં 7 કિમિ અંતર કાપી તે ઘરે કઈ રીતે આવી સ્કયો.

તે: સર પણ અંકિત મડર કેમ કરે. તે ત્રણ તો પાકકા મિત્રો હતા.

હું: ત્રણ ? ત્રીજું કોણ

તે : ત્રીજો મિત્ર સુરેશ માળી 
(એમની દલીલો અને દાયમણી સ્થિતિ જોઈ મારા પાસે કેસ રીઓપન કર્યા સિવાય કોઈ છૂટકો નહોતો)

હું : ઓકે ચલો ઠીક છે. કેસ ને રીઓપન કરીયે છીયે, રીઇન્વેસ્ટીગેસન કરીશું.

તે બન્ને જણ ખુસ થઇ ગયા. વાતાવરણ માં અમારા ત્રણ સિવાય કોઈક ચોથું પણ મોજુદ હતું.એવો મને અહેસાસ થયો.


તારીખ:7/7/2017
પૂછતાછ કરવા હું સુરેશ ના ઘરે ગયો.

હું:સુરેસ તું અક્ષય અને અંકિત બેસ્ટ ફ્રેન્ડ હતા?

તે: હા સર હતા પણ હું ક્યારેય એમના સાથે બહાર નહોતો જતો.

હું: અને એના પાછળ નું કારણ?

તે: મને એમનો સાથ ક્યારેય પસન્દ નથી પડ્યો.

હું: ઓહ, એ બન્ને વચ્ચે કોઈ પ્રકાર નો ઝગડો?

તે: ના સર મેં ક્યારેય એમને જગડાતા નથી જોયા

હું: એ દિવસ બાદ તારી અંકિત જોડે વાત થઇ?

તે:અદાલત માં એમના કેસ દરમિયાન મને ગણી વખત વિટનેસ બોક્સ માં બોલવા માં આવ્યો છે, અને આગ્રા માં પણ હું સાથે જ હતો.

હું: વ્હોટ આગ્રા કેમ

તે: એ દિવસ રાત બાદ બનેલી ઘટના પછી અંકિત ની માનસિક હાલત ઠીક નહોતી. તેને ત્યાં દેખરેખ માં રાખવા માં આવ્યો છે અને સારવાર પણ અપાઈ રહી છે.

હું: ઓહ, એવો કોઈ પહેલું કે જે હજુ સુધી કેસ માં એન્ટર ના થયો હોય.

તે:એક પહેલું છે પણ હું નથી જાણતો કે તે કેટલું માયાને રાખે છે તો હું ચુપ રહેવું જ બેટર સમજ્યો.

હું:અને એ શું છે?

તે: હું એમની જોડે ઓછો જતો પણ જયારે જતો ત્યારે એ બન્ને એક જ વાત પર બહેસ કરતા હોતા.
હિંદુ અને મુસ્લિમ.

હું:વ્હોટ યુ મીન?

તે: સર અંકિત એક કટ્ટર હિન્દૂ હતો જયારે સામે અક્ષય પાકિસ્તાની સિંધી.
અંકિત મંદિર જતો જયારે અક્ષય માસ્જિદ મઁદિર બન્ને સ્થળે...

અંકિત વેજિટેરિયન હતો જયારે અક્ષય નોન-વેજિટેરિયન...

આ વાત માં એ લોકો તર્ક વિતર્ક સાથે હમેંસા દલીલો કરતા.

એ દિવસે રાતે પણ કંઈક એવી બહેશ ચાલતી હોય અને એક્સીડેન્ટલી તે માર્યો ગયો હોય?

હું: નો ઇટ્સ બ્લડી પ્લાનિંગ મર્ડર.

તે: હાઉ યુ કેન સે ધેટ?

હું: એક મોટા મુદ્દા ને તે મારી સમક્ષ રજૂ કર્યો છે, જે છે હિન્દુત્વ અને બિન-હિન્દુત્વ.

જો આ વાત સાચી હશે તો ચોક્કસ એને મેન્ટલી સટ્રેન્થ ગુમાવા નું નાટક કર્યું હશે.

થેન્કસ સુરેશ જરૂરત પડી તો ફરી મુલાકાત થશે.

સ્થળ: આગરા મેન્ટલ હોસ્પિટલ

તારીખ:8/7/17
સમય:સવારે 10:42

એક દિવસ ની મુસાફરી બાદ આજે સવારે જ હું ટ્રેન માંથી ઉતર્યો
ત્યાં મને પીક-અપ કરવા આગરા ના ઇસ્પેક્ટર લક્ષમણ પ્રસાદ રાયગોર આવ્યા હતા.

ગાડી લઇ અમે સીધા હોસ્પિટલમાં પહોંચ્યા.

હું:(વોર્ડ બોય ને) એક્સક્યુસ મી, અંકિત પુરોહિત કોનસે વોર્ડ મેં ક્યાં આપ મુજે બાતા શકતે હે?

વોર્ડ બોય: આપ કોન લગતે હે ઉસકે?

હું: આઈ એમ ફ્રોમ ગુજરાત પોલીસ!

તે: કેન આઈ સી યોર આઈ-ડી?

હું:યસ સ્યોર!.

મેં આઈ ડી આપ્યું , ચેક કર્યા બાદ તે બોલ્યો સોરી સર યહા કે રૂલ્સ હી કુછ ઐસે હે ઇસ લિયે પુછના પડતા હૈ. 

હું: યા આઈ કેન અન્ડસ્ટેન્ડ.

તે: રૂમ નબંર786

( આ એક ઈત્તેફાક હતો કે કેમ અક્ષય નો બાઇકનો નબંર અને અંકિત નો રૂમ નબંર એક જ હતા)

હું રૂમ માં પ્રવેસ્યો એક નાની ઓરડી હતી અને પાછળ એક નાનકડુ પક્ષી પણ ના આવી સકે તેવી બારી.
જ્યાંથી હું રૂમ માં પ્રવેસ્યો હતો તેજ, રૂમ માંથી બહાર નીકળવા માટે એક ઓપ્શન હતો.

હું રૂમ માં દાખલ થયો. મારી હાજરી એને ચોક્ક્સ વર્તાઈ હશે પણ, એને મારા તરફ નજર પણ ના કરી, તે તેના કામ માં મસગુલ રહ્યો. એ જે કઈ કરી રહ્યો હતો એ મારી સમજ બહાર જઈ રહ્યું હતું.
તે દીવાલ પર નખ થી કૈક લખી રહ્યો હતો. કંઈક આ પ્રમાણે હતું.

"यथाच्छि तथा करूं"

પાછળ થી પૂછ પરછ કરતા જણાયું તેનો મતલબ થાય છે "તને યોગ્ય લાગે એમ કર" આ વાક્ય તેને આખા રૂમ માં લખ્યા હતા.


મેં તેના સાથે વાત કરવા પ્રયત્ન કર્યો.

હું: હેલો, અંકિત આઈ એમ સત્યવિર સિહ રંધાવા ગુજરાત પોલીસ.

તે: તે મારા તરફ દેખી અને હસ્યો ત્યાર બાદ એક આંખ મારી મને તેની મિડલ ફિંગર બતાવી ફરી એ કામ માં લાગી ગયો.

હું:અંકિત હું તારી મદદ કરવા આવ્યો છું

તે: દોષી તો હું સાબિત થઇ ગયો છું તમે સુ મદદ કરસો હવે?

હું: તારો કેસ રીઓપન થયો છે, હું આ કેસ નો નવો હેડ છું, અને હું શુન્ય થી તપાસ સારું કરી રહ્યો છું.

(તે ફરી મને મિડલ ફિંગર બતાવી હસવા લાગ્યો)

હું: (તેનો વિશ્વાસ જીતવા માટે) હું જાણું છું તે અક્ષય નું મર્ડર નથી કર્યું.

પણ એના હાવભાવ પર કોઈ ફેર પડ્યો નહોતો.
મને ખબર પડી ગયી કે હવે અહીં થી કશુ વધુ માહિતી મળશે નહિ, તેથી હું ત્યાં થી રવાના થઇ રહ્યો હતો.
એ રૂમ માંજ કૉર્નર પર એક વોશરૂમ હતું એમાં કંઈક વિચિત્ર અવાજ આવી રહ્યો હતો જાણે કોઈ પોતાના નખ થી દીવાલ ને ઘસતુ ના હોય.
હું ઇગ્નોર કરી રિટન થઇ રહ્યો હતો, હજુ તો ડોર સુધી પહચ્યો હતો ત્યાં જાણે કોઈએ મારો પગ પકડી લીધો હોય એમ અહેસાસ થયો.

મેં તરત પિસ્તોલ કાઢી એ તરફ નિસન તાકી લોડ કરી.
જોયું તો અંકિત હતો.
તે હસ્યો અને બોલ્યો સચ તુમ્હારી સોચ કે દાયરે સે બહોત દૂર હૈ.
પાપા કહેતે થે, અગર કોઈ પ્રોબ્લેમ કા હલ ન મિલ રહા હો તો, વહા હલ ઢૂંઢો જાહા સે પ્રોબ્લેમ સુરુ હુઈ હૈ.

(આ વાક્ય મેં બહુ વાર સાંભળ્યું હતું પણ આજે ઇસ્તમાલ કરવાનો મોકો મળ્યો હતો.)

આટલું બોલી તે ફરી દીવાલ પર નખ ઘસવા નું ચાલુ કરી દે છે, અને બાથરૂમ માંથી આવતો કર્કષ અવાજ સાથે ભળી જાય છે.

હું ગુજરાત માટે રવાના થઇ ગયો