prem ni sharuat - prem nu khatu khuli gayu books and stories free download online pdf in Gujarati

પ્રેમની શરૂઆત - ૮ : પ્રેમનું ખાતું ખુલી ગયું?

“શું યાર આટલા ભણેલા ગણેલા થઈને આટલું પણ નથી આવડતું?” બેન્કનો પ્યુન કરસનદાસ કરન સામે ગુસ્સાથી જોઈ રહ્યો હતો.

“બસ, એક આ જ કોલમ મને નથી ખબર પડતી, બાઆઆઆકીનું તો ફોર્મ ભરી દીધું છે.” કરન કરસનદાસથી ગભરાતા ગભરાતા બોલ્યો.

“અમારે બીજા કામ ના હોય? આખો દિવસ તમારી જ પૂજા કરતા રહેવાનું?” કરસનદાસે કરનની મજબૂરી જોઇને વધારે ખુન્નસ નીકાળ્યું.

“પ્લીઝ, સર... આ એક જ કોલમ.” કરને ફરીથી વિનંતી કરી.

“એ પ્રિયંકા મેડમને પૂછો.” ફોર્મની એ કોલમ પર સમજાય નહીં તેવું હિન્દી અને આવડે નહીં એવું અંગ્રેજી લખ્યું હોવાથી કરસનદાસ પણ મુંજાયો એટલે એણે કરનને ડાબી તરફ ઈશારો કરીને પ્રિયંકા પાસે મોકલી દેવાની કોશિશ કરી.

“કયા પ્રિયંકા મેડમ? ત્યાં તો કોઈ સુલક્ષણાબેન બેસે છે ને?” કરન હજી પણ કરસનદાસથી ડરીને જ વાત કરી રહ્યો હતો.

“એ હવે પાછળની કેબિનમાં બેસે છે. આજે પહેલી તારીખ થઈને? એટલે આજથી મેનેજર સાહેબે બધા ટેબલો બદલી નાખ્યા છે. પ્રિયંકા મેડમનો આજે પહેલો દિવસ છે, જયપુર બ્રાંચથી ટ્રાન્સફર થયા છે. જાવ એમની પાસે જાવ. જો ત્યાં બેઠા, પ્રકાશ સાહેબની પાછળ.” કરસનદાસે ફરીથી પોતાની ડાબી તરફ હાથ લાંબો કર્યો અને ક્લીયરીંગમાં આવેલા ચેક પર એક પછી એક સિક્કાઓ મારતો ગયો.

કરન પટેલ, મોટા વ્યાપારી માવજીભાઈ પટેલનું એક માત્ર સંતાન. સામાન્યતઃ એકનું એક સંતાન અને એમાંય જો તે પુત્ર હોય તો માતાપિતાના લાડકોડથી એ બગડી જતું હોય છે. અહીં ઉલટું થયું હતું. માવજીભાઈ અને તેમના પત્ની પ્રજ્ઞાબેને પોતાના લાડકોડથી કરનને એટલો બધો સંભાળ્યો કે તેને દુનિયાદારીથી સાવ દૂર કરી દીધો હતો.

કરનને બહારના કોઇપણ કામ સાથે તેના માતાપિતાએ ઓળખાણ કરાવી ન હતી. બસ એ ભલો એનું ભણતર ભલું અને કોઈકવાર બહાર ફરવા જાય, ફિલ્મો જોવા જાય કે જમવા જાય બસ એટલુંજ. માવજીભાઈને એમ હતું કે કરન એમબીએનું બરોબર ભણી લે પછી પોતાના વ્યાપારમાં પોતાને સહકાર આપવા માંડશે એટલે એને એ જાતેજ ટ્રેનીંગ આપશે અને પછી દુનિયાદારીનું બધું જ ભાન થઇ જશે.

પણ હજી એ સમય આવે એ પહેલા જ એક મિટિંગમાં ભાગ લેવા વડોદરા જતા માવજીભાઈને એક્સપ્રેસ હાઈવે પર અક્સ્માત નડ્યો અને સ્થળ પર જ એમનું મૃત્યુ થઇ ગયું. કરન કે પછી પ્રજ્ઞાબેન કોઇપણ માનસિક રીતે આ આઘાતને સહન કરવા તૈયાર ન હતા પરંતુ ઈશ્વરે એમને એવી પરિસ્થીતીમાં મૂકી દીધા હતા કે હવે કરનને દુનિયાનો એકલેહાથે સામનો કરવો જ પડે એમ હતો.

માવજીભાઈના બેસણા પછી લગભગ દસેક દિવસ પછી એમના તમામ સેવિંગ્સ અને કરંટ ખાતાંઓ તેમજ ફિક્સ્ડ ડિપોઝીટ્સ અને લોકર પર પોતાનો હક્ક મેળવવા માટે કરન બેન્કમાં પહોંચ્યો હતો. પણ આજ પહેલા બેન્કની એક સામાન્ય સ્લિપ પણ જેણે નહોતી ભરી એવા કરનને મસમોટા ફોર્મસ ભરવાના આવ્યા અને એમાં એને બિલકુલ ખબર ન પડતા એ વારેવારે તેની સામે ફોર્મ્સનો ઢગલો કર દેનાર પટાવાળા કરસનદાસને પૂછવા જતો અને એટલે જ કરસનદાસ કંટાળ્યો હતો.

કરનથી પીછો છોડાવવા કરસનદાસે આજે જ જયપુરથી અમદાવાદ જેની ટ્રાન્સફર થઇ હતી એવી પ્રિયંકા અગ્રવાલ પાસે કરનને મોકલી આપ્યો જેથી એનો જીવ છૂટે અને કરન જેવા ભણેલ ગણેલ બુદ્ધુ અને હજી આ બ્રાંચથી સાવ અજાણ એવી પ્રિયંકા એકબીજા સાથે માથાફોડ કરે રાખે અને કરન ફરીથી પોતાની પાસે ન આવે.

કરન પણ પ્રિયંકાના ટેબલ સામે બધા જ ફોર્મસ લઈને સાવ બાઘાની જેમ ઉભો રહ્યો પણ એનું ધ્યાન પોતાના તરફ ખેંચવા એક શબ્દ પણ ન બોલ્યો.

“યસ? વ્હોટ કેન આઈ ડૂ ફોર યુ?” પ્રિયંકાએ ત્રણેક મિનીટ બાદ કરન સામે જોયું.

“મને આ કોલમમાં ખબર નથી પડતી જરા કહેશો?” કરને ફોર્મ પ્રિયંકા સામે મુકીને કોલમ પર પોતાની આંગળી મૂકીને કહ્યું.

“સર મેં ગુજરાતી નહીં હું, ક્યા આપ હિન્દી યા ઈંગ્લીશ મેં મુજસે બાત કરેંગે પ્લીઝ?” પ્રિયંકાએ સ્મિત સાથે કરનને પોતાની મજબૂરી જણાવી.

“જી, મુજે ઇસ કોલમમેં કુછ પતા નહીં ચલ રહા, આપ ઝરા સમજા દેંગી?” કરને ફરીથી પોતાનો પ્રશ્ન હિન્દીમાં કહ્યો.

પ્રિયંકાએ ફોર્મ હાથમાં લીધું અને તેને પહેલેથી ચેક કર્યું અને કરને ભરેલી તમામ કોલમોને ધ્યાનથી જોવા લાગી.

“યે તો આપકે ફાધર કે સારે એકાઉન્ટ્સ બંધ કર કે આપકે ઔર આપકી મધર કે નામ પર ટ્રાન્સફર કરને કા ફોર્મ હૈ.” ફોર્મને બરોબર ચેક કરીને પ્રિયંકાએ કહ્યું.

“જી, દસ દિન પહલે હી વો ગુઝર ગયે થે.” કરન બોલ્યો.

“આઈ એમ સોરી, પર ક્યા આપને બેન્ક કો ઓફિશિયલી ઇન્ફોર્મ કિયા હૈ કી આપકે ફાધર કી ડેથ હો ગઈ હૈ? એક ફોર્મ હોતા હૈ ઉસકે લિયે જિસમેં આપકો ઉનકા ડેથ સર્ટીફીકેટ અટેચ કરના હોતા હૈ.” પ્રિયંકાએ કરન સામે જોઇને કહ્યું.

“વો તો મુજે કિસીને બતાયા હી નહીં. મુજે ઇતને સારે ફોર્મસ દે દિયે કરસનભાઈને.” આમ કહીને કરને કરસનદાસે એને આપેલા ફોર્મસનો ઢગલો પ્રિયંકા સામે ધરી દીધો.

“પર આપકો પ્રોસેસ કિસીસે પહેલે પૂછના ચાહિયે થા ના? વો તો પ્યુન હૈ શાયદ, ઉન્હેં ઝ્યાદા માલૂમ નહીં હોતા.” પ્રિયંકાએ કરનના હાથમાંથી દરેક ફોર્મસ લીધા અને કહ્યું.

“હાં, પર મેં પહેલે કભી બેન્કમેં નહીં આયા ના ઇસ લિયે... અબ આપ હી હેલ્પ કર દીજિયે પ્લીઝ.” કરને રીતસર આજીજી કરી.

“દેખીએ મૈ આજ હી જોઈન હુઈ હું, મુજે અભી પુરા સિસ્ટમ ભી સીખના હૈ સર સે.” પ્રિયંકાએ પોતાની નવી મજબૂરી જણાવી.

“વો મુજે પતા હૈ, પર મુજે કોઈ જલ્દી નહીં અગર આપ હી મુજે હેલ્પ કર દેંગી તો અચ્છા હોગા, મૈ યહાં કિસી ઔર કો પેહચાનતા ભી નહીં.” કરનને પ્રિયંકામાં પોતાનો ઉદ્ધારક દેખાઈ રહ્યો હતો.

“ઠીક હૈ, આપ સાડે ચાર બજે આઇએ તબ તક મૈ સબ દેખ કર રખતી હું, ઔર હાં, ઇસ ચીટ પર અપને ફાધર કે સારે એકાઉન્ટ ડીટેઈલ્સ ભી લીખ દીજિયે પ્લીઝ.” પ્રિયંકાએ સ્મિત સાથે એક કાગળ કરન સામે ધરતા કહ્યું.

કરને સાથે લાવેલી પાસબુકોના ઢગલામાંથી દરેક એકાઉન્ટનો નંબર અને એની વિગતો એ કાગળ પર લખીને પ્રિયંકાને આપી દીધી.

==::==

“આઇએ, યે લીજીયે, ઇસ ફોર્મ કો ભર દીજિયે, યે વો ફોર્મ હૈ જો બેન્ક કો ઇન્ફોર્મ કરતા હૈ કી આપ કે ફાધર અબ નહીં રહે.” સાંજે ચાર વાગ્યે બેન્કમાં પહોંચવાની સાથે જ કરનને પ્રિયંકાએ એક ફોર્મ પકડાવી દીધું.

ફોર્મ એકદમ સરળ હતું એટલે ફક્ત ત્રણથી ચાર મિનિટમાં જ કરને તેને ભરીને પ્રિયંકાને પરત કર્યું.

“ઠીક હૈ, અબ ઇસકે સાથ આપકે ફાધર કા ડેથ સર્ટીફીકેટ અટેચ કરીએ ઔર મેનેજર સાહબ કી કેબીન મેં જા કર દે આઇએ, ફિર હમ દૂસરા પ્રોસેસ શુરુ કરતે હૈ.” ફોર્મ બરોબર જોઇને પ્રિયંકાએ કરનને માર્ગદર્શન આપ્યું.

કરને પ્રિયંકાના કહ્યા મુજબ ફોર્મ બેન્ક મેનેજરને આપ્યું. મેનેજર પણ માવજીભાઈનું અવસાન થયું છે એ જાણીને આઘાત પામ્યો અને તેણે કરનને બેન્કની તમામ પ્રક્રિયા સરળતાથી પતી જશે એવો વિશ્વાસ અપાવ્યો. કરનને કોઇપણ તકલીફ હોય તો પોતાને અથવાતો પ્રિયંકાને જણાવવાનું કહ્યું.

મેનેજરની કેબીનમાંથી નીકળીને કરન ફરીથી પ્રિયંકાના ટેબલ પાસે આવ્યો.

“હો ગયા?” પ્રિયંકાએ સવાલ કર્યો.

“જી, ઉન્હો ને કહા કી કુછ ભી તકલીફ હો તો આપસે બાત કરું.” કરનને હવે એવો વિશ્વાસ બેસી ગયો હતો કે શાંત અને સરળ લાગતી પ્રિયંકા જ તેને અનુરૂપ છે એ રીતથી પોતાનું કામ કરશે એટલે એણે માત્ર તેના વિષે જ કહ્યું.

“અફકોર્સ, બૈઠિયે.. દેખીએ, અબ યે આપકા ક્લેમ ફોર્મ હૈ. ઇસ ફોર્મ કો ઠીક સે ભરીએ ઔર ઉસ પર ફર્સ્ટ સર્વાઈવર કા જહાં જહાં કોલમ હૈ ઉધર આપકી મમ્મી કા નામ ઔર ઉસકે સામને ઉનકી સિગ્નેચર ઔર સેકન્ડ નામ આપકા ઔર આપકા સિગ્નેચર લગેગા ઠીક હૈ?” પ્રિયંકાએ કરનને સમજાવતા કહ્યું.

“થેન્ક્સ.” ફોર્મ હાથમાં લેતા જ કરન ખુરશી પરથી ઉભો થવા લાગ્યો.

“અરે, કહાં ચલે? રુકીએ, અભી મુજે આપકો દૂસરે ફોર્મ્સ કે બારે મેં ઔર ભી જાનકારી દેની હૈ.” આમ કહીને પ્રિયંકાએ કરનને એક પછી એક વિધિ સમજાવવાનું શરુ કર્યું.

સવારે કરસનદાસે જેટલા પણ ફોર્મસ આપ્યા હતા તેના વિષે પ્રિયંકાએ કરનને બરોબર સમજણ આપી અને કયા ફોર્મમાં ફ્રેન્કિંગ કરવાનું છે અને સાથે કેટલા ડોક્યુમેન્ટ્સ જોડવાના છે એ પણ એક અલગ ચિઠ્ઠીમાં લખીને સમજાવ્યું.

પરંતુ આ તો કરન હતો, એને એમ તરત ક્યાંથી ખબર પડી જાય? એટલે કુલ સાત અલગ અલગ ફોર્મસ માટે એણે બીજા પંદરથી વીસ દિવસ ધક્કા ખાધા, કારણકે તેના દરેક ધક્કે પ્રિયંકા ફોર્મમાં કોઈને કોઈ ખોટ કાઢતી. છેવટે એક દિવસ પ્રિયંકાને બધા જ ફોર્મસ યોગ્ય રીતે ભરેલા હોવાનો સંતોષ થયો.

“ઠીક હૈ, કરનજી અબ સબ ઠીક હૈ. અબ આપ વો સો રૂપિયે કે સ્ટેમ્પ પેપર પર આપકે પિતાજી કે લીગલ વારીસો કી ડીટેઈલ્સ હૈ ઉસે અટેચ કર દીજિયે તાકી મૈ યે સારે ડોક્યુમેન્ટ્સ પ્રોસેસ મેં ડાલ દું ઔર આઠ સે દસ દિનો મેં સારે અકાઉન્ટ્સ ઔર લોકર આપકે ઔર આપકી મધર કે નામ પર ટ્રાન્સફર હો જાયે.” પ્રિયંકાએ સ્ટેમ્પ પેપર લેવા કરન સામે હાથ લંબાવ્યો.

“ઐસા તો મુજે પતા હી નહીં થા? મૈને તો કોઈ ભી સ્ટેમ્પ પેપર નહીં બનવાયા!” કરને નિર્દોષતાથી પ્રિયંકા સામે જોઇને કહ્યું.

“અરે? ઉસ દિન મૈને જબ આપકો ડોક્યુમેન્ટ્સ કી પૂરી લિસ્ટ દી થી ઉસમેં લિખા તો થા?” પ્રિયંકાને આશ્ચર્ય થયું.

“હાં, અબ મુજે ભી યાદ આ રહા હૈ પર સોરી મૈ ભૂલ ગયા.” કરને ફરીથી નિર્દોષતાથી કહ્યું.

“ચલો કોઈ બાત નહીં અબ કરવા દીજિયે. અબ પ્રોસેસ કરને મેં થોડી ઔર દેરી હોગી.” પ્રિયંકાએ હસીને ફોર્મસનો ઢગલો કરનને પરત કરતા કહ્યું.

પ્રિયંકાને આમતો કરન હવે દરરોજ મળતો હતો પરંતુ આજે જે રીતે પ્રિયંકાએ કરનને સ્મિત આપ્યું તેનાથી કરનના આખા શરીરમાં કશુંક થઇ ગયું. એક એવી ફિલીંગ જે એને અગાઉ ક્યારેય નહોતી થઇ. પ્રિયંકાનું એ સ્મિત જોઇને કરનના હાથપગ ઢીલા થઇ ગયા અને એને સતત પ્રિયંકા સામે જ જોતા રહેવાનું મન થવા લાગ્યું.

“ઠીક હૈ કરન? કરન? ઠીક હૈ ના?” પોતાની સામે સતત જોઈ રહેલા કરનને પ્રિયંકાએ પૂછ્યું.

“હં? હાં, ઠીક હૈ, મૈ અપને મામાજી કો દે દેતા હું, વો બહુત સારે વકીલો કો જાનતે હૈ. તો અબ કબ આઉં?” કરનની નિર્દોષતા ચાલુ રહી.

“અફકોર્સ જબ યે સ્ટેમ્પ પેપર રેડી હો જાયે તબ.” પ્રિયંકાને કરનના પ્રશ્નથી આશ્ચર્ય તો થયું પણ તેણે તેના પર વધુ ધ્યાન ન આપ્યું.

“ઠીક હૈ, તો તભી આતા હું, વાપસ.” કરને ઓટોમેટીકલી પ્રિયંકા સામે હાથ લંબાવ્યો.

પ્રિયંકાએ કરન સાથે પોતાનો હાથ મેળવ્યો જેને કરને ઘણીબધી સેકન્ડો સુધી છોડ્યો નહીં, પણ છેવટે પ્રિયંકાનો હાથ છોડીને એ બેન્કના મુખ્ય દરવાજા તરફ ચાલવા લાગ્યો. પ્રિયંકા દરવાજા તરફ જઈ રહેલા કરનને જોતી રહી અને તેના ચહેરા પર એક સ્મિત આવી ગયું.

==::==

“યે સબ ક્યા હૈ કરન?” સ્ટેમ્પ પેપર જોતાની સાથે જ પ્રિયંકા ઉછળી.

“આપને કહા થા ના સો રૂપિયે કે સ્ટેમ્પ પેપર પર લાના હૈ...” કરને જવાબ આપ્યો.

“વો તો ઠીક હૈ, પર આપને ઔર આપકી મધરને ઇસ પર સાઈન કૈસે કિયા?” પ્રિયંકાનો ચહેરો થોડો ગુસ્સાવાળો હતો.

“ક્યું કુછ ગડબડ હૈ?” કરન પ્રિયંકાનો ગુસ્સો પામી ગયો અને ગભરાવા લાગ્યો.

“ગડબડ? આપ રોડ પર આ જાયેંગે મિસ્ટર કરન, યે વારીસ કા સ્ટેમ્પ પેપર ઔર જો મૈને બેન્ક કા કલેઈમ ફોર્મ દિયા થા ઉન દોનો પર કોઈ મદન કુમાર પટેલ કા નામ હૈ. અગર મૈ ઇન કાગઝાત કો પ્રોસેસ કરુંગી તો આપકા સારા પૈસા મદન કુમાર કે નામ હો જાયેગા.” પ્રિયંકાએ કરન સામે જોઇને કહ્યું.

“મદન કુમાર? વો તો મેરે મામાજી હૈ.” કરનના ચહેરા પરનું નૂર ઉડી ગયું.

“દેખો કરન કુછ ઠીક નહીં હૈ, યે આપકા ફેમીલી મેટર હૈ, પર મૈ ઇતની સલાહ ઝરૂર દુંગી કી અપના કામ અપના હોતા હૈ ઔર ઉસે હમેં ખુદ હી કરના હોતા હૈ, ઠીક હૈ? કિસી ઔર પર ક્યું ડિપેન્ડ રેહના? મુજે પતા નહીં આપકે મામાજીકી ક્યા મંશા હૈ પર, યે સિરિયસ કામ કિસી ઔર પર નહીં છોડના ચાહિયે, ઔર બગૈર ડોક્યુમેન્ટ દેખે ઔર પઢે ઉસે સાઈન નહીં કરના ચાહિયે આપકો ઇતના ભી પતા નહીં હૈ? આપકી મમ્મીને ભી નહીં દેખા?” પ્રિયંકાને નવાઈ લાગી રહી હતી.

“નહીં મૈને તો મામાજી પર વિશ્વાસ કર લિયા થા, ઔર મમ્મી અભી ભી ઇતને શોક મેં હૈ કી ઉસને ભી બગૈર દેખે હી સબ સાઈન કર દિયા. અબ મૈ ક્યા કરું?” કરને ફરીથી પ્રિયંકાની મદદ માંગી.

“પહેલે તો ઇસ ફોર્મ કો ઔર ઉસ સ્ટેમ્પ પેપર કો અભી કે અભી ફાડ ડાલો. મુજે તુમ્હારી સારી ડીટેઈલ્સ ઇસ કાગજ મેં લીખ કર દો, મેરે પડોસ મેં એક નોટરી રેહતા હૈ તો મૈ કલ નયા સ્ટેમ્પ પેપર રેડી કરવા દુંગી, આપ આપકી મધર કો વહાં કલ લે જાઈએ ઔર ફિર સીધા યહીં આઇએગા હમ પ્રોસેસ કલ હી કર દેંગે તાકી આપકે મામાજીકો ઇસકી ભનક તક ના લાગે.” પ્રિયંકાએ હવે જવાબદારી લીધી.

“થેન્ક્સ...” કરન આટલું બોલીને ભીની આંખે ઉભો થયો અને ઝડપથી બેન્કના દરવાજા તરફ ચાલવા લાગ્યો.

આજે પ્રિયંકાએ દરવાજા તરફ ચાલતા કરન તરફ ભારે હૈયે જોયું અને પોતાનું ડોકું ધુણાવ્યું.

==::==

“કરન પટેલ કા કામ અભી ભી પૂરા નહીં હુઆ? પાંચ મહીને હો ગયે મેં દેખ રહી હું રોઝ તુમ્હારે પાસ આતા હૈ?” સુલક્ષણા બેને પ્રિયંકાને પૂછ્યું.

“કામ તો કબ કા ખતમ હો ગયા હૈ મેમ, પર પતા નહીં રોજ કોઈના કોઈ ફોર્મ લે કર આતા હૈ, કભી યે ખાતા ખોલના હૈ, કભી વો ખાતા, એફ ડી ખોલ દો.” પ્રિયંકાએ જવાબ આપતા કહ્યું.

“હમમ... ઐસે તો તુમ કબ તક ડીસ્ટર્બ હોતી રહોગી? કલ મેનેજર સાહબ ભી પૂછ રહે થે.” સુલક્ષણાબેને મેનેજરનો ડારો દેખાડ્યો.

“ઠીક હૈ મૈ આજ ઉસસે બાત કરતી હું.” પ્રિયંકાએ કહ્યું.

હજી તો પ્રિયંકા અને સુલક્ષણાબેનની ચર્ચા પૂરી જ થઇ કે સામે કરન દેખાયો. એ સીધો જ હસતા હસતા પ્રિયંકાના ટેબલ સામે જ આવીને ઉભો રહ્યો.

“આજ કૌનસા અકાઉન્ટ ઓપન કરેંગે મિસ્ટર કરન પટેલ?” પ્રિયંકાએ ટોન્ટ માર્યો.

“લોકર, મૈ સોચ રહા હૂં કી મમ્મી ઔર મેરા અલગ અલગ લોકર હો તો હી અચ્છા હૈ, તો મુજે સારી પ્રોસેસ જાનની થી ઔર લોકર કા રેન્ટ વગૈરહ જાનના થા.” કરને ઉત્સાહપૂર્વક જવાબ આપ્યો.

“પર બેન્ક મેં ફિલહાલ એક ભી લોકર ખાલી નહીં હૈ.” પ્રિયંકાએ સ્મિત સાથે જવાબ આપ્યો પણ અંદરથી એ ચિડાયેલી હતી.

“ઓહ! ક્યૂં?” કરનને શોક લાગ્યો.

“ક્યુંકી સારે કે સારે લોકર્સ ભરે હુએ હૈ!” પ્રિયંકાએ સ્વાભાવિક કારણ જણાવ્યું.

“ઠીક હૈ તો આપ મુજે પ્રોસેસ તો સમજાઈએ, જબ લોકર ખાલી હોગા તબ મુજે કામ મેં આયેગા.” કરનને એમ આટલી જલ્દીથી પ્રિયંકાને છોડીને જવું ન હતું.

“થોડી દેર બહાર ચલેં?” પ્રિયંકા પોતાની સીટ પરથી ઉભી થઇ ગઈ.

“હેં, મતલબ ક્યૂં?” કરનને નવાઈ લાગી.

“ઠંડી કા મૌસમ હૈ તો થોડી ધૂપ સેક લેતે હૈ, વહાં એટીએમ કે પાસ સુબહ સુબહ અચ્છી ધૂપ આતી હૈ, ચલિયે.” પ્રિયંકા પોતાનું ડેસ્ક છોડીને દરવાજા તરફ ચાલવા લાગી.

પ્રિયંકાએ આ રીતે તેને બહાર આવવાનું કહેતા કરન થોડો ગભરાયો પણ એ તેની પાછળ દોરવાયો.

==::==

“તુમ ક્યા ચાહતે હો કરન? તુમ્હારા રોઝ રોઝ ઇધર આના મુજે બિલકુલ હી અચ્છા નહી લગતા. મૈને તુમ્હે મદદ ક્યા કર દી, તુમ તો મેરે પીછે હી પડ ગયે.” પ્રિયંકાએ કરનના એટીએમ પાસે આવતા જ એને ઝાડી નાખવાનું શરુ કર્યું.

“અબ સારી ઝીમ્મેદારી મુજ પર હૈ ઔર મેરે ફાઇનાન્સિયલ એડ્વાઈઝરને મુજે જો બોલા વોહી કર રહા હું.” કરને પોતાનો બચાવ કર્યો.

“એક હી બેન્ક મેં સાત સાત આઠ આઠ અકાઉન્ટ્સ ખોલને કી સલાહ દી હૈ ક્યા ઉસને? મૈ નહીં જાનતી ક્યા યે સબ? અબ તો સ્ટાફ મેં ભી બાતેં શુરુ હો ગઈ હૈ. આખિર તુમ્હારા ઈરાદા ક્યા હૈ?” પ્રિયંકાએ ગુસ્સામાં સીધો સવાલ કર્યો.

“તુમ્હારે સાથ પૂરી ઝીંદગી બીતાને કા...” સાવ ગભરુ એવા કરનમાં આવું બોલવાની હિંમત જાણે અજાણે પ્રિયંકાએ જ આપી હતી જ્યારે તેણે કરનને એના મામાની જાળમાં ફસાતા બચાવ્યો હતો.

એ દિવસથી કરનને પ્રિયંકા ખૂબ જ ગમવા માંડી હતી. પણ એને સીધેસીધું પોતાના પ્રેમનો ઈઝહાર કરતા અત્યારસુધી ડરતા રહેલા કરનને એને રોજ જોવાની ઈચ્છા થતી અને આથી જ તે કોઈને કોઈ બહાને બેન્કમાં જતો અને માહિતી લેવાને બહાને એની સાથે અડધો પોણો કલાક વાતો કરતો, પણ આજે પ્રિયંકાએ દબાણ કરીને અથવાતો પોતાનો અણગમો દેખાડીને કરનને પોતાની વાત કહેવા મજબૂર કરી દીધો.

“વ્હોટ? તુમ્હેં પતા ભી હૈ તુમ ક્યા કેહ રહે હો? હમ દોનો સિર્ફ પાંચ મહીને સે એક દૂસરે કો જાનતે હૈ. તુમ સિર્ફ બાઈસ સાલ કે હો કરન.” પ્રિયંકાથી થોડું જોરથી બોલાઈ ગયું.

“આપને મુજે અપના કોઈ ભી ફાયદા દેખે બગૈર મુજે મેરે મામાજી કે ખતરનાક પ્લાન સે બચાયા, ઔર મુજે હર વક્ત સહી સલાહ દેતી રહી. દેખીએ, માતાપિતા કે લાડપ્યારને મુજે દુનિયાદારી નહીં સિખાઈ, ઇસી લિયે મુજે એક સીધા સાદા બેન્ક સ્લિપ ભરના ભી નહીં આતા થા, પર આપ સે મિલ કર ઔર આપકી સલાહ ઔર મદદ સુન કર ઉન્હેં સમજ કર મુજે લગા કી સિર્ફ યહી નહીં પર ઝીંદગી કે હર મામલે મેં અગર મુજે કોઈ સંભાલ સકતા હૈ યા મેરી રક્ષા કર સકતા હૈ તો વો આપ હી હો.” કરનમાં અચાનક ગજબની હિંમત આવી ગઈ હતી.

“તો તુમને અપને આપ હી સબ સોચ લિયા પર યે નહી સોચા કી મૈ શાદીશુદા હું યા નહીં?” પ્રિયંકાએ તીણી આંખે કરનની સામે જોયું.

“રોઝ આપ સે મિલને કે બાદ ઘર જા કર ઉપરવાલે સે બસ યહી પ્રાર્થના કરતા થા કી આપ કી શાદી ન હુઈ હો.” કરને સ્મિત સહીત જવાબ આપ્યો.

“ધીસ ઇસ ટૂ મચ. તુમ્હેં પતા ભી હૈ કરન કી મેં તુમસે કમ સે કમ નૌ સાલ બડી હું.” પ્રિયંકાએ કહ્યું પણ એના અવાજમાં હવે ગુસ્સો ન હતો.

“કોઈ ફર્ક નહીં પડતા. આપ મુજસે બડી હો ઇસી લિયે મુજે યકીન હૈ કી આપ મુજે સંભાલ લેંગી. ” કરને મક્કમતા દર્શાવી.

“ડિવોર્સી હું.” પ્રિયંકાના અવાજમાં વધુ ઢીલાશ આવી.

“સો વ્હોટ?” કરને પ્રિયંકાની આંખમાં આંખ મિલાવીને કહ્યું.

“તુમ્હારી મધર કો તો પૂછ લો એક બાર? ઉન્હેં તો કોઈ તકલીફ નહીં હૈ?” પ્રિયંકાએ છેલ્લો સવાલ કર્યો.

“પાપા કે જાને કે બાદ અબ મેરી ખુશી મેં હી ઉનકી ખુશી હૈ.” કરનને પ્રિયંકાને જવા દેવી ન હતી.

“મુજે સોચને કે લિયે વક્ત ચાહિયે.” પ્રિયંકાએ છેલ્લો દાવ રમ્યો.

“આરામ સે સોચીએ. આપ ના કહેંગી તો ફિર મુજે બાકી કી ઝીંદગી શાદી ના કરને કા ફૈસલા લેના હોગા, ક્યૂંકી મુજે સંભાલ સકે, અપના બના સકે ઐસી દૂસરી લડકી મુજે અબ નહીં મિલને વાલી પર આપ અપના ફૈસલા ઇસ બાત કો ધ્યાન મેં રખ કર મત કીજીયેગા. મુજે આપકી દયા નહીં ચાહિયે, પ્લીઝ.” કરન પ્રિયંકાની વધુ નજીક આવીને બોલ્યો.

“ક્યૂં કર રહે હો યે સબ?” પ્રિયંકા લગભગ રડવા જેવી થઇ ગઈ.

“બિકોઝ આઈ લવ યુ...” કરન આટલું કહીને બેન્કના પાર્કિંગ તરફ રવાના થઇ ગયો.

પ્રિયંકાએ ભીની આંખે કરનને પોતાની કારમાં બેસતા, એને સ્ટાર્ટ કરતા અને બેન્કના મેઈન ગેટમાંથી બહાર જતા જોયો અને ત્યાં સુધી જોતી રહી જ્યાં સુધી કરનની કાર આશ્રમ રોડના ટ્રાફિકમાં સમાઈ ન ગઈ.

==:: સમાપ્ત :==

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED