તમાચો - 8 ARUN AMBER GONDHALI દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

તમાચો - 8

(પ્રકરણ – ૮)

લોહીનાં રીપોર્ટથી સંજુ અને સલ્લુ પરેશાન હતાં કારણ લાલ અક્ષરે લખેલ એ લેબોરેટરીની રીમાર્ક – ‘એચ આઈ વી પોસિટીવ’. એક જ નાની રિમાર્કના ઝટકાએ બંનેની મરદાનગીના લીરે લીરા ઉડાવી દીધાં. સંસ્કાર ઉઘાડા પાડી દીધાં. કુતુહલ, જીજ્ઞાસા અને બેખોફ થઇ શરૂ થયેલ રમતનું પરિણામ કેવું ખોફનાક, ઘોર હોય છે એ વિચાર તો ભોગવનારો જ કરી શકે. માનવીને શું હક છે બીજાની નિર્દોષ જીન્દગી સાથે રમવાનો, ચેડાં કરવાનો, છેડવાનો, જીન્દગી બરબાદ કરવાનો અને પેદા થનાર એક વધુ જિંદગીનો ? આ હેવાનિયત છે. પ્રશ્ન બંને માટે એ હતો કે કુટુંબ દ્વારા આવનારી જવાબદારીના પ્રશ્નોનો જવાબ આપવાનો. શું કહીશું ? શું જવાબ આપીશું કુટુંબને - “એચ આઈ વી છે ? નામર્દ છે ? સંસ્કારો ધોઇને પી ગયાં ?” કોઈના દોરવાયા તો દોરવાઈ ગયાં પણ હવે બચાવશે કોણ ? વાતો ચોખ્ખી છે ભૂલ કરે એ જ ભોગવે. ચાહે સજા હોય જેલની કે દુઃખી થઈને જીન્દગી જીવવાની.

પોતાનાં દરેક મિત્રોના ચહેરાઓ એમની સામે ફરી રહ્યાં હતાં. વર્ષોથી મૂછો પર તાવ દેનારાંની સાન થોડાંક મહિનાઓથી ઠેકાણે પડી રહી હતી. કંઇક તો હતું જે ડર પેદા કરી રહ્યું હતું આ સમાજમાં ફક્ત એમની સામે. રાત્રે મોડે સુધી ગલીના નાકે બેસી ગપ્પાં હાંકનાર હવે ગાયબ હતાં. સમાજના લોકોને એક વાત ચોક્કસ સમજાઇ હતી કે ગુમશુદા યુવાનોના ફોટા અને એ અનિષ્ટ પંજાની છાપ – તમાચો હતો એક હેવાનિયતના ઘરના કિરદારનો, એને ખુલ્લો પડવાનો. કાયદા પણ કેવાં છે નહી ? કોઈના જિંદગીને બરબાદ કે કાળો કરનારના ચહેરાઓ એ પકડાય ત્યારે ઉજાગર નથી કરતાં પરંતું એનાં ચહેરાને કાળા કપડાથી ઢાંકી દે છે. શું પ્રમાણિત કરવા માંગે છે ? એવાં નરાધમોનાં ચહેરાઓને નકાબ શેનાં ? વાતની પુષ્ટી શહેરની હલચલ છાપાના સમાચારોએ બિંદાસ્ત કરી હતી.

છાપાનાં સમાચારોએ એ ઘરનાં દરેકને વિચારતાં કરી દીધાં હતાં. મા, દીકરી અને વહુઓ માટે નામોશી હતી. એમનો ગુનો નહોતો પણ સજા એવો ભોગવી રહ્યાં હતાં. ભલે અભણ ઘરોમાં કદાચ સંસ્કારોની ઉણપ રહી હોય પરંતું સ્કુલના પુસ્તકોનું પહેલું પાનું એ ચોક્કસ સંસ્કાર આપતું કે - “ભારત મારો દેશ છે. બધાં ભારતીયો મારાં ભાઈ બહેન છે.......” આ બે વાક્યો એટલે સંસ્કારનો મુખ્ય પાયો. સ્કુલમાં ભણતાં નાનાં નાનાં ભૂલકાઓ માટે સંસ્કાર સિંચનની ઉત્તમ શરૂઆત ! સંસ્કારો સાથે આપણે ચેડાં કર્યા હશે તો સજા પણ આપણે જ ભોગવવી પડશે !

ડી.કે. એ સફેદ પરબીડીયુ ખોલ્યું. જેના ઉપર લખ્યું હતું – ‘Confidential’ To : D K

મહિનાઓથી શરૂ થયેલ હકીકતનો ફોડ હતો એ પત્રમાં. અંતમાં લખ્યું હતું થોડાંક વિડીઓની ક્લીપીંગ અને ફોટાઓ વોટ્સ અપ કર્યા છે, મોબાઈલમાં ચેક કરશો. ક્લીપીંગ અને ફોટાઓ તદ્દન ઓરીજીનલ છે. ખોટાં છે એવું માનશો નહી કે સાબિત કરવાની કોશિશ કરશો નહી.

‘**************

ઘણીવાર વગદારો કેસને દબાવી દેતાં હોય છે.

એટલે આ કામ શહેરની એક મહિલા પૂરું કરી રહી છે. નામ તન્વી ફક્ત ધારવા માટે.

હકીકત - ઘણાં વારસો પહેલાં વાસનાનો શિકાર બનેલી એક યુવતી. જયારે પોલીસ સ્ટેશનમાં એફ. આઈ. આર. લખાવા ગઈ ત્યારે પોલીસે નોંધ લીધી નહી. કારણ ગુનેગાર એક વગદાર કુટુંબનો નબીરો હતો. ઘરનાં લોકો સમાજમાં ઈજ્જત જશે એમ કહી ગભરાયાં. આખરે વાત ઘરમાં દબાવી.

તન્વીએ ધીરે ધીરે યુવાન બહેનોની એક ક્લબ શરૂ કરી. શહેરમાં મુખ્ય નાકાઓ, પાનનાં ગલ્લાઓ જેવી જગ્યાઓની આજુબાજુ નિયમિત ભેગાં થતાં યુવાનોની માહિતી અને એકત્ર કરતાં. ગુપ્ત રીતે બધી યુવતીઓ એકબીજાને મળેલ સમાચારોથી અપડેટ રાખતાં. વર્ષોની મહેનત અંતે ફળી.

ઇગલની નજર ખૂબ ગંદી હતી. એટલે ગ્રુપમાં એ ઇગલના નામે ઓળખાતો. બીજી બધી તકલીફોમાં પ્રિન્સ એમને મદદ કરતો. કિલ્લાની અંદરની તળાવની એકાંત વાળી જગ્યા ધીરે ધીરે બધાની પ્રિય બની જ્યાં તેઓ કલાકો સુધી ગપ્પાઓ મારતાં એમ કહો કે એક અસામાજિક તત્વોનો અડ્ડો હતો.

તન્વી સાથે જોડાયેલ દરેક યુવતીઓ એ લોકોની એ જગ્યાથી વાકેફ હતાં. પોલીસને આડકતરી રીત જાણ કરી હતી પરંતું બધું નકામું ગયું હતું.

મોનિકા સાથે ઘટના બની તેની જાણ મોનિકાના હાથમાંથી છુટેલા મોબાઈલથી થઇ જે કિલ્લાની દીવાલ પરથી ઉછળી કિલ્લાને નિહાળી રહેલ શ્યામના સામે પડ્યો. ઘાસ અને ભેગાં થયેલ કચરાના ઢગલામાં. સાંજે જયારે શ્યામ પાસે બે મોબાઇલ જોયા તો તન્વીએ પૂછ્યું – ભાઈ નવો મોબાઇલ લીધો ? ત્યારે શ્યામે કિલ્લાની ઘટના કહી. તન્વીએ તરત એ મોબાઇલ ચેક કર્યો અને તેમાં તે દિવસે શુટ કરેલ ફોટો દેખાયાં. વાતનો કંઇક તાગ મળતો લાગ્યો. તે ભાઈને લઈને તરત કિલ્લામાં ગયી. તળાવની અવાવરું જગ્યામાં મોનિકા બેહોશ પડી હતી. બંને ભાઈ બહેન એને ચાલાકીથી ઉચકી ઘરે લઇ આવ્યાં. કલાકો બાદ જયારે મોનિકા ભાનમાં આવી ત્યારે એને આખી ઘટના જણાવી. પોતે હવે શું કરવું એ ગડમથલમાં હતી પરંતું. તન્વીએ એને યુવતીઓના ક્લબની વાત કરી અને વાત ને અંજામ આપવાનું નક્કી કર્યું. તે માટે મોનિકાને મૃત ઘોષિત કરવું જરૂરી હતું.

હવે સમય હતો સમાજમાં ડર કે ભય પેદા કરવાનો. રૂપિયાની લાલચથી ઘણું બધું દબાઈ જતું હોય છે. ટેક્નોલોજી અને સોસિયલ મિડીયાનો સાથ મળ્યો અને વિડીઓ વાઈરલ થયાં. કદાચ લોકોમાં ડર તો પેદા થયો, ઉપરાંત અનિષ્ઠ પંજાની દિવાલો ઉપર પડતી છાપ રહસ્ય ઉભું કરતી. ગુનેગારો ગભરાયાં હતાં. મવાલીઓના અડ્ડાઓ ખાલી રહેવાં માંડ્યા. પોલીસ કરતાં મિડીયાએ વાતને વધુ ઉજાગર કરી. વાતને ચોક્કસ એક રિપોર્ટરનો સાથ હતો એનો અભ્યાસ અને જીજ્ઞાસા હતી. ફોટાઓ જોતાં તમને ખ્યાલ આવીજ ગયો હશે. શું બન્યું, કેવી રીતે થયું લખવાની જરૂર નથી. સમજદાર છો બધું સમજી ગયાજ હશો. કરેલ ગુન્હા કે પાપ પીછો છોડતાં નથી. હકીકત ને કોતરવાની કોશિશ કરશો નહી. બાહોશ વકીલ અને મીડિયા તમારાં લીરાં ઉડાવી દેશે. ચુંટણીનો સમય નજીક છે અને #metoo પાછળ પડ્યું છે. સમાજમાં આગળ આવો સાચી સેવા માટે. આરોપ અને પ્રત્યારોપથી બહાર નીકળો. શક્ય હોય તેવાં જ દાવા કરો, પ્રોમીસ કરો. લોકો ચાંદીની કે સોનાની થાળીમાં જમવા માંગતા નથી પરંતું એમની થાળીમાં અન્ન માંગે છે. જેની મહેનત તમને પોષે છે તેને સૌથી વધારે વળતર મળે તેની સગવડ કરી આપો. આજે સ્ટેડીયમની જરૂર નથી પેદા થયેલ અનાજ સારી રીતે સંગ્રહિત કરી શકાય તેવાં ગોડાઉનની જરૂર છે. યોગ્ય પોષણ આપશો તો ખેલાડીઓ પેદા થશે, ગોલ્ડ મેડલ લાવશે. ભારતનું નામ રોશન થશે. જરૂરી હોય ત્યાંજ રાષ્ટ્રની સંપતિનો ઉપયોગ કરો. આડેધડ પૈસા વાપરશો નહી. નારીનું સન્માન એજ ભારત માતાનું સન્માન છે. નારીના ગૌરવનું જતન તમારે કરવાનું છે, કરાવવાનું છે, સજાક નાગરિક અને નેતા બનીને. દીકરી તો દરેકનાં ઘરમાં છે જ એની પ્રતિમા દરેકની દ્રષ્ટિમાં હંમેશ રહે એની યાદ દરેકે રાખવાની છે. એનો સન્માન હંમેશ થવો જરૂરી છે. કાયદાઓ ગૌરવ આપે એવાં રાખો કે બનાવો. વગદાર લોકો કાયદાઓને આજે ગણકારતાં નથી. જવાબદારી તમારી છે. આજ સુધી આઝાદીના વિશાળ પોસ્ટરો જોવામાં નથી ફક્ત કામ અને શહાદત કામમાં આવી. ખોટું ઝાઝું ટકતું નથી. સોનું ચમકવા શિવાય રહેતું નથી. ટૂંકમાં સમજ પડી જ હશે ! કવરમાં મોકલેલ ફક્ત કોપીઓ છે, અસ્સલ સલામત છે. વાતને અહીં જ પૂરી કરીએ અને દક્ષતા લઈએ. બુમ મારશો નહી....પડઘાં પડશે.... હવે તો હવા ને પણ કાન છે ! ભૂલને માફી નહી ! ક્યારેય નહી ! #METOO…. સમજ્યા !???

(સમાપ્ત)