સ્થળ: પાલનપુર, ગુજરાત
સમય:10/7/17
પોલીસચોકી-
ત્રીજા દિવસે હું ગુજરાત પરત લોટયો હતો
મારા મન માં બસ આ એક કેસ વિસે જ વિચારો ગુમરે ચડ્યા હતા.
હું સાવરે વહેલો 7 વાગે ચોંકી પહોંચી ચુક્યો હતો.
કેબીન માં મારા સિવાય બીજું પણ કોઈ હતું એવું મને અંદર ખાને લાગી રહ્યું હતું. કેબીન માંજ વોશરૂમ ની વ્યવસ્થા છે.
વોશરૂમ માંથી અચાનક એ કર્કષ અવાજ આવતો હતો જે મેં ત્યાં આગ્રા રૂમ નબંર786 માં સાંભળ્યો હતો.તે વાતાવરણ ને ડરામણૂ બનાવી રહ્યું હતું.
સઁકા ની દ્રષ્ટિ તેજ કરી હું ગન લોડ કરી અને અવાજ ની દિશા માં ધસ્યો.
અવાજ તેજ થઇ રહ્યો હતો.
મારી હિંમત જવાબ આપી રહી હતી. હિંમત કરી દરવાજો ખોલ્યો.
દરવાજો ખોલી અંદર તરફ ગન કરી નજર કરી તો મેં એવું કૈક જોયું જે મેં આજ પહેલા ક્યારેય નહોતું જોયું.
એક કાળીભમ્મર બિલાડી પોતાના હાથ ના નખ થી ભીતપર સક્રેચ કરી રહી હતી. એના નખ માંથી લોહી વહી રહ્યું હતું, હું કશુ વિચારું એ પહેલા મારો ફોન રણકે છે, બિલાડી ને એના હાલ પર છોડી હું ફોન તરફ ગયો.
સામે છેડે થી: ઇન્સ્પેક્ટર રંધાવા?
હું:યસ વું યુ?
તે: મેં સુરેશ, અંકિત કા ફ્રેન્ડ.
( એના અવાજ માં ચિંતા ભય ની લાગણી ઓ ચોખ્ખી ઝળકી રહી હતી)
હું: યા સુરેશ ટેલ મી વોટ હેપન.
તે: સર મેરેકો ઇસ મર્ડર કેસ મેં બહોત બડી કામયાબી હાંસિલ હુઈ. હે. આપ જલ્દ સે જલ્દ મેરે ઘર આજાઓ.
હું:નો સુરેશ ટેલ મી નાઉ, ફાસ્ટ.
તે: સર અક્ષય જિંદા હે કલ રાત મેરી ઉસે ફોન પે બાત હુઈ ઉસને મુજે ઉસી ઢાબે પે મિલને બુલાયા 6થા જહાં ઉસ રાત કો ક્રાઈમ હુઆ થા.
હું: વ્હોટ ધ ફક???? આર યુ સ્યોર??
તે: યા સ્યોર સર, ( તેનો અવાજ એક દમ વધી ગયો હતો અને ડર ચોખ્ખો દેખાઈ રહ્યો હતો)
ઓહ માય ગોડ....
ઓહ માય ગોડ...
પ્લીઝ રંધાવા હેલ્પ મી.
વો મુજે માર દેગી?
હું: કોન તુજે માર દેગી. ટેલ મી વૂ?
તે: વહી જો કલ રાત કો ઉસ ઢાબે પે... આહ...
તેના મુખ માંથી કારમી ચીસ નીકળી ગયી
હું:સુરેશ સુરેશ આર યુ ધેર?
હું: કોણ હે વો, હેલો વૂ ઇસ ધેર?
હલો હલો
સામે છેડે થી એક કારમુ હાસ્ય છૂટે છે અને ફોન કટ થઇ જાય છે.
મારા આખા સરીર ના રુવાટ ઉભા થઇ ચુક્યા હતા.
આખી પોલીસ ચોંકી માં લાઈટ જતું રહ્યું હતું.
હું મારા ફોરવિહિલ ની ચાવી લઇ દરવાજા તરફ ધસ્યો, ત્યાં ફરી વોશરૂમ માંથી કંઈક વિચિત્ર અવાજ આવ્યો. આ અવાજ પહેલા ના અવાજ કરતા કંઈક અલગ હતો, હું ફરી ગન લઇ વાશરૂમ તરફ ગયો દ્રસ્ય જોઈ હું હક્કો બક્કો રહી ગયો.જોયું તો બિલાડી ખૂન થી રંગાયેલી નીચે પડી હતું
મારા હ્રદય ના ધબકારા મારા કાન માં સંભાળાઈ રહ્યા હતા.નસ નસ માં વહી રહેલું લોહી ની અવરજવર હું મ્હેશુસ કરી રહ્યો હતો.
હું તરત જ સાહિલ અને બીજા 2 હવલદાર ને લઇ સુરેશ ના ઘર તરફ નીકળી પડ્યા.
રસ્તા માં મારુ મન વિચારો થી ઘેરાઈ ચૂક્યું હતું.
---અક્ષય જીવતો છે તો પેલી લાસ કોની હતી જે ઘટના સ્થળે (ઢાબા) થી મળી હતી
---સુરેશ રાતે તેને મળવા ત્યાં જ કેમ ગયો હશે?
---ફોન પર તે કહેતો હતો તે મને મારવા આવી છે જે ઢાબા પર ...
--- એ કોણ હતું જે ઢાબા પર હતું.
કેસે બહુ મોટો વળાંક લીધો હતો. હવે અક્ષય જીવતો હતો પણ સુરેશ નહિ.
13 મિનિટ ની મુસાફરી બાદ હું સુરેશ ના ઘર તરફ હતો, એમેં 4એ જણ ભાગી ને ઘર તરફ પહોંચ્યા
ઘર નો ડોર-બેલ વગડયો. પણ કોઈએ ખોલ્યો નહિ.
દરવાજો અંદર થી બન્દ હતો
4,5,6,7 બેલ વગાડ્યા બાદ પણ કોઈ આવ્યું નહિ
સુરેશ નું ફેમિલી ગામડે રહેતું હતું, તે ઘરે એકલો રહી ને અભ્યાસ કરતો હતો.
હવે અમારા જોડે ડોર બ્રેક કર્યા સિવાય કોઈ ઓપ્શન નહોતો બચ્યો, મારા એક જ અદેશ સાંભળી સાહિલે તરત જ દરવાજો તોડી દીધો.
એન્ટ્રી ગેટ ની સામેજ એનો બેડ હતો. બેડ ની બાજુ માંજ એ નીચે ઢળેલો પડ્યો હતો, તેના એક હાથ માં ફોન હતો જયારે બીજા હાથ માં કંઈક કાગળ.
કાગળના એક ખૂણા પર યસ બીજા ખૂણા પર નો નીચેના ખૂણા પર થેંક્યું અને બીજા ખૂણા પર બાય લખેલું હતું અને વચ્ચેના ભાગ પર A to Z આલ્ફાબેટ અને 0 થી 9 અંકો લાખેલા હતા
કાગળ લઇ એની ગળા ની નસ તપાસી, He is dead.
આખા રૂમ ની તાલસી લેતા,એકપણ સબૂત મળ્યું નહિ કે મર્ડર કોને કર્યું હશે અને શેના વડે કર્યું હશે ?
ઘર માં એન્ટર થવા નો એક જ દરવાજો હતો, જે અમે તોડી ને અંદર આવ્યા હતા એન્ટર થવા નો યા બહાર નીકળવા નો એક જ માર્ગ હતો તો ખૂની ભગ્યો કઈ તરફ.
ત્યાં અચાનક વોસરૂમ માં થી વળી પેલો કર્કષ અવાજ આવ્યો. હું
સ્યોર હતો કે તે ચોકસ બિલાડી હશે પણ હું ખુદ ને તેના થી દૂર રાખવા ની કોસીસ કરી રહ્યો હતો, પણ મન વળી વળી ને એ તરફ જઈ રહ્યું હતું આખરે મન ની જીત થઇ.
હું વૉસરૂમ તરફ ધસ્યો, દરવાજો ખોલ્યો એજ બિલાડી જે મારા કેબીન માં હતી, પણ એ તો ત્યાંજ મૃત્યુ પામી હતી તો અહીં કોણ હતું? હું દરવાજો જોર થી અથડાવી, ડેડ બોડી તરફ આવ્યો એના હાથ માં રહેલું કાગળ લીધું અને તેને સમજવા ની કોસીસ કરી રહ્યો હતો.
ત્યાં ફરી બાથરૂમ માં અવાજ આવ્યો એજ અવાજ જે સુરેશ ના કોલ બાદ આવ્યો હતો, હું તરત વોશરૂમ તરફ ભાગ્યો, દ્રસ્યો જોઈ મારા રુવાટા ઉભા થઇ ગયા. બિલાડી લોહી થી તરબતર થયેલી પડી હતી.
અંદર ખાને અહેસાસ થઇ રહ્યો હતો ચોક્ક્સ કંઈક અશુભ ઘટિત થસે.
સાહિલ: સર સુરેશ ના ફોન માં લાસ્ટ કોલ તમારો છે, એના સિવાય છેલ્લા 2 દિવસ માં એક પણ કોલ નથી.
હું: પણ સુરેશ તો કહેતો હતો કે અક્ષયે એને ફોન કરી ને મળવા બોલાવ્યો હતો.
મારા સબ્દો સાંભળી સાહિલ અને બીજા બે હવલદાર જાણે મૂર્તિ બની ગયા હોય એમ સ્થિર થઇ ગયા.
સાહિલ:અક્ષયે ફોન કર્યો ?
હું: હા, સુરેશે મને ફોન પર કહ્યું હતું.
તે: નોટ પોસીબલ સર.
અક્ષય ની લાસને તો મેં ખુદ મૃત જાહેર કર્યો હતો.
અરે જાહેર કરવા ની જરૂર જ નહોતી.તેની આંખ ના ડોળા બહાર કાઢી લેવાયા હતા. તે ફોન પર વાત જ કઈ રીતે કરે?
હું: યસ યુ આર રાઈટ, પણ એ મરતા પહેલા કંઈક બીજું પણ કહેતો હતો, કોઇક ઢાબા વળી છોકરી હતી જે એને મારી નાખશે.
વાક્ય પૂરું કરું એ પહેલા તો સાહિલ અને બે હવલદાર રૂમ છોડી બહાર નીકળી ગયા હાતા, બહાર જય નજર કરી જાણે એમને સાપ સૂંઘી ગયો હોય. પૂતળું બની ને ઉભા હતા.
સાહિલ ડોન્ટ વરી, ટેલ મી એને છેલ્લા 10 દિવસ માં કોને કોને ફોન કર્યા.
પોલિસ ની બીજી ટીમ આવી અને હું ત્યાં થી નીકળી ગયો
સ્થળ:પોલીસ ચોકી
તારીખ: 11/7/2017
સમય: 9:34,સવારે.
સાહિલ: મેં આઈ કમ ઈન સર
હું:યસ સાહિલ, સુ આપડેટ લાવ્યો.
તે: સર સુરેસે 10 દિવસ માં 4 નબંર ડાયલ કરેલા છે.
1-તમારો, 2-એના ફાધર, 3 જો નબંર અક્ષય નો છે. જે છેલ્લા 11 મહિના થી બન્દ છે. તેમ છતાં એ નંબર પર 2 મિનિટ 30 સેકન્ડ વાત ચાલી હતી, ટેલિકોમ કમ્પની નું કહેવું છે કે આ નબંર અસ્તિત્વ માં જ નથી.
4થો નબંર, (88500*****)
હું: તપાસ કરો આ નબંર કોનો છે?
તે: સર એ આપણા સાહેર ના જાણીતા વકીલ છે. પિયુષ પુરોહિત
ઈન ધીસ કેસ, હી ઇસ ફાઇટ ફોર અંકિત.
એક વીક ઇન્વેસ્ટિગેસન કરતા કશુ જ હાથ લાગ્યું નહિ.
સ્થળ:પીયૂષ પુરોહિત ની ઓફીસ
તારીખ:19/7/17
સમય:4:43 સાંજે.
હું: આઈ વાન્ટ ટુ મીટ મિસ્ટર પિયૂસ.
પ્યુન: સોરી સર અભી બિસી હે. આપશે નહિ મિલ સકતે
હું: ઉન્સે કહીયે ઇન્સપેક્ટર સત્યવિર સિહ રંધાવા ઉન્સે અક્ષય માખીજાની મર્ડર કેસ કે સિલસીલે મેં કુછ બાત કરના ચાહતે હે.
પ્યુન: ઓહ, સોરી સર
થોડી વાર પછી તે પરત ફરે છે,
સર આપકો અંદર બુલા રહે હે.
હું અંદર ગયો.
પીયૂષ: વેલકમ મિષ્ટર રંધાવા.
હું: કેન આઈ સીટ.
તે:યસ સ્યોર.
વહોટ કેન આઈ હેલ્પ યુ.
હું: ક્યાં આપ સુરેસ માળી કો જાનતે હો?
તે: કોન વહી ના અંકિત કા દોસ્ત?
હું:યસ રાઈટ, વો આપશે કયો મિલને આયા થા?
તે:હા ઉસકો કુછ પતા ચલા થા જો મુજે બતાને આયા થા.
હું: ક્યાં?
તે: ઉસ ઢાબે મેં અક્ષય ને ઉસે મિલને બુલાય થા
હું: વોટ
તે: હા, શાયદ ઉસે ભી આગ્રા ભેજ ના પડેગા
હું: પ્લીઝ ડોન્ટ સે ધેટ
તે: સોરી
હું: ઓકે, ધેન આઈ લિવ
તે: લેકિન સર આપ સુરેશ કે બારે મેં કયો પૂછ રહે થે.
હું: બિકોઝ હી ઇસ નો મોર, સમ વન કિલ હિમ
તે: વ્હોટ...
તે એનો વોહટ પૂરું કરે એ પહેલાં હું કેબિન છોડી બહાર આવી ગયો હતો.

સ્થળ: ક્રાઈમ પ્લેસ, ઢાબા.
સમય:11:34 રાતે
તારીખ:24/7/2017
એજ ઢાબા પર હું પહોંચી ગયો કેમ કે અંકિતે કહ્યું હતું હલ ઢુંઢ ના હે તો વાહા પહોંચો જહાં સે યે સબ સુરું હુઆ.
હું ત્યાં પહેલી વખત જઇ રહ્યો હતો એટલે હકીકત થી અજાણ હતો, ગાડી પાર્ક કરી હું સીધો તેના માલિક પાસે ગયો.
તે મને જોઈ અને વિચિત્ર રીતે હસ્યા. મેં પણ સામે એક સ્માઈલ આપી દીધી.
મેં બાજુ તરફ નજર કરી તો રસોડા ના ડોર જોડે ત્રણ વેટર ઉભા હતા. અને નવાઈ ની વાત તો એ હતી કે એ ત્રણે ના હાથ માં ધારદાર ચાકુ હતું. જાણે હમણાં જ મારા પર હમલો બોલી દેશે,એ લોકો ને ખબર ના પડે એમ મેં મારી રિવોલ્વર ચેક કરી પણ એ ગાડી માજ પડી હતી
માલિક: યસ મિસ્ટર રંધાવા
હું: હાઉ ડુ યુ નો આઈ એમ રંધાવા?
તે: હા હા હા...ક્યાં કરે કામ હી કુછ એસા હે.
(મને ખબર ન પડી તે સુ કહેવા માંગે છે)
હું: લિવ ઇટ. અક્ષય માખીજાની મર્ડર કેસ(આટલું બોલી મારી નજર વડલા તરફ સ્થિર થઈ)
મને ત્યાં સફેદ ધુમાડો દેખાયો. બગીચા માં રહેલો હીંચકો જાતે હળવા લાગ્યો.
ત્યાં જ મારી બાજુ માંથી હસવા નો અવાજ આવ્યો. મેં એ તરફ નજર કરી તે ત્રણે મારા સામું હસી રહ્યા હતા.
મેં ફરી માલિક તરફ નજર કરી મને મારી આંખ પર વિસ્વાસ ન થયો.
તે ત્યાં નહોતો સામે પડેલી ખુરસી હલી રહી હતી.
માલિક ને શોધવા આમ તેમ નજર કરી, મલિક તો ના મળ્યા પણ એવું કંઈક જોવા મળ્યું જેને મારી મુશ્કેલી માં વધારો કરી દીધો
મેદાન માં પેલી કાળી બિલાડી હતી જે સૌ પ્રથમ શાયદ આગ્રા, ત્યાર બાદ મારા કેબીન માં ત્યાર બાદ સુરેશ ના ઘરે અને હવે અહીં.
હવે વાતાવરણ માં વિચિત્ર શાંતિ ફેલાઈ રહી હતી.
ત્રણ વેટર ચાકુ લઇ ને લંગડાતા લંગડાતા મારી તરફ આવી રહ્યા હતા. હવે હું પરિસ્થિતિ સમજી ચુક્યો હતો. અહીં થી છટકવાનો પ્લાન બનવું તે પહેલાં, હોટેલ ના માલિકે મારો હાથ પકડી લીધો હતો.
તે ક્યારે પાછો આવ્યો કાઈ ખબર ન પડી.
મેં જાટકા સાથે હાથ છોડયો અને સામે પડેલી ફલાવર પોટ તેના માથા માં ઘા કર્યું, ત્યાંજ પડેલી એક ડાયરી લઇ હું ત્રણ જણ તરફ ફેંકવા જતો હતો કે ત્યાંજ એમ થી એક ફોટો બહાર પડ્યો, નજર કરી મારા આશ્ચર્ય નો પર ન રહ્યો.
તે ફોટો તો અંકિત નો હોય છે.
તેનો ફોટો અહીં કઈ રીતે ??
આ ડાયરી માં બીજા કોના ફોટા હશે ??
આ ડાયરી કોની હશે ??
હોટેલ ના મલિક ને અને અંકિત ને સુ લેવાદેવા ??
જેવા અઢળક વિચારો સાથે હું ડાયરી લઇ ત્યાં થી ભાગ્યો. પણ જેટલું વિચાર્યું એટલું આસાન નહોતું આવતી 30 સેકન્ડ માં મારી સામે મોત ઉભું હતું. મોત ને ચકમો આપી ત્યાં થી ભાગવું હતું પણ કઇ રીતે.
હવે પગથિયાં ઉતરી હું મેદાન માં હતો, ત્યાં પેલી બિલાડી જાણે મારા સ્વાગત માટે આતુર હોય, તેના થી 10મિટર દૂર રહી ગાડી તરફ ભાગ્યો. વડલા તરફ નજર કરી કોઈ 20 વર્ષ ની યુવતી ઉભી હતી, ગાડી ના આગલા વીલવાળા ભાગ તરફ પીળી સાડી માં એક ઓરત બેઠી હોય છે.
તેના બે ઘૂંટણ છાતી સાથે અડેલા હોય છે, અને હાથ તેના પગ ફરતે વીંટળાયેલો હોય છે.
જયારે મારી પત્ની રેખા વાસણ ધોતી ત્યારે આ પોઝીશન માં બેસતી.તેનું મુખ મારી ગાડી ની મુખ ની દિશા માં હોય છે એટલે હું ગાડી માં બેસું તો એની 36 ની કમર મને દેખાય. ગાડી પાસે તો હું પહોંચી ગયો પણ મુસીબત થી દૂર કઇ રીતે જવું?
વડ નીચે થઈ નીકળેલા સફેદ ધુમાડા એ હવે એક યુવતી નું રૂપ લઇ લીધું હતું.
આ બધા થી બચવા માટે મારે આવતી 20 સેકન્ડ માં ગાડી માં બેસી આ સ્થળે થી બહુ દૂર નીકળી જવું પડે એમ હતું, પણ...
ગાડી ખોલવા માટે મેં અન-લોક કી પ્રેસ કરી, ટુયૂટ ટ્યુટ એવો અવાજ ગાડી માં થયો. સાથે જ બે ઓરેન્જ કલર ની સાઈડ લાઈટ, અવાજ સાંભળી ગાડી ના આગલા ભાગ માં બેઠેલી પીળી સાડી વાળી ઓરતે મારા તરફ નજર કરી, સાથે જ એક ભયાનક સ્માઇલ આપી રહી હતી. તેનું મોં સંપૂર્ણ બળી ગયું હતું,
તે મારા થી 2 હાથ ના અંતરે હતી, વડ નીચે ઉભેલી યુવતી 6 હાથ ના અંતરે, બિલાડી પણ એટલા જ અંતરે હતી, જે ધીમા ડગલે મારા તરફ આવી રહી હતી,
હોટેલ નો માલિક બ્લેક સર્ટ સફેદ પેન્ટ પહેરી પગથિયાં ઉતરી રહ્યો હતો.સાથે જ ત્રણ વેટર ચાકુ લઇ આવી રહ્યા હતા.
મેં દરવાજો ખોલવા પ્રયત્ન કર્યો પણ તે ખૂલ્યો નહીં, હવે મોત બસ મારા થી 17 સેકન્ડ દૂર હશે,
મેં કી-નોબ માં ચાવી લગાવી ચાવી ફેરવી, પ્રથમ નથી પણ બીજા પ્રયત્ને ડોર ખૂલ્યો.મેં ડાયરી ને મહ્ત્વતા આપતા ડાયરી ને અંદર સરકાવી દીધી.
મેં જેવી ડાયરી અંદર સરકાવી તો સામે પેલી પીળી સાડી વાળી સ્ત્રી નું હાસ્ય અચાનક અટકી ગયું. હું તરત ડ્રાઇવર સીટ પર ગોઠવાયો, ચાવી લાગવા માટે હાથ લંબાવ્યો પણ ચાવી નહોતી. પોલીસ માં હોવાનો એક આ ફાયદો છે કે ગમ્મે તેવી સિચ્યુએશન હોય દિમાગ પર હાવી નથી થઈ શકતી, એક જ સેકન્ડ માં યાદ આવ્યું ચાવી દરવાજા ના કી નોબ માં હતી, પણ ગાડી માથી ઉતરું ચાવી લઇ પાછો ગોઠવાઉ, એટલો સમય નહોતો, સજોંગ ગણો કે કોઈ દેવી શક્તિ નો સાથ , પણ દરવાજો જાતે વખાઈ ગયો. વિન્ડો માંથી હાથ બહાર નાખી ચાવી ખેંચી લીધી.
ગાડી સ્ટાર્ટ કરી તરત રિટન કરી સામે ઉભેલી ઓરત માલીક અને 3 વેટર એમ 5 જણ ના ચહેરા ડગાઈ ગયા હતાં.ગાડી આધુનિક સિસ્ટમ થી લેસ હોવાના કારણે ગ્લાસ બન્દ કરવાની વ્યવસ્થા મારા ડાભા હાથ જોડે જ હતી.
આગળ ઉભેલા 5 જણ થીં તો હું દૂર જઇ રહ્યોં હતો પણ પેલા સફેદ ધુમાડા માંથી નીકળેલી યુવતી ની નજીક. મેં એ 5જણ પર ફરી નજર નાખી તેમના મુખ પર ફરી લુચ્ચું હાસ્ય દેખાયું.
મેં બેકવ્યું મિરર માં નજર નાખી તો પેલી યુવતી મારી કાર થી 1હાથ ના અંતરે હતી. તે પણ હસી રહી હતી જે સાફ બયાન કરતું હતું કે હું મોત ના મુખમાં સપડાઈ ગયો હતો.
પણ ત્યાં તો અચાનક પેલી યુવતી મારી કાર થી 20 ફૂટ દૂર મુખ્ય માર્ગ પર ફેંકાઈ ગયી. મારી કાર હજુ તેના સર્પક માં નહોતી આવી તો આ કઇ રીતે સ્કય બન્યું. ચોક્સ ત્યાં કોઈ દિવ્ય શક્તિ હતી, જે મારો સાથ આપી રહી હતી.
ગાડી 90° વાળી અને ફુલ સ્પીડ માં ત્યાં થી હંકરી મૂકી.
મેં ફરી કાચ માં નજર કરી, ત્યાં પેલી યુવતી ગાયબ થઈ ગયી હતી, હવે હું તેમની હદ માંથી બહાર આવી ગયો હતો.
6-7 સેકન્ડ બાદ ફરી બેક-વ્યુ કાચ માં ઝબકારો થયો. મેં કાચ માં નજર કરી... મને મારી આંખ પર વિશ્વાસ ન થયો. મારા ધબકારા અટકી ગયા. મારી હિમંતે જવાબ આપી દીધો.મારા મુખ માંથી ચીસ નીકળી ગયી
ત્યાં કાચ માં અક્ષય ની રેખા કૃતિ ઉપજી હતી અને બીજી જ સેકન્ડે ગાયબ.... ધડામ.... (એક ઝાડ સાથે જોર થી મારી કાર અથડાણી)
અકસ્માત...