ઠંડીનું કાવ્ય Shweta Krunal Desai દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઠંડીનું કાવ્ય

અછાંદસ -






ભાઈ શિયાળો છે
તો ઠંડી તો લાગશે જ
શું ધ્રુજે છે?
શું કંપે છે?
શું થરથરે છે?                                               




ગરમા ગરમ ચા પી લે
મસાલાં વાળું દુધ પી લે
ઉકાળો પી લે
 
ઓઢ તો ખરો
ધાબળો ઓઢ શાલ ઓઢ
અરે કાઈં ના મળે તો લાગણી ઓઢ
કાને ટોપો પહેર
વાને સ્વેટર પહેર
અરે કાઈં ના મળે તો આલિંગન પહેર
 
વસાણું ખા ને અડદિયું ખા
સાલમ પાક ખા ને મેથી પાક ખા
ગુંદર પાક ને બદામ પાક ખા
શિયાળો છે તો ખાઈ લે
 
જો કાન માં કહું છું
જરૂર લાગે તો કૌચા પાક પણ ખા
છાનો માનો મુસળી પાક પણ ખા
 
કંદ મુળ ને ભાજી ખાજે
મેથી મુળા ને તાજી ખાજે
લીલોતરી ખાઈ ને રાજી થાજે
 
વહેલો તો ઉઠશે જ ને?
ચાલવા તો જશે ને?
દોડવા તો જશે ને?
 
ઉગતા સુરજ ને જોજે
નાનકડા સુરજ ને ખોળા માં લઈ
તળાવ નાં પાણી માં ઝબકોળી
વાદળ ઉપર સુકવી દેજે
 
પંખી નો કલરવ સુણજે
કુવા ની પાળે પનિહારી સંગ ફરજે
ગાયો ના ધણ ની ઘુઘરી સુણજે
મંદિર ની ઝાલર ને ઘંટારવ સુણજે
 
ફૂલો નાં પાંદડા પર પડેલાં
ઝાકળ બિંદું નું આચમન કરજે
ગાઢ ધુમ્મસ ની વચ્ચે થી
પ્રકાશ ના કિરણ ને હળવે થી ખેંચી લેજે 
 
યોગ ને પ્રાણાયામ ભુલતો નહીં
અખાડા માં જઈ ક્સરત કરવાનું ચૂક્તો નહીં
આટલું શિયાળાં માં કરજે જ કરજે
તો આખું વરસ મજા જ મજા
 
ટાઢ લાગે તો લાગે
બાકી સાચું કહું?
એની તોલે કોઈ ના આવે
શિયાળો એટલે શિયાળો.
 
શાગિર્દ - ૧૯.૧૨.૨૦૧૮

અછાંદસ -

ભાઈ શિયાળો છે
તો ઠંડી તો લાગશે જ
શું ધ્રુજે છે?
શું કંપે છે?
શું થરથરે છે?                                               ગરમા ગરમ ચા પી લે
મસાલાં વાળું દુધ પી લે
ઉકાળો પી લે
 
ઓઢ તો ખરો
ધાબળો ઓઢ શાલ ઓઢ
અરે કાઈં ના મળે તો લાગણી ઓઢ
કાને ટોપો પહેર
વાને સ્વેટર પહેર
અરે કાઈં ના મળે તો આલિંગન પહેર
 
વસાણું ખા ને અડદિયું ખા
સાલમ પાક ખા ને મેથી પાક ખા
ગુંદર પાક ને બદામ પાક ખા
શિયાળો છે તો ખાઈ લે
 
જો કાન માં કહું છું
જરૂર લાગે તો કૌચા પાક પણ ખા
છાનો માનો મુસળી પાક પણ ખા
 
કંદ મુળ ને ભાજી ખાજે
મેથી મુળા ને તાજી ખાજે
લીલોતરી ખાઈ ને રાજી થાજે
 
વહેલો તો ઉઠશે જ ને?
ચાલવા તો જશે ને?
દોડવા તો જશે ને?
 
ઉગતા સુરજ ને જોજે
નાનકડા સુરજ ને ખોળા માં લઈ
તળાવ નાં પાણી માં ઝબકોળી
વાદળ ઉપર સુકવી દેજે
 
પંખી નો કલરવ સુણજે
કુવા ની પાળે પનિહારી સંગ ફરજે
ગાયો ના ધણ ની ઘુઘરી સુણજે
મંદિર ની ઝાલર ને ઘંટારવ સુણજે
 
ફૂલો નાં પાંદડા પર પડેલાં
ઝાકળ બિંદું નું આચમન કરજે
ગાઢ ધુમ્મસ ની વચ્ચે થી
પ્રકાશ ના કિરણ ને હળવે થી ખેંચી લેજે 
 
યોગ ને પ્રાણાયામ ભુલતો નહીં
અખાડા માં જઈ ક્સરત કરવાનું ચૂક્તો નહીં
આટલું શિયાળાં માં કરજે જ કરજે
તો આખું વરસ મજા જ મજા
 
ટાઢ લાગે તો લાગે
બાકી સાચું કહું?
એની તોલે કોઈ ના આવે
શિયાળો એટલે શિયાળો.
 
શાગિર્દ - ૧૯.૧૨.૨૦૧૮
અછાંદસ -

ભાઈ શિયાળો છે
તો ઠંડી તો લાગશે જ
શું ધ્રુજે છે?
શું કંપે છે?
શું થરથરે છે?                                               ગરમા ગરમ ચા પી લે
મસાલાં વાળું દુધ પી લે
ઉકાળો પી લે
 
ઓઢ તો ખરો
ધાબળો ઓઢ શાલ ઓઢ
અરે કાઈં ના મળે તો લાગણી ઓઢ
કાને ટોપો પહેર
વાને સ્વેટર પહેર
અરે કાઈં ના મળે તો આલિંગન પહેર
 
વસાણું ખા ને અડદિયું ખા
સાલમ પાક ખા ને મેથી પાક ખા
ગુંદર પાક ને બદામ પાક ખા
શિયાળો છે તો ખાઈ લે
 
જો કાન માં કહું છું
જરૂર લાગે તો કૌચા પાક પણ ખા
છાનો માનો મુસળી પાક પણ ખા
 
કંદ મુળ ને ભાજી ખાજે
મેથી મુળા ને તાજી ખાજે
લીલોતરી ખાઈ ને રાજી થાજે
 
અછાંદસ -

ભાઈ શિયાળો છે
તો ઠંડી તો લાગશે જ
શું ધ્રુજે છે?
શું કંપે છે?
શું થરથરે છે?                                               ગરમા ગરમ ચા પી લે
મસાલાં વાળું દુધ પી લે
ઉકાળો પી લે
 
ઓઢ તો ખરો
ધાબળો ઓઢ શાલ ઓઢ
અરે કાઈં ના મળે તો લાગણી ઓઢ
કાને ટોપો પહેર
વાને સ્વેટર પહેર
અરે કાઈં ના મળે તો આલિંગન પહેર
 
વસાણું ખા ને અડદિયું ખા
સાલમ પાક ખા ને મેથી પાક ખા
ગુંદર પાક ને બદામ પાક ખા
શિયાળો છે તો ખાઈ લે
 
જો કાન માં કહું છું
જરૂર લાગે તો કૌચા પાક પણ ખા
છાનો માનો મુસળી પાક પણ ખા
 
કંદ મુળ ને ભાજી ખાજે
મેથી મુળા ને તાજી ખાજે
લીલોતરી ખાઈ ને રાજી થાજે
 
વહેલો તો ઉઠશે જ ને?
ચાલવા તો જશે ને?
દોડવા તો જશે ને?
 
ઉગતા સુરજ ને જોજે
નાનકડા સુરજ ને ખોળા માં લઈ
તળાવ નાં પાણી માં ઝબકોળી
વાદળ ઉપર સુકવી દેજે
 
પંખી નો કલરવ સુણજે
કુવા ની પાળે પનિહારી સંગ ફરજે
ગાયો ના ધણ ની ઘુઘરી સુણજે
મંદિર ની ઝાલર ને ઘંટારવ સુણજે
 
ફૂલો નાં પાંદડા પર પડેલાં
ઝાકળ બિંદું નું આચમન કરજે
ગાઢ ધુમ્મસ ની વચ્ચે થી
પ્રકાશ ના કિરણ ને હળવે થી ખેંચી લેજે 
 
યોગ ને પ્રાણાયામ ભુલતો નહીં
અખાડા માં જઈ ક્સરત કરવાનું ચૂક્તો નહીં
આટલું શિયાળાં માં કરજે જ કરજે
તો આખું વરસ મજા જ મજા
 
ટાઢ લાગે તો લાગે
બાકી સાચું કહું?
એની તોલે કોઈ ના આવે
શિયાળો એટલે શિયાળો.
 
શાગિર્દ - ૧૯.૧૨.૨૦૧૮