Tamacho - 7 books and stories free download online pdf in Gujarati

તમાચો - 7

(પ્રકરણ – ૭)

થોડીક ક્ષણોમાં વિજળી આવી. હોસ્પિટલની લાઈટો ચાલું થઇ. નર્સો તરત આઈ સી યુ માં દોડી ગઈ. બંધ થયેલ મશીનો રી-સ્ટાર્ટ. ઓક્સિજનના સીલીન્ડરના વાલ્વ ચેક કર્યા બધું જ વ્યવસ્થિત હતું પરંતું હતાં પ્રિન્સ અને ટોનીના ચહેરાં જે ખુલ્લા તે અત્યારે ઢાંકેલા હતાં જાણે શબ ધાક્યું હોય તેમ. નર્સે પ્રિન્સના ચહેરાં પરથી સફેદ બેડશીટ ખસેડી તો ચોંકી ગઈ. એનાં ચહેરાં ઉપર એક તમાચાનું લાલ નિશાન હતું. આશ્ચર્યચકિત થઇ એણે ટોનીના ચહેરાં પરથી બેડશીટ ખસેડી તો એનાં ગાલ ઉપર પણ તમાચાનું નિશાન હતું. એ ઘબરાઈ અને બહાર જઈ હેડ નર્સને વાત કરી. થોડીક ક્ષણોમાં હોસ્પિટલનો આખો સ્ટાફ બંનેના પલંગ પાસે ભેગો થઇ ગયો. થોડાંક પેશન્ટને પણ જીજ્ઞાસા થઇ, તેઓ પણ અંદર ડોકાવી રહ્યાં હતાં. ધીરે ધીરે હોસ્પિટલના તમાચાના નિશાનની વાત સવાર સુધીમાં શહેરમાં પ્રસરી.

હોસ્પિટલના સ્ટાફ ઉપર હવે તવાઈ આવી હતી કારણ ડી.કે.ને વાતની ખબર પડી તો એ ખૂબ ગુસ્સે થયો અને હોસ્પિટલમાં આ ઘટના બની કેવી રીતે તે શોધવા કહયું. રાત્રે પાવર બંધ થવાથી સીસીટીવીમાં પણ કંઇ રેકોર્ડ થયું નહોતું. ઘટના રહસ્ય બની ગઈ.

પોલીસ તંત્ર પરેશાન હતું, કોઈ સુરાગ મળતો નહોતો. કોઈ શકમંદ લાગતું નહોતું.

પ્રિન્સના બધાં ટેસ્ટ રીપોર્ટ આવી ગયાં હતાં અને ટ્રીટમેન્ટ પણ બરોબર હતી પરંતું લોહીની કોઈએક નસ ડેમેજ થવાથી મગજ સુધી લોહી બરાબર પહોંચતું નહોતું તેથી એક સર્જરી કરવી પડશે એ નક્કી થયું. છેલ્લી ઘટના પછી ડી.કે. એ સંજુ અને સલ્લુને રાત્રે હોસ્પિટલમાં રોકાવવાની ફરજ પાડી હતી. પ્રિન્સ અને ટોની ઉપર એ બંને રાત્રે પહેરો આપતાં.

હોસ્પિટલના માલિક અને મુખ્ય ડોક્ટર યાદવ એક ઉત્તમ ડોક્ટર અને સર્જન હતાં. ડી.કે. સાથે એને સારું જામતું. આ પહેલાં ઘણાં કિસ્સાઓમાં પૈસાના લાલચુ ડોક્ટર યાદવે ડી.કે. ને અનેક કિસ્સાઓમાં મદદ કરેલ હતી. ડી.કે. પણ એને જરૂર પડ્યે મદદ કરતાં.

ડોક્ટર યાદવના નિદાન પ્રમાણે પ્રિન્સના ઓપેરશન માટે ડી.કે. એ હા ભરી અને તાત્કાલિક પ્રિન્સને ઓપરેશન થીએટરમાં ખસેડવામાં આવ્યો. ઓપરેશન નાનું છતાં ક્રિટીકલ હતું. ડોક્ટર યાદવ ખરેખર એક ઉત્તમ સર્જન હતાં એટલે ઓપરેશનની સફળતાં માટે કોઈ શંકાને સ્થાન નહોતું. બધી વ્યવસ્થા હતી. અચાનક ઓપરેશન દરમિયાન એક બીજી નસમાં કંઇક દબાણ આવતાં એમાંથી રક્તસ્ત્રાવ ચાલું થયો. એ નસ કદાચ એકસીડન્ટમાં મૂઢ મારથી વીક થઇ હશે કે ડેમેજ થઇ હશે. શરૂઆતમાં ડોકટર યાદવને ખ્યાલ નહી આવ્યો પરંતું એકઠાં થઇ રહેલાં લોહીથી અસમંજસ પરિસ્થિતી ઉભી થઇ. તરત નર્સને લોહી ચઢાવવા માટે કહયું જેથી કોઈ સમસ્યા ઉભી નહી થાય. લોહીની સગવડ કરેલ હતી એટલે તાત્કાલિક અમલ થયો. મુખ્ય ઓપરેશન પાર પડ્યું પણ રક્તસ્ત્રાવ બંધ થતો નહોતો. હવે વધુ લોહીની જરૂર હતી. બ્લડ બેંકમાં પણ લોહીની શોર્ટેજ હતી. ડોક્ટર યાદવ તથા સ્ટાફ બધાં વધારાના લોહી માટે પ્રયત્નો કરી રહ્યાં હતાં પરંતું એ શક્ય નહોતું. જયારે બહાર આવી હોસ્પિટલમાં રોકાયેલા લોકોને અપીલ કરી ત્યારે સંજુ અને સલ્લુ બંને લોહી આપવાં માટે તૈયાર થઇ ગયાં. મિત્ર માટે એટલું તો કરવું જ પડેને ! બ્લડ બેન્કનો સ્ટાફ તરત હોસ્પિટલમાં આવી ગયો અને એમનાં લોહીનાં સેમ્પલ લીધાં, ટેસ્ટ કરવા માટે. નસીબ સંજોગે બંનેના લોહીનું ગ્રુપ એ બી નેગેટીવ હતું જે ખૂબ ઓછાં લોકોનું હોય છે. પરંતું એમનું લોહી દર્દી પ્રિન્સને આપી શકાય એમ નહોતું.

ડોક્ટર યાદવની હવે ખરેખરી કસોટી હતી. ઓપરેશનની પૂર્વ સ્ટડી એમણે સંપૂર્ણ કરી હતી પણ એવી કોઈ ઘટના બની શકે એ એમને ખ્યાલ નહોતો. નજીકના બીજાં શહેરનાં સર્જન ડોક્ટરો જોડે વાત કરી પણ બધાં માટે આ અનુભવ નવો હતો. એક ડોક્ટરની સલાહ હતી કે નસમાં બ્લડ-ક્લોટ (clot - thrombosis) હોય તો ડેમેજ નસ ઉપર પ્રેસર થતાં રક્તસ્ત્રાવની શક્યતાં નકારી શકાય નહી. ઇન્જેક્શન દ્વારા પણ કોશિશ કરી પરંતું કોઈ સફળતાં નહોતી. કદાચ એવું બને કે પ્રિન્સની જીવન દોરી ટૂંકી હશે અને નિમિત બનનાર ડોક્ટર હશે. ઓપરેશનમાં કાયમ હાજર રહેતી નર્સેના દિમાગમાં ચમકારો થયો અને દર્દીના હાથ અને પગની સ્થિતિ ફેરવી અને થોડીક ક્ષણોમાં રક્તસ્ત્રાવ ઘટવા લાગ્યો. ના સમજી શકાય એવું બન્યું પણ સમજ કારગર પૂરવાર થઇ. ડોક્ટર યાદવને હાશ થઇ. ઓપરેશન સફળ રહ્યું.

એક બાજુ આનંદ હતો તો બીજી તરફ સંજુ અને સલ્લુ દુઃખના વાદળોમાં ઘેરાયા હતાં. લોહીનાં રિપોર્ટથી બંને સ્તબ્દ હતાં કારણ હતું લાલ અક્ષરે લખેલ સ્પેશિઅલ રીમાર્ક ના શબ્દો ‘એચ આઈ વી પોસિટીવ’. દરેક કર્મનો હિસાબ થાય છે, કિંમત ચૂકવવી પડે છે, નામોશીનો સામનો કરવાનો હતો. દરેક કર્મ કરતી વખતે માણસના મનમાં ડર હોવો જરૂરી છે અને એ જ એનો ગુરૂ સાબિત થઇ શકે છે. એ જ એને ખોટું કરતો અટકાવી શકે છે. જીન્દગી બચાવી શકે છે. બંને એકબીજા તરફ પ્રશ્નાર્થ ચિહ્નની જેમ જોઈ રહ્યાં હતાં પરંતું જવાબ બંને અજાણતાં જાણતા હતાં. ક્યાં ? કેવી રીતે ? ક્યારે ? મગજમાં હજારો પ્રશ્નો ઘુમરાઈ રહ્યાં હતાં. ભાનમાં હતાં છતાં બેભાન હતાં. દુનિયામાં કંઇ જ મફત નથી મળતું કિંમત તો ચૂકવવી જ પડે છે ! દોસ્તીનો અર્થ સમજવો પડે, દોસ્તની પાત્રતા સમજવી પડે. મિશ્કીલ થઇ હવામાં સિગરેટના ધુમાડા, નશાની મહેફિલ, સારા-નરસાની ઓળખ અને સત્તાના જોરે કે સત્તાના સાથીદારોના ગેલમાં રહી જીન્દગી પાર નહી પડે. મિત્રતાની ઓળખ શબ્દોમાં નહી જમીરથી થવી જોઈએ. મિત્રતાને ગુણ હોવા જોઈએ. એ કિંમતી છે એને સાચવતા આવડવી જોઈએ. જો આ બધું ના હોય તો મિત્રતાનો પાયો ગંદા દલદલ ઉપર છે સમજવું. સંજુ અને સલ્લુ ગંદા દલદલમાં ફસાયા હતાં. હવે કોણ મદદ કરશે ? મજા કરેલ જિંદગીની રંગરેલીએ આજે અંધકાર રેલાવ્યો હતો.

કરેલ ગુનાની સજા મળી નથી તેનો અર્થ એમ નથી કે ગુનેગાર નથી કે કોઈ એનો સાક્ષી નથી. દરેકનો સમય છે, નિર્ધારિત છે, વહેલો છે તો મોડો છે. સજા ટૂંકી છે તો ક્યાંક લાંબી છે. દેર હૈ અંધેર નહી !

જુવાનીના જોશને હેવાનિયતનું રૂપ નહી અપાય એ ઉત્તમ વિચાર હશે !

‘*****

ત્રણ મહિના વીતી ગયાં હતાં. ટોની અપંગ હતો, વ્હીલચેર પર. કાયમ માટે. પરંતું પ્રિન્સ હજુ પણ બેભાન હતો. એક દિવસે ડી.કે. હોસ્પિટલમાં પ્રિન્સ પાસે બેઠાં હતાં અને અફસોસ કરી રહ્યાં હતાં કે પોતાનાં પુત્રને બગાડવામાં પોતાનો જ હાથ છે. મા વિનાના દિકરાને ઉછેરવામાં વધુ પડતાં લાડ લડાવ્યા અને દિકરો સ્વછંદી બન્યો. સંસ્કારોના ખાતાં ખાલી ખમ હતાં. ઐયાસીના ખાતાં ધમધમતાં રહેતાં. જાણ હતી છતાં રોકી નહી શક્યા. પુત્ર પ્રેમમાં આંધળા બન્યા. પરિણામ... સમાજને ભોગવવું રહ્યું. અસમજ મિત્રો ભેગાં થયાં, સમાજને લાંછન લગાડનાર. દીકરી ઘરની બહાર જાય કે ઘરે પરત આવે ત્યારે માં બાપ એને હાજર સવાલો પૂછે છે, પરંતું દિકરાને એવાં સવાલો પૂછાતાં નથી તેથી તેઓ વધુ પડતાં આઝાદ થઇ જાય છે. દિકરાને જો સમયસર અટકાવ્યો હોત તો આજે એ ઘડી નહી આવત કે એને આવરી શકાઈ હોત. સંજુ અને સલ્લુ બંને જણા કાચના દરવાજાની પેલી બાજુમાં બેસી આહત થયેલ ડી.કે. ને જોઈ રહ્યાં હતાં. ડી.કે.ના આંખમાંથી આંસુ વહી રહ્યાં હતાં ત્યારે એમની નજર ટીપોય પર પડેલ એક સફેદ પરબીડીયા ઉપર પડી. ઉપર લખ્યું હતું – ‘Confidential’ To : D K

(ક્રમશઃ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED